Amany Vastu Manglay.. - 9 in Gujarati Horror Stories by Darshana Hitesh jariwala books and stories PDF | અમાન્ય વાસ્તુ માંગલ્ય.. - 9

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

અમાન્ય વાસ્તુ માંગલ્ય.. - 9

હૈયું મારું કોરું રહ્યું ને વરસ તું આકાશ,
રહી અનુભૂતિ અકબંધ ને છૂટયા દેહથી પ્રાણ..

તમે મશ્કરી પછી પણ કરી શકો છો! આ કોઈની જિંદગીનો સવાલ છે!

તેઓએ ફરીથી ઝાડીઓ કાપવા માંડી, અચાનક ત્યાં રહેલા બધાની આંખો પહોળી થઈ ગઈ.. ત્યાં પથ્થરોનો ઢગલો જોઈ, બધા આશ્ર્ચર્ય પામ્યા!

સીમાને મધુની અનુભૂતિ થઈ રહી હતી, તેને ફરી આંખો બંધ કરી.. ઓચિંતા એના કપાળે પરસેવાની ધાર થઈ રહી હતી, તેનો હાથ ખેંચી કોઈ આગળ લઈ જતું હોય, એવો સતત અનુભવ થઈ રહ્યો હતો.. ચાલતા ચાલતા ચારેય બાજુ અંધકાર અને હૃદય ચીરે એવી શાંતિ હતી!

પણ, આ શું!? બે ડગલાં આગળ આવતા ચંદ્રમાના અજવાળા જેવો દિવ્ય ઉજાસ હતો.. એ ઉજાસમાં પગ મૂકતાં તેને આવલૌકિક સુંદરતા નિહાળી રહી હતી, તેની નજર પાણીના ખાબોચિયા પર પડી, એ ખાબોચિયાને સ્પર્શ કરતા, તે તળાવમાં રૂપાંતરિત થયું.. એ તળાવમાં કમળના ફૂલ પર એક બાળકી રમી રહી હતી..

તળાવનાં પાણીમાં વમળો ઉભા થયા.. આજુબાજુ નજર કરી તો, મધુ બાળકીને લઈ અસંખ્ય કાંટા પર ઊભી હતી.. કાંટા વાગવાથી એનાં પગમાં પુષ્કળ લોહી નીકળી રહ્યું હતું.. તેની આંખોમાં આંસુની ધાર થઈ રહી હતી..

મધુ, તું થોડી ધીરજ રાખ.. બસ, હવે આ પીડા પળની છે.. સીમાની આંખો ખૂલી ગઈ, અને ભીડથી ડાબી બાજુએ ચાલવા માંડ્યું..

થોડી દૂર નદી વહેતી હતી.. સૂર્ય પણ આથમવાની તૈયારીમાં હતો, તેના પગની નીચે ઢીંગલીનો હાથ આવ્યો.. થોડી દૂર ગઈ ત્યાં ઢીંગલીનો છૂટો પડી ગયેલો પગ હતો, આથી તેને હાથ અને પગને હાથમાં લઈને આગળ વધવા લાગ્યું..

દૂર જતા બે પથ્થરોની વચ્ચે એક છોકરી હાથ પગ વગરની ઢીંગલી જોઈને રડી રહી હતી.. આથી સીમાએ હિમેશને બૂમ પાડતા કહ્યું: "હિમેશ જલ્દીથી અહીં આવો.. અહીં એક છોકરી છે, પ્રણવભાઈને પણ લેતા આવજો એટલે કન્ફર્મ થઈ જાય કે આ દીકરી એમની જ છે."

આ સાંભળીને બંને સીમા પાસે દોડી ગયા.. પ્રણવ પોતાની દીકરીને જોતાની સાથે ઝડપથી એની પાસે ગયો.. તેને પોતાનાં આલિંગનમાં ભરી દીધી... તેના અઢળક વ્હાલ કર્યો.. તેના શ્વાસમાં શ્વાસ આવ્યો અને તેનું હૃદય જોર જોરથી ધબકવા લાગ્યું.. અંતે, મધુને યાદ કરીને કલ્પાંત કરવા લાગ્યો..

સૂર્યાસ્ત થઈ રહ્યો હતો તેથી એ લોકો જંગલ ઝારીઓ માંથી આવ્યા..

