Nishachar - 21 in Gujarati Thriller by Roma Rawat books and stories PDF | નિશાચર - 21

Featured Books
  • فطرت

    خزاں   خزاں میں مرجھائے ہوئے پھولوں کے کھلنے کی توقع نہ...

  • زندگی ایک کھلونا ہے

    زندگی ایک کھلونا ہے ایک لمحے میں ہنس کر روؤں گا نیکی کی راہ...

  • سدا بہار جشن

    میرے اپنے لوگ میرے وجود کی نشانی مانگتے ہیں۔ مجھ سے میری پرا...

  • دکھوں کی سرگوشیاں

        دکھوں کی سرگوشیاںتحریر  شے امین فون کے الارم کی کرخت اور...

  • نیا راگ

    والدین کا سایہ ہمیشہ بچوں کے ساتھ رہتا ہے۔ اس کی برکت سے زند...

Categories
Share

નિશાચર - 21

નિર્ણય લેવાઈ ગયો હતો. સાવચેતીઓ લેવાઈ ગઈ હતી. કશાની પણ અવગણના કરવામાં આવી નહોતી. તક મળ્યે પેાલીસ કાતિલોને પકડવા કે મારી નાખવા માટે તૈયાર હતી. જેસી વેબ વાલીંગ્સના મકાનની પૂર્વે સીડી ચઢીને છાપરા ઉપર ગયો હતો જ્યારે ટોમ વીન્સ્ટન અને કારસને વેલીગ્સ દંપતિને બેજ બતાવી શું થઈ રહ્યું હતું તેનો આછો ખ્યાલ આપ્યો હતો. છાપરાના આગલા ખૂણેથી તે હીલાર્ડ ના મકાનને સારી રીતે જોઇ શકતો હતો. બાજુનું બારણું, બાજુનું મેદાન, આખો ડ્રાઈવ-વે.

એક કલાક પછી એફ સ્ટેટ ટુપર અને જેસોની એફિસનો એક માણસ ટેલીવીઝન ઇન્સ્ટોલેશન એન્ડ રીપેર ટ્રકમાં વેપારીના ડ્રેસમાં સજ્જ બની બેઠા બેઠા વોલીંગ્ઝના મકાનમાં જવાની રાહ જોતા હતા. ત્યાં તેઓ છાપરા પર ટેલીવીઝન એરીયલ બેસાડવાના હતા. ટ્રક ત્રણ બ્લોક દુર હતી. ૩ : ૩૫ થયા હતા.

૭: ૫૦ વાલીંઝના મકાનમાં પોલીસ રેડીયેા સેટ તૈયાર હતો. જેસી વેબને સ્ટેટ હાઉસ તરફથી સંદેશો મળ્યો કે જંગલમાં તેણે શોધી કાઢેલી સ્પાર્ટસ કાર ચાલ્સૅ કે રાઇટની માલિકીની હતી. જેસીની ધારણા સાચી પડી હતી. તેની એ ધારણા પણ સાચી પડી હતી કે હેંક ગ્રીફીન જે કાળી કાર ચલાવતો હતો તે પણ હીલાર્ડ કુટુંબની જ હતી. તે કાર ઓગણીસ વર્ષની સીન્થીયા હલાર્ડના નામે હતી.

પણ તો પછી ચક કયાં હતો ? શું કરતો હતો? એ મૂરખ જવાનને એટલું ભાન નથી કે જો તેણે ધરમાં પૂરાયેલા એ જાનવરોને છંછેડયા છે તો આખી બાજી ઉંધી વાળી દેશે ? તે કયાં હતો ? શું કરતો હતો ? જેસી આંટા મારતા સીગારેટ ફૂંકી રહ્યો હતો. તેણે દાઢી કરી નહોતી. તે થાક અને ઉત્તેજના અનુભવતો હતો. ૮: ૧૦ વાગી ચૂકયા હતા. થોડા કલાક અગાઉ ટેલીફોન કંપની તરફથી મળેલા બીજા એક હેવાલ ઉપર તે હજી પણ ખફા હતો. બુધવારની સવારે હીલાર્ડ ના ઘેર એક કોલ આવ્યો હતો. કોઇ મીસીસ ડીકસન તરફથી કોઈ મિ. જેમ્સ માટે તે પરસન ટુ પરસન કોલ હતો. કોલ એહીયોના સરકલવીલ શહેરના બસસ્ટેશનમાં આવેલા પબ્લીક ટેલીફોન બુથમાંથી થયો હતો. તે સાડા ચાર મીનીટ ચાલ્યો હતો. હેલન લામર કોલમ્બસથી કોલ કરે એવી મૂખીઁ નહોતી. તેણે કાર ખરીદી હતી અને દક્ષિણમાં ઉપડી ગઈ. હવે તેનું પગેરૂ છુટી ગયું હતું.

