RJ Shailaja - 8 in Gujarati Detective stories by Herat Virendra Udavat books and stories PDF | R.j. શૈલજા - 8

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

R.j. શૈલજા - 8

All the original rights of this novel belongs to the author Dr. Herat Udavat.
This book is published and available on amazon. I am putting this novel on matrubhartri platform for my beloved readers.
©

પ્રકરણ ૮ : રહસ્ય

સવારના ૧૧ વાગ્યાનો સમય,

કેફેમાં શૈલજા આતુરતાથી સમીરનો ઇંતેજાર કરી રહી હોય છે. સમીરને મળવાની જેટલી ઉતાવળ હતી તેટલી જ ઉતાવળ આજે શૈલજાને તેજને મળવાની પણ હતી. ગઇ રાત્રે કિશોરભાઈ એ કરેલી વનરાજ ડોડીયાની વાત પછી તેજ માટે પૂછવાના ઘણા સવાલો શૈલજાના મનમાં તૈયાર હતા.

શા માટે પપ્પાના કેસની તપાસમાં વનરાજ ડોડીયાને આવવું પડ્યું? શું મારી મમ્મી રાધિકાની આત્મહત્યા વિશે તેવો કઈ જાણતા હશે?

તેજ પણ અચાનકથી સામેથી મળવા આવ્યો.

એની પેહલા એણે મારો કેટલાય દિવસ સુધી છૂપી રીતે પીછો પણ કર્યો.

શું તેજ પણ આ આત્મહત્યાના કોઈ રાઝમાં જોડાયેલો છે?

તેજ ખરેખર મને પ્રેમ કરે છે કે પ્રેમનું નાટક?

શું હું માણસને ઓળખવામાં થાપ ખાઈ ગઈ?

કોફીના કપને જોતાં જોતાં શૈલજાના મનમાં સવાલો ચાલી રહ્યા હતા.

આજે છૂપાઈને આવવાનું કેહતો હતો તેજ,

પણ ક્યાંય દેખાઈ રહ્યો નથી..

આજુબાજુ ડાફોડિયા મારતા શૈલજા મનમાં વિચાર કરી રહીં હતી.

તેટલામાં સમીર આવી પોહચે છે,

પેહલા તો થેંક યુ કે તે મને વાત કેહવા માટે નો એક મોકો આપ્યો, અને સોરી કે આટલા વર્ષો સુધી હું તને એકવાર મળવા પણ ના આવ્યો.

સમીર એ આવતાની સાથે ખુરશી પર બેસતા કહ્યું.

હમમ.

શું કેહવુ તું તારે? શું જાણે છે તું મારી મમ્મી રાધિકાની આત્મહત્યા વિશે?

શૈલજા કોઈ પણ લાવારો કરવાના કે સાંભળવાના મૂડમાં ન હતી.

તેણે સીધો જ સવાલ કર્યો.

જ્યારે મને તારા પપ્પા કિશોર ભાઈના અરેસ્ટના સમાચાર મળ્યા તો મારા પપ્પા કાંતિભાઈએ મને તારી સાથે વાત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. આ સમચાર સાંભળી સમાજના જે લોકોને આપણા સંબંધ વિશે ખબર હતી તેમણે પપ્પા ને ઘણું ખરું ખોટું સંભળાવ્યું. મને ખુદને એટલો આઘાત લાગ્યો હતો કે આ બધું અચાનકથી શું થઈ ગયું. મારા પપ્પાને એટલી હદે તમારા લોકો થી નફરત થઈ ગઈ હતી કે મારી મરેલી માં નું વચન આપીને તને મળતા એમણે રોકી લીધો. મારા મનમાં પણ કેટલાય પ્રશ્નો હતા.

જેટલો પ્રેમ ૫ વર્ષ પેહલા તું મને કરતી હતી હું પણ તને એટલો જ કરતો હતો, પણ પપ્પાને આપેલા વચન પર હું બંધાયેલો હતો.

મને વિશ્વાસ હતો કે કિશોર અંકલનો કોઈ વાંક ના જ હોઈ શકે, જેને સાબિત કરવા, તારી મમ્મીની આત્મહત્યાનું કારણ શોધવા હું છેલ્લા કેટલાય વર્ષો થી પ્રયત્ન કરતો હતો.

મને તારી મમ્મી રાધિકા બેનની આત્મહત્યાની વાત ગળે જ ઉતરતી ન હતી.

મને તપાસ કરતા જાણ થયું કે, વનરાજ ડોડીયા કરીને કોઈક એસ.પી. વારેવારે તારા પપ્પાને કેસ દરમિયાન મળી રહ્યા છે.

તારી મમ્મીની શાળા માં તપાસ કરતા માહિતી મળી કે આ વનરાજ ડોડીયા વારેવારે શાળામાં તારી મમ્મી ને મળવા આવતા.

તારી મમ્મીએ શાળામાંથી કોઈક છોકરીના ગાયબ થવાની ફરિયાદ નોંધાવી હતી.

આટલું કહીને સમીર અટકી જાય છે.

આવી કોઈ વાત મને જાણ નથી,

મમ્મી એ ક્યારેય મને આ વાત નથી કીધી.

શૈલજા તરત બોલી.

જો શૈલજા તું ગુસ્સે ના થતી, પણ શાળાના ઘણા શિક્ષકોને એવું લાગે છે કે, એસ.પી. વનરાજ ડોડીયા પૂછપરછના બહાને શાળામાં આવીને રાધિકા બહેનને ઘણું હેરાન કરતો.

પોતાની વગનો ફાયદો ઉઠાવતા માનસિકની સાથે શારીરિક શોષણ કરવાનો પ્રયત્ન તે વ્યક્તિ કરી ચૂક્યો છે. જેના ત્રાસથી કંટાળીને એક દિવસ રાધિકા બહેન એ આત્મહત્યા કરી લીધી.

સમીર ડરતા ડરતા બોલ્યો.

તું શું બોલી રહ્યો છે સમીર?

આ બધું મારા સમજની બહાર છે.

આવી કોઈ વાત મારી મમ્મીએ મારી સાથે નથી કરી.

હાથમાં પકડેલો કૉફી ની કપ શૈલજા ના હાથમાંથી છટકી જાય છે.

તું શાંત થઈ જા શૈલજા , પણ આ બધી મારા મનની વાતો નથી. પેલા દિવસે તેજને મે તારી સાથે જોયો ત્યારે હું ડરી ગયો હતો.

અચાનકથી તારા જીવન માં આવવાનું તેનું શું કારણ હોઈ શકે?

હું ત્યારે તને બધું જ જણાવી દેવા માંગતો હતો પણ આ પોલીસવાળાથી મને ઘણો દર લાગે છે.

મે તેજ અને તેના પપ્પા વનરાજ ડોડીયાને કોઈ વિચિત્ર તાંત્રિક જેવા વ્યક્તિ જોડે મળતા વારે વારે જોયા છે. પેલી છોકરી નું શાળામાંથી ઘુમ થવું, પછી રાધિકા બેનની આત્મહત્યા આ બધું જ એકબીજા સાથે જોડાયેલું છે.

બધો જ શક મને તેજ અને તેના પિતા વનરાજ ડોડીયા પર જાય છે.

સમીરએ મોટો ઘટસ્ફોટ કર્યો.

વનરાજ ડોડીયા પપ્પા ને મળવા તો વારે વારે આવતા તે વાત મને કાલે જ ખબર પડી છે.

પણ આ નવો તાંત્રિક જેવો વ્યક્તિ કોણ છે?

શૈલજા ગભરાઈ ગઈ હતી.

એક કિન્નર છે, માર્તક દેવ કરીને તેના ભક્તો તેને બોલાવે છે.

વનરાજ ડોડીયા વારેવારે આ માર્તક દેવને મળવા જાય છે. પોતાના ગુરુ તરીકે માન આપે છે, તેને પૂજે છે. જો આ રહ્યો આ બંનેનો ફોટો.

સમીર એ માર્તક દેવ સાથે વનરાજ ડોડીયા નો ફોટો બતાવતા કહ્યું.

આ માર્તક બાબાને હું ઓળખું છું.

મમ્મી એ ઘણી વાર તેમની વાત કરી છે,

તેમનો આશ્રમ મમ્મીની સ્કૂલની બાજુમાં જ છે.

ઘણી વાર સ્કૂલના ટ્રસ્ટી આ માર્તક દેવને બોલાવતા, તેવો સ્કૂલના બાળકોને ધર્મનું મહત્વ સમજાવતા. મારી મમ્મીને તેમનું સ્કૂલમાં આવવું ક્યારેય ગમતું ન હતું. મમ્મી કહેતી કે કાળી વિદ્યાના જાણકારને બાળકોથી દૂર રાખવા જોઈએ. આ વાતને લઈને મમ્મીનો ઘણી વાર શાળાના ટ્રસ્ટી જોડે ઝગડો પણ થયેલો છે.

ફોટાને ધ્યાનથી જોતા શૈલજા બોલી.

નક્કી શૈલજા, આ બધા રાધિકા બહેનની આત્મહત્યા સાથે સંડોવાયેલા છે.

મને ખબર છે કે આપણો સંબંધ ૫ વર્ષ પેહલા પૂર્ણ થઈ ગયો છે. હું એ પણ સમજુ છું કે તારા પ્રેમી તરીકેનો હક હું ખોઈ ચૂક્યો છે પણ એક મિત્ર તરીકે સલાહ આપુ છું કે તું તેજ થી દુર રેહજે.

કદાચ તેના પપ્પા વનરાજ ડોડીયા એ તેજને તારી પાછળ લગાવ્યો હોય કે ક્યાંક તું તારી મમ્મી રાધિકાની આત્મહત્યાનું રહસ્ય ના શોધી લે.

મને તો વિશ્વાસ છે કે જે છોકરી શાળામાંથી ગુમ થઈ તેની પાછળ પણ વનરાજ અને આ તાંત્રિક બાબા નો જ હાથ છે.

સમીર એ આશંકા વ્યક્ત કરતા કહ્યું.

સમીરની વાતો તાર્કિક રીતે શૈલજા ના મનમાં ઉતરી રહી હતી.

પણ તેજ તેને છેતરી શકે કે તેની મમ્મી રાધિકાની આત્મહત્યામાં તેનો હાથ હોય તેવું તેનું મન માનવા જ તૈયાર ન હતું.

અચાનક થી તેજ કેમ મારા જીવનમાં આવ્યો?

શું તેના પિતા વનરાજ ડોડીયા એ તેને મોકલ્યો હશે?

તેજ ખાલી પ્રેમનું નાટક જ કરતો હતો મારી સાથે?

શૈલજા ના મનની અંદર વિચારો જાણે દોટ મૂકી રહ્યા હતા.

શૈલજા જેટલું જવાબ ની શોધ કરી રહી હતી,

તેટલું વધુ ને વધુ મૂંઝવણમાં મુકાઈ રહી હતી.

હું તેજ ને મળીને આ બધું જ પૂછી લઈશ.

મને વિશ્વાસ છે કે તે મારી સાથે ખોટું નહી બોલે.

શૈલજા એ સમીરની સામે જોઇને કહ્યું.

તું ઘણી ભોળી છે શૈલજા.

જો તેને ખબર પડી કે તને તેના પપ્પા વનરાજ અને એ તાંત્રિક બાબાના કાળા કામોની જાણ થઈ ગઈ છે તો તને ગાયબ કરતા પેહલા તેજ ૨ મિનિટ નો વિચાર પણ નહી કરે. આપણે આ નરાધમોથી દુર રહીએ એમાં જ સમજદારી છે.

સમીર એ શૈલજાને સમજાવતા કહ્યું.

સમીર, હું તેજ ને ઓળખું છું.

તેનાથી ડરવાની કોઈ જ જરૂર નથી. મારે એક વાર તો તેને વાત કરવી જ પડશે.

શૈલજા એ દૃઢતાપૂર્વક કહ્યું.

શૈલજા સાચું કહે છે.

પાછળથી તેજનો અવાજ આવ્યો.

શૈલજા અને સમીર જે ટેબલ પર બેઠા હતા તેની પાછળના ટેબલ પર બેસીને તેજ બધું જ સાંભળી રહ્યો હતો.

તેજ એ નકલી દાઢી લગાવી હતી અને માથે ટોપી પેહરી હતી એટલે શૈલજા પણ તેને ઓળખી ના શકી.

આ માણસ અહીંયા શું કરે છે? શૈલજા મે તને ના પાડી હતી કે આ વ્યક્તિને અહીંયા ના બોલાવતી.

તેજ ને જોતા ડરતા ડરતા સમીર બોલ્યો.

તેજ, સમીર આ બધું શું કહે છે?

શું આ બધું સાચું છે?

કાલે રાત્રે પપ્પા એ મને કહ્યું કે વનરાજ ડોડીયા વારેવારે પપ્પાની તપાસ માટે આવતા હતા.

શું તારા પપ્પા એ તને મારી પાછળ મારી જાસૂસી કરવા લગાવેલો?

તું શું જાણે છે મારી મમ્મી ની આત્મહત્યા વિશે?

તે મારી જોડે પ્રેમ નું નાટક કર્યું?

તારી વાસ્તવિકતા શું છે તેજ??

ગુસ્સા માં ધ્રુજતા ધ્રુજતા મોટા અવાજે શૈલજા બોલી.

શૈલજા તું શાંત થઈ જા અને સમીર તારે ડરવાની જરૂર નથી.

રાધિકા બહેન ની આત્મહત્યા પાછળ સર્જાયેલા સવાલોના જવાબ તો અમે પણ છેલ્લા ૫ વર્ષોથી શોધી રહ્યા છીએ.

હું તને બધી જ હકીકત જાણવું છું.

અને તેજ એ વાત શરૂ કરી.

ક્રમશઃ