Gumraah - 63 in Gujarati Short Stories by Nayana Viradiya books and stories PDF | ગુમરાહ - ભાગ 63

Featured Books
  • ચંદ્ર પર રોમાંચક પ્રવાસ - 1

    ​પ્રકરણ ૧: રહસ્યમય ટાપુ​પ્રવેશ: આરવ, એક સાહસિક યુવાન, પોતાના...

  • નિર્દોષ - 2

    ​અધ્યાય ૩: શંકાનું બીજ અને બુદ્ધિનો અજવાળ​૩.૧. તર્કની લડાઈ​ઇ...

  • સૂર્યકવચ

    ​સૂર્યકવચ: કેદીનું સત્ય – તપાસનો નાટ્યાત્મક વળાંક​પ્રકરણ ૧:...

  • ટેલિપોર્ટેશન - 1

    ટેલિપોર્ટેશન: પહેલું સંકટ​આરવની ગાથા (Aarav Ni Gatha)​પાત્ર...

  • એકાંત - 56

    કુલદીપ અને ગીતા એમનાં ઘરેથી ભાગી ગયાં હતાં. ગીતાનાં પપ્પાએ એ...

Categories
Share

ગુમરાહ - ભાગ 63

ગતાંકથી...

આ માણસ મને કોઈ ભળેલો વ્યક્તિ માને છે,એમ પૃથ્વીને લાગ્યું. તેણે આસપાસ નજર કરતાં બુટ પોલીસ વાળો ખુબ જ ખુશ ખુશાલ થઈ ગીત ગણગણતો આંટા ફેરા કરતો હતો. સામેના મેદાનમાં મવાલી વ્હીસલ લઈ ફરતો હતો.આ કોઈ શંકાસ્પદ માણસ નહિ હોય એમ ધારીને આને તેઓ સાથીદાર તરીકે હોવાથી પોતાને કંઈક જાણવાનું મળશે,એમ માનીને પૃથ્વીએ બે હજાર ની એક એક નોટ સિક્યોરિટી અને બીજા ચોકીદારોને આપી.

હવે આગળ....

તેઓએ અંદરોઅંદર કંઈક વાત કરી. તે બાદ તેઓમાંનો એક વ્યક્તિ અંદર ગયો અને પાછો આવી પહેલા સજ્જન ને કહેવા લાગ્યો : " મહેમાન ,સાહેબ આપને મળશે ચાલો." તે સજ્જને પૃથ્વીનું કાંડુ પકડી પોતાની સાથે રાખ્યો.

ડ્રોઈંગ રૂમમાં તેઓને લઈ જવામાં આવ્યા એક આરામ ખુરશીમાં એક રાજવી ઠાઠથી એક વ્યક્તિ બેઠેલ હતો. તેમણે કિંમતી પોશાક પહેરેલો હતો. તે યુવાન અને સુકલકડી બાંધાનો હતો. તેના હાથમાં એક પુસ્તક હતું .પૃથ્વીને સાથે લઈ જનાર સજ્જનેને તેને અંગ્રેજી ભાષામાં આવકાર આપતા કહ્યું : "વેલકમ...વેલકમ, મિ.ઝવેરી."

" સર, સાહેબ ,મને ખબર મળી કે, આપ અહીં આવેલા છો એટલે હું કેટલુંક કિંમતી ઝવેરાત આપને બતાવવા આવ્યો છું."

"આ તમારી સાથે કોણ છે?"

"મારા સેક્રેટરી મિ.કેવિન છે. હું નજદીકના બંગલામાં જ રહું છું. આજ સવારે જ્યારે આપની સવારી આ બંગલામાં આવી ત્યારે કોઈ કિંગ આવ્યા છે એવી ખબર તેણે જ મને આપી એટલે મારી શોરૂમ માંથી માલ મંગાવીને હું આપની પાસે આવ્યો છું. મને આશા છે કે મારો ધક્કો નકામો નિવડશે નહિં."

