Agnisanskar - 1 in Gujarati Thriller by Nilesh Rajput books and stories PDF | અગ્નિસંસ્કાર - 1

Featured Books
  • द्वारावती - 73

    73नदी के प्रवाह में बहता हुआ उत्सव किसी अज्ञात स्थल पर पहुँच...

  • जंगल - भाग 10

    बात खत्म नहीं हुई थी। कौन कहता है, ज़िन्दगी कितने नुकिले सिरे...

  • My Devil Hubby Rebirth Love - 53

    अब आगे रूही ने रूद्र को शर्ट उतारते हुए देखा उसने अपनी नजर र...

  • बैरी पिया.... - 56

    अब तक : सीमा " पता नही मैम... । कई बार बेचारे को मारा पीटा भ...

  • साथिया - 127

    नेहा और आनंद के जाने  के बादसांझ तुरंत अपने कमरे में चली गई...

Categories
Share

અગ્નિસંસ્કાર - 1



નંદેસ્વર ગામમાં આજે માત્ર એક જ નામ ગુંજી રહ્યું હતું. " "બલરાજ સિંહ ચૌહાણ". છેલ્લા પંદર વર્ષથી નિરંતર સરપંચ બન્યા બાદ આજ ફરી સરપંચની ચુંટણીમાં બલરાજ સિંહે વિજય પ્રાપ્ત કરી હતી. આ જનતાનો ડર હતો કે મજબૂરી એ તો જનતાનું મન જ જાણતું હતું. પંદર વર્ષ પહેલાં નંદેસ્વર ગામના લોકો સુખ શાંતિથી જીવતા હતા પરંતુ બલરાજ સિંહના હાથમાં કારોબાર આવ્યા બાદ ગામ જાણે નર્ક સમાન બની ગયું હતું. બલરાજ સિંહ સામે નજર મિલાવાની હિંમત તક કોઈ વ્યકિતમાં ન હતી જેથી દરેક પંચાયતની ચુંટણીમાં બલરાજ સિંહ જ વિજય પ્રાપ્ત કરતો.

ગામના દરેક સભ્યો એક ચોકમાં ભેગા થયા હતા. બલરાજસિંહ એ ચૂંટણી જીત્યા બાદ પોતાની એક સ્પીચ આપવા ગામના સૌ લોકોને ભેગા થવા કહ્યું હતું.

" નમસ્કાર, ગામજનો, સૌ પ્રથમ આપ સૌનો ખુબ ખુબ ધન્યવાદ કે આપ સૌ એ મળીને મને ફરી સરપંચ તરીકે પસંદ કર્યો છે, આપના આ કાર્ય બદલ હું વચન આપું છું કે આપના ગામમાં દરેક પરિવાર સુખ શાંતિથી પોતાનું જીવન વિતાવશે, બાળકો માટે સર્વશ્રેષ્ઠ સ્કૂલો બનાવાશે અને મારી પ્યારી બહેનોને હવે કોઈથી ડરવાની જરૂર નથી,આ બલરાજ સિંહ ચૌહાણ તમારો ભાઈ બની તમારી હરપળ રક્ષા કરવા માટે અડીખમ ઊભો રહેશે..."

સ્પીચ પૂર્ણ કર્યા બાદ બલરાજ સિંહે પોતાના આદમીઓને કહીને આખા ગામમાં મીઠાઈઓ વહેંચી. લોકોએ મજબૂરીમાં બલરાજ સિંહના નામના નારાઓ લગાવાના શરૂ કર્યા. પોતાનું નામ કાને સાંભળીને બલરાજ સિંહ અડગ ઊભો રહી ગયો અને હાથ ઊંચા કરીને લોકોનો આભાર વ્યક્ત કરવા લાગ્યો.
ત્યાં જ એનો એક ખાસ મિત્ર એમની પાસે આવ્યો અને બોલ્યો. " બોસ, એક પ્રોબ્લેમ થઈ છે?"

" શું થયું? જલ્દી બોલ..."

" બોસ, પેલો ટ્રક ડ્રાઈવર છોટુ છે ને એ આજ કામ પર આવવાની ના પાડે છે, કહે છે કે એ પોતાની પત્નીને બહાર ફરવા લઈ જવા માંગે છે..."

" કાલ સવારે માલ ડિલિવર નહિ થાય તો આપણું લાખોનું નુકશાન થઇ જશે....એક કામ કર ગાડી નિકાળ, હું પણ જોવ છું આ છોટુ કામ કરવાની ના કેમ પાડે છે?"

બલરાજ સિંહ ગાડીમાં બેસી છોટુના ઘરે પહોંચી ગયો.

દરવાજા પર પોતાના બોસને જોઈને છોટુ બોલ્યો.

" નમસ્તે સાહેબ...."

" શું થયું છોટુ? આજ કેમ કામ પર જવાની ના પાડે છે?"

" સાહેબ, મારા બે દિવસ પહેલા જ લગ્ન થયા છે એટલે હું મારી પત્નીને બહાર ફરવા લઈ જવા માંગુ છું..હું બે દિવસમાં પાછો આવી જઈશ, પ્લીઝ સાહેબ મને જવા દયો...." હાથ જોડીને છોટુ દરવાજે ઊભીને રજા માટે ભીખ માંગી રહ્યો હતો. બલરાજ સિંહે રૂમની અંદર પલંગ પર નવી નવેલી દુલ્હનને ઉપરથી નીચે જોઈ અને છોટુને કહ્યું.

" વાહ છોટુ તારા લગ્ન થઈ ગયાં! તું તો જલ્દી મોટો થઈ ગયો હેં....હનીમૂન કરવા જવું છે ને ચલ તને રજા આપી બસ, પણ એ પહેલા તારે મારું એક નાનું અમથું કામ કરવું પડશે..."

" બોલો સાહેબ હું હમણાં કરી દવ...."

" પાછળ ટ્રક ઊભો છે એ ટ્રકમાં દારૂની કેટલી બોટલ છે એનો મને હિસાબ કરીને આપી દે પછી તું જા આરામથી એન્જોય કર..."

" બસ સાહેબ એટલું જ! હું હમણાં જઈને આવું....લીલા તું અહીંયા જ બેસજે હું હમણાં આવ્યો હો ને...." છોટુ લીલાને એકલી જ ઘરે છોડીને ટ્રક પાસે ચાલ્યો ગયો.

છોટુના જતા જ બલરાજ સિંહ રૂમમાં ગયો અને અંદરથી ખીડકી બંધ કરી દીધી. બહાર ઊભેલા એના આદમીઓ જોર જોરથી હસતા હતા. " આજ તો લીલાનું હનીમૂન થઈ ગયું.."

બલરાજ સિંહ અઢાર વર્ષની લીલા સાથે જબરજસ્તી કરવા લાગ્યો. રૂમમાંથી સામાન પડવાનો આવાજ આવી રહ્યો હતો. બલરાજ સિંહના નાખુનથી લીલાના આખા શરીરમાં લિસાટા પડી ગયા હતા. અડધી કલાક પછી બલરાજ સિંહ શર્ટના બટન બંધ કરતો કરતો રૂમમાંથી બહાર આવ્યો અને છોટુ પાસે જતો રહ્યો.

" સાહેબ બસ દારૂની બોટલ ગણાય જ ગઈ... પૂરી પાંચસો બોટલ છે..." ટ્રક પર ચડેલો છોટુ બોલ્યો.

" શાબાશ છોટુ...આ લે તારું ઈનામ અને જા એન્જોય કર..."
બલરાજ સિંહે પાંચસોની નોટ છોટુના હાથમાં સોંપી. છોટુ ખુશ થતો થતો પોતાના ઘરે ગયો. ઘરે જઈને જોયું તો લીલા ખૂણામાં બેસી રડી રહી હતી. ફાટેલા કપડાં અને શરીર પર નખના નિશાન જોઈને છોટુનું હદય દ્રવી ઉઠ્યું. મુઠ્ઠી વાળીને તે ગુસ્સામાં બલરાજ સિંહ પાસે ગયો અને બોલ્યો. " બલરાજ આજ તો હું તને જીવતો નહિ મૂકું..." હાથમાં કુલ્હાડી લઈને છોટુ બલરાજને મારવા આવતો હતો. ત્યાં જ વચ્ચેથી બલરાજના આદમીઓ એ તેમને બંને હાથોથી પકડી લીધો.
બલરાજ હસતો હસતો એમની પાસે ગયો અને બોલ્યો.
" શું થયું છોટુ? તું તો હનીમૂન કરવા જવાનો હતો ને.."

છોટુ એ બલરાજના મોં પર જોરથી થુંકયું. બલરાજ સિંહ ક્રોધથી ભરાઈ ગયો અને એક જોરદાર તમાચો છોટુના ગાલે જિંકી દીધો. છોટુ બે ફૂટ દૂર જઈને જમીન પર પચડાયો.

" શું કરવું છે આ છોટુનું ? આદેશ આપો બોસ...."

" એ જ કર જે તે પાંચ વર્ષ પહેલાં તારા નાના ભાઈ સાથે કર્યું હતું..." બલરાજ સિંહ એટલું કહીને જતો રહ્યો.

કલાક બાદ લીલા એ પોતાના પતિનું અગ્નિસંસ્કાર કર્યું.

ક્રમશઃ