RJ Shailaja - 10 in Gujarati Detective stories by Herat Virendra Udavat books and stories PDF | R.j. શૈલજા - 10

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

R.j. શૈલજા - 10

All the original rights of this novel belongs to the author Dr. Herat Udavat.
This book is published and available on amazon. I am putting this novel on matrubhartri platform for my beloved readers.
©

પ્રકરણ ૧૦: “ વળગણ”

તેજ એ પોતાનો પ્લાન જણાવતા પેહલા, એક પ્રસ્તાવના બાંધવાનો પ્રયત્ન કર્યો.

બાબા સાથે થયેલી એક અનોખી ઘટના તેણે શૈલજા અને સમીરને સંભળાવી.

આજથી ૨ વર્ષ પેહલાની વાત છે.

રાત નો ૧૨ વાગ્યાનો સમય. હું અને પપ્પા વનરાજ ડોડીયા માર્તક બાબાના આશ્રમ માં જ બેઠા હતા. ધર્મ વિશે પુરજોશ માં બાબાનું ભાષણ ચાલી રહ્યું હતું.

તેવામાં ૨૫ લોકોનું ટોળું એક ૧૧ વર્ષની માસૂમ છોકરીને રીતસર માથાના વાળ પકડીને ખેંચીને લઈને આશ્રમમાં આવ્યું.

ટોળામાં રહેલા દરેકના ચેહરા પર ગુસ્સા અને ડરના મિશ્ર ભાવ હતા. તે છોકરીના બંને હાથ દોરડાથી બાંધવામાં આવેલા.

તે છોકરીને લાવીને સીધી બાબાની સામે બેસાડવામાં આવી. તે છોકરી ડરના લીધે ધ્રુજી રહી હતી, તે શું બબડાટ કરી રહી હતી તેનું તેને પણ ભાન ન હતું. મેલા ઘેલાં કપડાં, વિખરાયેલા વાળ, એવું જણાતું હતું કે જાણે તે નાનકડી છોકરીને કેટલાય દિવસથી ઓરડામાં પૂરી રાખી હોય. ચેહરા અને શરીર પર ઇજા ના નિશાન તે ટોળાની બર્બરતા પુરવાર કરવા પુરતા હતા. મને એટલી હદે ગુસ્સો આવ્યો કે એ ૨૫ લોકોને હાલ ને હાલ જેલમાં ધકેલી દઉં, પણ બાબા શું કરે છે એ મારે જાણવું હતું.

ટોળાનો મુખિયા બાબાની સામે આવ્યો, ૨ હાથ જોડેની નીચે બેઠો અને બોલ્યો,

“બાબા આ મારી જ છોકરી છે, પેહલા બધું જ સારું હતું, અચાનકથી બધું ખરાબ થવા લાગ્યું, મારી પત્ની અચાનક મૃત્યુ પામી, ઘરમાં ઘણો કંકાસ શરૂ થઈ ગયો, ભાઈઓનું ભાઈઓ જોડે બનવાનું બંધ થઈ ગયું, પારાવાર તકલીફો શરૂ થઈ ગઈ છે. ગામ ના ભૂવાને બતાવ્યું તો કહ્યું કે તમારી છોકરીને વળગણ છે, ખેતરમાં કૂવાની પાસે રમતા રમતા કોઈ ખરાબ આત્મા તેના શરીરમાં પ્રવેશી છે જેના લીધે જ આ બધી તકલીફો કુટુંબમાં આવી રહી છે. ગામના ભૂવા જોડે ઘણા પ્રયત્ન કર્યા મારી છોકરીનું વળગણ કાઢવાના, પણ બધા જ પ્રયત્ન નિષ્ફળ નિવડ્યા.

તેમણે અમને તમારુ સરનામું આપ્યું છે. બાબા હવે ફક્ત તમારો જ સહારો છે. માર્તક દેવ બાબાના પગમાં પડીને તે વ્યક્તિ રડતા રડતા બોલ્યો.”

“ચિંતા ના કરીશ ભાઈ, ઉભો થઇ જા. ઈશ્વર બધાંયનું ભલું કરે. તારી દીકરીને આ આસન પર બેસાડી દે.”

બાબા એ તે વ્યક્તિની સામે જોઇને કહ્યું.

તરત તે છોકરીને એ આસન પર બેસાડવામાં આવી.

છોકરીની ફરતે કંકુથી એક કુંડાળું રચવામાં આવ્યું, બાબા તે છોકરીની સામે બેઠા, કેટલાય મંત્રોના ઉચ્ચાર કરવામાં આવ્યા, પછી એક લોટા માં પાણી ભરીને તે છોકરીને આપવામાં આવ્યું.

“બેટા, તારી બાજુ માં જે વાસણ પડ્યું છે તેમાં આ પાણીના કોગળા કરી દે.”

બાબા એ તે છોકરીના માથામાં વ્હાલ થી હાથ ફેરવતા કહ્યું.

બિચારી છોકરી એ તરત પાણી ના કોગળા કરી દીધા.

બધાના આશ્ચર્ય વચ્ચે કોગળા કરેલા પાણીનો રંગ વાસણમાં પડતા જ લાલ થઇ ગયો. બધા આ ચમત્કાર જોઇને માર્તક બાબાના પગે પડી ગયા. બાબા નો જયજયકાર થવા લાગ્યો.

બાબા એ પછી તે છોકરીના પપ્પા ને બોલાવ્યા, તેમની જોડે આવેલા ગામના બીજા સભ્યોને પણ બોલાવ્યા. અડધો કલાક સુધી એકાંતમાં કઈક વાત કરી. એ છોકરીને લઈને બધા ખુશીથી પોતાના ગામ તરફ પાછા વળ્યા.