"હં : હં :મને બહુ સમય નથી." કિંગ ઓફ અફઘાને કહ્યું:
" પણ વીસ મિનિટના સમયમાં તમારું કામ પતાવી લ્યો તો ચાલશે."
એટલો સમય ઘણો છે,સર, સાહેબ એમ કહીને તે સજ્જને 'બેગ' બોલી અને તેમાંથી ઝરઝવેરાત અને આભૂષણો કાઢવા માંડ્યા.
થોડીક વાર થઈ એટલામાં તો તે ડ્રોઈંગ રૂમમાં કિંગ ઓફ અફઘાન ના સિક્યોરિટીના કંઈ કંઈ માણસે કંઈ કંઈ બહાને અવરજવર શરૂ કરી.ઝવેરીએ પૃથ્વીને ને કહ્યું મિ.કેવિન તમે દાગીના ગણતા રહેજો."
"શેઠ સાહેબ, મારા ધ્યાનમાં છે."
એક બે રીઅલ પલૅ અને હીરા,જરતલના હારનું સાટુ કિંગ ઓફ અફઘાન સાથે નક્કી કર્યું, એટલામાં દશેક મિનિટ નીકળી ગઈ. ઝવેરીએ હવે એક ડબ્બી કાઢી . તે એમને એમ ખુલી નહિં તેથી ઝવેરીએ તે જમીન પર ખૂબ જ પછાડી ત્યારે તે ખુલી. તેમાંથી એક ચીજ ગબડીને ગાલીચામાં જરાક દૂર જઈને પડી. એ જોઈને પૃથ્વી ચમક્યો. તે 'ભેદી ચક્કર' હતું !પૃથ્વી ઝવેરી તરફ જોઈ રહ્યો. તેને આંખ મીચકારી. આનો અર્થ શું? એ ચીજ ગબડી એટલે કિંગે કહ્યું : "એ શું છે મિ. ઝવેરી ?"

"એ આપને માટે નથી નામદાર ! ભૂલમાં જ મારાથી ખોટી ડબી ખુલી ગઈ...."

"પણ કોઈ અજીબ જ કલાવાળું ચકરડું લાગે છે!" એમ કહી મહારાજ તે લેવા ઊઠ્યા .એટલે ઝવેરી કહ્યું : નહિં નહિ મહારાજ કષ્ટ ન લેશો મારો સેક્રેટરી તે લઈ લેશે." તેણે પૃથ્વી તરફ જોઈ કહ્યું : મિ.કેવિન તે વસ્તુ જરાક લઈ લો તો."

"કોઈ પાક્કો બદમાશ લાગે છે ! "પૃથ્વી મનમાં જ બબડ્યો :મારું કાસળ કાઢવાની તેની ઈચ્છા જણાય છે .પણ ચિંતા નહિ."

છ છ ચક્કરોનો અનુભવ મેળવી ચૂકેલો પૃથ્વી એમનેમ કદી આંગળીથી ચક્કર ઉઠાવે કે ?તેણે પોતાના ખિસ્સામાંથી ચામડાનું પાકીટ કાઢ્યું .તે ખુલ્લું કરી જમીન પર મુક્યું અને નોટબુકમાંથી પેન બહાર કાઢી તે પેન વડે જ ચક્કરને ટકોર મારીને જમીન પરથી તે પાકીટ ઉપર તે ચક્કર ચડાવી દીધું !
"શાબાશ !"ઝવેરીએ કહ્યુ :બહુ ચાલાકી થી ઉઠાવ્યું .હોં કે?"

"મારી જીજ્ઞાશા આ ઉપરથી વધે છે મને એ વસ્તુ જોવા દો મિ. ઝવેરી !"કિંગ ઓફ અફઘાને કહ્યું.

"એક શરતે નામદાર."
"શી શરત ?"

"આ ડ્રોઈંગ રૂમમાં આપના માણસોની અવર-જવર તદ્દન બંધ કરી દો."

"નો પ્રોબ્લેમ, એમ કહી તેણે મોટા અવાજે બૂમ મારી ને કહ્યું : "આ રૂમમાં કોઈએ આવવાની જરૂર નથી. હું બોલાવું નહિં ત્યાં સુધી કોઈએ અંદર પગ ન મૂકવો ."બાદ તેણે ઝવેરીને કહ્યું : "હવે એ વસ્તુ લાવો."
"સર, સાહેબ ! "નામ તેમ જોઈએ ઝવેરીએ કહ્યું : એ ચીજ ને જેવો હાથ લગાડે છે તેઓ સીધા ધામમાં જ જાય છે."

"શું અહીંના ઝવેરીઓ એવી વસ્તુઓ રાખે છે?"

"ના ના નહિં નામદાર ! કાંઈક અજબ સંજોગો આ ચીજ ડબ્બીમાંથી નીકળી પડી. આખા મુંબઈમાં એક જ વસ્તુ છે અને એની જોડી ક્યાંય નથી."
"હં: હં :" કિંગ ઓફ અફઘાને કહ્યું : " શી વાત કરો છો ? અરે ,એવી તો એક ડઝન ચીજો હું પૂરી પાડી શકું?"

"આવી જ? આજ ગુણવાળી ?નામદાર, આપ ગંભીરતાથી વાત કરો છો ?"