અને તેના પરથી ચેકી ઉઠી ગઇ હતી. તેણે ગ્લેન ગ્રીફીનને કોલ કર્યો હતો અને અમુક જાતની ગોઠવણ કરી હતી.

પરંતુ આ સવારે ૭: ૨૦ વાગે હેંક ગ્રીફીન મરી ગયા પછી, હીલાર્ડ ના ધરમથી સીનસીનાટીમાં કોઈ મીસીસ ડીકસનને પરસન ટુ પરસન કોલ થયો હતો. તેનો અર્થ એ થતો હતો કે શું ગ્લેન ગ્રીફીનને તેના ભાઈના બનાવની ખબર પડી ગઈ હતી કે તે વિશે શક ગયો હતો? તે ખાત્રી કરવા માગતો હતો કે મીસીસ ડીકશન હજી તેની રાહ જોતી હતી? તેને જવાબ ગમે તે હોય પણ જેસી વેબને હવે આશા જન્મી હતી કે એફબીઆઇ અને સીનસીનાટી પેાલીસ તુરંતમાં જ હેલન લામરની ધરપકડ કરશે.

જેસી વેબ સીડી ઉતરી કીચનમાં આવ્યેા.  ‘કોફી પીશ ?' મીસીસ વીલીંગ્ઝએ પૂછ્યું.

પોતાના મકાનમાં આ રીતે અણધારી રીતે ધુસી આવેલા પેાલીસોથી જાડી, મોટી આંખોવાળી શ્રીમતિ વાલીંગ્મ હજી પણ મુંઝવણમાં તો હતી જ. તેણે ઉંચા ડેપ્યુટી તરફ જોયુ,  ‘મે કોફી બનાવી છે. તારે પીવી  નથી? સોફા પર જરા આડો પડને?’

જેસી વેબે કોફીના કપ માંડ પુરો કર્યો હશે ત્યાં ટોમ વીન્સ્ટન આવી ચડયો.   ‘એક માણસ અને લાલ વાળવાળી છોકરી હમણાં જ ઘરમાંથી બહાર નીકળ્યાં છે, જેસી,’   તેણે કહ્યું ‘તેઓ બુલવર્ડ તરફ બસ માટે જઈ રહ્યા હોય એવું લાગે છે. માણસનો ચહેરો કરચલીઓવાળો છે અને તેના હાલ ઘણા ખરાબ લાગે છે. છોકરી રૂપાળી છે. અને તેને પણ દુનિયા માટે ફરિયાદ હોય એવું જણાય છે’   ‘તેઓ ડેન હીલાર્ડ અને તેની છેાકરી સીન્થીયા હશે,'  મીસીસ વાલીંગ્ઝે કહયું.

‘વિચિત્ર કહેવાય,' જેસીએ કહ્યું. ‘તેમને શા માટે બહાર નીકળવા દીધા હશે એ લોકોએ ?’ તે બોલતો બંધ થઈ ગયો.  ‘માફ કરજો, મીસીસ વોલીંગ્ઝ.'  પછી તે ટોમ વીન્સ્ટન તરફ ફર્યો.  ‘એટલે ઘરમાં હવે તેની પત્નિ અને નાનો છોકરો રહ્યા હેં? મને લાગે છે તેમતે એ પૂરતુ જણાયું હશે.’

ચક રાઈટે પણ ડેન હીલાર્ડ અને સીન્ડી હીલાર્ડ ને ૮:૩૦ વાગે પગપાળા ચાલતાં જતાં જોયાં. હવે ધરમાં હીલાર્ડ કુટુંબના બે જ સભ્યો રહ્યા અને બે ખૂનીઓ અડધી મીનીટ માટે પણ બહાર આવે તો–

નવ વાગવામાં ચાર મીનીટની વાર હતી. બસ સ્ટેન્ડે જતાં સીન્ડીએ તેના પિતા ડેન હીલાર્ડ ના આંગળામાં આંગળા પરોવી રાખ્યા હતા.

‘ચક’ તે બોલી.  ‘ડેડી, ચકની ચિંતા કરશો નહિ. મારે તેને શું કહેવું તે મેં વિચારી લીધું છે. તે માની જશે.’

ડેને માત્ર માથુ હલાવી હકારસૂચક ઈશારો કર્યાં. તે ગઈ રાતે ચક રાઈટ સાથે થયેલી મુલાકાત ભૂલી ગયો નહોતો. સીન્ડી પગના અંગૂઠા પર ઉંચી થઈ અને ડેનને ચુંબન કર્યું. કેટલાક માથાં ફર્યા અને હસી રહ્યાં.

