Brahmarakshas - 3 in Gujarati Horror Stories by Jignya Rajput books and stories PDF | બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 3

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 3

“હેલ્લો..! વિરમસિંહ ?” સામેથી એક વ્યકિતએ પ્રશ્ન કર્યો.

“હા..! હું વિરમસિંહ બોલું.” સામેના વ્યક્તિને જવાબ આપતા વિરમસિંહએ કહ્યું.


સામેથી જે જવાબ મળ્યો એ સાંભળીને વિરમસિંહનું આખું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું. તેમનાં હાથમાંથી ફોન પડી ગયો.



“શું થયું? કોનો ફોન હતો? તમે કેમ આટલા ગભરાયેલા લાગો છો?”એકી સાથે કેટલાય પ્રશ્નો નંદિની પૂછી ઉઠી.


“સમય આવી ગયો છે. એ બાવીશ વર્ષોથી કરેલા સંઘર્ષ નો. એ અમરાપુર ના રહેવાસીઓને રૂબરૂ કરાવવાનો.” વિરમસિંહ પોતાના જીભ પરથી કાબુ ગુમાવી બેઠા.



“તમે આ બધું શું કહો છો? કોણ અમરાપુર વાસી?” નંદિની ના આટલા શબ્દો સાંભળતાજ વિરમસિંહ ભાનમાં આવ્યા.


“ઉતાવળે મારાથી ના બોલવાનું બોલાઈ ગયું છે. બાવીશ વર્ષોથી મારા પરિવારથી છુપાવેલ રાજ આમ સામે આવી ગયું તો બધું વેર વિખેર થઈ જશે. આ સહી સમય નથી તેમને બતાવવાનો. અમરાપુર જઈને જ હવે આ રહસ્ય ખુલ્લું થશે.” વિરમસિંહ મનમાં બોલી ઉઠ્યા.


“લાડલી ક્યાં છે?” વિરમસિંહે વાત ને સંભાળી લેતા કહ્યું.

“તમે વાતને ના ટાળો મે જે પૂછ્યું તેમનો જવાબ આપો. અમરાપુર ના લોકોને કોનાથી રૂબરૂ કરાવવા છે? નંદિની એ કહ્યું.

“અરે બધું કહું પણ પેલા એ જણાવ ક્યાં છે આપણી લાડલી?” વિરામસિંહે ફરી એકવાર પ્રશ્ન કર્યો.


“લો...! હું આવી ગઈ.” આંખોમાં ચમક અને ચહેરા પર હાસ્ય સાથે બહારથી આવી રહેલી વિરમસિંહ અનેં નંદિની ની લાડલી બેટી કાલિંદી બોલી.

“બેટા, અહીં આવ.” સંતાન માં એકની એક દીકરી હોવાથી હંમેશા વિરમસિંહ તેને લાડલી કે બેટા કહીને સંબોધતા.


“હા, બોલો પપ્પા.” કાલિંદી તેના પપ્પા પાસે આવે છે.

“હું તને કઈક આપવા માંગુ છું. છેલ્લા સાત વર્ષથી તારા જન્મદિવસે હું જે તને નથી આપી શક્યો એ આપવા માંગુ છું. એ તારા સપનાઓનું ગામ અમરાપુર.” અંદર અનેક વેદનાઓ હોવા છતાં ચહેરા પર મંદ સ્મિત સાથે વિરમસિંહે કાલિંદીને કહ્યું.

“અમરાપુર....!” કાલિંદી ખુશી સાથે જુમી ઉઠી.

“હાં, એજ અમરાપુર જેની તું સાત વર્ષથી મારી પાસે ત્યાં જવાની ઝિદ્દ કરતી હતી. બસ આજે જ રવાના થઈ જશું. કાલ નો સૂરજ ત્યાંજ નીકળશે.


“મને વિશ્વાસ નથી થતો કે આ સત્ય છે. વાસ્તવિકતા છે. જાણે હું એક સપનું જોતી હું. મમ્મી મને ચીમટી ભરતો.” કાલિંદી એ ખ્યાલોમાં ખોવાયેલી તેની મમ્મીને કહ્યું.



પણ તેની મમ્મીએ કઈ સાંભળ્યું નહી. એને હજુ એ નથી સમજાતું કે અચાનક એ અમરાપુર થી આવેલો ફોન અને અચાનક આમ ત્યાં જવાની તૈયારી માં. કાલિંદી ને જે દર વર્ષે ત્યાં જવાની ના પાડતા તે એવું તો શું થયું કે પોતે જાતે ત્યાં કાલિન્દી ને લઇ જવા માંગે છે.


“ઓ મમ્મી ક્યાં ખ્યાલોમાં ખોવાઈ ગઈ?” તેની મમ્મી પાસે થી કઈ જવાબ ના મળતા કાલિંદી તેની પાસે જઈને કહ્યું.

અચાનક કાલિંદી ના શબ્દો કાનની નજીક અથડાતા તે ખ્યાલોમાં થી પાછી આવી. કાલિંદીનો આટલો ખુશખુશાલ ચહેરો જોઈને થોડાં સમય પહેલાં મનમાં ઉદભવી રહેલા પ્રશ્નોને તે ભૂલી ગઈ.


“ચાલો તાર જેમ બને તેમ જલ્દી પેકિંગ કરીલો. આપણે કલાક પછી અહીંયાથી અમરાપુર જવા માટે રવાના થઈશું.” વિરમસિંહે ધડિયાલ ના કાંટા તરફ જોઈને કહ્યું.

કાલિંદી ખુશીથી નાચતી નાચતી તેના રૂમ માં જતી રહી. તે રૂમમાં જાય છે એવોજ તેને શ્રેયા નો કોલ આવ્યો. શ્રેયા તેની બચપન ની સહેલી હંમેશા બંને સાથેજ બહાર જાય.



“હેય...! શ્રેયા.” શ્રેયાનો ફોન ઉપાડતાં કાલિંદી બોલી.

“હેય....!આજે તો તુ ખુબજ ખુશ હોય એવું લાગે છે. શ્રેયાએ કાલિંદીના અવાજ ઉપર થી કહી દીધું.

“ હા.. ખૂબ ખૂબ ખૂબ જ ખુશ છું.” કાલિંદી એ પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું.

“મને પણ જણાવ તારી ખુશી પાછળનું કારણ. હું પણ ખુશ થાઉં.” શ્રેયાએ કાલિંદી ની ખુશી પાછલ નું કારણ પૂછતાં કહ્યું.

“અરે હા કેમ નહીં..! તો સાંભળ, મારું એ સપનાનું ગામ અમરાપુર જે આજ દિન સુધી હું તેને સપનામાં નિહાળતી તે સપનું આજે હકીકતમાં પરિવર્તન પામવા જઈ રહ્યું છે.


“મતલબ હું કંઈ સમજી નઈ ?” શ્રેયા ને કઈ સમજણ ના પડતા તેણીએ કાલિંદીને કહ્યું.

“અરે પાગલ... આજે હું અમરાપુર જઈ રહી છું.” કાલિન્દી એ ચોખવટ કરતા કહ્યું.

“ શું કીધું તે અમરાપુર! એ તારું સપનાઓનું ગામ. પણ શું વિરમઅંકલ ને ખબર છે તું ત્યાં જઈ રહી છે એમ ?


“હા મારા પપ્પાએ જ તો મને કહ્યું કે આપણે આજે જ અમરાપુર માટે રવાના થઇશું. હું હાલ તેની જ તૈયારી કરી રહી છું. અને હા તું પણ આવીશ ને મારી સાથે?” કાલિંદી એ શ્રેયા ને પૂછ્યું.

“હા હું તો આવીશ નેજ તારા બધાં પ્રશ્નો ના જવાબ શોધાવવા.” શ્રેયાએ હસતાં હસતાં કહ્યું.

“ઓકે તો જલ્દી પેકિંગ કરીને મારી ઘરની બહાર મળીયે.” કાલિંદી એ કહ્યું.

“ ઓકે ડન.” શ્રેયાએ ફોન કાપતા કહ્યું.



( અર્ધા કલાક પછી.......)


“કાલિંદી પેકિંગ કરી દીધી હોય તો ચાલ, નહિતર પછી મોડું થઈ જશે.” બહાર થી તેના પપ્પાનો અવાજ આવ્યો.

“હા બસ આવી એકજ મિનીટ.” કાલિંદીએ પોતાના કબાટમાંથી એક નાની અમથી પેટી પોતાના બેગ માં મૂકતા કહ્યું.


“બધું બરાબર બંદ કરી દીધું છે ને? એકેય બારી કે બારણું ખુલ્લું તો નથી રહી ગયું ને? વિરમસિંહે તેની પત્નિ નંદિની ને ટકોર કરતા કહ્યું.

“તમે ચિંતા નાં કરો એ બધું મે બરાબર બંદ કરી દીધું છે અને સાથે સાથે લાઇટની મેઇન સ્વિચ પણ બંદ કરી દીધી છે.” નંદિની તેમના પતિને કહિજ રહી હતી ત્યાંજ શ્રેયા આવી પહોંચે છે.



“લો..! શ્રેયા આવી ગઈ.” શ્રેયા ને સામેથી આવતા જોઈને કાલિંદી એ કહ્યું.

“જય શ્રી કૃષ્ણ આંટી, જય શ્રી કૃષ્ણ અંકલ.” શ્રેયાએ આવતાની સાથેજ કહ્યું.

“જય શ્રી કૃષ્ણ બેટા.” એકીસાથે કાલિંદી ના મમ્મી પપ્પા એ શ્રેયાને જવાબ આપ્યો.


“ચાલ શ્રેયા તારો સામાન જલ્દી થી ગાડી માં મૂકી દે.” સાઈટ માં ઉભેલી કાલિંદી એ કહ્યું.

શ્રેયા એ પોતાનો સામાન ગાડીની પાછળ ડિક્કીમાં મૂકી દીધો. ડિક્કી બંદ કરીને તે કાલિંદી ની સીટમાં આવીને બેસી ગઈ.


ગાડીને ચાલુ કરવા જતાં પહેલાં વિરમસિંહે એક નજર તેમના મકાન ભણી કરી.

“પપ્પા ચાલો ને જલ્દી પછી ત્યાં પહોંચતા વાર લાગશે આમેજ ઘણું લેટ થઈ ગયું છે.” અમરાપુર જલ્દી પહોંચવાના આશયથી કાલિંદી એ તેના પપ્પાને કહ્યું.

“હા....” વિરમસિંહે ગાડી ચાલુ કરતા કહ્યું.

રાજસ્થાનથી ગાડી એ અમરાપુર તરફના રસ્તે ફૂલ સ્પીડ પકડી.


એ ગાડીમાં બેઠેલા દરેક વ્યક્તિના મનમાં અનેક પ્રશ્નો હતા. જેનો એકજ જવાબ હતો અમરાપુર.

ચાર કલાકની મુસાફરી બાદ ગાડી અમરાપુર ના રસ્તે પહોંચી. એ સૂનસાન સડક જેણે કેટકેલાય લોકોનાં જીવ લીધા હશે. દેવ અને પૂજા સાથે બનેલો એ ભયંકર કિસ્સો જે આજ સડક તેની સાક્ષી પૂરી છે. ગાડી સ્પીડ માં જઈ રહી છે ત્યાંજ અચાનક વિરમસિંહે બ્રેક મારી.રસ્તામાં નજર કરી તો એક વૃદ્ધ દાદા ઉભા હતાં. તેમની સાથે કેટલાક ગામ લોકો પણ હતા. આમ, રસ્તા વચ્ચે લોકોને ઉભેલા જોઈને નંદિની અને કાલિંદી ને કઈક અજીબ લાગ્યું. પણ વિરમસિંહ તો બધું જાણતાં જ હતા તેઓ ગાડી માંથી નીચે ઉતર્યા. તે તેમની પાસે ગયા. થોડી ગણી વાતચીત કરી ને તેઓ ગાડી તરફ પાછા ફર્યા તેમની સાથે એક વ્યક્તિ પણ હતી જે ગાડીમાં તેમની સાથે બેઠી.


નંદિની ને પૂછવું તો હતું પણ આ સમયે તેને કંઈ પણ પૂછવું ઉચિત ના લાગ્યું.

ગાડી ચાલુ કરીને વીરસિંહ ગામ તરફ આગળ વધ્યાં.

ત્યાંજ કાલિંદી ની આંખો સમક્ષ....................................... તેની આંખો પહોળી થઇ ગઈ.



તમારો કિંમતી પ્રતિભાવ આપી જણાવજો રચના કેવી લાગી.

આગળનાં બધાજ રહસ્યો જાણવા માટે બન્યા રહો “બ્રહ્મરાક્ષસ: તાંડવ એક મોતનું!” ધારાવાહિક ઉપર....