Nishachar - 11 in Gujarati Thriller by Roma Rawat books and stories PDF | નિશાચર - 11

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

નિશાચર - 11

શેરીમાં ચક રાઈટે ડેન હીલાર્ડ અને સીન્ડીની અકકડ આકૃતિઓતે પાર્કીંગ લોટ તરફ વળતી. જોઈ તે ગભરાયો. તે પોતાની કાર સુધી પહોંચે ત્યાં સુધીમાં શું તે એમનું પગેરૂં તેા નહિ ખોઈ બેસે તે! ચક પાર્કીંગ લોટમાં ઘૂસે તે પહેલા તો તેણે સીન્ડીને તેની કાર ટ્રાફીકમાં વાળતી જોઈ.

મીડટાઉન વિસ્તારમાં બપેારના બારથી છની વચ્ચે વળાંક વાળવાની મનાઈ છે. આ ટાઈમીંગને લીધે સીન્ડીની કાર પૂરપાટ દોડી રહી. ચકે જોયું કે બે શેરી આગળ સીન્ડીની કાળી કાર જમણી તરફ પૂર્વ માં વળી. તેણે એનો પીછો કર્યોં. તેણે સીન્ડીની અને તેની કારની વચ્ચે ખાસુ અંતર રાખ્યુ કે જેથી તેનાં રોયરવ્યુ મીરરમાં તે પકડાઈ જાય નહિ.

તે ઘેર જતી નહોતી એ વાત નકકી હતી. શહેરની સડક પર સાયરનનો અવાજ એટલો તો સામાન્ય થઈ ગયો હતો કે શેરીફની કાર તેની આગળથી પસાર થઇ ત્યારે ચકે એ તરફ કોઈ ધ્યાન આપ્યું નહિ પણ જ્યારે ચાર પેાલીસ કાર અને એક એમ્બ્યુલન્સ નીકળી ત્યારે તેણે શહેરની પૂર્વ માં અકસ્માત થયાની ધારણા કરી. શું ડેન હીલાર્ડ અને સીન્ડી અકસ્માતના સ્થળે તો નહોતા જતા? પણ અલબત્ત તેનાથી ગઈ રાતના બનાવનો ખુલાસો મળતો નહોતો.

વીસ મીનીટ પછી સીન્ડીની કાળી કાર શોપિંગ સેન્ટરના સ્ટોરોના પાર્કીંગમાં આવીને ઉભી રહી. સાયરન હવે દુર દુર ઉત્તર-પૂર્વ તરફના જંગલના વિસ્તારમાં સંભળાતી હતી. ચકે ખૂણા આગળ આવેલા સરવીસ સ્ટેશન પાછળ કાર ઉભી રાખી. તેણે મકેનીકને પાછો મોકલી દીધો અને પાછલા વ્હીલમાં હવા પુરવાનો ડોળ કરતો નજર ફેરવી રહ્યો.

લગભગ તરત જ સર્વીસ સ્ટેશનમાંથી એક માણસ બહાર નીકળ્યો. વરસાદથી ભીંજાયેલો ગ્રે શુટ પહેરેલો એ શખ્સ કદાવર હતો. તે સીધો સીન્ડીની કાર તરફ ચાલ્યેા. ડેન હીલાર્ડ અને સીન્ડી કારમાં જરા પણ હાલ્યા ચાલ્યા વિના બેસી રહ્યા. વાઈપરો હજી ચાલુ હતાં. વરસાદ બંધ થઇ ગયો હતો, છતાં સીન્ડીએ વાઈપરો બંધ કરવાની તસ્દી લીધી નહોતી.

પેલો શખ્સ સીન્ડીની કાર પાસે ગયો, મિ.હીલાર્ડ સાથે તેણે વાત કરી રાહ જોઈ. દરમ્યાન મિ.હીલાર્ડ કારમાંથી બહાર નીકળ્યેા, કદાવર શખ્સ સીન્ડી પાસે બેઠો અને ડેન હીલાર્ડે તેની પાસે બેસી કારનું બારણું બંધ કર્યું . કાર ચાલુ થઈ અને પાણી ઉડાડતી શેરીમાં પાછી ફરી.

ચકે રાહ જોઇ નહિ. તેણે એમનો પીછો શરૂ કર્યો. કાર શહેરને પૂર્વમાં ધેરતી ઉત્તર-દક્ષિણ જતી શેરીમાં વળી, ચક સીન્ડી અને ડેન હીલાર્ડની વચ્ચે બેઠેલા કદાવર શખ્સને ધ્યાનથી જોવા માગતો હતો પણ સીન્ડીથી  ઓળખાઈ જવાની બીકે તેણે બે કાર વચ્ચે અંતર વધારે રાખ્યું.

પણ કોણ હતો એ? આવા માણસ સાથે હીલાર્ડ કુટુંબને શી નિસ્બત હોઇ શકે? તે અંતમાં આ ભેદનો ખુલાસો શોધીને જ જંપશે.

પરંતુ તો પછી સીન્ડીએ તેની પાસે પીસ્તોલ શા માટે માગેલી? આ બધા સાથે પીસ્તોલનો શે સબંધ?

ચક સીન્ડીની કારનો પીછો કરી રહ્યો હતો. તેને એ જાણતા વાર લાગી કે તે ટુંકા નહિ પણ ઓછી વસ્તીવાળો કેસલર બુલવર્ડના રસ્તે જઈ રહી હતી. ખુલ્લા પ્રદેશમાં તેણે કાર સીન્ડીની કારથી ખાસ્સી દુર રાખી હતી.

આખરે કાર હીલાર્ડ ડ્રાઈવવેમાં વળી. તે એમની નજરે પડે નહિ એ રીતે દુર બુલવર્ડ માં થાભ્યો. પરંતુ તેની સમક્ષ ઉભો થયેલો ભેદ તો હજી પ્રશ્ર્નાર્થની જેમ જ ખડો રહ્યો હતો.

જેસી વેબ બે અવાવરૂ પેટ્રોલપં૫ આગળ ઉતાર્યો ત્યારે ટોમ વીન્સ્ટને પૂછ્યું.  ‘હવે શું? આપણે કાં સુધી પહોંચ્યા?’

‘રમુજી કહેવાય,'   જેસીએ કહ્યું   ‘હું આ બુઢાને ઓળખતો હતો.’  વરસાદ બંધ થઈ ગયો હતો. જેસીએ રૂમાલ કાઢી ટ્રકના બમ્પરને લુછ્યું.  ‘આ ટેંકો ભરેલી નહોતી એટલે સારૂ થયું નહિં?’ તેણે મિ. પેટરસનના ખીસામાંથી કાઢેલી ચીજ વસ્તુઓ બમ્પરની સપાટ સપાટી ઉપર મુકી. ડ્રાઈવીંગ લાયંસસ અને પચીસ ડોલર સાથેનું પાકીટ બીજા ખીસામાં હતી તે એક ડોલરની ચાર નોટો, પેન્સીલ, જુના કાગળો સીગારેટનું ચોળાઈગયેલું ખોખું, દીવાસળીની પેટી કલોઈડ પેટરસનના નામના નવ ચેક.

‘હજી સુધી તેા નસીબે યારી આપી નથી.' ટોમ વીનસ્ટને કહ્યું. ‘પીઠમાં ત્રણ ગોળીઓ વાગી છે. શા માટે ત્રણ વાર ખુનીએ ગોળીઓ છોડી હશે જેસી.’

જેસીએ ગરદન મસળી.  ‘સારો પ્રશ્ન છે ટોમ. તે ઘણો સારો માણસ હતો. તે પંપોને શા માટે અથડાવવા ગયો હશે ? કે પછી અકસ્માત થયો હશે?'

‘ટ્રક ચાલુ નહોતી થઇ એટલે ખૂની પગપાળો જ પાછો ગયો હશે. હું પણ સ્ટેટ પોલીસના આ તર્ક સાથે સહમત થઉં છું. દસ પોલીસો જંગલમાં તપાસ કરી રહ્યો છે. પરંતુ આ ખુન કે અકસ્માત થયે ઘણો સમય વોતી ગયો. એકવીસમી શેરી બન્યા પછી આ રસ્તાનો ઉપયોગ લગભગ બંધ થઈ ગયો છે. મારું માનવુ છે-’

‘થેાભ' જેસી વેબ એકાએક બોલી ઉઠયો. ‘ગોડ,’ જેસી વેબે શ્ર્વાસ લીધો. તેણે એની ધ્રુજતી આંગળીઓ વચ્ચે મિ. પેટરસનના ખીસામાંથી નીકળેલા જુના કાગળીયામાંનું એક કાગળીયું પકડયું હતું.  

‘ગોડ ટોમ.'   ટોમ નીચે નમ્યો અને જોયુ. પછી ટટાર થઈ તેણે જેસીના ચહેરામાં જોયું . દુર સાયરન વાગી.

‘તેણે ઉતાવળી નજર  ફેંકી લીધી હશે.’  વીન્સ્ટને કહ્યું.  ‘તે ઉતાવળમાં હશે, ત્રણનો ખુલાસો આ જ હોઈ શકે.’

‘કદાચ તેણે રેડીયા પર સાંભળ્યું હશે.’ જેસીએ ધીમા અવાજે કહ્યું.

‘૩ ને ખલે આગણે ૮ લઇએ' વીન્સ્ટને કહ્યું.  ‘હા ટોમ, આપણે ૩ ને ૮માં ફેરવીશુ'  જેસીએ કહયું. ‘આપણે એવો ડોળ કરીશું કે તેણે એ લાયસંસ જોયું હશે અને પછી આપણે તે કાર શોધી કાઢીશું. પણ પહેલાં આ ચેકો. બધા ચેકો પડોશના જ છે ને ?  પડોશના વિસ્તારમાં કોણે કોણે મિ. પેટરસનતે જોયો હશે ?  હું જાણવા માગું છુ કે તે આજે કયાં કયાં હતો ટોમ. તું આ ચેકોવાળાની અને તેના બીજા ઘરાકોના નામ, સરનામા, ટેલીફોન નંબર, તેઓ કેવા છે, કયાં કામ કરે છે, શું કામ કરે છે, વિગેરે માહિતી ભેગી કર. સો કે બસો વ્યક્તિઓ હશે.’

‘તેા? ’

‘ગોડ, ટોમ, આપણી પાસે લાયસંસ છે આપણે હવે તે કાર શોધી કાઢીશું. ટોમ, તુ ઝડપથી કામે લાગી જા. જંગલમાં કોઇ પકડાય તો જલ્દી મારી સામે લઈ અવાજે સાભળ્યું?'

જેસી તેની કારમાં ઉપડયો. એ કાર શહેરમાં દેખાઇ હતી. આજે ! તે હજી શહેરમાં જ હોઈ શકે. ગ્લેન ગ્રીફીન બુઢ્ઢા કચરાવાળાની પીઠમાં ત્રણ ગોળીઓ મારવા શક્તિમાન હતો.

તે હમણાં જ મળી આવેલા લાયસંસ તંબરની ગ્રેસીડન શેાધીને જ રહેશે.

‘એ કાર બહાર પડી ગઈ છે. હવે પહેલાં જેવું રહ્યુ નહિ. અમારા આ રોબીશને ખૂબ ઉંતાવળ થઈ ગઈ હતી. તેણે પેલા બુઢાના ખીસાં તપાસ્યાં અને—’

‘મેં તને કહ્યું ને કે તે-'

‘ચૂપ મર, રોબીશ, મને વાત કરવા દે મારે હીલાર્ડ ને અગત્યની વાત કરવી છે.’

હેંક ગ્રીફીન લીવીંગરૂમમાં ચાલતી વાતચીત સાંભળતાં સાંભળતાં બેકયાર્ડ અને ડ્રાઇવવે પર નજર નાખી લેતો હતો  ગ્લેનના મગજમાં કંઈક હતું અને હેંકને ગ્લેનના મગજ પર ધણો વિશ્વાસ હતેા. એના મગજના આધારે તો તેઓ આજે અહીં હતા, અને આઝાદ હતા.

‘વાત આવી છે. રોબીશની પાસે પીસ્તોલ છે અને એ પીસ્તોલ છેાડવા તે તૈયાર નથી. તે આ પીસ્તોલ વાપરશે નહિ કારણ કે હું તેને આ પીસ્તોલ વાપરવા દેવાનો નથી. અને મારો આ નાનો ભાઈ હેંક પણ તેની પીસ્તોલ છોડવા તૈયાર નથી. રોબીશ પાસે પીસ્તોલ હોય ત્યાં સુધી તો નહિ જ. ફરક એટલો જ છે કે રોબીશ કે હેંકે, બેમાંથી કોઈને ભેજુંજ નથી. માર વિના તેમનાથી એક ડગલું આગળ નહિ ભરાય અને બંને જણા એ વાત સારી રીતે જાણે છે. હવે આપણે ગેરેજમાં પડી છે તે પેલા ખેડૂતની કારનું શું કરીશું?'

ડેન હીલાર્ડ કોઈ જવાબ આપ્યો નહિ. તે સીન્ડી અને રોબીશ સાથે આવ્યો હતો ત્યારથી ગ્લેન ગ્રીફીન સાથે એક શબ્દ પણ બોલ્યો. નહોતો, અને ગ્લેનની કોઈ અવગણના કરે તે ગ્લેનથી જરાય સહન થતું નહોતુ.

