Naari Mann ane sex vishe ketlaak lekho - 1 in Gujarati Women Focused by yeash shah books and stories PDF | નારી મન અને સેકસ વિશે કેટલાક લેખો - ભાગ 1

Featured Books
  • द्वारावती - 73

    73नदी के प्रवाह में बहता हुआ उत्सव किसी अज्ञात स्थल पर पहुँच...

  • जंगल - भाग 10

    बात खत्म नहीं हुई थी। कौन कहता है, ज़िन्दगी कितने नुकिले सिरे...

  • My Devil Hubby Rebirth Love - 53

    अब आगे रूही ने रूद्र को शर्ट उतारते हुए देखा उसने अपनी नजर र...

  • बैरी पिया.... - 56

    अब तक : सीमा " पता नही मैम... । कई बार बेचारे को मारा पीटा भ...

  • साथिया - 127

    नेहा और आनंद के जाने  के बादसांझ तुरंत अपने कमरे में चली गई...

Categories
Share

નારી મન અને સેકસ વિશે કેટલાક લેખો - ભાગ 1

લેખ ૧ : નારી .....કલ આજ ઔર કલ


કલ
****************************
આજથી 70-72 વર્ષ પહેલાં ભારત માટે પગભર થવાનો વિષય હતો.. . એવે વખતે ખાવાની તંગી હોવા છતાં જે માતાઓ 10 થી 12 બાળકો નું ભરણપોષણ કરતી હતી..પર પુરુષ સામે લાજ કાઢતી હતી એ માતાઓ નો યુગ પૂરો થયો.. એમને પણ સમસ્યાઓ તો હશે જ... સેનેટરી પેડ ની જગ્યાએ કપડું વાપરનારી, સૌથી પહેલાં ઉઠી ને નિત્યક્રમ પતાવી દેનારી અને પોતાના ઘરના 20 સભ્યો માટે એકલે હાથે 50 થી વધુ રોટલી અને ખાખરા ઘડનારી અને રાત્રે મહેનત કરી ને થાકેલા પતિ નો કકળાટ અને વ્યાકુળતા હસી ને શાંત કરનારી એ આ માતાઓ ના મન નો અને જીવન નો અભ્યાસ કરવા લાયક છે.. એમ માનવું રહ્યુ.. 9 થી વધુ બાળકો ની પ્રસુતિ ને ઝીલી શકનાર એ પ્રેમાળ શરીર કેટલાય કષ્ટો સહન કરી શકતું હશે છતાંય સ્મિત અને સ્ફૂર્તિથી ઘર સંસાર નિભાવી ,ભગવાન માટે પણ વ્રત ઉપવાસ કરનાર નારી ને વંદન કરવા જ રહ્યા.
*ભૂતકાળની નારી પાસે શીખવા લાયક
ગુણો* ( ગૃહિણી અને માતા)
: માયાળુ,વ્યહવારકુશળ,સેવાભાવી , આત્મશ્રદ્ધા થી ભરપુર,સહનશીલતા નો પર્યાય..

આજ
*************************************
આજની નારી સહકાર અને વિકાસ ના ધ્યેય સાથે પ્રગતિશીલ થઈ રહી છે.. સર્વ સત્તા જેની પાસે હોય એવો રાજા ખૂબ જ ગંદા રાજકારણ નો ભોગ બને એ રીતે નારી પણ એક ગંદા રાજકારણ નો ક્યાંક ને ક્યાંક ભોગ બને છે.. પુરુષપ્રધાન સમાજ એવું ક્યારેય હતું જ નહીં.. એવું કહેવું પડે કારણ કે પ્રધાન સદાય નારી જ રહી છે.. નારી વગર પુરુષ નું અસ્તિત્વ જ શક્ય નથી..પહેલા કુટુંબની અને હવે સમાજ અને દેશની પણ આજની નારી રહી છે.પણ એને હમેશા ગંદા રાજકારણ સામે ઝુકાવવામાં આવી છે એટલે આ સમાજ ને આજે પણ પુરુષપ્રધાન કહેવાય છે.. આજની નારી પોતાની અંદર ની કુશળતા ,ઇન્ટેલિજન્સ અને શક્તિઓ ને ઓળખવામાં જેટલી સફળતા મેળવશે એટલી જ એ ઉજ્જવળ બનશે.. અને એને શાણપણથી આ ગંદા રાજકારણ ને ઓળખવું પડશે.. વિકસિત રાષ્ટ્રની અને નર સુધ્ધાની પ્રગતિ નારી ની પ્રગતિ પર આધાર રાખે છે.
વધુમાં,વાત કરું તો નારીઓ માટે નર આજે પણ એક જટિલ કોયડો છે.. અપેક્ષાઓ અને ઈચ્છાઓ નારી ને આજે પણ એટલી જ પીડા આપે છે.. સહભાગીદારીતા અને સ્વતંત્રતા સમાજ પાસેથી હવે મળતી થઈ છે.. અને એનો આદર અને ગરિમા નર અને નારી બન્ને જાળવે એ અનિવાર્ય છે. ક્યારેક સમાજ પણ આ સ્વતંત્રતા નો વિરોધી બની એ જ ગંદુ રાજકારણ ધર્મ, પરંપરા અને સંસ્કાર ના નામે ચાલુ કરે છે. આબરૂ અને સુરક્ષા જે સમાજ માં નારી માટે ચિંતા નો વિષય હોય એ સમાજ માં નારી એ મોઢા પર મોટા કપડાં બાંધી ને ઘર ની બહાર નીકળવું પડે. સૂરજ ના તડકા કરતા વિકૃત નજરો નો ભય ક્યાંક આજની નારી માટે નડતર રૂપ છે. સ્વાસ્થ્ય ,જાતીયતા અને પોતાની કારકિર્દી અને ઓળખ નારી માટે આજે મહત્વનો વિષય બની રહી છે.. પરિવાર ને પણ એ બેલેન્સ કરવાના પ્રયત્નો કરે છે.. આજનો નર એ નારી નો માલિક કે ધણી નહિ પણ સહભાગી મિત્ર બને એ જરૂરીયાત છે ,અને એ થઈ પણ રહ્યું છે.

*આજની નારી પાસે શીખવા લાયક ગુણો*
(પુત્રી અને મિત્ર)
: ઇન્ટેલિજન્સ, પ્રગતિશીલ મન અને નવું નવું સ્વીકાર કરવાની ધગશ.. જૂની જટિલ રીતો સામે પ્રશ્ન કરવાની અને આત્મનિર્ભર થઈ આગળ આવવાની વૃત્તિ.

કલ
***********************************
આજથી એટલે કે 2023 થી 70/72 વર્ષ પછી એટલે કે 2093/2095 ની સાલ ની નારી વિશે કલ્પના કરું છું તો આ નારી નું એક રોચક સ્વરૂપ જોવા મળે છે.. એક જ્યોતિષ અને અંકશાસ્ત્ર ના જાણકાર તરીકે કહું છું કે અંક 2 એ ચન્દ્ર નો અંક છે.. એનો સંબંધ નારી સાથે છે. અને વર્ષ 2000 થી વર્ષ 2999 સુધી નો સમય નારી નો સમય છે.. અંક 2 આગળ છે.. એટલે આજના વર્ષો નારી ની પ્રગતિ અને લીડરશીપ ના વર્ષો છે.. ભવિષ્યમાં પણ નારી યુગ જ આવશે.. દરેક ક્ષેત્રમાં નારી નો ડંકો જ નહીં ,પ્રધાનતા પણ જોવા માં આવશે. ભવિષ્યની નારી જીવન ની ગુણવત્તા ને નિખારવા ના અમિટ પ્રયાસો કરતી ઉચ્ચ જીવનધોરણ અને નવા અભિગમ તરફ સમાજ ની દોરવણી કરશે. ફક્ત કેળવણી અને કાળજી નહિ ,સાંપોષીત વિકાસ નો આધાર બનશે. ભાવિ નારી પુરુષ ની પ્રિયતમા અને પ્રેરણા હશે .. એનું એકમાત્ર મોટિવેશન હશે.
એ નારી ફક્ત બાળક ની નહિ પણ રોબોટની મધર પણ હશે😊😊. એટલે મશીન અને શરીર બન્ને વચ્ચે સંતુલન નો આધાર બનશે...

*ભવિષ્યની નારી પાસે શીખવા લાયક ગુણો*
(પ્રેમિકા અને પ્રેરણા)
- સુરક્ષા અને ગૌરવપૂર્ણ અસ્તિત્વનો જીવંત આધાર, સાંપોષીત વિકાસ અને સંતુલિત કેળવણી ની દાતા.. મુક્ત મન અને પ્રગતિ નો પર્યાય.