Brahmarakshas - 11 in Gujarati Horror Stories by Jignya Rajput books and stories PDF | બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 11

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 11


એ રાતે બનેલી ઘટના હજુ સુધી વિરમસિંહ ભૂલ્યા નથી. અને સમય તેને ભુલવા પણ નથી દેતો. એ માસૂમ બાળક આ દુનિયામાં આવીને પોતાની આંખો ખોલો તે પેલા જ....... વિરમસિંહ ની આંખો માંથી આંસુઓ ટપકવા માંડ્યાં.


જેમ જેમ આંખોમાં ના આંસુ નીચે પડે છે તેમ તેમ મંદિરનો પ્રવેશદ્વાર નજીક આવતો જાય છે.


***********


આખરે બધાં પહોંચી ગયા એ મંદિરના પ્રવેશદ્વાર પાસે જ્યાં મંદિરમા નજર સામે વિશાળ મહાકાળીમા ની મૂર્તિ સ્થાપિત હતી. બધાજ મંદિરમાં પ્રવેશ્યા. એક એવું રહસ્ય છુપાયેલું છે આ મંદિરમાં જે ફક્ત ને ફક્ત વિરમસિંહ જ જાણે છે. નંદિની તો અર્ધું જ સત્ય જાણે છે. શિવમ અને કાલિંદી તો આ રહસ્ય થી જ અજાણ્યા છે જે રહસ્ય તેમના જીવનનું મોટામાં મોટું સત્ય છે. જે સત્ય આજ મંદિર માં છુપાયેલું છે. સાક્ષાત મા કાળી તેની સાક્ષી બની બેઠા છે.


જેમની આંખોમાં ક્રોધ, જેમનાં હાથોમાં કાળ, જેમની નસે નસમાં શિવ શક્તિનો વાસ. જે ભટકેલા ને રસ્તો બતાવે, જે થાકેલા ને સહારો આપે, જે હારેલા ને હિંમત આપે એવા મા કાળી ના મંદિરમાં બધાં આ ભયંકર વાતાવરણ થી રાહત મેળવવા માટે મા નો આશરો લીધો છે.


શ્રેયામાં હજુ પણ અશક્તિ હતી. તેના શરીરમાં એટલો જોરદાર આંચકો લાગ્યો હતો જેના લીધે હજુ પણ તેનું પૂરું શરીર પીડાઈ રહ્યું હતું. તેને આરામની જરૂર હતી. નંદિની મંદિરમાં આવી મા કાળી ના દર્શન કરી એક સ્તંભ પાસે ટેકો લઈને બેસી પડે છે. વિરમસિંહ શ્રેયા ને ધીમે રહીને પોતાના હાથોના ટેકા વડે શ્રેયા ને નંદિની ના ખોળા માં સુવડાવે છે. શ્રેયા એ થોડી રાહત અનુભવી. વિરમસિંહ મહાકાલી મા ની મૂર્તિ તરફ ગયા.


કાલિંદીની આંખ પણ હવે બરાબર થઈ ગઈ. હજુ શિવમ કંઈ બોલે એ પેલા જ કાલિંદી શિવમનો હાથ છોડાવી શ્રેયા તરફ ગઈ. શ્રેયા પોતાની મા સમાન નંદિની આંટી ના ખોળામાં નિરાંતે ઊંઘી હતી.


“શ્રેયા...” કાલિંદી જેવી શ્રેયા પાસે ગઈ તેવીજ તેની મમ્મી એ તેને અટકાવતા કહ્યું,

“ કાલિંદી શ્રેયા ની તબિયત હવે બરાબર છે. એ આરામ કરી રહી છે. તેને હાલ ના જગાડીશ. "કાલિંદી ની ચિંતા દૂર કરવા માટે નંદિની કહ્યું પણ ખરેખર શ્રેયાની સ્થિતિ હજુ પણ નાજુક હતી.


અચાનક કાલિંદી ની નજર તેના પપ્પા તરફ જાય છે. વિરમસિંહ મા કાળીની મૂર્તિની એકદમ નજીક એકી ધ્યાને જોઈને ઉભા હતા. કાલિંદી પોતાની જાતને રોકી ના શકી તે ધીમે પગલે તેના પપ્પા તરફ વળી.


શિવમ તો આ મંદિરને બારીકાઇથી જોઈ રહ્યો હતો. મંદિરના દરેક ખૂણેથી તેને શ્લોકો સંભળાઈ રહ્યા હતા. હજી શિવમ વધુ ઊંડા વિચારોમાં ખોવાઈ જાય એ પેલા તેનું ધ્યાન મંદિરમાં મા કાળીની મૂર્તિની પાછળની બાજુમાં જાય છે. શિવમ પોતાના મનના ચાલી રહેલા વિચારોને થોડા સમય માટે બાજુ પર રાખીને મા કાળીની મૂર્તિની પાછળના ભાગ તરફ જાય છે.


