The most beautiful picture in Gujarati Motivational Stories by Heena Hariyani books and stories PDF | સુંદરતમ ચિત્ર

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

સુંદરતમ ચિત્ર

,*** ઉર્વીશ આજ ખૂબ જ ખુશ હતો, કારણ કે એમ. એફ.હુસૈન સાહેબ જે આટૅ અને પેઇન્ટિંગ જગતના પિતામહ કહેવાય તેને આજે તે મળવાં જઈ રહ્યો હતો,ઉરવિશને ચિત્રો દોરવા ખૂબ ગમે પણ એને જોઈ એવો સંતોષ અને જાન ચિત્રમા ઉપસાવી શકે નહીં.મનમાં ધણા પ્રશ્નો હતાં કે આવડા મોટા ગજાના કલાકાર ના મગજમાં શું હશે કે કેનવાસ પણ બોલી ઉઠે એવું ચિત્ર ઉપસતું હશે,આમ એકેએક રંગપુરણી માં જાણે બોલતી હોય તેવુ જ લાગે.ઉ
એચ.કે.આટૅ ગેલેરી માં મેગા આટૅ વકૅશોપનુ આયોજન થયું હતું, હુસૈન સાહેબ chief guest ત્યાં આવવાના હતા.આટૅ ગેલેરી પર આર્ટિસ્ટ નો મેળો જામ્યો હતો, બધા કલાકાર એટલે એમ કહો કે જાણે લાગણીઓ નું ઘોડાપૂર વહેતું હતું. આ આજ એ દિવસ હતો જ્યારે ઉર્વીશ હુસૈન સાહેબ ને મળી પોતાના પ્રશ્નો ના જવાબ શોધી શકશે,અંદરથી બેચેન અને ચહેરા પરથી શાંત ઉર્વીશ સતત અવઢવમાં ફરે કે આટલા ટ્રાફિક માં હું સરને મળી મારા પ્રશ્નોના જવાબ શોધી શકીશ કે નહીં. જ્યારે હુસૈન સાહેબ ને મળ્યો ત્યારે સમયની પાબંધી વચ્ચે એકઝાટકે જ પુછી લીધું કે સર ,ઉતમ ચિત્ર અને સુંદર ચિત્ર વચ્ચે શું ફકૅ હોય શકે ? હુસૈન સાહેબના પણ કાન અને આંખમાં એક ચમક દેખાઈ , જાણે એક તણખો ખર્યો હોય એવો spark થયો બન્ને વચ્ચે.સરે ખૂબ જ સ્નેહ અને ઉત્સાહથી કહ્યું કે,આ પ્રશ્ન જ તું ઉતમ કલાકાર છે અને ભવિષ્ય તારા તરફ એક જોરદાર રફતારથી આવી રહ્યું છે, એની આ પ્રશ્ન સાબિતી છે....
હુસૈન સર જલ્દી થી કોઈ સાથે વાત જ ન કરે, સવાલોના જવાબ આપવા લગભગ ટાળતા કારણકે એવા મન કે મગજ લગભગ ક્યાં ય મળતા નહીં જેમના જવાબ આપવાની સરને હોંશ થાય..
ઉર્વીશ ના પ્રશ્ન થી એક spark સજૉયો હતો, હવે હુસૈન સર માટે આ પ્રશ્ન નો જવાબ આપવા માટે જ એટલા ઉત્સાહિત બન્યા હતા. લાખો લોકોની ભીડ ને પસાર કરીને ,
ઉર્વીશ અને હુસૈન સરની એક બેઠક ગોઠવાઈ .
અહી થી..હુસૈન સર ઉર્વીશ ને પોતાના ભૂતકાળમાં..લઈ જાય છે ,અને પોતાના શરૂઆત ના દિવસ ની એક યાદ કહે છે કે....તેના પ્રથમ ચિત્ર નું સર્જન કઈ રીતે થયું .
એક કલાકાર તરીકે મેં સંકલ્પ કર્યો કે હુ જગતનુ એક સુંદરતમ ચિત્ર દોરીશ , પણ શક્ય થાય કઈ રીતે ..?
ચાલતા ચાલતા રસ્તામા એક સાધુને પુછ્યું : "બાબાજી, જગતમા કઈ ચીજ સૌથી સુંદર છે?
"શ્રધ્ધા " જવાબ મળ્યો, 'શ્રધ્ધા' પથ્થરને ય દેવ બનાવે છે.
આહા.. અદભૂત!!
એવાં મા કલાકારે એક યુવાન નવવધૂ ને પસાર થતી જોઈ.કલાકારે તેને ઘડીભર રોકતા, એ જ પ્રશ્ન ફરી વાર પૂછ્યો.
યુવાન નવવધૂ એ હસતા ચહેરે કહ્યુ,"પ્રેમ " વળી, બીજું શું? પ્રેમ હોય તો ગરીબીમા ય સુખ ની સરવાણી ફૂટે અને પ્રેમ આસું ને ય મીઠાં બનાવી દે છે.પ્રેમ અણુ ને ય પર્વત બનાવી શકે છે.....તે ચાલતી થઈ
એટલા માં એક સૈનિક બગલ માં એક લાકડાની ઘોડાના સહારે ચાલતો દેખાયો.કલાકાર તેની પાસે પહોંચ્યો.
પુછ્યું, 'જગતની સૌથી સુંદર ચીજ....?
'શાંતિ' સૈનિક તરત જ બોલી ઊઠ્યો.
'શાંતિમાં અદભૂત સુંદરતા હોય છે.યુધ્ધ એ જગતની સૌથી કદરુપી ચીજ છે.
શ્રધ્ધા, પ્રેમ, શાંતિ! કલાકારના મનમાં પડઘા પડ્યા. અને તે ઘરે પહોચ્યો.
ઘર માં પ્રવેશ્યો.
તેણે તેના બાળકોની ભોળી આંખો માં 'શ્રધ્ધા'જોઈ.પત્નીની આંખો માં' પ્રેમ' જોયો.શ્રધ્ધા અને પ્રેમ થી સર્જેલી અનુપમ શાંતિ ઘરમા સર્વત્ર અનુભવી.નામ આપ્યુ" ઘર "
અહીં ઘરમાં જ એક જાદુનુ સર્જન થાય છે,અહીં ઉતમ અને સુંદર બન્ને સામસામે ઊભા છે, અને ત્રીજુ સર્જન થયું છે આખમા એને નામ આપ્યુ" દ્રષ્ટિકોણ".જેમા ઉતમ અને સુંદર નું સ્થાન છે.
ઉર્વીશ ને હવે લગભગ એના બધાજ પ્રશ્ન ના જવાબ મળી ગયા હતા.અને તે ખુશ હતો.
- હીના રામકબીર હરીયાણી✍️