પ્રણાવે સીમાનો આભાર માનતા કહ્યું: "આજે તમે નહીં હોતે તો મારી દીકરીને પણ હું ગુમાવી દેતે, આજે તમે મને ભગવાનની જેમ મળ્યા છો!"

હું કોઈ ભગવાન નથી.. હું એક સામાન્ય માણસ જ છું.. પહેલા તમે તમારી દીકરીને ડોક્ટર પાસે લઈ જાવ..

હા જરૂર.... તમે લોકો સુરત જઈ શકો છો, કારણ કે મારે હજુ મધુની ડેટ બોડીની પ્રોસેસ પણ કરવાની છે.. હું તમારો આભાર ક્યારેય નહીં ભૂલું..

આથી હિમેશ અને સીમા સુરત રવાના થયા.. બંને વચ્ચે મૌન હતું.. પણ હિમેશની આંખો સીમાને ઘણા સવાલો પૂછતી હતી..

છેલ્લે હારીને મૌન તોડતા હિમેશે કહ્યું: "તને કેવી રીતે ખબર પડી કે છોકરી આ જ સ્થળે હશે!?" તું શું સાચે આત્મા સાથે વાત કરી શકે છે!

"હા કહીશ તો તમને વિશ્વાસ આવશે નહીં!"

સોરી, પણ એક સવાલ પૂછી શકું? આ શક્તિ તારી પાસે કેવી રીતે આવી?

આની શરૂઆત તો આપણા લગ્નના ત્રણ વર્ષ પછી જ થઈ ગઈ હતી, જ્યારે મારે દશામાનુ વ્રત કરવું નહોતું અને મમ્મીએ જબરજસ્તી કરવાનું કીધું હતું! એવું ન હતું કે મારે વ્રત કરવું નહોતું, પણ આરવ ખૂબ જ નાનો હતો ફીડિંગ લેતો હતો.. આથી મેં વ્રત કરવાની ના પાડી. પણ મમ્મીએ મારી પાસે ચાલકી કરી વ્રત કરાવ્યું..

અને અહીંથી થઈ ભક્તિની શરૂઆત.. વ્રત મારે ભલે નહોતું કરવું, પણ ભગવાનમાં વિશ્વાસ અને શ્રદ્ધા રાખીને પાંચ વર્ષ કર્યુ.. બીજી વખત જ્યારે વ્રત ચાલુ કર્યું, "ત્યારે સાચા હૃદયથી પ્રાર્થના કરી હતી કે મારા જન્મો જન્મના અને અત્યાર સુધીના દરેક પાપોનો નાશ થાય!"

અને પછી ચમત્કાર થયો એ ઘડીએ હું સમજી શકી નહીં. આ કળિયુગમાં પણ માતાજી ચમત્કાર આપે છે પણ હું આ શક્તિને ધારણ કરવા માટે સક્ષમ નહોતી.. આથી આની સીધી અસર મારી માનસિકતા પર પડી, મને એવું લાગતું હતું કે હું મરી જઈશ કે પાગલ બની જઈશ! મને ખૂબ ગભરામાં થતી હતી.. માતાજીના પ્રભાવને હું સહન કરી શકતી નથી આથી દિવસે ને દિવસે મારા ભીંતરની શાંતિ હણાતી ગઈ..

મને મારી ફિકર નહોતી.. મને ઓમ અને આરવની ફિકર હતી, આ ઘટનાને કારણે આપણા બંનેમાં અંતર આવી ગયું. આથી મેં એક દિવસ કંટાળીને મમ્મીને કહ્યું: "મને સાઈક્રાઈટીસ પાસે લઈ જાઓ!

તેમને કહ્યું: "એક વાર મગજના ડોક્ટર પાસે ગયા તો આખી જિંદગી દવા લેવી પડશે, અને તુ પાગલ બની જશે! એના કરતાં આપણે કોઈ ભગત કે તાંત્રિક પાસે જઈએ.. આ સમસ્યાની શાંતિ કરાવી લઈએ.. હજુ તારી ને હિમેશની ઉંમર જ શું છે? આપણે સંસારિક કહેવાયે.. હજુ તો તમારા લગ્ન જીવનની શરૂઆત છે..

