Naari Mann ane sex vishe ketlaak lekho - 2 in Gujarati Women Focused by yeash shah books and stories PDF | નારી મન અને સેકસ વિશે કેટલાક લેખો - ભાગ 2

Featured Books
  • द्वारावती - 73

    73नदी के प्रवाह में बहता हुआ उत्सव किसी अज्ञात स्थल पर पहुँच...

  • जंगल - भाग 10

    बात खत्म नहीं हुई थी। कौन कहता है, ज़िन्दगी कितने नुकिले सिरे...

  • My Devil Hubby Rebirth Love - 53

    अब आगे रूही ने रूद्र को शर्ट उतारते हुए देखा उसने अपनी नजर र...

  • बैरी पिया.... - 56

    अब तक : सीमा " पता नही मैम... । कई बार बेचारे को मारा पीटा भ...

  • साथिया - 127

    नेहा और आनंद के जाने  के बादसांझ तुरंत अपने कमरे में चली गई...

Categories
Share

નારી મન અને સેકસ વિશે કેટલાક લેખો - ભાગ 2

નવા લગ્ન થયેલાં કપલ્સ માટે.......


નવા કપલ્સને પ્રસન્નતા માટે 4 દિશા માં આગળ વધવા નું હોય છે...
(1) પોતાનું અને એક બીજા નું સ્વાસ્થય
(2) પરસ્પર બન્ને વચ્ચે નો પ્રેમ સંબંધ
(3) બન્ને ની કારકિર્દી અને મહત્વકાંક્ષા
(4) એકબીજા ના પરિવાર ને સાચવવાની આવડત.

હમણાં જ નવા નવા વિવાહ થયા હોય તો હનીમૂન પિરિયડ પહેલા અને પછી તમને ઘણો બદલાવ લાગશે.. નારી માટે તો નવો પરિવાર, નવી જવાબદારીઓ ,નવું શીખવાની અને નર ના પરિવાર સાથે ભળવાની શરૂઆત થઈ જાય છે. નર માટે પણ પોતાની પત્ની અને પરિવાર વચ્ચે સુમેળ બની રહે ,સાથે સાથે તેની કારકિર્દી અને આવડત પણ પોષાય , એની ઈચ્છાઓ ની કદર થાય અને સાથે સાથે સુરક્ષિત ભવિષ્ય નું નિર્માણ થાય એ જોવાની જરૂર પડી જ જાય છે. આ એક બહુ મોટું મિશન છે.. જેમાં તમારા જીવનસાથી તમારા પાર્ટનર છે.. કોઈ મોટું નથી.. કોઈ નાનુ નથી. બન્ને સરખા અને સ્વતંત્ર છો. આ અભિગમ રાખી ને વિચાર કરશો તો આ મિશન ના ચાર પડાવ તમને સમજાશે..

(1) પોતાનું અને એકબીજાનું સ્વાસ્થ્ય
*************************
નવા લગ્ન થયા છે.. આવનારા 25 વર્ષ ખૂબ મહત્વના છે... અને એથીયે વધુ મહત્વનું છે બન્ને નું શારીરિક ,માનસિક અને આત્મિક સ્વાસ્થય.. તમે માનશો કે હેલ્થી લાઈફસ્ટાઇલ પણ કપલ્સ વચ્ચે નું બોન્ડિંગ વધારે છે.. નવદંપતિ સાથે યોગા કરે,ચાલવા જાય ,કસરત કરે, બેડમિન્ટન,સ્ક્વોશ અને મેડીટેશન જેવી રોજિંદી પ્રવૃતિઓ જાતે કરે.. તો બન્ને વચ્ચે એક અલગ પ્રકાર નું ટીમવર્ક અને સમજણ સધાય છે.. બન્ને પતિ પત્ની સવારે, એકબીજા ના હાથ માં હાથ લઈ આંખો બંધ કરી બાગ માં ,ખુલ્લા આકાશ નીચે પ્રાર્થના કરે અને પછી દિવસ ની શરૂઆત કરે તો એક નવું તારત્મ્ય સધાય છે. હેલ્થી ખોરાક અને સારી આદતો પાડવા માટે ,એક પાર્ટનર બીજા પાર્ટનર ની સહાય કરી શકે છે.. તમે એક બીજાને બદલાવ માટે સહકાર આપી શકો ,દબાણ થી જે કામ નહીં થાય ,તે સહકાર થી થશે. રોમાન્સ અને સેક્સ લાઈફ માં પણ સ્વસ્થ શરીર ,સ્વસ્થ મન અને એકબીજા સાથે જોડાયેલી આત્માનું ઘણું મહત્વ છે.. નવા લગ્ન પછી ખૂબ હરોફરો મજા કરો.. પણ પોતાનું અને પોતાના પાર્ટનર નું સ્વાસ્થ્ય જાળવી ને...

