A Chhokri - 18 in Gujarati Fiction Stories by Violet books and stories PDF | એ છોકરી - 18

The Author
Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

એ છોકરી - 18

એ છોકરી ભાગ -૧૮

(આપણે જોયું કે રૂપાલી નો અભ્યાસ શરૂ થઈ ગયો હતો. હવે જુઓ આગળ)

રૂપાલીનો શાળાનો અભ્યાસ શરૂ થઈ ગયો હતો. તેને શાળામાં જવુ આવવુ ખૂબ જ ગમતું હતુ. તેના દૈનિક કામમાં પણ તે એકદમ પરફેક્ટ હતી. ઘણીવાર તો હું પણ વિચારમાં પડી જતી આ એ જ રૂપલી છે? જે મને ઘાઘરી અને પોલકામાં ખેતરમાં મળી હતી? સપનું તો નથી જોડીને હું? આવા વિચારો મને આવતા હતા. પણ પછી હું મનોમન ખુશ થતી કે આ એજ રૂપલી છે જેને રૂપાલી બનવામાં ઝાઝો સમય ન લાગ્યો હતો. .


ખરેખર ઈશ્વરનો આભાર માનતી કે એક ગામડા ગામની છોકરી જેનું કોઈ ઉજ્જવળ ભવિષ્ય ન હતુ, પણ મને માધ્યમ બનાવીને એક કુટુંબને ઉજ્જવળ ભવિષ્ય આપવાનો લ્હાવો મને આપ્યો.




વચ્ચેના સમયગાળા દરમ્યાન ડાહ્યાભાઈ સાથે પણ વાત થતી હતી. તેમને જે નાણાંકીય મદદ કરવાની હતી તે સમયસર પહોંચતી કરી દેતી હતી. રૂપાલીને ઘણીવાર ગામડે જવા મન થતું હતુ પણ તેના અભ્યાસના કારણે શક્ય ન હતુ. તેને બારમા ધોરણની પરીક્ષા પછી લઈ જવા મેં કહ્યુ હતુ.

રૂપાલીને એક સાથે બે ધોરણ ભણવાના હોવાથી ખૂબ સમય આપવો પડતો હતો.

રૂપાલીની ગ્રહણ શક્તિ સારી હોવાથી તે ઝડપથી બધુ શીખી જતી હતી. અમારા કુટુંબ સાથે પણ મળી ગઈ હતી. તે વ્હાલી લાગે એવી જ હતી. પરંતુ ક્યારેક મને ભય પણ લાગતો તે સુંદર હતી એટલે સાચવવી પણ પડતી હતી. પારકી દીકરી હતી જો કંઈ હા ના થાય તો જવાબ આપવો ભારે પડે. હુ રોજ તેના માટે પ્રાર્થના કરતી. જોકે રૂપાલી એકદમ સીધી હતી તેથી ચિંતા ન હતી.

જોતજોતામાં રૂપાલીએ ધોરણ ૧૦ની પરીક્ષા ૯૯ ટકા માર્કસ સાથે પાસ કરી. તે શહેરમાં પ્રથમ નંબરે આવી. અમારા આનંદની કોઈ સીમા ન હતી. રૂપાલીના આગળના અભ્યાસ માટે ટ્યુશન ક્લાસીસના વણઝાર ફૂટી નીકળી હતી. પણ રૂપાલીએ તો શાળાના અભ્યાસથી જ પરીક્ષા પાસ કરી હતી.

યોગેશભાઈ ખૂબ જ ખુશ હતા. મારી પર ફોન આવ્યો કહે વીણાબહેન તમને પણ અભિનંદન. આ રૂપાલીએ તો અવ્વલ નંબરની વિદ્યાર્થીની નીકળી. અમારી શાળા ખૂબ જ ગૌરવ અનુભવે છે.

રૂપાલીના પિતા ડાહ્યાભાઈને પણ આનંદના સમાચાર આપ્યા. તેઓ તો ગદ્ ગદ્ થઈ ગયા. તેમને રૂપાલીને મળવુ હતુ. મે તેમને જણાવ્યુ કે તેઓ આવીને મળી જાય કારણ રૂપાલી માટે સમય બહુ કિંમતી હતો. હવે એને ૧૧ અને ૧૨ બંન્ને સાથે ભણવાનું હતુ. રૂપાલીએ વિજ્ઞાનપ્રવાહ પસંદ કર્યો હતો. બારમા ધોરણની પરીક્ષા પછી ચોક્કસ ગામડે લઈ જવા મેં કહેલ હતુ.


સમયને વીતતા ક્યાં વાર લાગે છે. રૂપાલી પાસે તો સમય જ ન હતો. આમ રૂપાલીના ધોરણ ૧૨ની પરીક્ષાઓ પણ પૂરી થઈ ગઈ. હવે રિઝલ્ટની રાહ જોવાની હતી.

(હવે શુ આવશે રીઝલ્ટ? જુઓ આગળ ભાગ-૧૯)

આભાર વાચક મિત્રો તમારા સાથ સહકાર માટે, બસ હવે થોડા સમય માં આ નવલકથા પૂરી થશે.

નવી નવલકથા પ્રસ્તુત કરવામાં આવશે.

નવી નવલકથા પ્રસ્તુત કરવામાં આવશે

નવી નવલકથા પ્રસ્તુત કરવામાં આવશે


નવી નવલકથા પ્રસ્તુત કરવામાં આવશે

આભાર વાચક મિત્રો તમારા સાથ સહકાર માટે, બસ હવે થોડા સમય માં આ નવલકથા પૂરી થશે.

નવી નવલકથા પ્રસ્તુત કરવામાં આવશે.

નવી નવલકથા પ્રસ્તુત કરવામાં આવશે

નવી નવલકથા પ્રસ્તુત કરવામાં આવશે


નવી નવલકથા પ્રસ્તુત કરવામાં આવશે

આભાર વાચક મિત્રો તમારા સાથ સહકાર માટે, બસ હવે થોડા સમય માં આ નવલકથા પૂરી થશે.

નવી નવલકથા પ્રસ્તુત કરવામાં આવશે.

નવી નવલકથા પ્રસ્તુત કરવામાં આવશે

નવી નવલકથા પ્રસ્તુત કરવામાં આવશે


નવી નવલકથા પ્રસ્તુત કરવામાં આવશે