******



“ પપ્પા આમ એકીટસે શું જોઈ રહ્યા છો..!?” કાળી મા ના દર્શન કરતાં કાલિંદી એ વિરમસિંહ ને પૂછ્યું.


“ કંઈ નહિ બેટા, બસ એમજ હું તો મા નું સ્વરૂપ નિહાળી રહ્યો હતો.”


“ પપ્પા એક વાત જણાવું ? ”


“ હા બોલ ને લાડલી એમાં પૂછવાનું શું હોય."વિરમસિંહે કાલિંદી ને વળતો જવાબ આપ્યો.


“ હું આ મંદિરમાં પહેલી વાર આવી છું, આ મંદિરને પહેલી વાર જ જોયું છે, છતાં પણ કેમ મને એક અલગજ લાગણી અનુભવાઈ રહી છે. એવું લાગી રહ્યું છે જાણે વર્ષોથી આ મંદિર મારી પ્રતીક્ષામાં હોય. મનમાં એક અલગ જ વિચારોની માયાજાળ ચાલી રહી છે. શું હું નાની હતી ત્યારે તમે મને કોઈ વાર આ મંદિરમાં લઈને આવ્યા છો ?


અજાણતા જ કાલિંદી એ એવું પૂછી લીધું કે જેનો જવાબ તો વિરમસિંહ પાસે હતો. પણ કાલિંદી ને જવાબ આપવાની હિંમત તેમની પાસે નહોતી.


“ ના બેટા, તું પહેલી વાર જ આ ગામમાં આવી છે. અને રહ્યો સવાલ આ મંદિરનો તો દરેક સંતાનને મા પ્રત્યે લાગણી હોય જ છે.” વિરમસિંહે કાલિંદી ને કહ્યું.


કાલિંદી એ તેના પપ્પા ની વાત સાંભળી તો લીધી પણ હજુ તેના મનમાં ચેન પડતું નહોતું. તો બીજી બાજુ વિરમસિંહની પણ એજ હાલત હતી.


શ્રેયા નંદિની ના ખોળામાં માથું રાખીને સૂઈ ગઈ હતી. નંદિની વિચારોમાં ખોવાયેલી હતી ત્યાંજ મંદિરની બહારથી પગથિયાં ઉપર થી ઠંડો ઠંડો પવન મંદિરમાં આવી રહ્યો હતો. એક જોરદાર પવનની લહેરખી આવી જે સીધી જ નંદિની ના વિચારોને ચીરતી નીકળી ગઈ. એ ઠંડા પવનની સાથે નંદિની ના ચિતમાં ઠંડા પડેલા વિચારો બહાર આવી ઠંડી હવાઓ સાથે ઉછાળા મારવા લાગ્યા.




****

બાવીશ વર્ષ પહેલાં....


વાદળછાયું વાતાવરણ અને સવારનાં સમયે ઠંડી ઠંડી આવી રહેલી હવાઓ, મંદિરમાં ગુંજી રહેલા પવિત્ર શ્લોકો ના કારણે વાતાવરણ એકદમ પ્રફુલ્લિત થઇ ગયું. રોજનો આ નિત્યક્રમ સગર્ભા મહિલાઓ રોજ સવારનાં સમયે મંદિરમાં પહોંચી જતી.


મંદિરના પ્રાંગણમાં ઓટલા ઉપર એક વૃદ્ધ દાદીમા બેઠાં હતાં. તેમનાં હાથમાં કોઈ વર્ષો જૂનું પુસ્તક હતું. જેમાંથી તેઓ શ્લોકો સગર્ભા સ્ત્રીઓ ને સમજાવતા હતા. આમ તો તે સમયે શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઓછું હતું. છતાં અમુક લોકોને તેમના બાપ દાદાઓ તરફથી શિક્ષણ વંશ પરંપરાગત મળી આવતું.


“ પ્રણામ ગુરુમાં...” ભૈરવીના શબ્દો સાંભળતાં જ નંદિની અને રાજેશ્વરી એ બંને જણાંએ પોતાની બાજુમા જગ્યા કરી.


“આવો ભૈરવીદેવી...” ગુરુમાં એ કહ્યું.

“ ગુરુમાં ફરી દેવી...!?” ભૈરવી એ ઉદાસ ચહેરે કહ્યું.

