Gumraah - 62 in Gujarati Short Stories by Nayana Viradiya books and stories PDF | ગુમરાહ - ભાગ 62

Featured Books
  • I SAW A ANGEL

    I saw a angel. I call her lexi  "ഹേയ്, ഹലോ.ആരെങ്കിലും എന്നെ...

  • ഡെയ്ഞ്ചർ പോയിന്റ് - 15

    ️ കർണ്ണിഹാരയെന്ന ആ സുഗന്ധ പുഷ്പം തന്നിൽ നിന്നും മാഞ്ഞു പോയിര...

  • One Day

    ആമുഖം  "ഒരു ദിവസം നമ്മുടെ ജീവിതം മാറുമെന്ന് ഞാൻ എപ്പോഴും വിശ...

  • ONE DAY TO MORE DAY'S

    അമുഖം

    “ഒരു ദിവസം നമ്മുെട ജീവിതത്തിെ ഗതി മാറ്റുെമന്ന് ഞാൻ...

  • ഡെയ്ഞ്ചർ പോയിന്റ് - 14

    ️ കർണ്ണിഹാര ചോദിച്ച ചോദ്യത്തിന് വ്യക്തമായ ഒരു ഉത്തരം കണ്ടെത്...

Categories
Share

ગુમરાહ - ભાગ 62

ગતાંકથી....

"બદમાશે તમારી આસપાસ ત્યારે તો ખૂબ જ અઘરું અને અજીબ પ્રકારનું ચક્કર ગોઠવ્યું!"

"પણ એમાંથી હવે આજ બુટ- પોલીસવાળાના વેશમાં હું છટકી આવી છું. એક છોકરો ભૈયાના ઘર આગળ એક માણસના બુટ પોલીસ કરતો હતો. તેને લગભગ મારા કદનો જોઈ મેં આ વેશ લેવાંનુ નક્કી કર્યું .તે છોકરાને મારી પાસે બોલાવી અને રૂપિયા પાંચ હજાર આપી તેને મારો વેશ લેવા અને મને તેનો વેશ ધારણ કરવા માટે સમજાવ્યો. તે કબુલ થયો અને એ રીતે હું છૂટી ગઈ છું.

હવે આગળ....

"ઇન્સ્પેક્ટર ખાનને તે ખબર છે?"

"હા. આ વેશ પલટયા પછી મેં તેને આ વિશે વાકેફ કર્યા છે.તેણે એક સબ ઇન્સ્પેક્ટરને મવાલીના વેશમાં મારી સાથે મોકલીને મારા આ વેશમાં પણ મારી સલામતી જાળવી છે."

"સારુ,‌ હવે તમે શું કરવા માંગો છો?"

"મારી તો હવે ચિંતા કરવાની જ નથી. પણ તમારે એક કામ કરવાનું છે." શાલીનીએ ઘડિયાળમાં જોયું. દસમા દસ કમ હતી. તે બોલી:

"ઓહો !એક કલાક પસાર થઈ ગયો ! અને એક કલાક પછી તો તમારે તમારી હોંશિયારી અને ચાલાકી બતાવવાની છે?"

"મારે ?મારી બુદ્ધિ અને ચાલાકી નો ઉપયોગ કરવાનો છે ?શા માટે? શી રીતે?"

"પૃથ્વી !"શાલીનીએ ગંભીર સ્વરે કહ્યું : "તમને બદમાશોએ ઘાટકોપરના બંગલામાં પકડી રાખ્યા ; તે તેજ રાતના બાર વાગ્યાની ઘટના નું આસપાસનું પરિણામ હતું.વેશધારી ભૈયો તે ઘટના વખતે હાજર હતો. ચાર વાગે તમારી અને બદમાશની વચ્ચે જે ગરમા ગરમી અને તકરાર થઈ અને તમે જે રીતે નીડર અને જડબાતોડ જવાબ આપ્યો તે તમામ કાનો કાન સાંભળવાની તક પણ તેને મળી હતી, તેને પરિણામે ઇન્સ્પેક્ટરે એ તમારી કિંમત પ્રથમ પંક્તિના રિપોર્ટર તરીકે અને મહાન વિચક્ષણ યુવક તરીકે આંકી છે...."
તમે શું નકામી વાતો કરો છો મી સાલીની પૃથ્વીએ

"તમે ખોટા વખાણ રહેવાદો, મિસ.શાલીની." પૃથ્વીએ પોતાની આત્મપ્રશંસાનો કંટાળો બતાવતા કહ્યું.
"હું આ વાત ઢોલ વગાડી વગાડીને દુનિયા આખીને કહેવાની છું. અત્યારે બુટ પોલીસ વાળાના વેશમાં છું અને જરૂર જણાશે તો ઢોલ વગાડનાર પણ બનીશ !" સાલીની હસતી હસતી કહેવા લાગી.

પૃથ્વી ઊભો થયો અને પેન્ટના ખિસ્સામાં હાથ નાખી આમતેમ ફરવા લાગ્યો. એટલામાં મકાન નીચેથી કારનું હોર્ન બે ત્રણ વખત વાગ્યું .તે સાંભળીને શાલીનીએ કહ્યું :"ચાલો, આપણે હવે એવી એક જગ્યાએ જવાનું છે કે જ્યાં તમે અત્યારના કરતાં પણ કંઈક વિશેષ જાણશો."

"મેં ઘણું જાણ્યું છે. હવે મારે એટલું જ જાણવાનું બાકી રહે છે કે જેને હું બદમાશ સમજુ છું તેને ફાંસી ક્યારે દેવાશે."

"તેનો તમામ આધાર તમારા હવે પછીના કામ પર રહેશે. કદાચ સાડા અગિયાર કે બાર વાગ્યે તમને એ વિશે ખબર પડી જ જશે .માટે મારી સાથે ચાલો. ઇન્સ્પેક્ટરે દસ વાગ્યે અહીં કાર મોકલવા કહ્યું હતું તે મુજબ નીચે કાર આવીને ઊભી રહી છે .તમારે હવે શું કરવાનું છે તે વિષે નો ઇન્સ્પેક્ટર નો મેસેજ કારમાં બેઠા પછી હું તમને કહીશ."

શાલીની ઊભી થઈ અને રૂમની બહાર નીકળી. પૃથ્વીએ પોતાની ઓફિસ બંધ કરી. તેઓ બંને કારમાં બેઠાં .એક મવાલી જેવો માણસ કાર ડ્રાઈવરની બાજુ ની સીટ પર બેઠો અને કાર ચાલી.

એ કાર ક્યાં ગઈ ? શાલીનીએ પૃથ્વીને ઇન્સ્પેક્ટરનો કયો મેસેજ આપ્યો?

શાલીની અને પૃથ્વીને લઈને કાર વાલકેશ્વરના રસ્તે ચાલી.

રસ્તામાં શાલીનીએ પૃથ્વીને ઈન્સ્પેક્ટરનો જે મેસેજ કહ્યો તે પૃથ્વીને માટે તે ચોંકાવનારો હતો. બદમાશોએ ગઈ રાતના કરેલી ગોઠવણ મુજબ આજે અગિયાર વાગ્યે થી કિંગ ઓફ અફઘાન અને રોહન ખુરાનાની મુલાકાત થનાર છે. અને ત્યાં ભેદી ચક્કરો સંબંધમાં કાંઈ ગોઠવણ થનાર છે. કિંગ ઓફ અફઘાન આજ પ્રાત:કાળમાં મુંબઈ ખાતે આવેલ છે .તેમના ઉતારાની વ્યવસ્થાનું કામ બદમાશ ટોળકીને તેના સરદારે સોંપ્યું છે; તેથી ટોળકીના સભ્યો જુદા જુદા વેશમાં કિંગ ઓફ અફઘાનની તહેનાતમાં હાજર રહેવાના છે.

પૃથ્વી આ વાત જાણીને બોલી ઉઠ્યો : "હં. બદમાશો મને ભોંયરામાં નાખીને કેમ ચાલ્યા ગયા એ હવે સમજાયું .તેઓને વાલકેશ્વરના બંગલામાં વ્યવસ્થા માટે વહેલા પહોંચવાનું હતું ."તેણે શાલીનીને પૂછ્યું : " આમાં મારે શું કરવાનું છે ?"

કિંગ ઓફ અફઘાન અને રોહન ખુરાના વચ્ચે શી વાતચીત થાય છે તે તમારે જાણવાનું છે. ઇન્સ્પેક્ટરે તમને આ કામમાં એટલા માટે રાખ્યા છે કે એ વાત જો ભેદી રીતે ચાલે તો પણ તમે તે બરાબર સમજી શકો. ઇન્સ્પેક્ટરને એક બીજો એ પણ શક છે . કિંગ ઓફ અફઘાન ના જાનને જોખમ છે; બદમાશો કદાચ કદાચ ઝેરી ચક્કર નો ઉપયોગ કરે ;તો તેવા સંજોગોમાં તમારે એકદમ તેનો બચાવ કરવો."

"પોલીસનાં લોકોનો કાંઈ બંદોબસ્ત કરેલો છે કે !"

"આ બધું અગાઉથી ગોઠવાયેલું છે."