બસ સ્ટેન્ડ પસાર કરી તેઓ એની ઓફિસની દિશામાં ચાલવા લાગ્યા. ડેન આજુબાજુ નજર નાખી લેતો હતો. તે જાણતો હતો કે ભય અત્યારે તેનો શત્રુ હતો. તે અધીરા હૈયે  ૯:૩૦ વાગવાની રાહ જોતો હતો.

ખૂણા આગળ તે થોભ્યો અને આંધળા ફેરીયા પાસેથી સવારનું છાપું ખરીધ્યું. છાપાની ગડી વાળી તેણે કોટના ખીસામાં મૂકયુ.

ડેન ડીપાર્ટમેંટલ સ્ટોરના બાજુના પ્રવેશદ્વારમાં વળ્યેા. ખૂનીનું નામ ફલીક બોલવાનું  હતું. હવેથી આડધા કલાક બાદ સીન્ડી એને ૯:૩૦ વાગ્યાના ટપાલમાં આવનાર ૩૦૦૦ ડોલર પહોંચાડવાની હતી. જે પેાલીસવાળાને ગ્રીફીન મારી નાખવા માગતો હતો તેનું નામ વેબ હતું. બે ભાઇઓ વચ્ચે ઝરેલી . ચકમક દરમ્યાન થયેલ આ નામનેા ઉલ્લેખ ડેનના માનસપટ ઉપર જડાઈ ગયો હતો.

તે લીફટમાં ચડયો. હેંકના ગયા પછી ગ્લેન ભાંગી પડ્યો હતો તે ડેનથી છુપું રહ્યું નહોતું. તેની આંખોમાં હતાશા છવાઈ હતી.

ડેન તેના મેજ પાછળ જઇને બેઠો. ઘડિયાળના કાંટા ૯:૩૦ પર આવવાની તે રાહ જોવા લાગ્યો. ગઈ રાતે આવેલો ફોન-કોલ યાદ આવ્યો. ગ્લેને ફોન પર વાત કરી હતી. વાતચીત પછી તેણે ગ્લેનને બુમ પાડતો સાંભળેલો,  ‘એય રોબીશ, તે હજી ત્યાં છે.

તે રાહ જુએ છે.

૯:૨૧.

અચાનક ડેનની નજર સવારના છાપા પર પડી. તેણે ટોપકોટના ખીસામાં ભરાવેલું છાપું કાઢી ટેબલ પર ફેલાવ્યું. છાપામાં હેંક ગ્રીફીનનો ફોટો છપાયો હતો્ ફોટા નીચે લખ્યું.

ભાગેડુ માર્યા ગયો : ગેાળીબારમાં ધવાયેલો.

ટુપર

બારણું ખખડયું ડેન હીલાર્ડની મધ્યમ-વયસ્ક સેક્રેટરી અંદર આવી. ‘તમારો પત્ર છે, મિ. ડેન હીલાર્ડ. રાતની સ્પેશ્યલ ડીલીવરીમાં આવેલો. નાઈટવોચમેને સહી કરી તે લીધેલો.’ તેણે ડેન સામે જોયું અને ભવાં સંકોચ્યા.   ‘મિ. હીલાર્ડ, તમને ફ્લુ તો નથી થયો ને ! એપોઈન્ટમેન્ટ કેન્સલ કરીને ઘેર જઈને આરામ કરો ને !’   ‘એવો જ વિચાર છે,' ડેને કહ્યું  ‘બેંકનું થોડું કામ પતાવીને ઘેર જ જઉં છું’

‘હું કંઈ–’

‘ના.’

‘સારૂ, મિ. હીલાર્ડ.’

બારણું બધ થયું અને ડેન મેજ પાછળ આવીને બેઠો. હવે તેને ગ્લેન ગ્રીફીનના વિચિત્ર વર્તનનો ખુલાસો મળ્યો્ એટલા માટે જ તે આખી રાત કાને રેડીયો લગાડીને બેસી રહેલો. તો પેાતાના ભાઈનો શે અંજામ આવ્યો હતો તે ગ્લેન ગ્રીફીન જાણી ગયો હતો. અને ત્યારથી તે હકળોબાકળો થઈ ગયો હતો. હવે તે ધરમાં એલીનોર અને રાલ્ફી સાથે હતો.

ડેને પરબીડીયું ખોલ્યું. પાંચ એક હજારની અને એક પાચસો ડોલરની નોટો ગણી. ખાનામાંથી કવર કાઢી તેણે ત્રણ હજારની નોટો અંદર સરકાવી બંને પરબીડીયાં છાતી પર ખીસામાં મૂકયાં તે ઉભો થયો તે કૃતજ્ઞતા અનુભવી રહ્યો પણ તેનુ મન તેા એલીનોરમાં ચોંટયુ હતું.