હવે મારી અધીરાઈ પરાકાષ્ઠા પર હતી. બાબાને મે તરત પૂછી લીધું,

“એ છોકરીનું વળગણ ખરેખર દૂર થઈ ગયું?”

બાબા એ હસતા હસતા જવાબ આપ્યો,

“એ બિચારીમાં કોઈ વળગણ હતુજ નહી.”

“મને કંઈ સમજાયું નહિ બાબા.”

કુતુહલતાથી મે પૂછ્યું.

“બેસ, તેજ. હું તને સમજાવું.”

બાબા એ મને બેસાડીને વાત શરૂ કરી.

“કોઈના ઘરે ઝગડા થવા, કે ભાઈ ભાઈ વચ્ચે સારો સંબંધ ના રેહવો એના માટે ક્યારેય કોઈ અતૃપ્ત આત્માઓ જવાબદાર નથી હોતી. પણ જો હું તેમને સીધું ના પાડી દેત તો તે એ છોકરીને વધારે હેરાન કરત. બીજા કોઈ તાંત્રિક જોડે લઈ જાત. બધા પોતપોતાના પૈસાના સ્વાર્થે તે છોકરીને વધારે ને વધારે હેરાન કરત. એટલે મે એક નાનકડું નાટક કર્યું.”

માર્તક દેવ બાબા એ તેજની સામે જોઇને કહ્યું.

“નાટક. એ કઈ રીતે?”

તેજ એ બાબાને જોઇને કહ્યું.

“જે વાસણમાં મે તે દીકરીને પાણીના કોગળા કરવાનું કહ્યું તેમાં પેહલેથી એક કેમિકલ લગાડેલું હતું, જેવો પાણીનો સંપર્ક થાય એટલે તે લાલ કલર બતાવે. એ સૌને એવું લાગ્યું કે કોગળામાં લોહી નીકળ્યું એટલે દુષ્ટ આત્મા શરીર છોડીને જતી રહી. એમના મનની શંકા પણ દૂર થઈ ગઈ અને તે બિચારી છોકરીનો જીવ પણ બચી ગયો.”

માર્તક બાબા એ તેજની સામે જોઇને કહ્યું.

“અને તેના સગાને તમે શું સમજાવ્યું”

તેજ એ ફરી સવાલ કર્યો.

બાબા એ ફરી હસતા હસતા કહ્યું,

“આ વખતે તો મહા મુશ્કેલીથી વળગણ કાઢ્યું છે, પણ જો હવે ઘરમાં કારણ વિના ઝગડા કર્યા કે પછી ભાઈઓ વચ્ચે દુશ્મનાવટ દૂર ના કરી તો આ દુષ્ટ આત્મા ફરી ફરી તમને હેરાન કરવા આવશે. અને હવે એ આત્મા તમારી છોકરી સિવાય બીજા કોઈ વ્યક્તિ ના શરીરમાં પ્રવેશ કરશે.”

“મતલબ આ આત્મા જેવું કશું છે જ નહિ એમ ને?”

તેજ બાબાને સવાલ કરે છે.

“બિલકુલ છે તેજ. કેટલીય એવી શક્તિઓ છે જે આપણી સમજની પરે છે. જે આત્મા શરીરને છોડીને જાય છે તે બધી જ મુક્ત નથી થઈ શકતી. આ સંસારના કર્મો મૃત્યુ પછી પણ તમારો પીછો નથી છોડતા. શુદ્ધ આત્મા જ્યારે ડહોળાય છે ત્યારે તેની શક્તિઓમાં ઘણો વધારો થાય છે. દુષ્ટ આત્માઓના વળગણ ધરાવતા કેટલાય વ્યક્તિઓ અહી આવ્યા છે. મારા ગુરુ પાસેથી કેટલીય શક્તિઓ મને મળી છે, જેમાંની એક શકિત છે આત્માઓ સાથે વાત કરવાની, એમને સમજવાની. વ્યક્તિની આંખમાં જોઇને હું જાણી લઉં છું કે તેની અંદર કોઈ દુષ્ટ આત્મા છે કે નહીં.

જેને જરૂર હોય તેના માટે જ મારી આ વિદ્યા છે, હું વિના કારણે કોઈ પણ વ્યક્તિ પર આ વિદ્યાનો પ્રયોગ નથી કરતો.”

માર્તક દેવ બાબા એ તેજની સામે જોઇને કહ્યું.

“હું એક ક્ષણ માટે એમને જોઇને ગભરાઈ ગયો હતો. કોઈ માણસ કઈ રીતે આત્માઓ સાથે વાત કરી શકે?

એ જ્યારે મારી તરફ જોઈ રહ્યા હતા ત્યારે જાણે મારા મનમાં એક ભ્રમનું સર્જન થતું હોય તેવું મને લાગ્યું, એમની પાસે કોઈ પણ વ્યક્તિને પોતાના શબ્દોમાં આકર્ષવાની ક્ષમતા છે. ભલે તે છોકરીનું ભલું એમના થકી થયું પણ આ બાબા વળગણ દૂર કરવાના ખાલી નાટકો જ કરે છે , તે વાત નો મને વિશ્વાસ થઈ ગયો હતો.”

તેજ એ શૈલજા અને સમીર ની સામે જોઇને કહ્યું.

“બાપ રે, આત્માઓ જોડે વાત કરે એવી વ્યક્તિ?”

સમીરના અવાજ માં ડર છલકાઈ રહ્યો હતો.

“તેજ તું પ્લાનની વાત કર.

મને હવે આ બાબા ને મળ્યા વિના શાંતિ નહી મળે.”

શૈલજા એ કહ્યું.

ક્રમશઃ