‘મેં પૂછ્યું તે સાંભળ્યું, હીલાર્ડ?'   હીલાર્ડ માથું ઉચું કર્યાં. તેની પત્નિ તરફ જોયુ. પછી સીન્ડી અને રાલ્ફી ઉપર નજર ફેરવી. તેના મનમાં વિચારોનું ધમસાણ યુદ્ધ મચ્યું હતું.  ‘હીલાર્ડ હું પૂછું છું. તેનો જવાબ આપ.’

‘ગ્રીફીન’ ડેન હીલાર્ડ થાક ભરેલા સ્વરે બોલ્યો. ‘ગ્રીફીન કોઇનું ખૂન કર્યા પછી રોબીશને અહીં લઈ આવવામાં ખૂનમાં સાથ આપવાને ગુન્હો તો હું કરી જ ચૂકયો છું.' ખૂનમાં સાગરીત ખૂનમાં સાથી, ખૂનમાં મદદગાર.

‘તેથી તું જો એમ માનતો હોય કે હવે હું તારા આ કાળાં કરતૂતોમાં વધુ સાથ આપીશ તે તારી ભૂલ થાય છે.’  હીલાર્ડનો અવાજ સૂકો અને શૂન્ય હતો. ગ્લેન ખડખડાટ હસી પડયો. તેણે ડેનના ખભે હાથ ભરાવ્યો ‘તું ય ખરો મજાકીયો છે. પણ તારામાં હિંમત છે. સાથે સાથે તારે વ્યાજબી વાત કરતાં શીખવા જેવુ છે. મારી સ્થિતિનો વિચાર કર. આ છોકરો રોજ મને અહીંથી જતા રહેવા માટે બબડાટ કર્યો કરે છે. હું જઇ શકું તેમ નથી. પેલી રકમ કાલે સવારે તારી ઓફિસે આવી જાય પછી આ શહેરમાં મારે શા માટે રહેવું? એ પૈસા માટે મેં મહેનત કરી છે. મેં અને હેંકે અમે એ પૈસા ફેંકી દઈ શકીએ તેમ નથી. સમજ્યો?’

ડેન હીલાર્ડે નકારમાં માથુ હલાવ્યું.   ‘શું કહેવું તે મને સમજાતુ નથી. કાર ગેરેજમાં સહીસલામત છે. કોઇ અહીં આવશે નહિં. અને જો તેં કારને બહાર કાઢવાની કોશીશ કરી-’

‘હું તે બહાર કાઢવાનો નથી, હીલાર્ડ. તુ બહાર કાઢવાની છે?’    

‘પાગલ થઈ ગયો છે કે શું, ગ્રીફીન!'

‘થોડી વારમાં અંધારૂ થશે. પછી તારે ગેરેજમાં જવાતુ છે અને કારની લાયસંસ પ્લેટ ખોલવાની છે. એ લાયસંસ પ્લેટની સીન્ડીની કારની પ્લેટ સાથે અદલા - બદલી કરવાની છે.’

‘ગ્રીફીન!' રોબીશ બોલી ઉઠયો. ‘જે આ માણસને પેાલીસ પકડશે તો તે જરૂર મોં ખેાલશે.’  

‘સાચુ’ છે આ, હીલાર્ડ? તું પોલીસને બધું કહી દઈશ?’   ડેન હીલાર્ડે નકારમાં માથું હલાવ્યું.   ‘ જોયું, રોબીશ? હીલાર્ડ પકડાઈ જશે તો પણ પોલીસને કંઈ નહિ કહે. મને હીલાર્ડ પર વિશ્વાસ છે. તે ચાલાકી જરૂર કરત, પરંતુ અત્યારે તે ચાલાકી કરે તેવી સ્થિતિમાં નથી.’

ડેન હીલાર્ડે કહ્યું,  ‘હું કાર નદીમાં નાખી દઈશ, ગ્રીફીન. હું એવી અવાવરૂ જગ્યા જાણું છું.'  તે એના પેટમાં ફાળ પડતી અનુભવી રહ્યો હતેા.

હીલાર્ડ તું જો મારી સાથે બરાબર વર્તીશ તો હું પણ તારી સાથે બરાબર વર્તીશ, ગ્લેન ગ્રીફીને કહ્યું.

આ વાતચીત ચાલતી હતી ત્યારે કોણ જાણે કેમ, હેંકને તેના મોટા ભાઈની આ નિર્દય ક્રૂરતા નિર્દોષ કુટુંબ ઉપર ગુજારાતા આ દમન અને સિતમ બદલ તેના પ્રત્યે તિરસ્કાર ઉપજયો હતો. તે કંઇ જુદું જ વિચારતો હતો.