No Girls Allowed - 25 in Gujarati Love Stories by Nilesh Rajput books and stories PDF | નો ગર્લ્સ અલાઉડ - ભાગ 25

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 25



" શું મમ્મી તમે આ કાવ્યાની વાતમાં આવીને કંઈ પણ બોલો છો?"

" તો કોણ છે એ છોકરી?" ધીમા અવાજે કાવ્યા બોલી.

આદિત્યે જે સત્ય છે એ જણાવી દીધું. મનાલી વિશે થોડી ઘણી વાતો કરીને આદિત્યે ફોન કટ કર્યો. ત્યાં સુધીમાં અનન્યા બાથરૂમમાંથી ફ્રેશ થઈને આવી ચૂકી હતી.

" થઈ ગઈ વાત મારા સાસુજી સાથે?" અનન્યા પણ આદિત્યને પરેશાન કરવાના મૂડમાં હતી.

" મઝાકનો સમય નથી..આપણે લેટ થાય છે જલ્દી રેડી થઈને નીચે આવ..."

" પણ હું તો રેડી જ છું...લાગે છે તમે પોતાની સાથે જ વાત કરી રહ્યા છો..."

આદિત્યે પોતાના હાલ જોયા અને ભાન થયું કે એને પોતે જ તૈયાર થવાનું બાકી છે. તેણે સીધી બાથરૂમ તરફ દોડ મૂકી.

અનન્યા, આદિત્ય અને એની ટીમ મનાલીથી રોહતાંગ તરફ ગાડી મારફતે નીકળી પડ્યા. જ્યાં આદિત્યની ટીમને એડ શૂટ કરવાની હતી. આ સફર દરમિયાન આદિત્ય એડ વિશેની જરૂરી તૈયારી કરી રહ્યો હતો. જેથી અનન્યા એકલું ફીલ કરી રહી હતી. બારી બહારના બરફથી છવાયેલા પર્વતો જોઈને
અનન્યા એમના ફોટા લેવામાં બિઝી થઈ ગઈ હતી.

થોડાક સમયમાં આદિત્ય અને અનન્યા રોહતાંગ પહોંચી ગયા. ત્યાં આવેલી નજદીકની હોટલમાં જરૂરી સામાન ગોઠવ્યો અને એડની શૂટિંગ કરવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી. અનન્યા એ આ પહેલા ક્યારેય કોઈ ફિલ્મ કે એડ શૂટ થતાં નહોતું જોયું. તેને માટે આ રોમાંચક ઘટના હતી. તે હંમેશા આદિત્યની આસપાસ જ ફરવા લાગી.

. આદિત્યેને જ્યારે પરેશાની થઈ તો તે બોલ્યો. " અનન્યા, તું મારી પાછળ આમ આસપાસ ફરતી રહીશ તો હું મારા કામ ઉપર ફોકસ નહિ કરી શકું.."

" સોરી આદિત્ય પણ હું એકલી તો અહીંયા શું કરું..?"

આદિત્યે આસપાસ નજર કરી અને એના એક આદમીને બોલાવીને કહ્યું." અનન્યા, આ રોહિત છે, બેસ્ટ ફોટોગ્રાફર છે, તું એની સાથે મસ્ત મસ્ત પીકસ પાડી લે ત્યાં સુધીમાં હું મારું કામ પણ ખતમ કરી લવ છું.. ઓકે..."

અનન્યા આવા બરફથી આચ્છાદિત પર્વતો પર ફોટા પાડવાનો મોકો કઈ રીતે ગુમાવે? તેણે તરત રોહિતને પાંચ મિનિટ વેઇટ કરવા માટે કહ્યું અને પોતે રેડી થવા નજદીકના હોટલમાં જતી રહી.

આદિત્ય પોતાનો સેટઅપ ગોઠવી રહ્યો હતો. કેમેરા ક્યાં એંગલમાં રહેશે? કોણ વ્યક્તિ ક્યારે શું કરશે એના વિશે જરૂરી ચર્ચા કરી રહ્યો હતો. સેટ અપ રેડી થઈ જતાં આદિત્યે એ બે એક્ટરને બોલાવી લાવવા માટે કહ્યું. પરંતુ એમાંથી એક એક્ટર જ રેડી થઈને બહાર આવ્યો.

આદિત્યે વર્કરને પૂછતા કહ્યું. " પાયલ ક્યાં છે?"

" સર, એની તબિયત ઠીક નથી... એણે એડ શૂટ કરવાની પણ ના પાડી દીધી છે.." નીચુ મોં રાખીને વર્કર બોલ્યો.

" વોટ! ક્યાં છે એ? એને મારી સામે લાવ..." આવી કડકડતી ઠંડીમાં પણ આદિત્યનો ગુસ્સો ફાટી નીકળ્યો.

" આઈ એમ સોરી સર, એ અહીંયા આપણી સાથે પણ નથી આવી..."

" તો?"

" એ મનાલીમાં જ રોકાય ગઈ છે..."

" દક્ષિત...મને તારા પાસેથી આ ઉમ્મીદ નહોતી..."

" સોરી સર, પણ આજ વહેલી સવારે જ એની તબિયત બગડી ગઈ હતી તો હું એને કઈ રીતે એડની શૂટિંગ કરવા માટે ફોર્સ કરી શકું..."

" આઈ નો..દક્ષિત...પણ આપણે એડ તો આજે જ શૂટ કરવી પડશે ને! હવે આટલા ટુંક સમયમાં ઈમીડિએટલી ન્યુ એક્ટ્રેસ ક્યાં મળશે?"

આછા ગુલાબી રંગની સાડી પહેરેલી અનન્યા પોતાના ઉડતા વાળને સંભાળતી અલગ અલગ પોઝ આપીને ફોટો પડાવી રહી હતી. ઉપરથી સૂર્યના આવતા કિરણો જાણે એમની ગાલોને વધુ ઉભરતા દેખાડી રહ્યા હતા. હાથમાં પહેરેલું બ્રેસ્લેટ, નેઇલ પોલીસ અને આંખોમાં લગાવેલું કાજલ જોઈને આદિત્ય જાણે આંખો ફાડીને જોઈ જ રહ્યો.

કોઈ આટલી સુંદર કઈ રીતે હોઈ શકે?" આદિત્યથી અનાયાસે બોલાઈ જ ગયું. બાજુમાં ઉભેલો દક્ષિત બોલ્યો. " તમે કઈ કીધું સર?"

અચકાતા આદિત્યે કહ્યું. " કંઈ નહિ..."

ચેર પર બેસીને આદિત્ય અનન્યાને દૂરથી નિહાળી રહ્યો હતો. જે એડ માટે એક્ટ્રેસની જરૂરત હતી એની શોધ આખરે આદિત્યને મળી જ ગઈ. પરંતુ આદિત્યને ડર હતો કે અનન્યા આ એડ માટે ના પાડશે તો? ઘણો વિચાર કર્યા બાદ આખરે હિંમત કરીને આદિત્ય અનન્યા પાસે ગયો અને કહ્યું. " રોહિત તું જા, ત્યાં થોડાક ફોટોગ્રાફ લેવાના છે એ તું ક્લિક કરી લે..."

રોહિતને મોકલીને આદિત્યે અનન્યાને કહ્યું. " અનન્યા.."

" જી..." અનન્યા સુંદરતાની સાથે સાથે હોટ પણ લાગી રહી હતી. જેથી આદિત્યનું મન વિચલિત થઈ રહ્યું હતું. તેણે ફરી હિંમત કરીને કહ્યું. " અનન્યા તારા માટે એક ઑફર છે મારી પાસે.."

" કેવી ઓફર?"

" શું તું મારી એડમાં કામ કરવા માંગીશ...?"

અનન્યા એકદમ શોક થઈ ગઈ! " શું કહ્યું તે?"

" શું તું મારી એડમાં કામ કરવા માંગીશ..?"

અનન્યા ત્યાં જ ખુશીથી ઉચળવા લાગી. " અરે! આ કઈ પૂછવાની વાત છે! હું તો રેડી જ છું....એડમાં કામ કરવા માટે...બોલ મારે શું બોલવાનું છે? આ સાડી ચાલશે કે બદલી આવવું...? વધારે મેકઅપ તો ચહેરા પર નહિ લાગે ને?" એકસાથે અનેકો સવાલ અનન્યા એ આદિત્ય સમક્ષ મૂકી દીધા.

