Nishachar - 20 in Gujarati Thriller by Roma Rawat books and stories PDF | નિશાચર - 20

Featured Books
  • فطرت

    خزاں   خزاں میں مرجھائے ہوئے پھولوں کے کھلنے کی توقع نہ...

  • زندگی ایک کھلونا ہے

    زندگی ایک کھلونا ہے ایک لمحے میں ہنس کر روؤں گا نیکی کی راہ...

  • سدا بہار جشن

    میرے اپنے لوگ میرے وجود کی نشانی مانگتے ہیں۔ مجھ سے میری پرا...

  • دکھوں کی سرگوشیاں

        دکھوں کی سرگوشیاںتحریر  شے امین فون کے الارم کی کرخت اور...

  • نیا راگ

    والدین کا سایہ ہمیشہ بچوں کے ساتھ رہتا ہے۔ اس کی برکت سے زند...

Categories
Share

નિશાચર - 20

તે ફર્યો અને પ્રેક્ષકોના ટોળામાં ગયો. તેણે ટોપી પહેરેલાં ટેક્ષી ડ્રાઈવરને જોયો અને પૂછ્યું,  ‘તારી ટેક્ષી છે પેલી ? સવારી જોઈએ છે?'

‘યસ સર’ ટેક્ષીડ્રાઇવરે ટેક્ષી તરફ જતાં કહ્યું  ‘આવી લાશ જોવા માટે પણ હિમંત જોઇએ સાહેબ.’  ચક પાછલી સીટમાં બેઠો અને ડ્રાઈવરને કલબનું એડ્રેસ આપ્યું. તેની હથેળીમાં હીલાર્ડના ઘરના પાછલા બારણાની ચાવી હતી.

‘અની, વીસ મીનીટ પછી રેસ્ટોરન્ટના કાઉન્ટર ઉપર કોરોનરના રીપોર્ટ ની રાહ જોતાં જેસીવેબે કહ્યું  ‘અની, જો હું તને હાલ કહી શકું તેમ નથી પણ આ વિશે આવતી કાલના સવારતા છાપામાં કંઈ છપાવું જોઈએ નહિ.’

કારસને હકારમાં ડોકું હલાવ્યું.  ‘તેને અકસ્માતમાં ખપાવજે. મરનાર એળખાયેા નથી એમ લખાવીશ તો ચાલશે.’

યુવાન અનીંએ દ્રેંચકોટના બટન ખોલ્યા. ‘હું સીટી એડીટરનું વાત કરૂં છુ. જેસી મારાથી બનતુ હું બધુ કરી છુટીશ.’

‘તારે  વધુ કરવું પડશે.'  જેસી બરાડ્યો.  ‘મિ. કારસને કહ્યું તેવુ કંઈક કરજે. અકસ્માત મરનાર ઓળખાયેા નથી. ગમે તે થાય આ છેકરાના ભાઈ ને ખબર પડવી જોઈએ નહિ કે અમે તેને ઝડપ્યો છે.

‘શા માટે?'

‘તે અત્યારે સમજાવાય તેવું નથી. તમે છાપાવાળા પેાલીસોની વાત શા માટે માનતા નથી ? આ ઘણું અગત્યનું છે, અની.'

અની બોલ્યેા,  ‘જેસી, જેમ તારે પોતાનું કામ કારવાનું હોય છે એમ મારે પણ મારું કામ કરવાનું હોય છે. આ બીના હું દબાવું અને બપેારના છાપામાં તે બરાબર ચગે તે મારું તો આવી જ બને ને!’

જેસીએ શાંતિથી કહ્યું,  ‘આમાં બીજા લોકોના જાનનેા ખતરો છે, અની’

‘કોનો?’

જેસી હસ્યો.   ‘અની, મારા સંપર્કમાં રહેજે. મારી વાત માન. તને એક મોટી વાર્તા મળવાની છે. આનાથી પણ મોટી. જે તેં આ વાર્તા આપી દીધી અને ગ્લેન ગ્રીફીનના હાથમાં તે પહેાંચી ગઈ અને જો તે ગભરાઇ ગયો–’

અની એ હાથ ઉંચા કર્યો  ‘હું રેાલેન્ડને વાત કરીશ. પણ મારે તે લખવું તેા પડશે જ.'  જેસી વેબે ડોકું હલાવ્યું. તે આ બધી સાવ ચેતીઓ આખરે વ્યર્થ જવાની. ટોમ વીન્સ્ટન આવ્યેા.

‘બહાર આવ, જેસી’  તેણે કહ્યું.

તેઓ બહાર ગયા, ટોમ વીન્સ્ટને કહ્યુ, ‘જેસી, ગ્રીફીને જે કાળી ઓટોમેટીક મેકેન્ઝી ઉપર ચલાવેલી તે રજીસ્ટર્ડ થયેલી છે. તે હીલાર્ડના નામે છે. ડેનીયલ સી. હીલાર્ડ.’

