Nishachar - 4 in Gujarati Thriller by Roma Rawat books and stories PDF | નિશાચર - 4

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

નિશાચર - 4

‘હું કોઇને ઈજા પહોચાડવા માગતો નથી,' ગ્લેન ગ્રોફીને કહ્યું.‘ તારે શું જોઇએ છે?' ડેને એલીનેારના ખભા પર હાથ મૂકયો અને કહ્યું, ‘હું પણ એ જ માંગું છું.' બહુ સમજુ નીકળ્યો. તેથી હવે હુ પણ સમજદારીથી વાત કરીશ.’

રૂમમાં હવે આંધારૂ છવાયુ હતુ. ડેને એલીનેારના ખભા પર હાથ ત્યાનો ત્યાં જ રહેવા દઈ શાંતિથી ગ્લેન ગ્રીફીનને સાંભળ્યો. એ ત્રણે જણા મધરાત પછી સવારના બે કે ત્રણ વાગ્યા સુધી ડેનના ઘરમાં રોકાવા માગતા હતા. તેઓ માતબર પૈસા આવવાની રાહ જોતા હતા અને પૈસા આવે ત્યારે જતા રહેવાના હતા. દરમ્યાન હીલાર્ડ હાઉસમાં દિનચર્યા રાબેતા મુજબ ચાલતી રહેવી જોઈએ. ‘રાબેતા મુજબ, સમજયા તમે બધા? 'ગ્લેન ગ્રીફીને અદાકારની જેમ કહ્યું. ગ્રીફીન, અમે તુ કહીશ તેમ કરીશું, ' ડેને કહ્યું. ‘માત્ર એટલુ-'

‘શુ?’

‘ગ્રીફીન તારે જે પૈસા જોઈએ છે તે હું હમણાંજ લાવી આપું તો? એટલે કે મધરાત પહેલા. તો તમે લોકો જતા રહેશો?'

‘તું નહિ લાવી શકે, પોતે. મેં તારી બેંકન પાસબુકો જોઇ. તારી પાસે એટલુ બેલેન્સ નથી.'

‘મને એવું કહેવું વ્યાજબી લાગે છે,' રોબીશે કહ્યું. ‘આપણે જલ્દી જતા રહીએ.'

‘ધારો કે હું ગમે ત્યાંથી પૈસા લાવી આપુ તો?’ ડેને કહ્યું.

‘છતાં અમે રહીશુ.'

‘હા,' હેંકે કહ્યું. ‘અમે પેલીની રાહ જોઈ  રહ્યા છીએ.’ 

‘આ સ્ત્રી ભલે જાણતી હોય કે તેને કયાં આવવાનુ છે, પણ તમે કઈ રીતે કહી શકો કે પોલીસે તેનો પીછો નહી કર્યો હોય?' ડેને પૂછ્યું.

રાબીશ આગળ આવ્યો. ‘શુ કહે છે, ગ્રીફીન? વાત તો આ માણસે મુદ્દાની કરી. તું એ સ્ત્રીને પાછળથી ગમે ત્યાંથી લઈ જઇ શકીશ.' ગ્લેન ગ્રીફીન સહેજ મુંઝાયેા. તેણે ડેન પરથી રોબીશ પર નજર ફેરવી. ‘આ નાટકનો હીરો હું છુ, રોબીશ. હું કહું તેમ કરો હેલન અહીં આવે ત્યાં સુધી આપણે જરૂર રાહ જોઇશું. તે પોલીસોનો પીછે છેડાવવામાં એકકો છે. અને તેની પાસે જે રકમ છે તે જ રકમ મારે જોઇએ છે. અહીં આ શહેરમાં,’

‘પણ જો આ માણસ પૈસા લાવી આપતો હોય તો.'

‘ના!' ગ્લેન ગ્રીફીન બોલ્યો. ‘સાંભળ્યું, તમે બંનેએ?' પછી તે ધીમેથી ચાલતો ડેન પાસે આવ્યો. ‘તું, હીલાડૅ, સાંભળ. મારે તારી કોઈ  સલાહ જોઈતી નથી.'