“ હા જ તો એમાં શું તમે ઠહેરાયા ઠકુરાઈન.” નંદીની એ ભૈરવી ને ચીડવતા કહ્યું.

“ નંદિની તું છાની માની બેસ..!” ભૈરવી એ થોડા ગુસ્સા સાથે કહ્યું.


ભૈરવીને આમ ગુસ્સે થતાં જોઈને ગુરૂમાં, નંદિની, રાજેશ્વરી તેમજ ત્યાં ઉપસ્થિત તમામ મહિલાઓ હસવા લાગી.

ભૈરવી થોડી શાંત થઈ અને તે પણ તેમની સાથે હસવા લાગી.


વાતાવરણ ધીમે ધીમે ગંભીર બની રહ્યું હતું એટલે ગુરૂમાં એ બધાને પોત પોતાના ઘરે જવાની આજીજી કરી...“ બસ આજે આટલું ઘણું કાલે આગળના શ્લોકોનું પારાયણ કરશું.”


“ પણ ગુરૂમા હું તો... ”ભૈરવી આજે કોઈ કારણ સર મોડી પડી હતી એટલે ગુરૂમાનો આમ અહીંથી જવાનો આદેશ સાંભળીને બોલી. ભૈરવી ને અઘ્ધ વચ્ચે રોકતા જ ગુરૂમા એ કહ્યું...

“ નંદિની તને આજના શ્લોકોની માહિતી આપી દેશે."


ગુરૂમાએ વાતને ત્યાંજ પૂરી કરી અને બધાની રજા લઈ પોતાની દિકરી રાજેશ્વરી સાથે પોતાના ઘર તરફ રવાના થયા. ગુરુમાની સાથે બીજી બધી પણ સ્ત્રીઓ પણ પોતાના ઘર તરફ રવાના થઈ.


“ભૈરવી ચાલો હવે આપણે પણ હવેલી તરફ રવાના થઇએ. વાતાવરણ માં ધીમે ધીમે પલટો આવી રહ્યો છે કોઈ હવેલીમાંથી બોલાવા આવે એ પેલા જ આપણે પહોંચી જઈએ." નંદિની એ ભૈરવી ને કહ્યું.


ભૈરવી ની નજર મંદિરની આજુબાજુ ફરી રહી હતી. તેની આંખો કોઈ ને શોધી રહી હતી.


ત્યાંજ મંદિરના પગથીયા ઉપર વિરમસિંહ આવી રહ્યા હતા. તેમની સાથે એક અજાણ્યો વ્યક્તિ હતો જેને નંદિની ઓળખતી નહતી.


નંદિની એ વિરમસિંહ ને જેવાં આવતાં જોયા તેવીજ તે મંદિરની બહાર આવી પગથીયા પાસે આવી ઉભી રહી ગઈ. વિરમસિંહ ની સાથે આવેલા એ અજાણ્યા વ્યક્તિ તરફ નંદિની નું ધ્યાન જાય એ પેલા જ એ વ્યક્તિનું ધ્યાન મંદિરમાં ઉભેલી ભૈરવી તરફ ગયું.


એ વ્યકિતએ મંદિરમાં દોટ લગાવી. કોઈક ના ઉતાવળા પગલા ભૈરવી ને પોતાના તરફ આવતા લાગ્યા. ભૈરવી એ એક નજર એ વ્યક્તિ સામે કરી...


“ રક્ષિત...” ભૈરવી એ એક બૂમ પાડી ને એ વ્યક્તિ તરફ ભાગી.


ભૈરવી ભાન ભૂલી ગઈ તેને યાદ જ ના રહ્યું જે વિરમસિંહ ની સાથે નંદિની પણ ત્યાંજ હાજર છે.

નંદિની એ જે જોયું તેના ઉપર તેને વિશ્વાસ નહોતો આવી રહ્યો.

વિરમસિંહ નંદિની ને કંઈ પણ સમજાવે એ પેલા નંદિની પાછે પગે પાછળની તરફ ખસવા લાગી. નંદિનીને એક જોરદાર ઝાટકો લાગ્યો હતો. એ આઘાત સહન ના કરી શકી. અને ત્યાંથી મંદિરના પગથીયા ઝડપથી ઉતારવા ગઈ ત્યાંજ એ ગર્ભવતી નંદિની નો પગ લપસ્યો.


“ આઅઅઅઅ... ”

“ નંદિની..."

એ એક સાથે બે ચીસ એ ભૈરવી અને રક્ષિતને ધ્રુજાવી દીધા.....




વધુ આવતા અંકમાં...