૯:૩૦ વાગે એલીનેાર રાલ્ફી સાથે ઉપર હતી. તે છેાકરા સાથે રમી રમતી હતી. રેડીયેા ધીમેા વાગતો હતો. એલીનોરે ગ્લેન ગ્રીફીનને બોલતા સાંભળ્યો રોબીશ બારી આગળ જ રહેજે. બાજુના મકાનના છાપરા ઉપર બે માણસો છે.'

રોબીશે બાજુના મકાન તરફ નજર નાખી અને પૂછ્યું,  ‘પેાલીસવાળા?’

‘હું કેવી રીતે કહી શકુ? તેમણે પીળાં કપડાં પહેર્યાં છે. ટેલીવીઝનનું એરીયલ બેસાડતા હોય એમ લાગે છે.’

‘તેા પછી એમાં ધમાલ શેની?’

‘ધમાલની કયાં વાત છે? સાવચેત તો રહેવું પડે ને! તું જાણે છે તારામાં વધુ અકકલ છે.'

‘મારામાં અકકલ છે જે,'  રોબીશ બોલ્યો. ‘તું ધારે છે તે કરતાં જરૂર વધારે છે.’

‘કંઈ કહેવુ છે તારે ? '

રોબીશે કંઈ જવાબ ન આપ્યો ત્યારે રાલ્ફીએ એની માતાને કહ્યું,  ‘તારી ચાલ છે.'  પણ તેણે હાથ ઉંચો કરી કાન સરવા કર્યાં.

‘મારે એ કહેવું છે કે તારા ભાઈ માટે ગઈકાલની રાત છેલ્લી રાત બની ગઈ કારણ કે તે ગભરાઈ ગયો ત્યારથી તું બેબાકળો બની ગયો છે. હવે બધો આધાર હીલાર્ડ ઉપર છે.’

'હીલાર્ડ?’

‘તું એમ કહેવા માગે છે કે એ હરામખોર–’

‘હીલાર્ડ કોઈ ચાલ ચાલી છે તો–’

‘હવે તને થાય છે ને કે પેલી પીસ્તોલ તેં મને રાખવા દીધી હોત તેા સારૂં થાત, ગ્રીફીન?’

ઉપર વાતચીત સાંભળતી એલીનોર એ નિષ્કર્ષ પર પહોંચી કે હવે બધો દોર ગ્લેનના હાથમાં હતો. ગ્લેન પાસે પીસ્તોલ હતી, રોબીશ પાસે નહોતી.

ગ્લેન બબડતો સંભળાયો.  ‘જો પેલા હીલાર્ડ કોઈ ચાલ રમી છે અને મેં કીધુ છે એમ નથી કર્યું તો—’

એ વેળા ડેન હીલાર્ડ તેને જેમ કહેવામાં આવેલુ એમ જ બરાબર કરી રહ્યો હતો. તે એની છોકરી સીન્ડી ને ૩૦૦૦ ડોલરનું પરબીડીયું આપી રહ્યો હતેા. તેઓ સીન્ડી જ્યાં કામ કરતી હતી એ મકાનના કોરીડોરમાં લીફટ પાસેના ખૂણામાં ઉભા હતા.  ‘હવે સંભાળજે,’  તેણે સીન્ડીને કહ્યું.

પછી તે ત્રણ મજલાની સીડી ઉતર્યો અને બરાબર દસમાં દસ વાગ્યે બેંકમાં પ્રવેશ્યો. બેંકમાં તેને બધા સારી રીતે ઓળખતા હતા. તેના હાથમાં લેધરની ખાલી બ્રીફકેસ હતી. દસ વર્ષ થી તેની સેવા બજાવતાં ટેલરની સામે જઈ તે ઉભો રહ્યો.

ટેલરે તેના પ્રશ્નનો જવાબ આપ્યો  પણ મિ. હીલાર્ડ ના ગયા પછી ટેલરે બે એક એક હજારની નોટો તપાસી. નોટો સારી હતી. પણ વિચારમાં પડી ગયો કે મિ. હીલાર્ડ જેવા માણસને આ નોટો કયાંથી મળી હશે અને તેને આટલી નાની રકમની શા માટે જરૂર પડી હશે. ત્રણ મીનીટ પછી શેરીફથી આવેલા જાડા ડેપ્યુટીએ તેને એ મોટી નોટો આગળ સૂચના ન મળે ત્યાં સુધી અલાયદી મૂકી રાખવા કહ્યુ ત્યારે તેા તેને વળી હજી વધુ નવાઈ ઉપજી.