(2) બન્ને વચ્ચે નો પ્રેમ સંબંધ
*******************
આ એક ખૂબ મહત્વ નો પડાવ છે.. તમારા પાર્ટનરને અંદરથી સમજવા ,તેની ઊર્મિઓ અને ઈચ્છાઓ ,પસંદ - નાપસંદ વગેરે સમજવા માટે એક ભાષા નો સેતુ બને એ બહુ જ જરૂરી છે.. અને એ ભાષા એ બન્ને ની અંગત ભાષા હોવી જોઈએ.. સિક્રેટ લવ લેંગ્વેજ,ઈશારા, વગેરે ઘણું મહત્વ નું છે.. દાત: વિવેક ઘણો થાકી ને ઘરે આવ્યો હતો.. રસોડા માં પાણી લેતા લેતા એને એની પત્ની રચના ની સામે હળવે થી અમિતાભ બચ્ચનની ફિલ્મ નું ગીત ગણગણ્યું.. જવાબ માં રચના એ પણ સુર પુરાવ્યો.. અને પાણી પી ને વિવેક બહાર નીકળી ગયો..
હવે, પરિવાર ના સભ્યો માટે આ સામાન્ય ઘટના હતી .. પણ વિવેક અને રચના એ પહેલાં જ નક્કી કરી લીધું હતું કે જ્યારે એ બન્ને માંથી કોઇ એક થાકેલા હશે અને વહેલા સુઈ જવાનું મન હશે તો એ અમિતાભ બચ્ચન ની કોઈ પણ એક ફિલ્મ નું ગીત ગણગણશે.. અને બીજો પણ સહમત હોય તો સુર પુરાવશે. દરેક કપલ પાસે આવી સિક્રેટ લેંગ્વેજ હોય તો ઝગડા અને અણબનાવ ઓછા થાય છે અને સમજણ વધે છે. તમારા પાર્ટનરના સ્વભાવ, ભાષા અને મૂડ ને ઓળખવો બહુ જ જરૂરી હોય છે અને આ રીતે સંબધ તાણમુક્ત થાય છે.

(3) બન્ને ની કારકિર્દી અને મહત્વકાંક્ષા
************************
બે વ્યક્તિ એક જ રસ્તા પર ,જો અલગ અલગ દિશા માં ચાલતા હોય તો એમની મંજિલ એક હોય એવું બહુ જ ઓછી વાર બને છે.. દામ્પત્ય માં નર નારી ના જીવન નો રસ્તો હવે એક જ છે.. સફર સાથે નક્કી કરવાની છે.. એક સાથે વાતો કરતા કરતા હાથ પકડીને ચાલવાથી સફર સારી રીતે અને જલ્દી પૂરો થાય છે.. દરેક વ્યક્તિમાં કેટલીક ખાસિયત અને આવડત હોય છે .. એ ખાસિયત અને આવડત સમજી લેવા માં આવે તો એ વ્યક્તિ તમને મદદરુપ થઈ શકે છે.. હવે યુગલ દંપતી એ સમજવું જોઈએ કે પોતાનો ગ્રોથ એ પાર્ટનર નો પણ ગ્રોથ છે અને પાર્ટનર નો ગ્રોથ પોતાનો ગ્રોથ છે.. બન્ને એકબીજા ના ભણતર, અનુભવ ,આવડત અને શીખવાની ધગશ ની જાણ હોય તો બન્ને જરૂરી સમજણ અને સહનશીલતા સાથે પોતાની કારકિર્દી માં આગળ વધી મહત્વકાંક્ષા પુરી કરી શકે છે.. ઓછા માં ઓછું..બન્ને જણ પોતાના દિવસ નો આખો એહવાલ, નવી ડિલ્સ અથવા ઓફીસ ના વાતાવરણ વિશે વાત કરી શકે છે.બન્ને સાથે કામ કરે તો વધુ ઉત્તમ.

(4) એકબીજાના પરિવાર ને સાચવવાની આવડત.
*******************************
પરિવાર અને કુટુંબ આ બન્ને એક અતિ મહત્વનું મિશન છે.. તમને ખબર છે કે જમાઈ ને આટલું માન કેમ આપવામાં આવે? તમને એવું થશે કે કદાચ બાપ ને ભય હોય કે જમાઈ દીકરી ને દુઃખ આપશે તો? આ એક જુનવાણી વિચાર છે.. હવે સસરો જમાઈ ને એટલે માન આપે છે કે એ પોતાના ઘર નો પણ એક દિકરો જ છે.. અને એક વહું પણ એવી જ અપેક્ષા રાખે છે કે પોતાના પતિ ના ઘરમાં એ એક દીકરી તુલ્ય પ્રેમ પામે .. આમ બે કુટુંબ એક થતા એક આવડત ,એક કળા કેળવવી પડે છે.. જવાબદારી,ફરજ એ બધા શબ્દો પ્રેમ અને આવડત આગળ નાના છે. વ્યહવાર માં ફરજ અને જવાબદારી આવે છે.. સંબંધ માં તો પ્રેમ અને આવડત જ કામ કરે છે.. સમ બંધ એટલે સરખો બંધ .. બંધ શબ્દ નો એક અર્થ થાય છે જોડાણ.. બોન્ડિંગ ..
એક સરખું બોન્ડિંગ એટલે સંબધ.. પ્રેમ ,આવડત અને સહનશીલતાથી જે તાર જોડાય છે તે સંબંધ..વર ના પરિવાર સાથે દીકરીએ ,અને દીકરી ના પરિવાર સાથે જમાઈએ પ્રેમ ,આવડત અને સહનશીલતા થી કામ લેવું જ પડશે..
આ ચાર મિશન દરેક દંપતી સાચવી લે તો જીવનની જંગ જીતી જવાય છે.. આ ચાર કડી માંથી એકપણ તૂટી.. તો બીજા ત્રણ પર એની અસર થાય જ છે.
માટે આ ચાર સમજણ સાથે દામ્પત્ય માં પ્રસન્નતા ના પુષ્પો ખીલવો...
અગર હમ કહે ઔર ,વો મુસ્કુરા દે..
હમ ઉનકે લીએ ઝીંદગાની લૂંટા દે..
હર એક મોડ પર હમ,ગમો કો સજા દે
ચલો ઝીંદગી કો મોહબ્બત બના દે..