રેસ્ટોરન્ટના ટેબલ પર સ્ટીક ખાતાં ખાતાં કેથેલીન વેબ તેના પતિ તરફ જોઈ સ્મિત કરી રહી હતી. જેસી વેબ ખાતાં ખાતાં વાત કરતો હતો. ‘ બરાબર બપોરે ચાર વાગે તેણે પીટસભર્ગ છોડયું. તે યુ એસ-૧૯ હાઇવે પર દક્ષિણમાં હંકારી ગઈ. એક કલાક પછી તે યુએસ-૪૦ પર પશ્ચિમે જતે દેખાઇ એટલે કે આપણી તરફ, અહીં. મેં કહ્યું ને કે તેઓ ધરકૂકડી છે. તે એની એ બારણાવાળી મરૂન કાર ચલાવતી હતી. તેઓ ચેાકકસ અહીં આ શહેરમાં જ કયાંક છુપાયા છે. તે અમને લેવા આવી રહી છે. પણ તે જે જે શહેરમાંથી પસાર થશે તે બધા શહેરોમાં તેના ઉપર કડક નજર રખાઇ રહી હશે. ગ્રીનફીલ્ડથી તેનો પીછો કરવમાં આવશે. તે આજે રાતે અહી આવશે. અને હરામખોરોનું પગેરૂ આપશે.’

‘જેસી,’ કેથેલીન બોલી, ‘તું એ માણસને મારી નાખવા અધીરો છે, નહિ?, જેસીએ તરત જવાબ આપ્યો નહિ. તે સત્ય જાણતો હતો. ‘હા. જો, વ્હાલી, લોકો કેમ ગુન્હેગારો થાય છે તે મને સમજાતું નથી. હું ગ્રીફીનથી ય ભુંડા વિસ્તારમાંથી આવું છું. અને મેયર પણ. અમે કેમ બગડયા નહિ ! હું તેા એટલું જ જાણું જયાં સુધી ગ્રીફીન જેવા ગુનેગારો હાથમાં બંદુક લઈ રેઢા રખડતા હશે ત્યાં સુધી સમાજ શાંતિ કે સલામતી અનુભવશે નહિં. ' તે ટેબલ પર આગળ નમ્યો. તેથી તું આજે મારી ઓફિસમાં જ ખાટલા પર સુઈ જઈશ. અથવા તો અહીં હોટલમાં. બોલ, કયાં સવું છે?'

‘જેલમાં, મને હોટલ ગમતી પણ નથી અને આપણને પરવડેય નહિ. ઉપરાંત મારે તારી સાથે રહેવુ છે. ' જેસીએ સ્મિત કર્યુ.

‘છોકરો સાયકલ પર આવી રહ્યો છે, ' રોબીશે લાયબ્રેરીમાંથા કહયું . ‘મને તેની સાથે વાત કરવા દો, ' ડેને કહ્યું. ‘ હું તેને સમજાવીશ–'

‘શટ અપ,' ગ્લેન ગ્રીફીને કહ્યું. ‘પણ આ રીતે અંધારૂ જોઈ છોકરો છળી મરશે. તમે લોકો...' ડેન ચૂપ થઇ ગયો. ગ્લેન ગ્રીફીન આગળ આવ્યે અને ડેનના પાંસળામાં પીસ્તોલ ઘોચી,  ડેનથી હીબકું ભરાઇ ગયું અને તેનો હાથ એલીનોરના ખભા પર દબાયો.

પરસાળમાં પગલાં સંભળાયા. પાછલું બારણુ ઉધડયુ. બીક અને આશ્રય નો આછો. સીસકારો સંભળાયો. તે અકકડ થઇ ગયો.

કીચનમાં ટુંકો સળવળાટ થયો. કીચનમાંથી ડાઈનીંગ રૂમમાં સર્યો.

રાલ્ફી હોલમાં ઉભો હતો. તેને ડેને અત્યાર સુધી નહિ જોયેલા એક છેાકરાએ પકડયો હતો. ડેન તેને તરત ઓળખી ગયો. તે ગ્રીફીનનો નાનો ભાઈ હતો. ‘છેાડ મને’ રાલ્ફીએ છોકરાની પકકડ છેડાવવાનો પ્રયત્ન કરતાં કહ્યુ. ‘હેંક' ગ્લેને હોલ તરફ પીસ્તોલ ફેરવી. ‘હોલની બત્તી ચાલુ કર. ડાઈનીંગ રૂમ પર પડદા ખેંચી કીચનમાં પાછો જા,' હેંક કીચનમાં પાછો ગયો.

‘પેલો આપણા કીચનમાં શુ કરી રહયો છે?' રાલ્ફીએ પૂછ્યું.