આટલા બધા કલાકોની જહેમત પછી આખરે આશાસ્પદ એવું કંઈક આકાર લેવા માંડયુ તેનાથી જેસીની હિંમત વધી. તેણે મિ. પેટરસનના ધરાકોની યાદી કાઢી. ગઈ કાલે સવારે પેટરસનને જેમણે ચેક આપેલા તેમના નામેાની યાદીમાં એલીનોર હીલાર્ડનું નામ ઉડીને તેની આંખે વળગ્યુ. હશે શું કરવું ? અહીંથી હવે કયાં જવુ ? પછી જેસી વેબ ધીમેથી સૂચનાઓ આપવા લાગ્યો.

૪૫ મીનીટ પછી, લગભગ ચાર વાગે પોલીસની કાર જેવી નહિ લાગતી ઘેરી તપખીરી કારમાં જેસી વેબ કેસલર બુલવર્ડ પર આવેલા હીલાર્ડના ઘર તરફ જઇ રહ્યો હતો. તેને અનીની કારના એન્જીનનું ફાયરીંગ ગમ્યું નહિ.

જેસીએ કાર ધીમી પાડી, તે ઘર આગળથી પસાર થઈ ગયો તે એ મકાનનું નિરીક્ષણ કરી લેવા માગતો હતો. મકાનની પહેલી છાપ તેના પર મોટા અને તેાતીંગ વિશાળ મકાનની પડી. બારીઓ અંધારી હતી. મકાન એક જાતના ઠરેલપણાની છાપ પાડતું હતું.

ડ્રાઈવવેમાં લેટેસ્ટ મોડેલની વાદળી સીડન પડી હતી.

તેનું બોનેટ શેરી તરફ ચીંધાયેલુ હતું. તેણે એક પછી એક બારી ઉપર નજર ફેરવી લીધી. કંઈ જ નહોતું ફક્ત અંધકાર હતો. પરંતુ હજી તેઓ અંદર હતાએક કે કદાચ બંને પણ.

તેણે ગીચ વનસ્પતિ પસાર કરી. તે હીલાર્ડ ના સૌથી નજીકના પડેાશીના ઘેર આવ્યેા. રાલ્ફ વેાલીંગ હીલાર્ડની જમણી બાજુએ કાઈ જ બાંધકામ આવેલુ નહોતું.

હરામખોરોએ મકાન પણ ઘણું સારું પસંદ કર્યું હતું, જેસી સ્વગત બોલ્યેા.

પહેલી શેરી આગળ તે ડાબી તરફ વળ્યો. તેનેા ઇરાદો બ્લોકની ચોતરફ ચક્કર લગાવવાનો હતો. નકશા પરથી તેને યાદ હતું કે હીલાર્ડના મકાનની પાછળ કોઈ શેરી નહેાતી કે રસ્તો નહોતો ઓછામાં ઓછું પા માઈલ સુધી તે નહિ જ. ધરની પાછળ આવેલા આ વિસ્તારમાં જ તેને રસ હતેા.

હાલ જેસી એક એવી જગ્યા શોધી કાઢવા માગતો હતો કે જ્યાં સંતાઈને એક કે એકથી વધુ માણસેા હીલાર્ડ ના ઘરની ચોકી કરી શકે. મકાનની સામી બાજુએ બુલવર્ડની પેલે પાર પશ્ચિમમાં આવેલાં ખેતરો આ માટે ઠીક રહેશે. તે આ વિચારતો હતો ત્યાંજ એણે કંઇક એવું જોયું કે જેનાથી તે હીલાર્ડના મકાનની પાછળ પા માઇલના અંતરે આવેલા રસ્તા ઉપર થોભી ગયો.

તેણે જંગલમાં એક ચમકારો જોયો. હાથમાં ટાર્ચ  લઈ તે ઝાડીમાં ગયો ત્યારે તેણે જોયું કે ચમકારો વૃક્ષો વચ્ચે ધેરાયેલી સ્પોર્ટસ કારનો પડતો હતો. તેણે ધાર્યું કે નાસી જવા માટે તે કાર છુપાવી રાખવામાં આવી હશે. ગાદીઓ ચામડાની હતી. ગ્લવ કંપાર્ટમેંટમાં કારની મરામત માટેની અંગ્રેજી સૂચનાપોથી હતી, થોડી સીગારેટનાં પેકેટો હતાં, જુની ફાઉન્ટન પેન અને બોટલ એપનર હતું. તેણે સીટ ઉપરથી નાનું કાર્ડબોર્ડનું ખોખું ઉઠાવ્યું. તે ખાલી હતું. તેના ઢાંકણા પર ત્રણ પૌર્વાત્ય શૈલીનાં ઊભી રેખાઓવાળાં પ્રતીકો હતાં. તે ઢાંકણું બંધ કરવા જતો હતો ત્યાં જ તેને સૂંધવાની ઈચ્છા થઈ આવી. તેણે સૂધ્યું. ગનપાવડરની વાસ આવી. અને પછી તેને કલબમાં ચક રાઇટના રૂમમાં ટેબલની ટોચ પર પડેલી ઓટોમેટીક યાદ આવી.

તેણે કારના લાયસંસ પ્લેટનો નંબર યાદ કરી લીધો અને ટોમ વીન્સ્ટન અને બીજા જ્યાં રાહ જોતા હતા તે રેસ્ટોરન્ટ તરફ હંકારી ગયેા.

ચક રાઇટ માટે સમય જાણે કે થંભી ગયેા હતો. તે પીઠ વરાડે પડયો પડયો વૃક્ષોની ટોચ નિહાળી રહ્યો હતો. તે પરોઢ થવાની રાહ જોઈ રહ્યો હતો. મકાનની અંદર કે આજુબાજુ કોઈ હિલચાલ સંભળાતી નહોતી. માત્ર બુલવર્ડ ઉપર એકલદોકલ કાર પસાર થવાનો અવાજ સંભળાતો હતો.

વીસ મીનીટ અગાઉ તેણે હીલાર્ડના ડ્રાઈવવેમાં વાદળી સીડનને પડેલી જોઇ હતી. તે જાણતો હતો કે મકાનમાં બે કેદીઓ ભરાયેલા હતા. ધરમાં અજવાળું ન હોવાથી તેને સવાર સુધી રાહ જોવાની ફરજ પડી હતી. ત્યાં સુધી તે અહીં પડી રહેવા માગતો હતો.

તેણે ચારીછુપીથી મકાનના પાછલા બારણે સરકી સીન્ડીની ચાવી લગાવી અંદર સરકવાનો આઈડીયા અજમાવવાનો નકકી કર્યું હતું. અંદર ગયા પછી બે જણા સામે તે એકલો બાખડી લેવા માગતો હતો. પરંતુ તેના દિલમાં ખચકાટ હતો. સીન્ડી અને તેના પિતા આવું ઈચ્છતા નહોતા.

ઉંચા ડેપ્યુટી જેસી વેએ તેને ખાત્રી આપી હતી કે પુરી સાવચેતી લીધા વિના ગ્લેન ગ્રીફીન મકાન છેડશે નહિ. મિ. હીલાર્ડના પત્રનો પણ આ જ અર્થ નીકળતો હતો.

ચકે ઘડિયાળમાં જોયુ  ૪ : ૧૭ થઈ હતી. અજવાળું થયાને હજી લગભગ બે કલાકની વાર હતી. પછી બીજા અઢી કલાક બાદ સીન્ડી અને તેના પિતા નોકરીએ જવા ઉપડશે. આજે એ ભાગેડુ કેદીઓ તેમને ઘર છેાડવા દેશે ?

ઘરમાં કેદ થયેલા હીલાર્ડના સભ્યોને યાદ કરી ચક ખળભળી ઉઠયો. તે હવે પેાતાને હીલાર્ડ કુટુંબનેા એક સભ્ય જ માનતો થઈ ગયો હતેા. સીન્ડીને કે તેના કુટું– બીજનોને કંઈ ન થાય એ જોવાની તેણે હામ ભીડી હતી. સીન્ડીનું કુટુંબ હવે તે પોતાનું કુટુંબ હતું. તે એ સૌને ચાહતો હતેા અને એ ચાહત જ અત્યારે તેને સળવળતી હતી. 

છ વાગ્યા. પરોઢ થયું. શિયાળાની કડકડતી ઠંડીને લીધે પરોઢ મોડું પડયું હતું. દરમ્યાન જેસી વેબ તૈયાર થઈ ગયો હતો. રેસ્ટોરંટના કીચનમાં કારસન સાથે તેણે બંધ બારણાની મીટીંગ યોજી હતી. કારસને તેને ઓફિસ ફોન પર વાત કરી હતી. નિર્ણય લેવામાં આવ્યો હતો કે જો ગ્લેન ગ્રીફીન અને સેમ્યુએલ રોબીશ હીલાર્ડ કુટુંબના કોઈ પણ સભ્ય સાથે ધરની બહાર નીકળે તો ગોળીબાર ન કરવો. તેમણે રાહ જોવી. લેફ્ટેનન્ટ ફેડરીકસ આ નિર્ણયને નકામો ગણતો હતો. તે માનતો હતો કે ખૂનીઓ આમેય બાનમાં પકડેલાઓને જીવતા રહેવા દેશે નહિ. પરંતુ કારસન જેસી વેબના પક્ષમાં ઢળ્યો હતો. તે માનતો હતો કે ગ્રીફીન તેના પર બીજા ખૂનનો બોજ લેશે નહિ. પેાતે સલામત થતાં તે બાનમાં પકડેલાને છોડી દેશે.