Agnisanskar - 22 in Gujarati Thriller by Nilesh Rajput books and stories PDF | અગ્નિસંસ્કાર - 22

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

અગ્નિસંસ્કાર - 22



ચંદ્રશેખર ચૌહાણની પત્ની સરિતાબેન રાતના સમયે મોં પર દુપ્પટો બાંધીને લક્ષ્મીના ઘર તરફ પહોંચી. રાતના સમયે દરવાજા ઠપકરવાના અવાજ સાંભળીને લક્ષ્મી ફરી ભયભીત થઈ ગઈ. પરંતુ દરવાજો ખોલવો પણ જરૂરી હોવાથી તેમણે હાથમાં લાકડી પકડીને દરવાજો ખોલ્યો તો સામે એક સાડી પહેરેલી યુવતી દેખાઈ.

" તમે કોણ?" લક્ષ્મી એ પૂછ્યું.

સરિતા એ દુપ્પટો ખોલ્યો તો લક્ષ્મીના ચહેરા પર ખુશી છવાઈ ગઈ.

" તમે આ સમયે અહીંયા?" લક્ષ્મી એ પૂછ્યું.

" અંદર બેસીને વાત કરીએ..."

" હા હા આવો આવો...."

સરિતા પલંગ પર બેઠી અને લક્ષ્મીને કામકાજ અને તબિયતના રક સરિતા??"

" આ તારા પતિની કમાણીના પૈસા છે..."

" મતલબ હું કઈ સમજી નહિ..."

" મને ખબર છે મારા પતિ એ તમારા સાથે છળકપટ કરીને જમીન હડપી લીધી છે, મને આ વાતનું અંત્યત દુઃખ છે પણ હું એને કંઈ કહી શકું એમ નથી...એટલે જ મેં વિચાર કર્યો કે તમારા જમીનના પૈસા, તમારા હકના પૈસા હું તમને ધીમે ધીમે કરીને ચૂકવી દઈશ..તો બસ આ પૈસા એ જમીનના જ છે જે જમીન તમારા પાસેથી અમે છીનવી હતી..."

સરિતા એક જ એવી વ્યક્તિ હતી જે આખા પરિવારમાં લક્ષ્મીના દુઃખને સમજતી હતી. સરિતા ચોરીછુપે રાતે આવીને લક્ષ્મી સાથે બેસતી અને એના દુઃખ દર્દને સાંભળતી હતી. લક્ષ્મીને ખૂબ ખુશી થતી જ્યારે પણ સરિતા એમને મળવા આવતી. બન્ને દેરાણી જેઠાણીનો સબંધ વધુને વધુ મજબૂત બની રહ્યો હતો.

આ રીતે સાત વર્ષ સુધી અંશે ભણવામાં ધ્યાન દોર્યું અને લક્ષ્મી એ સિલાઈ કામ કરીને પૈસા કમાવાનું યથાવત રાખ્યું. થોડી ઘણી પૈસાની મદદ સરિતા આવીને કરી જતી હોવાથી લક્ષ્મી સુખ શાંતિથી જીવન વિતાવતી થઈ ગઈ હતી.

જ્યારે કેશવ ભણવામાં થોડોક નબળો હતો અને બહાર મિત્રો સાથે રખડવામાં વધુ ધ્યાન કેન્દ્રિત કરતો હતો. થોડાક સમય બાદ તો રસીલા એ પણ એમને કહેવાનું છોડી દીધું હતું અને બસ દાડી અને મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવવા તરફ પોતાનું સંપુર્ણ ધ્યાન દોર્યું.

વર્તમાનમાં

પોલીસ ઇન્સ્પેકટર વિજય પોતાના ઓફિસરો સાથે ઘટના સ્થળે પહોંચી ગયો.

" બોસ, પોલીસને જાણ કોણે કરી?" બલરાજના એક આદમીએ ધીમા અવાજે કહ્યું.

" તું ચૂપ બેસ... મેં જ પોલીસને બોલાવી છે..." બલરાજ પણ ધીમા આવજે વાત કરવા લાગ્યો.

" પણ બોસ તમને ખબર છે ને આ ઇન્સ્પેકટર કેટલો ઈમાનદાર છે... એમને આપણા ધંધા વિશે જાણ થશે તો ખૂની જેલમાં જાય એ પહેલા આપણને જેલમાં કેદ કરી નાખશે..."

" એની ચિંતા કરવાની છોડી દે... મેં પહેલા જ મારા બધા આદમીઓને કહી રાખ્યું છે કે થોડાક દિવસો સુધી દારૂની હેરફેર બંધ રહેશે...બધા સબુતો મીટાવવાના પણ શરૂ કરી દીધા છે....પોલીસને જાણ પણ નહિ થાય કે આપણે દારૂના ધંધામાં સામેલ પણ છે..."

" તમે એ ખૂની માટે પોતાનો ધંધો બંધ કર્યો??"

" એ કોઈ સામાન્ય ખૂની નથી લાગતો...જે રીતે એ એક પછી એકની હત્યા કરી રહ્યો છે મને પૂરો ભરોસો છે કે એનો મેન ટારગેટ તો હું જ છું..."

બલરાજની આસપાસ ઉભેલા આદમીઓ આસપાસ નજર કરીને ડરથી કાંપવા લાગ્યા.

" શું થયું? એટલી વાતમાં જ ડરી ગયા? ડરવાની જરૂર નથી તમે બલરાજ સિંહના રાજમાં છો એ તમારો વાળ પણ વાંકો નહિ કરી શકે....બસ આ પોલીસ ઇન્સ્પેકટર જલ્દી એ કાતિલ ને પકડી લે એટલે આપણે ફરી પોતાનો ધંધો શરૂ કરી દઈએ.."

ઇન્સ્પેકટર વિજય જેની હમણાં જ આ ગામમાં બદલી થઈ હતી. બીજી રીતે જોવા જઈએ તો આ નાનુ કાકાના ખૂન કેસને સોલ્વ કરવા માટે જ એમને આ ગામ આપવામાં આવ્યું હતું. વધુ પડતો અનુભવ ન હોવા છતાં પણ માત્ર ત્રીસ વર્ષની વયે જ પોતાની ચતુરાઈથી ઘણું ખરું હાસીલ કરી લીધું હતું. મજબૂત બોડી અને ડેશિંગ પર્સનાલિટી જોઈને ગામની યુવતીઓ એના પર પહેલી નજરમાં જ ફિદા થઈ ગઈ હતી.

ગોલ્લસને આંખ પરથી હટાવતા એ નાનુ કાકાની લાશ પાસે પહોંચ્યો અને બોડીને ઉપરથી નીચે ચેક કરવા લાગ્યો.

" પાટીલ...આ બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દે..."

" ઓકે સર..."

નાનુ કાકાના ફેમિલી સાથે થોડીક વાતચીત કરીને ઇન્સ્પેકટર વિજયે ગામના લોકો પર એક નજર દોડાવી અને પછી જીપમાં બેસી ત્યાંથી નીકળી ગયો.

શું ઇન્સ્પેક્ટર વિજયનો ચતુર દિમાગ અંશના દિમાગને માત આપી શકશે? જાણવા માટે વાંચતા રહો અગ્નિસંસ્કાર

ક્રમશઃ