RJ Shailaja - 9 in Gujarati Detective stories by Herat Virendra Udavat books and stories PDF | R.j. શૈલજા - 9

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

R.j. શૈલજા - 9

All the original rights of this novel belongs to the author Dr. Herat Udavat.
This book is published and available on amazon. I am putting this novel on matrubhartri platform for my beloved readers.
©

પ્રકરણ ૯ : માર્તક દેવ બાબા...!

જેટલી પણ વાત સમીર એ કરી તેમાં ફક્ત અડધું સત્ય છે, આખું નથી.

૫ વર્ષ પેહલાની વાત,

રાધિકા બહેન પોલીસ સ્ટેશન આવે છે અને ખુશી નામની એક અનાથ છોકરીની ગુમ થયાની ફરિયાદ લખાવે છે. ખુશી રાધિકા બહેન જે શાળામાં ભણાવતા તેની પાસે આવેલા અનાથાલયમાં રેહતી હતી. રાધિકા બહેન અને તેમની શાળામાં ભણાવતા અમુક શિક્ષકો અઠવાડિયા માં ૩ દિવસ ત્યાં અનાથાલયમાં ભણાવવા જતા હતા.

ખુશી ભણવામાં ખૂબ જ હોશિયાર અને સુંદર રૂપાળી પરી જેવી ૮ વર્ષ ની નાની છોકરી. અચાનક એક દિવસ અનાથાલયમાંથી તે ગાયબ થઈ ગઈ.

રાધિકા બહેનને વહેમ લાગતા એમણે પોલીસ ને ફરિયાદ કરી.

પોલીસે એમની રીતે બધી જ તપાસ કરી પણ કોઈ સ્પષ્ટ તારણ ના મળ્યું.

અનાથાલાયમાંથી આવી રીતે કેટલાય બાળકો ભાગીને ક્યાંક જતા રેહતા હોય છે એવું માનીને કેસ બંધ કરવામાં આવ્યો.

તે વખતે આ કેસની તપાસ મારા પપ્પા વનરાજ ડોડીયા કરી રહ્યા હતા. કેસ બંધ થઈ ગયો હોવા છત્તા રાધિકા બહેન એ સ્વીકારવા તૈયાર ન હતા.

તેટલા માટે કેટલીય વાર મારા પપ્પા એટલે કે વનરાજ ડોડીયા રાધિકા બહેન જોડે કેસ વિશેની માહિતી લેવા સ્કૂલમાં આવતા.

મારા પપ્પા એ ક્યારેય પણ રાધિકા બહેનનું શારીરિક કે માનસિક શોષણ નથી કર્યું, એક ભાઈ તરીકે હંમેશા મદદ કરી છે. અને જે સમીર એ કહ્યું તે સ્કૂલ ના બીજા શિક્ષકોએ પોતાના મનની વિકૃતીથી મારા પપ્પા વિરૂધ્ધ આવી વાહિયાત વાર્તાઓ બનાવી હતી.

કઠોર અવાજે તેજ બોલ્યો.

તો પછી એ છોકરી મળી જ નહી? અને આ માર્તક દેવનું શું રહસ્ય છે?

શૈલજા એ તેજ ને પૂછ્યું.

તે છોકરીનો તો આજ સુધી કોઈ પત્તો નથી લાગ્યો. રાધિકા બહેનને માર્તક દેવ પર શંકા હતી.

કાળી વિદ્યા માટે બાળકોના અપહરણ થવા એ કોઈ નવી વાત નથી. માર્તક દેવનો આશ્રમ પણ રાધિકા બહેન ની શાળા અને જ્યાં ખુશી રહેતી હતી તે અનાથાલય ની પાસે જ છે.

જે દિવસે રાધિકા બહેન એ આત્મહત્યા કરી ત્યારે તેમનો ફોન મારા પપ્પા વનરાજ ડોડીયા પર આવેલો કે ખુશી વિશે તેમને કોઈક માહિતી મળી છે. પણ પપ્પા એમને મળે એ પેહલા તો એમના આત્મહત્યાના સમાચાર મળ્યા.

પપ્પાને શંકા છે કે રાધિકા બહેન ના મર્ડર ને આત્મહત્યાનું સ્વરૂપ આપવામાં આવેલું છે.

એટલા માટે જ તેઓ તારા પપ્પા કિશન ભાઈ જોડે વાત કરવા કસ્ટડીમાં ગયેલા કે, તેમને ખુશી વિશે રાધિકા બહેન એ કોઈ વાત કરી હતી કે કેમ?

કિશોર ભાઈએ જણાવ્યું કે તેઓ આવી કોઈ ખુશી નામની છોકરીને નથી જાણતા, બિચારા તેઓ પણ આઘાતમાં હતા.