‘ઈટસ ઓલ રાઇટ રાલ્ફી,' ડેને ઉતાવળે કહ્યું. પછી તેણે રાલ્ફીની નજર ગ્લેન ગ્રીફીનની ચમકતી પીસ્તોલ પર ફરતી જોઇ. ‘હું તને સમજાવુ છુ, રાલ્ફી’ એકાએક રાલ્ફી ફર્યો, આગલા બારણે દોડી ગયો.

એણે હેન્ડલ ફેરવ્યુ અને એમને એમ ઉભો રહયો.

‘શાંત થા છેકરા,' ગ્લેને કહ્યું, ગ્લેન ગ્રીફીનને થયુ હતું કે લોકડ બારણેથી છોકરો પાછો ફરશે પણ તે તેા દોડીને પરસાળના ખુલ્લા બારણા પાસે પહોંચી ગયો.

‘રાલ્ફી!’ એલીનોરે ચીસ પાડી. ડેન રાલ્ફી પાછળ ધસ્યો પણ તેની પાસે પહોંચે તે પહેલાં તો રોબીશે તેને પકડી પાડયો.રોબીશ રાલ્ફીને લઇ લીવીંગ રૂમમાં આવ્યો કે તરત જ ગ્લેને બત્તી બુઝાવી દીધી. અને પછી અર્ધઅંધકારમાં એક મૂક નાટક ભજવાતું હોય તેનું દશ્ય ખડું થઈ ગયું. રોબીશે રાલ્ફીને  ખભેથી પકડીને ધ્રુજાવી નાખ્યો. દરમ્યાન ગ્લેને આગલી બારીના પડદા પાડયા.

ડેનથી ન રહેવાયું. તેણે બે ડગલાં આગળ ભર્યા રૂમમાં અજવાળું ફેલાતુ જોયુ અને છોકરાની અશ્રુભરી આંખો જોઈ અને પછી ક્રોધથી તમતમતા ચહેરે જોરદાર મુકકો ઉગામી રોબીશના ચહેરા પર ફટકાર્યો.

આખા રૂમમાં એ મુકકાનો અવાજ શાંતિભંગ કરી રહયો, રોબીશ નીચે ફસડાઈ પડયો. અને એ જ ક્ષણે એલીનોરે ગ્લેન ગ્રીફીનને ડેનની પાછળ સરતો જોયો. તેણે ડેનના ખભા પર પીસ્તોલ  ફટકારી. ડેને તેનો જમણો ખભો અને પડખું બહેરૂ થતુ અનુભવ્યુ. તેની આંખે અંધારા આવી ગયાં. પછી તેની નજર કેન્દ્રિત થઈ તે સહેજ લથડીયું ખાઇ ગયો. ગ્લેન ગ્રીફીન રોબીશ પાસે પહોંચી ગયો. ‘હવે આવું નહિ થાય!' રોબીશે બબડતાં બબડતાં હાથ ચહેરા પર ફેરવ્યે અને પછી ડેન સામે જોયુ. ‘કીચનમાં જા, રોબીશ. જલ્દી ત્યાં જા!' રોબીશે કહ્યું, ‘તું એમ માને છે કે હું તેને છોડી દઈશ...'

‘બાજી બગાડીશ નહિ' ગ્લેને બુમ પાડી.  ‘સમજયો રોબીશ? એને ખોખરો કરવો હોય તો પછી તને સમય મળવાનો છે. પણ હમણાં નહિ.' ફરી ગ્લેનને આંખે અંધારા આવશે એમ લાગ્યું.

ડેને જોયું તો એલીનોરનો ચહેરો સફેદ થઇ ગયો હતો, રાલ્ફીનો ચહેરો ગભરાયેલો હતો અને સીન્ડીનો ચહેરો ધૂંધવાયેલો હતો. પછી શગ્રીફીન તેની પાસે આવ્યો અને તેના કાનમાં કંઈક બબડવા લાગ્યો.

ડેને ગ્રીફીન દ્વારા અપાતી ચેતવણીઓ માથુ હકા૨માં હલાવતાં સાંભળી પછી ગ્લેન સીધો થયો અને ખીસામાંથી કંઈક કાઢયું જે ડેન જોઈ શકયો નિહ. ગ્લેન એલીનોર પાસે ગયો.