" અરે પણ એક મિનિટ મારી વાત તો પૂરી સાંભળ..."

" સોરી આદિત્ય, એડમાં કામ કરવાની વાત થી જ હું એટલી એક્સાઇટેડ થઈ ગઈ કે.. વન મોર ટાઇમ સોરી..હવે બોલ તું શું કહેતો હતો?"

" મેં તને શરૂઆતમાં કહ્યું એમ કે મારી પાસે તારા માટે એક ઑફર છે.....સાંભળ, જો તું આ એડ શૂટ કરે તો એડ માટે આપણી જે પેમેન્ટની ડીલ ફાઇનલ થઈ છે એમાંથી અડધી રકમ હું ઓછી કરી દઈશ, જેનાથી તમારે મને હાલ્ફ પેમેન્ટ જ કરવું પડશે કારણ કે એ અડધી રકમ મારે તને એઝ એક્ટ્રેસ તરીકે દેવાની જ હતી તો હું એ રકમ પેમેન્ટમાંથી જ કટ કરી લઈશ..ઓકે?"

અનન્યા ને તુરંત આ ઑફર એક્સેપ્ટ કરી લીધી. પેમેન્ટ રિલેટેડ આટલો મોટો નિર્ણય અનન્યા એ આકાશને પૂછ્યા વિના જ લીધો. આદિત્યે પેમેન્ટના જરૂરી દસ્તાવેજ પર અનન્યાની સહી કરાવી લીધી અને એની સાથે ડીલ ફાઇનલ કરી દીધી.

આદિત્ય અનન્યાને શૂટ દરમિયાન શું કરવાનું છે? એના વિશે ગાઈડ કરવા લાગ્યો. સંજય જે આ એડમાં એક્ટર તરીકે કામ કરવાનો હતો એની સાથે પણ આદિત્યે મુલાકાત કરાવી દીધી
ત્યાર બાદ અનન્યાને મેકઅપ માટે મોકલી દેવામાં આવી. આદિત્ય અનન્યાને એડમાં ગોઠવીને ખુબ ખુશ હતો પરંતુ અહીંયા આકાશ અનન્યાને વારંવાર કોલ કરવાની નિષ્ફળ કોશિશ કરતો પરેશાન થઈ ગયો હતો.

" ફરીથી કોલ નોટ રિચેબલ..." ફોનને ટેબલ પર જોરથી પછાડતા આકાશે કહ્યું. અનન્યાના ગયા પછી ન જાણે કેમ આકાશનું મન કામમાં નહોતું લાગી રહ્યું. ચોવીસે કલાક એમને અનન્યાની જ ચિંતા સતાવી રહી હતી. અનન્યાનો સ્વભાવ જ એવો હતો કે કોઈ પણ વ્યક્તિ એનાથી ઈમ્પ્રેસ થયા વિના રહી શકે નહિ! સુંદર, સંસ્કારી અને એમાં પણ ટેલેન્ટથી ભરપુર અનન્યાની ચર્ચા તો હજી પણ કોલેજ કેમ્પસમાં થયા જ કરતી હતી અને હવે તો અનન્યા બિજનેસ વુમન પણ બની ગઈ હતી. અનન્યાની ચર્ચા જ્યાં ચારેકોર વાયુવેગે ફેલાઇ રહી હતી ત્યાં આકાશનું નામ ક્યાંકને ક્યાંક ઓછું થઈ રહ્યું હતું. મેજિક ડ્રીંકસના માલિક તરીકે સૌ અનન્યાને જ ગણતા હતા. છતાં પણ આકાશે ક્યારેય પણ આ બાબતનો વિરોધ ન કર્યો. એ બસ અનન્યાને જ પોતાના જીવનમાં હંમેશા માટે લાવવા ઈચ્છતો હતો.

અનન્યા સાથે જીવન વિતાવવાનું સપનું શું આકાશનું પૂર્ણ થશે?

ક્રમશઃ