હું માનસિક રીતે હતાશ થઈ ગઈ હતી.. આથી મેં મમ્મીની વાતને માની લીધી. અમે અનેક જગ્યાએ ગયા, કેટલા ઉપાય કર્યા, પણ શાંતિને બદલે અશાંતિ વધી રહી હતી.. આ સ્થિતિ મારા સમજની બહારની હતી.. પાઠ ભક્તિ બધું જ કરવાનું બંધ કરી દીધું.. છતાં પણ એના સમયે માની હાજરી પ્રભાવિત કરતી હતી..

છેલ્લે થાકી હારીને ગુરૂ ગાદીનું સરનામું મળ્યું.. અને એમના સાનિધ્યમાં મારું પાગલપન સારું થયું.. એ કંઈ શકિત હતી, એ તો મને નથી ખબર! પણ એમનામાં કોઈ તો શકિત હતી.. જેનાથી મારું મન શાંત થઈ ગયું...

આ અંત નહોતો.. આ શરૂઆત હતી, મારે સમય સાથે સક્ષમ બનવાનું હતું.. અને હું ધીરે ધીરે અંદરથી મજબૂત બનતી ગઈ.. અને સંસારથી દુર થતી ગઈ.. મારી અંદર છૂપી શકિત લોકો સામે ના આવે, એટલે મેં વાર્તા લખવાનું શરૂ કર્યું.. પણ શબ્દોમાં જ શક્તિનું વર્ણન થયું.. અને શરૂઆત થઈ, મારી અનંત યાત્રાની.. એક એવી શરૂઆત જે લોકોથી પરેહ હતી..

"સીમા, આ પાગલપન બંધ કરી દે! પ્લીઝ.. તને ખબર છે કે મને આ જરાક પણ ગમતું નથી!"

મને અફ્સોસ છે કે તમે મને સમજી શકતા નથી! આ વાતને વરસો થયા.. પણ જ્યારે આપણા જીવનમાં કોઈ મુસીબત દસ્તક કરે, ત્યારે મારે આત્માને મદદ કરવી પડે છે.. "મારા શબ્દો થકી વિચારોમાં પ્રવેશી આત્મા એની અનુભૂતિ કરાવે છે.. આ કોઈ પાગલપન નથી, આ સાચું છે..

બંને ફરીથી મૌન થયાં.. ત્યાં આરવનો ફોન આવ્યો.. હિમેશ ડ્રાઈવ કરતો હતો, એટલે તેને સીમાને ફોન આપ્યો..

સીમાએ તેના હાલચાલ પૂછ્યા..
આરવે કહ્યું: "મમ્મી એક ગુડ ન્યુઝ છે!"

"તુ ઘરે આવે છે!"

"ના..."

તો..

મારી પહેલી સેલરી આવી ગઈ.. પપ્પાને કેજો કે પાસબુકમાં એન્ટ્રી કરાવી લાવે..

સીમાએ આશીર્વાદ આપતા કહ્યું: "મારો દીકરો જીવનમાં ખુબ તરક્કી કરે.. તારા દરેક સપના પુરા થાય, ભગવાન તને ખૂબ બરકત આપે.! ગોડ બ્લેસ યુ...

આરવ સાથે વાત કરતા કરતા કયારે ઘર આવી ગયું.. તેની ખબર પડી નહીં!

સમય વીતતો ગયો, ભાદરવો પૂરો થયો, નવરાત્રી પૂરા થયા, ઘરની સાફ સફાઈ થઈ ગઈ.. અને દિવાળી આવી ગઈ.. પણ સીમાનું મન તો આરવમા જ હતું..

આરવે, અચાનક દિવાળીના દિવસે આવી સરપ્રાઈઝ આપ્યું.. આરવના ઘરમાં આવતાની સાથે ઘરમાં ખુશીનું માહોલ બન્યું.. સીમાના મનમાં મમતાની રંગોળી પુરાય.. પોતાનાં દીકરાની નજર ઉતારી.. તેનુ મનપસંદ જમવાનું બનાવ્યું..

આરવના આવતા તહેવારની ઉજવણીમાં ચાર ચાંદ લાગી ગયા..

રાતે જમવાના સમયે આરવ પર ફોન આવ્યો ને તેનું મોઢું પડી ગયું..

(ક્રમશઃ)
વધુ બીજા ભાગમા