પૃથ્વી એ પછી કાંઈ પ્રશ્ન શાલીનીને પૂછ્યા નહિં. વીસ મિનિટના અરસામાં તેઓ તે બંગલાની નજીક પહોંચી ગયા. કાર તે બંગલા પાસે અટકાવવામાં આવી નહિં પણ એક બીજા બંગલા પાસે અટકાવવામાં આવી. પૃથ્વી તેમાંથી ઉતરવા જતો હતો ત્યાં શાલીનીએ તેને રોક્યો અને આંખથી શું થાય છે તે જોવા ઈશારો કર્યો.

કારમાંથી પહેલો મવાલી ઊતર્યો અને આકાશ ખુરાના ના બંગલા સામે એક મેદાન હતું તેમાં જઈ, તેણે ખિસ્સામાંથી વ્હીસલ કાઢી એક અલગ જ સૂરમાં વગાડવા માંડી. પૃથ્વી એ જોયું કે બબ્બે અને ત્રણ ત્રણ ની ટુકડી માં કેટલાંય એના જેવા મવાલીઓ ત્યાં થોડી થોડી વારે આવ્યા અને પાછા ચાલ્યા ગયા. અંદાજે ગણતરી કરતા લગભગ સાઈઠ ની સંખ્યામાં હશે એમ પૃથ્વીને લાગ્યું.

"આ તમારા મદદગારો." શાલિનીએ ધીમેથી પૃથ્વીના કાનમાં કહ્યું અને એક વ્હીસલ તેને આપતા સૂચવ્યું કે : "જ્યારે જ્યારે જરૂર જણાય ત્યારે આનું 'ફૂરૂરૂરૂ' કરશો કે તેઓ મદદે આવશે. બસ હવે આ પેકેટ ખોલો." એમ કહી તેને કારમાં પડેલું એક કાગળનું એક પેકેટ તેને આપ્યું.

પૃથ્વીએ પેકેટ ખોલ્યું .જુએ છે તો એમાં એક અલગ જ પ્રકારનું "સુટ !"તેણે તે પહેરી લીધો. અચાનક તેના હાફકોટના કિસ્સામાં તેનો હાથ જતાં તેમાંથી એક રિવોલ્વર અને એક નોટબુક નીકળ્યાં. નોટબુક ખોલતાં તેના પૂંઠાની બાજુમાં એક પાકીટ જણાયું ;જેમાં ચલણી નોટો હતી.

"ઇન્સ્પેક્ટરની દીર્ઘદ્રષ્ટિ !"શાલીનીએ કહ્યું.

પૃથ્વી કારમાંથી ઉતરી રોફભેર દરવાજા તરફ ચાલ્યો. તે ચોકીદારની નજીક જતો હતો એટલામાં એક કાર બંગલા આગળ આવીને ઊભી અને તેમાંથી ઇંગ્લીશ પોષાકમાં એક સજ્જન 'બેગ' સાથે ઊતર્યો . ઊતરતા વેંત તેણે પૃથ્વી તરફ જોઈ કહ્યું : "હેલ્લો મિ.યુવરાજ ! હોય તેને તમે આવ્યા જ લાગો છો ? ચાલો, આપણે સાથે જ જઈએ ."પૃથ્વી ને અચરજ થયું કે આ વળી કોણ? તે સજ્જન વ્યકિતએ સિક્યોરિટી પાસે જ ઈ પોતાના નામનું કાર્ડ આપ્યું . પૃથ્વી ત્યારે ત્યાં જ ઊભો હતો. તે કાડૅમાં તેણે નીચેનું સરનામું વાંચ્યું :

'પ્રેમજી વેલજી ઝવેરી ભૂલેશ્વર, મુંબઈ .'ઝવેરી તરીકે પોતાને જણાવનારા આ સજજને પૃથ્વી ને કહ્યું : "મિ.યુવરાજ! આ લોકોને ચા- પાણી આપો."
આ માણસ મને કોઈ ભળેલો વ્યક્તિ માને છે,એમ પૃથ્વીને લાગ્યું. તેણે આસપાસ નજર કરતાં બુટ પોલીસ વાળો ખુબ જ ખુશ ખુશાલ થઈ ગીત ગણગણતો આંટા ફેરા કરતો હતો. સામેના મેદાનમાં મવાલી વ્હીસલ લઈ ફરતો હતો.આ કોઈ શંકાસ્પદ માણસ નહિ હોય એમ ધારીને આને તેઓ સાથીદાર તરીકે હોવાથી પોતાને કંઈક જાણવાનું મળશે,એમ માનીને પૃથ્વીએ બે હજાર ની એક એક નોટ સિક્યોરિટી અને બીજા ચોકીદારોને આપી.

કોણ હશે આ ઝવેરી?
પૃથ્વી અંદર પ્રવેશી શકશે કે કેમ?
જાણવા માટે વાંચો આગળ નો ભાગ....
ક્રમશઃ.........