A Chhokri - 19 in Gujarati Fiction Stories by Violet books and stories PDF | એ છોકરી - 19

The Author
Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

એ છોકરી - 19

રૂપાલીની ધો.12 વિજ્ઞાનપ્રવાહની પરીક્ષાઓ ખરેખર ખૂબ જ સારી ગઈ હતી. તેણે તનતોડ મહેનત કરી હતી. જમવાનું પણ તે ઘણી વખત ભૂલી જતી હતી. મહારાજ યાદ કરાવીને જમાડતા ત્યારે મેળ પડતો હતો. હું આખો દિવસ ઘરે રહેતી ના હોવાના કારણે મહારાજને આ વિષે ધ્યાન રાખવા મેં સૂચના આપી હતી.

રૂપાલીને મેં વચન આપ્યુ હતુ કે તેની પરીક્ષાઓ પૂરી થશે એટલે હું તેને ગામડે તેના બાપુ અને પરીવારને મળવા લઈ જઈશ. એટલે એક રવિવારે અગાઉથી ફોન પર ડાહ્યાભાઈ સાથે વાત કરીને અમે ગામડે મળવા ગયા હતા. ડાહ્યાભાઈ તો કાગડોળે રાહ જોઈને બેઠા હતા. જેવા હું અને રૂપાલી કારમાંથી ઉતર્યા ડાહ્યાભાઈ તો જોતા જ રહ્યા, તેમણે તો રૂપાલીને ઓળખી પણ નહી અને એકી નજરે જોયા કર્યું. પછી ધ્યાનથી જોયા પછી બોલ્યા અલી રૂપલી આ તો તું છે? અલી છોડી તું તો ઓળખતી પણ નથી. તેં તો તારો દેખાવ બદલી નાખ્યો ને છોડી. ગામડાના હોવાથી તેમનો લ્હકો અને ભાષા ગામડાની હતી. મને કહ્યું વીણાબૂન તમે તો મારી છોડીને ક્યાંથી ક્યાં પોકાડી દીધી બૂન. તમારો પાડ જીંદગીભર યાદ રાખીશ, એમ બોલતા તેમની આંખોમાં ઝળઝળીયા આવી ગયા. મેં કહ્યું ડાહ્યાભાઈ મારો નહીં ઈશ્વરનો આભાર. એમણે મને તમારી દીકરીને મળવાનું નિમિત્ત બનાવી છે.

રૂપાલીને જોઈને તો આજુબાજુના લોકો પણ બહાર આવી ગયા હતા અને અંદરો અંદર વાતો કરતા હતા. રૂપાલીના ભાઈ અને બહેન પણ દોડી આવ્યા અને ખુશખુશાલ થઈ ગયા અને ભેટી પડ્યા. રૂપાલી ખુશીથી ડાહ્યાભાઈ અને તેના ભાઈ બહેનને ભેટી પડી, તેની આંખોમાંથી આંસુ વહ્યે જતા હતા. આ દૃશ્ય જોઈને મારી આંખોમાં પણ આંસુ ઊમટી આવ્યા.

રૂપાલીએ પછી અમારી સાથે લાવેલી બેગ બહાર કાઢી અને કહ્યું ચાલો ઘરમાં, શું મને બહારથી જ પાછી મોકલવાની છે તેની ભાષા એકદમ ચોખ્ખી થઈ ગઈ હતી. કોઈ કહે નહી કે આ ગામડાની એ છોકરી હતી જેને હું મળી હતી. અંદર જઈને થોડી વાર પછ રૂપાલીએ શહેરમાંથી તેના બાપુ માટે લાવેલા કપડા આપ્યા અને તેના ભાઈ બહેન માટે લાવેલા કપડા અને બીજી વસ્તુઓ આપી. આ બધુ શોપીંગ અમે અગાઉથી કરી રાખ્યુ હતું.

બધા ખુશખુશાલ હતા, ડાહ્યાભાઈની તબિયત પણ હવે સારી લાગતી હતી. અને શરીર પણ સારુ થયુ હતુ. આખો દીવસ અમે અલકમલકની વાતો કરી, જમ્યા અને લગભગ ચાર વાગતા અને પાછા જવા નીકળ્યા. ડાહ્યાભાઈને કહ્યુ હવે પેડા ખાવા આવજો તમે રૂપાલીનું રીઝલ્ટ બે દિવત પછી આવશે. લગભગ રાતે 8 વાગે અમે પરત આવી ગયા.
રૂપાલીનું રીઝલ્ટ ગુરુવારે હતુ બસ દિવસોની ગણતરી કરતા હતા. અને એ દિવસ આવી ગયો. ગુરુવારે સવારે બધા વહેલા તૈયાર થઈને ડાઈનીંગ ટેબલ પર આવી ગયા. હું પણ લેપટોપ લઈને બેસી ગઈ હતી. રોનક પણ આવી ગયા હતા. રૂપાલીને તો જાણે ઊંઘ જ આવી ન હતી.

સાઈટ ખુલે એની જ રાહ જોતા હતા. અને ઈશ્વરને પ્રાર્થના કરીને સાઈટ ખોલી. ને રૂપાલીનો પરીક્ષા નંબર નાખ્યો અને આ શું ? આશ્ચર્યથી મારી આંખો પહોળી થઈ ગઈ હતી. અમારી રૂપાલી ધો.12 વિજ્ઞાનપ્રવાહમાં આખા રાજ્યમાં પ્રથમ નંબરે આવી હતી.

ઓહોહો માની શકાય તેમ ન હતું. રૂપાલી તો મૂઢ બનીને જોયા જ કરતી હતી. એક ગામડાની છોકરી આખા રાજ્યમાં પ્રથમ નંબરે મારા ફોન રણકવાનો ચાલુ થઈ ગયો. પહેલો ફોન યોગેશભાઈનો હતો. વીણાબહેન શું કહું તમને બોલવાના શબ્દો નથી, રંગ રાખ્યો આ રૂપાલીએ, ક્યાં છે આપો ફોન એને અભિનંદન અભિનંદન. શાળાએ આવવું પડશે તમારે એને લઈને. રૂપાલીતો હલો બોલીને ખુશીની મારી બેસી રહી અને હસ્યા કર્યું. ખુશીના આંસુ વહે જ જતા હતા. રૂપાલીએ ફક્ત પોતાની શાળાના ક્લાસીસ અને પોતાની મહેનતથી આ પરીક્ષા પાસ કરી હતી. કોઈ ટ્યુશન ક્લાસીસ ન હતા.

અખબાર અને ન્યુઝ ચેનલના ફોન પણ આવવા લાગ્યા. તેના ઈન્ટરવ્યુ માટે લોકો પૂછવા લાગ્યા. પણ સૌ પ્રથમ ડાહ્યાભાઈને આ સમાચાર આપીને શાળાએ જવાનું હોવાથી બધાને મેં બે કલાક પછી ફોન કરવા અને ઈન્ટરવ્યુ માટે આવવા જણાવ્યુ. ડાહ્યાભાઈને ફોન પણ સમાચાર આપતા તેઓ તો ગદ્ ગદ્ થઈને રડી જ પડ્યા. મારી રૂપાલીએ તો લાજ રાખી મારી વીણાબૂન.
શાળાએ રૂપાલીને લઈને ગયા પછી શાળાના શિક્ષકો, ટ્રસ્ટીઓ બધાથી હું અને રૂપાલી ઘેરાઈ વળ્યા. અભિનંદન, અભિનંદનની વર્ષા થવા લાગી, ફોટા પડવા લાગ્યા, ખુશીનો માહોલ બની ગયો.

ત્યાં બધી વીધી પતાવીને અમે પાછા ઘરે આવ્યા ત્યાં ન્યુઝ ચેનલ અને અખબાર ના રીપોર્ટર્સ રાહ જોઈને જ બેઠા હતા. તેમણે રૂપાલીનો ઈન્ટરવ્યુ લીધો. રૂપાલીએ પોતે કેવી રીતે ગામડામાંથી આવીને અહી અભ્યાસ કર્યો તે જણાવ્યું મારો પણ આભાર વ્યક્ત કર્યો.
મીઠાઈ વહેંચવાનો સમય હતો. આ બધા આનંદમાં હું પોતે પણ એટલી વ્યસ્ત થઈ ગઈ કે રૂપાલીને પર્સનલી અભિનંદન આપવા નું ભૂલી જ ગઈ હતી. મેં તેને બાથમાં લઈને અભિનંદન આપ્યા. રૂપાલી રડી પડી, બોલી વીણાબહેન તમારો ખૂબ આભાર તમે મારી જીંદગી બનાવી દીધી.

લગભગ અઠવાડીયા સુધી આ જ બાબતો ચાલ્યા કરી. હવે રૂપાલીને શેમાં એડમીશન લેવું હતું તે નક્કી કર્યુ. રૂપાલીએ પોતે ગાયનેકોલોજીસ્ટ બનવા માટે મેડીકલ લાઈન લેવાનું પસંદ કર્યુ. આ માટે યોગ્ય ફોર્મ ભરવાની વિધી પતાવી. તેને એડમીશન ના મળે એવું તો શક્ય જ ન હતુ. સામેથી સારી સારી કોલેજમાંથી ઓફર મળતી હતી. અમદાવાદની ઉચ્ચ કોલેજમાં રૂપાલીએ મેડીકલમાં એડમીશન લીધુ.

(બસ હવે રૂપાલીની મેડીકલ લાઈન કેવી રહે છે તે જોવાનુ હતુ. મિત્રો આ સાથે મારી આ વાર્તા અંત તરફ જઈ રહી છે. આવતા 20માં એપીસોડમાં આપણે અંત જોઈશું.)