‘વાંચ,’ ગ્લેને કહ્યું ‘મોટેથી વાંચ જેથી તારો પતિ સાંભળી શકે શ્રીમતિ હીલાર્ડ.'

એલીનોરે ન્યુયોર્ક સ્ટેટમાં બનેલી એક ઘટના વાંચી. તેમાં એક કેદી પોલીસની જાળમાંથી નાસતાં એક નાના ઘરમાં ભરાઈ જઈ બેઠો. તેણે પોલીસ તેના પર ફાયરીંગ કરી રહી હતી ત્યારે એક નાની છેાકરીને મારી નાખી. તે છેાકરીને પકડી પીકઅપમાં ઘુસ્યો. પોલીસના હાથે ઘવાયો હોવાં છતાં તેણે છોકરીને ગોળી મારી હતી અને છોકરી મરી ગઈ હતી.

એલીનોરે છાપાની કાપલી વાંચી પૂરી કરી ત્યારે શાંતિ ફેલાઈ ગઈ. એલીનોરે રાલ્ફીને હાથ પકડયો. સીન્ડીને ચહેરો હવે રાખ જેવો ફિકકો થઈ ગયો હતો. ગ્લેન ગ્રોફીને કાપલી પાછી લઈ લીધી.

‘હવે,’ ગ્લેને ડેન ઉપર નજર ઠેરવતાં કહ્યું ‘હવે ડેન હીલાર્ડ ધરમાં પીસ્તોલ રાખે છે?' જરા પણ આનાકાની કર્યાં વગર ડેને હકારમાં ડોકુ હલાવ્યુ. ‘ઉપર છે. મારા પલંગમાંસ્પ્રીંગામાં ગુંચળા માંના.' ગ્લેને હેંકને બુમ મારી અને રૂમમાં આવ્યો ત્યારે શાંતિથી તેને વાત કરી. હેંક ઉપર ગયો. તે પાછો ફર્યો ત્યારે ગ્લેને ધીમેથી કહ્યું ‘તારા ખીસામાં રાખ અને રોબીશને કહેતો નહિ.' તે ડેન તરફ ફર્યો. ‘કબુલ છે તે હીલાર્ડ'

ડેને હકારમાં માથું હલાવ્યું. તે હવે ગ્લેન પર બરાબર નજર રાખતો હતેા.

‘એક વાત કહી દઉં ગ્રીફીન,' હેંકના ગયા પછી ડેને કહ્યું.

‘શું?'

‘મારું કુટુંબ હું સંભાળીશ. અમે બધા સાથે રહીશું’ ‘તને નિર્ણય લેવાની છુટ છે ખરી?'

‘હા,’ ડેને કહયું ‘જયા સુધી હમણાં મારા છોકરા સાથે થયું એવું વર્તન નહિ થાય ત્યાં સુધી અમે તું કહીશ તેમ કરીશું. વ્યાજબી હોય તેટલું, પણ જો તમારામાંના કોઇએ હવે જો અમારામાં કેઈને પણ હાથ લગાડયો છે તો -'

‘મને ધમકીઓ પસંદ નથી,’

‘ગ્રીફીન' ડેને કહ્યું ‘તુ આને ધમકી માનતો હોય તો તું ચાલાક નથી. હું હકીકત કહું છું જો કોઇએ અમને હાથ પણ લગડયો છે તો તમારૂં આવી બન્યું સમજો. દરેક વસ્તુની એક હદ હોય છે ગ્રોફીન. હવે પછી હું નહિ રોકાઉં, તું મને શુટ કરે એ પહેલા હું તને મારી નાખીશ.’ ગ્લેન હસ્યો ડેન, આવી હાલતમાં તુ ઘણી કડણ વાત કરે છે!'

‘હું કઠણ વાત કરતો નથી સાંભળ્યું? તું તારા માણસોને કાબુમાં રાખીશ તો હું તને મદદ કરીશ.’ 

‘મેં રોબીશને સંભાળેલો કે નહિ?'

‘ઓકે,’ ડેને કહયું  ‘તો આપણે એકબીજાને સમજી લીધા ગ્રીફીન' તેણે એલીનોર તરફ જોયું ‘આપણે શું કરવાનું છે તે બધાં સમજી ગયા ને એલીનેાર?'

એલીનોર માત્ર હકારમાં માથુ  હલાવ્યા સિવાય કંઈ ન કરી શકી.