"હા ,આજ અગિયાર વાગ્યે મને એક વ્યક્તિ આ વસ્તુ પૂરી પાડવા માટે આવવાનો હતો અને શરીરે અલમસ્ત તેમજ હુષ્ટપુષ્ટ વેપારી હશે, એમ મને કહેવામાં આવ્યું હતું. અગિયારને બદલે તમે વહેલા આવ્યા અને વળી સફાઈથી આ બાબત તમે છેડી !ખરેખર , મુંબઈગરાઓ ચાલાક તો છો જ." કિંગ ઓફ અફઘાને કહ્યું.

"નામદાર, હું ખાતરીપૂર્વક કહું છું કે આવી એક જ વસ્તુ આ શહેરમાં મોજુદ છે." ઝવેરીએ જવાબ દીધો.

"હવે તમે નકામો સમય ગુમાવો છો.એ ચીજ આપો અને એની કિંમત કહી દો. તેના ગુણ-દોષ પણ અમને બરાબર સમજાવી દેજો."

ઝવેરી એ સમયે ઘડિયાળમાં જોયું અગિયારમાં દસ કમ હતી. તેણે કહ્યું : નામદાર ,સાહેબ એક અગત્યના પ્રશ્નનો જવાબ આપો. આવી કેટલી વસ્તુઓ માટે આપને કહેવાયેલું અને તે માટે કંઈ લેખિત પત્ર આપની પાસે મોજુદ છે?"

" તમે તો બહુ પચપચિયાં લાગો છો, મિ. ઝવેરી ?" કિંગ ઓફ અફઘાને કહ્યું : આકાશ ખુરાનાએ જે માણસ મારે ત્યાં મોકલેલો તેણે આવાં બાર ચકરડાં આપવા મને કહેલું. વળી 'રૂપિયા' સંકેત -શબ્દથી આકાશ ખુરાના તરફથી મને લખાયેલા કાગળો તેમ જ મેં પણ તે જ સંકેત- શબ્દ સાથે આપેલા જવાબથી તમે જરૂર વાકેફ હશો. હવે મુદ્દો માત્ર કિંમત ઉપર અટક્યો છે એવું કબુલ કરું છું .મને મળેલા માણસે એક કરોડ રૂપિયાની મારી માંગણી ઓછી પડી છે. સારું; જો વધુ તમે માંગતા હો તો તેનું નામ પાડો પણ ચકરડાં તો બારેબાર જ આપો. એક જ છે અને બીજાં નથી એમ કહો છો એ ઠીક નથી."

પૃથ્વીએ જ્યારે કિંગ ઓફ અફઘાનના મોંમાંથી નીકળેલા આ શબ્દો સાંભળ્યા ત્યારે મિ. ઝવેરી તરફ જોઈ રહ્યો. તેના ચહેરા ઉપર આકળવિકળતા ના ભાવ હતા. જેમ પૃથ્વીને તે સાંભળીને આશ્ચર્ય થયું તેમ ઝવેરી પણ આશ્ચર્યચકિત થઈ ગયેલો જણાયો.

ઘડિયાળમાં અગિયારમાં સાત કમ હતી. ઝવેરી હવે મહારાજના કહેવા મુજબ ચક્કરોની કિંમત કહી નહિં પણ તેને બદલે પોતાના ખિસ્સામાંથી એક કાડૅ કાઢીને કિંગ ઓફ અફઘાન સાહેબના હાથમાં મૂક્યું. આ વળી શું ?એમ મનમાં જ પ્રશ્ન કરતો પૃથ્વી કિંગ ઓફ અફઘાનની બાજુમાં જઈ ઊભો રહ્યો. કાર્ડમાંનું સરનામું તેણે વાંચ્યું. "ખા. બા.ખાન, પોલીસ ઇન્સ્પેક્ટર મુંબઈ." કિંગ ઓફ અફઘાને તે વાંચ્યું અને આશ્ર્ચયૅથી પૂછ્યું : " શું તમે ?"

"ચૂપ"નાકે આંગળી અડકાડી ઇન્સ્પેક્ટરે કહ્યું : "એક પણ શબ્દ ઉચ્ચારશો નહિ, નામદાર ! તમે જાણ્યું કે હું કોણ છું. તમે કોઈને બદલે કોઈની આગળ જે ભાંગરો વાટયો તે સાંભળ્યા પછી અમારી ગવર્મેન્ટ ના નામથી હું તમને આદેશ આપું છું કે હું તમારી જે મદદ માગું તે તમારે આપવી. જો તેમાં આનાકાની કરશો, તો તમારું અહીંથી જવું ભારે થઈ પડશે એમ સમજજો."

શું આ વાતથી કિંગ ઓફ અફઘાનન ઇન્સ્પેક્ટર ખાનને મદદ કરવા તૈયાર થશે ???
જાણવા માટે વાંચો આગળ નો ભાગ.......
ક્રમશઃ........