મારા પપ્પા વનરાજને એ માર્તક દેવ પર શંકા છે પણ પુરાવા વિના એને પકડવો અશક્ય છે.

તેના કાળા કામનો પર્દાફાશ કરવા અમે એક નાટક કર્યું. હું ને પપ્પા તેના શિષ્ય બન્યા. અમારી આશ્રમમાં તેની સાથેની મુલાકાત વધવા લાગી, તેનો વિશ્વાસ અમે જીતી લીધો છે પણ હજી સુધી કોઈ જ નક્કર પુરાવા નથી મળ્યા.

તેજ એ પોતાની વાત પૂર્ણ કરતા કહ્યું.

તો તમે તમારા પપ્પા વનરાજ સરના કેહવાંથી મારા પર નજર રાખી રહ્યા હતા?

શૈલજા એ તેજ ની સામે જોઇને સવાલ કર્યો.

હું જૂઠ્ઠું નહી બોલુ, પણ ૫ વર્ષ પેહલા રેડિયો પર મે જ્યારે તારો અવાજ સાંભળ્યો ત્યારે જ મને તે અવાજ સાથે પ્રેમ થઈ ગયો હતો.

મારે તને મળવું હતું, પણ પપ્પા જોડે થી રાધિકા બહેનના કેસ વિશેની મને માહિતી મળી અને જ્યારે મને જાણ થઈ કે તું રાધિકા બહેન ની દીકરી છે અને એ વખતે કેટલા કપરા સમયમાંથી તું નીકળી રહી છે ત્યારે મને તને મળવાનું યોગ્ય ના લાગ્યું. પણ તું ઠીક છે કે નહી તેની અપડેટ હું હંમેશા લેતો રહ્યો છું. તારી મિત્ર સ્મિતા અને તારા ઘરે કામ કરતા પ્રેમીલા બહેનને મારા વિશે બધી જ ખબર છે. તને એકલી મૂકીને ભલે તારા અંગત જતા રહ્યા પણ મે પ્રયત્ન કર્યો હતો કે તને બને એટલો વધારે સહારો આપી શકું.

મારો તારા માટેનો પ્રેમ કોઈ નાટક નથી, મારી તારા માટેની નિસ્વાર્થ લાગણીઓ છે.

તેજ એ શૈલજાના ગાલ પર પ્રેમથી હાથ ફેરવતા કહ્યું.

શૈલજાને સમીર અને તેજ માટે સર્જાયેલા બધા જ સવાલોના જવાબ મળી ગયા હતા, પણ તેની મમ્મી રાધિકાના મૃત્યુ સાથે જોડાયેલા સવાલો ત્યાં ને ત્યાં જ ઉભા હતા.

અને એક નવા પ્રશ્નનો ઉમેરો થયો હતો જેનું નામ હતું, ખુશી.

કોણ હતી તે ૮ વર્ષની નાની છોકરી?

તેજ તને છેલ્લા વર્ષોમાં માર્તક દેવના આશ્રમમાં ખુશીના સંબંધિત કે પછી કોઈ બીજી ગેર કાયદેસર પ્રવૃત્તિના પૂરાવા ના મળ્યા?

શૈલજા એ તેજને પૂછ્યું

નવાઈ ની વાત કહું શૈલજા,

આટલી ગહન તપાસ કરી, ઘણા સેવકોની તો ઉલટતપાસ પણ કરી, માર્તક દેવના અંગત અનુયાયી સુધી પણ પોહચ્યા, છત્તા પણ કશું જ નથી મળ્યું. મને એ માણસ ક્યાંય ગુનામાં સંડોવાયેલો હોય તેવું ના લાગ્યું. તે હંમેશા ધર્મની વાત કરે છે. કાળી વિદ્યાનો જાણકાર છે પણ આજ સુધી કોઈને નુકસાન થાય તે માટે તેણે એ વિદ્યા નો ઉપયોગ કર્યો નથી.

તેજ બોલ્યો.

મને મળવા લઈ જઈ શકે તેજ?

શૈલજા એ પૂછ્યું

તારે કેમ મળવું છે આવા ભયાનક વ્યક્તિને?

સમીર વચ્ચે બોલ્યો.

ખબર નઈ કેમ, પણ હવે આ સવાલોના જવાબ તે વ્યક્તિ સિવાય ક્યાંયથી પણ મળે તેમ લાગતું નથી.

શૈલજા એ ઊંડો શ્વાસ લેતા કહ્યું.

મારા મગજમાં એક પ્લાન છે, એને અનુરૂપ જો આપણે આગળ વધીએ તો માર્તક દેવને મળી પણ શકીશું અને કદાચ રાધિકા બહેનના મૃત્યુ સાથે જોડાયેલા રહસ્ય સુધી પણ પોહચી શકાય.

તેજ એ સમીર અને શૈલજાની સામે જોઇને કહ્યું.

ક્રમશ: