RJ Shailaja - 4 in Gujarati Detective stories by Herat Virendra Udavat books and stories PDF | R.j. શૈલજા - 4

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

R.j. શૈલજા - 4

All the original rights of this novel belongs to the author Dr. Herat Udavat.
This book is published and available on amazon. I am putting this novel on matrubhartri platform for my beloved readers.
©

પ્રકરણ ૪: “અતીત નો પડછાયો

આજે તો દુલ્હન જેવી લાગે છે આપણી ઓફીસ કેમ?

સ્મિતા એ ન્યુ એફ. એમ. ની ઓફીસમાં આવતા જ શૈલજાને પૂછ્યું.

તે લાગેજ ને બકા, આજે ૫ વર્ષ પૂર્ણ થયા છે. નાનકડું સેલિબ્રેશન તો બને જ છે.

કોફીનો ગ્લાસ બાજુમાં મૂકી શૈલજા બોલી.

કૉફી થોડી ઓછી પીજો મેડમ, આમ પણ ન્યુ એફ. એમ.ના કોન્ટેસ્ટના વિનર જોડે સાંજે તારે કૉફી મીટીંગ પર જવાનું જ છે.

હસતા હસતા સ્મિતા બોલી.

બોસ પણ અઘરું કરે છે યાર, વિનર માટે ૧૦૦૦ રૂપિયાનું વાઉચર પૂરતું હતું, કૉફી મીટમાં મને હોસ્ટ બનાવીને એમણે મને ફસાવી દીધી.

મોં બગાડીને શૈલજા બોલી.

દેખ શૈલજા, તું અમદાવાદ ની સૌથી પોપ્યુલર અને આપણા એફ. એમ. ની સિનિયર Rj છે, તારા ફેન્સને પણ તને મળવું હોય ને.

આ ઇવેન્ટનો રિસ્પોન્સ ઘણો જોરદાર છે.

સ્મિતા એ કહ્યું.

દેખતે હે, એમ તો થોડી ઉત્સાહમાં તો છું જ, અને સાથે સાથે થોડી નર્વસ પણ છું.

તને ખબર છે ને મમ્મીના ગયા પછી મે ફેન્સ સાથે મળવાનું લગભગ બંધ જ કરી દીધું છે,

મારી આજુબાજુ એક શૂન્યવકાશ સર્જ્યું છે, હું નથી ઇચ્છતી કે તેમાં કોઈ પણ આવે.

ચિંતાના ભાવ શૈલજા ના ચેહરા પર આવી ગયા.

તું થોડું રીલેક્સ થઈ શકે અને એ બધા વિચારોમાંથી બહાર આવી શકે એટલે જ તો બોસ એ તને હોસ્ટ કરવાનું કહ્યું છે.

સ્મિતાએ શૈલજા ના ખભે હાથ મૂકતા કહ્યું.

સાંજે ૭ વાગે,

કોફી હાઉસ માં તારો શો છે શૈલજા.

તારા ફેન સાથેની તારી ચર્ચા આપણે ઓન એર લાઈવ કરીશું.

૩૦ મિનિટ નો પ્રોગ્રામ રેહશે.

ટોપિક તું તારી રીતે નક્કી કરજે, પણ ૩૦ મિનિટ સુધી આપણા રેડિયોના લિસનર્સને મજા આવી જોઈએ. એટલે તૈયારીઓ શરૂ કરી દો મેડમ.

ન્યુ એફ. એમ નો બોસ પિંકેશ શૈલજાની તરફ જોઈને બોલ્યો.

હા સર, હું રેડી છું.

શૈલજા એ તરત જવાબ આપી દીધો પણ તેના મનમાં ટોપિક હજી નક્કી ન હતો.

પિંકેશના જવાની સાથે તેણે સ્મિતાને પકડી,

બકા, અડધો કલાક સુધી હું કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે શું ચર્ચાઓ કરીશ યાર? આ બોસ એ મને ફસાઈ દીધી છે. જો લાઈવ શો માં કઈક બફાઈ ગયું તો મોટી ફજેતી થશે મારી.

માથા ના વાળ ખેંચતી હોય તેમ ગુસ્સા અને બેહદ ચિંતાના ભાવ સાથે શૈલજા બોલી.

થોડું વિચારવું પડશે,

કયા ટોપિક પર ચર્ચા થાય ...

અરે યસ, રાજકારણ?

ઘણો ગરમ અને રસપ્રદ વિષય છે. તારું શું કેહવુ?

સ્મિતાએ શૈલજા તરફ જોઈને કહ્યું.

મુદ્દો ઘણો સારો છે,

પણ સામે વાળા વ્યક્તિને એમાં રસ જ ના હોય તો?

રાજનીતિ માં બધા ને રસ અને પૂરતી માહિતી હોવી જરૂરી નથી. યાદ છેને, છેલ્લી વાર કોલેજ માં એક કન્ટેસ્ટ કરેલો. ત્યાં ના છોકરાઓને પોતાના વિધાનસભા ક્ષેત્ર ના વિધાયક પણ ખબર ન હતા.

એટલે આ કેન્સલ.

નેક્સટ આઈડિયા?

શૈલજાએ ઊભા થતા કહ્યું.

અરે ઊભી તો રેહ,

આ ચિંતામાં તું ચાલવાનું કેમ શરૂ કરી દે છે?

સ્મિતા પણ શૈલજા ની પાછળ ઊભી થઈ.

તો પછી, ધર્મ વિશે?

સ્મિતા એ પૂછ્યું.

બેટા, રેડિયો ચેનલને બંધ નથી કરવાની.

સંવેદનશીલ ટોપિક પર બોલતા પેહલા મગજ માં એક ફિલ્ટર હોવું જરૂરી છે. આપણા મોંઘેરા મેહમાન જેવા વિનરના મગજ માં એ નહી હોય તો જિંદગી માં બીજો શો ક્યારેય નહી થાય.

હસતા હસતા શૈલજાએ કહ્યું.

તો પછી હવે એક જ વિષય છે,

એવરગ્રીન....!

આટલું બોલી સ્મિતા અટકી ગઈ.

શું? જલ્દી બોલ ને..

શૈલજા પણ ચાલતા ચાલતા અટકીને સ્મિતાની સામે જોઇને બોલી.

સ્મિતાએ હાથ માં પકડેલી પેન અને પેપર ને સાઇડ ના ટેબલ પર મુક્યા,

અને શાહરૂખ ખાનની સ્ટાઇલ માં બંને હાથ ફેલાવીને કહ્યું,

લવ, પ્રેમ, ઇશ્ક.

આ ટોપિક સંવેદનશીલ નથી, ના તો એવા ગહન નોલેજની જરૂર છે ના તો જરૂર પડશે મગજ માં કોઈ ફિલ્ટરની.

અને વિનર યુવાન હોય કે વૃદ્ધ, આ ટોપિક પર ૩૦ મિનિટ તો આરામથી ચર્ચા થશે.

સ્મિતા એકજ શ્વાસમાં બધું બોલી ગઈ.

શૈલજા હવે વિચાર માં પડી,

વાત તો સાચી છે.

ચાલો ત્યારે, આજ ટોપિક પર ચર્ચા કરીશું. થેંક યુ સ્મિતા..

શૈલજાએ સ્મિતા ને પ્રેમ થી હગ કરતા કહ્યું.

ચાલ હવે હું નીકળું,

તે આપેલા આ પ્રેમના વિષય પર અમુક સવાલો તો રેડી કરવા પડશે.

શૈલજા એ કેબિનની બહાર નીકળતા કહ્યું.

બેસ્ટ ઓફ લક ડિયર,

શો તો રોક જ થવાનો.

એક મીઠી સ્માઇલ સાથે સ્મિતાએ કહ્યું.

થોડાક કલાક બાદ,

શૈલજાના ઘરે,

સાંજનો સમય..

સવાલ તો બધા લખાઈ ગયા,

હવે થોડું સારું પણ દેખાવું પડશે,

પ્રેમની થીમ છે તો લાલ કલરનું ઓફ શોલ્ડર ગાઉન બેસ્ટ રેહશે.

પોતાના વોર્ડ રોબ ની સામે ઉભી રહીને શૈલજા મનમાં બબડી રહી હતી.

એ રેડ ગાઉનને શૈલજા ધ્યાન થી જોઈ રહી હતી,

ઘણી મીઠી યાદો કોઈક વ્યક્તિની એ ગાઉન સાથે જોડાયેલી હતી. ગાઉન પર હાથ ફેરવતા ફેરવતા શૈલજાની આંખો માં ઝળહળીયા આવી ગયા.

અચાનક તેનું ધ્યાન દીવાલ પર લટકાવેલી ઘડિયાળ પર પડ્યું,

અરે બાપ રે, લેટ થઈ ગયું,

ભાગવું પડશે.

આંખોમાંથી આંસુ લૂછીને શૈલજા તૈયાર થવા ગઈ.

સાંજ ના ૭ વાગ્યા નો સમય,

કૉફી હાઉસમાં સેટ અપ તૈયાર હતું,

કોર્નરમાં આવેલા એક ટેબલને સરસ શણગારવામાં આવેલું, તેની પાછળ ન્યુ એફ.એમ. નું બેનર હતું. ૨ પ્રોફેશનલ કેમેરામેન વિડિયો શૂટ કરવા માટે હાજર હતા.

વિનર કન્ટેસ્ટંટ તો સાંજના સાડા ૬ વાગ્યે જ આવી ગયા હતા.

શૈલજાની આતુતાપૂર્વક રાહ જોવાઇ રહી હતી.

શો ના ડિરેક્ટર થોડા ગુસ્સામાં હતા.

ભલે ગમે તેટલી મોટી સેલિબ્રિટી હોય, સમયની કિંમત હોવી જોઈએ. એક સાથે ઓન એર અને ઇન્સ્ટા લાઈવ પણ કરવાનું છે.”

ડિરેક્ટર કેમેરામેન જોડે ચર્ચા કરી રહ્યા હોય છે.

અને એટલામાં અચાનક,

વરસાદની ઋતુમાં જેમ મેઘધનુષ્ય રચાય તેવી જ રીતે શૈલજા આવી. ડિરેક્ટરનો ગુસ્સો શૈલજા ને જોતા જ પીઘડી ગયો.

મને માફ કરજો સર, મારે થોડું લેટ થઈ ગયું.

સોરી કહેતા શૈલજા બોલી.

અરે કશું મોડું નથી, તમે સેટલ થઈ જાઓ એટલે શો સ્ટાર્ટ કરીએ.

ગુસ્સામાં મો ચડાવીને બેઠેલા ડિરેક્ટરના ભાવ પળવારમાં બદલાઈ ગયા.

કેમેરામેન આ બદલાયેલા ભાવ ને ઘુરી રહ્યો.

વિનર કન્ટેસ્ટંટ આવી ગયા?

શૈલજાએ પૂછ્યું.

હા અને એમને શો ને અનુરૂપ બધું જ સમજાવી દીધું છે. તમે પણ એક વાર એમને મળી લો.

ડિરેક્ટર એ કહ્યું.

હા ચોક્કસ

આટલું કહી શૈલજા વિનરને મળવા પોંહચી.

સફેદ શર્ટની ઉપર બ્લેક બ્લેઝર અને બ્લુ કલરના ડેનિમ જીન્સ માં એક ૨૮ વર્ષનો યુવાન પોતાના ફોનની ગેલેરીમાં કોઈક નો ફોટો એકીટશે જોઈ રહ્યો હતો.

શૈલજા પાછળથી આવી અને તેનું ધ્યાન એ ફોનની ગેલેરીમાં પડ્યું.

એ ફોટો શૈલજાનો જ હતો, પણ ૫ વર્ષ જૂનો.

આટલો જૂનો મારો ફોટો અને એ પણ તમારા ફોનમાં? ઘણા મોટા ફેન લાગો છો મારા.

હસતા હસતા શૈલજા એ કહ્યું.

તે ફોટાની સામે એકીટશે જોઈ રહેલા સમીરનું ધ્યાન ભંગ થયું, પોતાની ખુરશીમાંથી તે ઉભો થયો અને પાછળ ફર્યો અને બોલ્યો,

હા. ઘણો મોટો અને જૂનો ફેન છું.

મારાથી જૂનું ફેન તમારું આ દુનિયામાં કોઈ ના હોઇ શકે શૈલજા.

સમીરનો ચેહરો જોતા શૈલજા ને જાણે જોરદાર આઘાત લાગ્યો.

પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. ૫ વર્ષ પેહલાની બધી યાદો આંખોની સામે આવીને ઊભી રહી ગઈ. આસપાસની દુનિયા જાણે ભમવા લાગી, તેનું સંતુલન બગડ્યું અને તે જમીન પર પડે એ પેહલા સમીરએ તેને સાંભળી લીધી.

મેં આપેલું આ રેડ ગાઉન હજી પણ તે સાચવી રાખ્યું છે.

સમીરની આંખોના ખૂણામાં ભરાયેલી તે જીવંત લાગણીઓ શૈલજાને પ્રશ્ન પૂછી રહી હતી.

આટલા વર્ષો પછી તું કેમ આવ્યો?

શૈલજા ફક્ત આટલું જ બોલી શકી.

ક્રમશ: