Sazish - 3 in Gujarati Thriller by Kanu Bhagdev books and stories PDF | સાજીશ - 3

Featured Books
Categories
Share

સાજીશ - 3

૩. બહુરૂપી ખૂની... !

સી.આઈ.ડી.ના તમામ એજન્ટો ટોઇલેટ પાસે એકઠા થઈ ગયા હતા.

દિલીપના ચહેરા પર નિરાશા ફરી વળી હતી જ્યારે આંખોમાંથી આક્રોશ નીતરતો હતો.

‘નાલાયક... !’ ગુલામ, બેગમ, બાદશાહ જોઈને એ ધૂંધવાતા અવાજે બોલી ઊઠ્યો, ‘બહુરૂપી ખૂની... ! હરામખોર વધુ એક ખૂન કરવામાં સફળ થઈ ગયો... !'

‘દિલીપ... !’ રજનીએ આગળ વધીને એની પાસે પહોંચતાં કહ્યું, ‘આ ખૂનમાં ‘બહુરૂપી ખૂની'ની બુદ્ધિમત્તા ઓછી ને અજિતની બેવકૂફી વધુ કારણભૂત છે... ! જો એ રૂમમાંથી ન નાસી છૂટ્યો હોત તો અત્યારે તેની આ હાલત ન હોત !’

'હં...' દિલીપના ગળામાંથી હુંકાર નીકળ્યો.

‘દિલીપ... !' સહસા ધીરજ કશુંક વિચારીને બોલ્યો, મૃતદેહમાંથી જે રીતે લોહી વહે છે એ જોતાં આ બનાવ બે-ત્રણ મિનિટ પહેલાં જ બન્યો હોય એવું લાગે છે !'

'સાહેબ... સાહેબ... !' એ જ વખતે એક વોર્ડબોય હાંફતો હાંફતો ત્યાં આવી પહોંચ્યો. ‘શું વાત છે...?’ દિલીપે પીઠ ફેરવીને પ્રશ્નાર્થ નજરે એની સામે જોતાં પૂછ્યું.

‘સાહેબ... !' વૉર્ડબોયે પોતાના ઊખડેલા શ્વાસ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરતાં જવાબ આપ્યો, ‘હું અજિત મરચંટના ખૂનીને ઓળખું છું. એ ડૉક્ટર જેવા વેશમાં હતો. એના કહેવા મુજબ એ ફોબિયાનો સ્પેશિયલ ડૉક્ટર હતો અને સિટી હૉસ્પિટલેથી આવ્યો હતો. ભટનાગર સાહેબે પોતાને અહીં અજિતના ચેકઅપ માટે બોલાવ્યો છે એમ પણ એણે જણાવ્યું હતું. પરંતુ ભટનાગર સાહેબના કહેવા અનુસાર તેમણે કોઈ ડૉક્ટરને અહીં નથી બોલાવ્યો.’

‘હા, મિસ્ટર દિલીપ !' વૉર્ડબોયની પાછળ પાછળ આવી પહોંચેલા ડૉક્ટર ભટનાગરે કહ્યું, 'મેં કોઈ ડૉક્ટરને અહીં નથી બોલાવ્યો.'

'તો પછી એ કોણ હતો...?' દિલીપે ચમકીને પૂછ્યું.

‘દિલીપ... !' રજનીએ જવાબ આપ્યો, 'એ ચોક્કસ ‘બહુરૂપી ખૂની' જ હોવો જોઈએ એમ હું માનું છું. તે ડૉક્ટરના રૂપમાં અહીં આવ્યો હતો.'

‘સાહેબ... !' એ જ વૉર્ડબોય ફરીથી ઉતાવળા અવાજે બોલ્યો, ‘મેં હમણાં જ એ બહુરૂપી ડૉક્ટરને હૉસ્પિટલમાંથી બહાર નીકળતાં જોયો છે. એ ખૂબ જ ઉતાવળમાં લાગતો હતો.

‘હમણાં જ... ?’ ધીરજે પૂછ્યું. હા... વધીને પાંચેક મિનિટ થઈ હશે... !

‘તો તો એ હજુ દૂર નહીં ગયો હોય... ! આપણે તેને પકડવાનો પ્રયાસ કરવો જોઈએ... !'

ધીરજની વાત પૂરી થાય એ પહેલાં જ દિલીપ તાબડતોબ બહાર ધસી ગયો અને દોડીને લૉબી વટાવ્યા બાદ બબ્બે-ત્રણ ત્રણ પગથિયાં કૂદતો નીચે ઊતર્યો.

ધીરજ, રજની વિગેરે પણ એની પાછળ જ હતાં. બીજી જ મિનિટે દિલીપ વિલાસરાય હૉસ્પિટલમાંથી બહાર નીકળ્યો.

સડક પર વાહનોની આવજા ચાલુ હતી. બહાર નીકળતાં જ દિલીપની શોધપૂર્ણ નજર ચોમેર ફરી વળી. વળી અચાનક જ એની નજર એક માનવી પર સ્થિર થઈ ગઈ. ડૉક્ટર જેવા વેશમાં સજ્જ થયેલો એ માનવી ઉતાવળા પગલે નજીકમાં આવેલા એક ટૅક્સી- સ્ટેન્ડ તરફ ચાલ્યો જતો હતો.

‘દિલીપ... !' પાછળથી ધીરજની બૂમ એને સંભળાઈ, ‘એ નાલાયક જ ખૂની છે... !'

દિલીપે તરત જ આંધીની જેમ એ માનવી તરફ દોટ મૂકી. એ જ વખતે ‘બહુરૂપી ખૂની'ને પણ કોણ જાણે કેવી રીતે ખબર પડી ગઈ કે પોતે સી.આઈ.ડી. એજન્ટોની નજરે ચડી ગયો છે. એણે ગરદન ફેરવીને પાછળ જોયું અને પછી વસ્તુસ્થિતિનું ભાન થતાં જ મુઠ્ઠીઓ વાળીને દોડવા લાગ્યો. એનાથી માત્ર એક જ ભૂલ થઈ.

ટૅક્સી-સ્ટૅન્ડ પર પહોંચીને કોઈ ટેક્સીમાં બેસવાને બદલે તે એક ગલીમાં ઘૂસી ગયો. વળતી જ પળે દિલીપ, ધીરજ અને રજની પણ ગલીમાં પ્રવેશ્યાં. ‘ઊભો રહે... !' દિલીપે એની સામે રિવૉલ્વર તાકતાં તીવ્ર અવાજે કહ્યું, પરંતુ ઊભા રહેવાની વાત તો એક તરફ રહી, ઊલટું એની દોડવાની ગતિ વધી ગઈ. દિલીપ પણ જીવ પર આવીને એની પાછળ દોડ્યો. રજની, ધીરજ તથા અન્ય સી.આઈ.ડી. એજન્ટો પાછળ રહી ગયાં હતાં.

‘તારો ખેલ ખતમ થઈ ગયો છે...।' દિલીપે દોડતાં દોડતાં જ આગળ ભાગી રહેલા ‘બહુરૂપી ખૂની'ને સંબોધીને જોરથી બૂમ પાડી, 'તારી જાતને કાયદાના હવાલે કરી દે નહીં તો ન છૂટકે મારે ગોળી છોડવી પડશે... !'

પરંતુ દિલીપની ચેતવણીની ‘બહુરૂપી ખૂની' પર કાંઈ અસર ન થઈ. એ લગાતાર દોડતો જ રહ્યો.

ન છૂટકે દિલીપે રિવૉલ્વરનું ટ્રિગર દબાવી દીધું. ગોળી છૂટવાનો અવાજ ગલીના એક છેડાથી બીજા છેડા સુધી ગુંજી ઊઠ્યો.

પરંતુ ‘બહુરૂપી ખૂની’ એકદમ સાવચેત હતો. ગોળી છૂટતાં જ એણે આગળ કૂદકો લગાવ્યો, પરિણામે ગોળી એના માથા પરથી પસાર થઈ ગઈ. દિલીપની રિવૉલ્વરમાંથી વધુ બે ગોળીઓ છૂટી. પરંતુ ખૂની સર્પાકારે દોડતો હોવાને કારણે બંને ગોળીઓ નિષ્ફળ ગઈ. અલબત્ત, ગોળીથી બચવાના પ્રયાસમાં એનો એક પગ કીચડ ભરેલા એક ખાડામાં પડ્યો. પળભર તો તેને એવું લાગ્યું કે હમણાં જ પોતે ઊથલી પડશે અને પકડાઈ જશે, પણ પછી તરત જ પોતાનું બેલેન્સ જાળવીને એ ફરીથી દોડવા લાગ્યો.

દિલીપ એની નજીક પહોંચી ગયો હતો અને હમણાં જ તે એને પકડી લેશે એવું લાગતું હતું. હમણાં જ તેનો ચહેરો સામે આવી જશે... !

પરંતુ ખાડામાં પગ પડ્યા પછી ‘બહુરૂપી ખૂનીએ જે સ્ફૂર્તિ અને ચપળતાથી ઊભા થઈને દોટ મૂકી હતી એ કાબિલે તારીફ હતી.

‘સ્ટૉપ... સ્ટૉપ... !' દિલીપ જોરથી બરાડ્યો, ‘આજે તું કોઈ સંજોગોમાં નહીં બચી શકે... ! તારો ખૂની ખેલ હવે ખતમ થઈ ગયો છે... !' આટલું કહીને એણે વધુ એક ગોળી છોડી.

મુઠ્ઠીઓ વાળીને દોડી રહેલો ‘બહુરૂપી ખૂની' આ વખતે પણ નીચે નમીને બચી ગયો. પરંતુ આ પ્રયાસમાં તે રેતીના એક ઢગલામાં લથડીને ઊથલી પડ્યો.

એ જ પળે દિલીપે વાઘની જેમ છલાંગ લગાવીને તેને દબાવી

‘મેં કહ્યું હતું ને કે આજે તું નહીં બચી શકે... !' એ બોલ્યો. ખૂનીનો એરો હજુ પણ બીજી તરફ હતો.

દિલીપે એનો એરો જોવાનો પ્રયાસ કર્યો એ જ વખતે ખૂનીએ પોતાના બંને હાથની મુઠ્ઠીમાં રેતી ભરીને જોરથી એની આંખોમાં ફેંકી દીધી.

'દિલીપ... !' પાછળથી ધીરજની બૂમ એને સંભળાઈ, ‘એ નાલાયક જ ખૂની છે... !' દિલીપે તરત જ આંધીની જેમ એ માનવી તરફ દોટ મૂકી.

એ જ વખતે ‘બહુરૂપી ખૂની'ને પણ કોણ જાણે કેવી રીતે ખબર પડી ગઈ કે પોતે સી.આઈ.ડી. એજન્ટોની નજરે ચડી ગયો છે. એણે ગરદન ફેરવીને પાછળ જોયું અને પછી વસ્તુસ્થિતિનું ભાન થતાં જ મુઠ્ઠીઓ વાળીને દોડવા લાગ્યો. એનાથી માત્ર એક જ ભૂલ થઈ.

ટૅક્સી-સ્ટેન્ડ પર પહોંચીને કોઈ ટૅક્સીમાં બેસવાને બદલે તે એક ગલીમાં ઘૂસી ગયો. વળતી જ પળે દિલીપ, ધીરજ અને રજની પણ ગલીમાં પ્રવેશ્યાં. 'ઊભો રહે... !' દિલીપે એની સામે રિવૉલ્વર તાકતાં તીવ્ર અવાજે કહ્યું. પરંતુ ઊભા રહેવાની વાત તો એક તરફ રહી, ઊલટું એની દોડવાની ગતિ વધી ગઈ.

દિલીપ પણ જીવ ૫૨ આવીને એની પાછળ દોડ્યો. રજની, ધીરજ તથા અન્ય સી.આઈ.ડી. એજન્ટો પાછળ રહી ગયાં હતાં.

'તારો ખેલ ખતમ થઈ ગયો છે...!' દિલીપે દોડતાં દોડતાં જ આગળ ભાગી રહેલા ‘બહુરૂપી ખૂની'ને સંબોધીને જોરથી બૂમ પાડી, ‘તારી જાતને કાયદાના હવાલે કરી દે નહીં તો ન છૂટકે મારે ગોળી છોડવી પડશે... ! પરંતુ દિલીપની ચેતવણીની ‘બહુરૂપી ખૂની’ પર કાંઈ અસર ન થઈ.

એ લગાતાર દોડતો જ રહ્યો. ન છૂટકે દિલીપે રિવૉલ્વરનું ટ્રિગર દબાવી દીધું. ગોળી છૂટવાનો અવાજ ગલીના એક છેડાથી બીજા છેડા સુધી ગુંજી ઊઠ્યો.

પરંતુ ‘બહુરૂપી ખૂની’ એકદમ સાવચેત હતો. ગોળી છૂટતાં જ એણે આગળ કૂદકો લગાવ્યો, પરિણામે ગોળી એના માથા પરથી પસાર થઈ ગઈ.

દિલીપની રિવૉલ્વરમાંથી વધુ બે ગોળીઓ છૂટી. પરંતુ ખૂની સર્પાકારે દોડતો હોવાને કારણે બંને ગોળીઓ નિષ્ફળ ગઈ. અલબત્ત, ગોળીથી બચવાના પ્રયાસમાં એનો એક પગ કીચડ ભરેલા એક ખાડામાં પડ્યો. પળભર તો તેને એવું લાગ્યું કે હમણાં જ પોતે ઊથલી પડશે અને પકડાઈ જશે, પણ પછી તરત જ પોતાનું બેલેન્સ જાળવીને એ ફરીથી દોડવા લાગ્યો. દિલીપ એની નજીક પહોંચી ગયો હતો અને હમણાં જ તે એને પકડી લેશે એવું લાગતું હતું. હમણાં જ તેનો ચહેરો સામે આવી જશે. .. !

પરંતુ ખાડામાં પગ પડ્યા પછી ‘બહુરૂપી ખૂની'એ જે સ્ફૂર્તિ અને ચપળતાથી ઊભા થઈને દોટ મૂકી હતી એ કાબિલે તારીફ હતી. ‘સ્ટૉપ... સ્ટૉપ.. !' દિલીપ જોરથી બરાડ્યો, ‘આજે તું કોઈ સંજોગોમાં નહીં બચી શકે... ! તારો ખૂની ખેલ હવે ખતમ થઈ ગયો છે... !' આટલું કહીને એણે વધુ એક ગોળી છોડી. મુઠ્ઠીઓ વાળીને દોડી રહેલો ‘બહુરૂપી ખૂની’ આ વખતે પણ નીચે નમીને બચી ગયો. પરંતુ આ પ્રયાસમાં તે રેતીના એક ઢગલામાં લથડીને ઊથલી પડ્યો. એ જ પળે દિલીપે વાઘની જેમ છલાંગ લગાવીને તેને દબાવી દીધો.

' મેં કહ્યું હતું ને કે આજે તું નહીં બચી શકે... !' એ બોલ્યો. ખૂનીનો ચહેરો હજુ પણ બીજી તરફ હતો.

દિલીપે એનો ચહેરો જોવાનો પ્રયાસ કર્યો એ જ વખતે ખૂનીએ પોતાના બંને હાથની મુઠ્ઠીમાં રેતી ભરીને જોરથી એની આંખોમાં ફેંકી.

એનું આ પગલું દિલીપ માટે અણધાર્યું હતું. એના મોંમાંથી ચીસ સરી પડી. એની આંખોમાં રેતીના કણો ભરાઈ ગયા હતા.

જ્યારે ‘બહુરૂપી ખૂની’ એની હાલત જોઈને ખડખડાટ હસી પડ્યો.

‘તારે મને પકડવો છે, એમ ને...? લે, પકડ... !'

વળતી જ પળે એણે દિલીપને ઉપરાઉપરી બે-ત્રણ લાત ફટકારી દીધી. દિલીપના હાથમાંથી રિવૉલ્વર ઊડીને દૂર ફેંકાઈ ગઈ,. ત્યાર બાદ તે સ્વસ્થ થાય એ પહેલાં જ ‘બહુરૂપી ખૂની’ નાસી છૂટ્યો.

એ જ વખતે રજની, ધીરજ તથા સી.આઈ.ડી.ના અન્ય એજન્ટો પણ ત્યાં આવી પહોંચ્યાં.

‘શું થયું, દિલીપ... ?' એની હાલત જોઈને રજનીએ ચિંતાતુર અવાજે પૂછ્યું.

‘મને કંઈ નથી થયું... !' દિલીપ ઊભો થઈ ગજવામાંથી રૂમાલ કાઢીને આંખોમાંથી રેતીના કણો કાઢવાનો પ્રયાસ કરતાં બોલ્યો, તમે લોકો જલ્દી ખૂનીની પાછળ જાઓ... !'

'પણ...'

‘જલ્દી કરો... !' દિલીપે તીવ્ર અવાજે કહ્યું, ‘સમય ન બગાડો... !'

તરત જ એ બધાં દિલીપને ત્યાં જ પડતો મૂકીને આગળ દોડી થયાં. એ ગલી વટાવતાં જ એક મુખ્ય સડક હતી અને સડકથી આગળ એક વિશાળ ચોક હતો.

બધાં દોડીને ચોકમાં પહોંચ્યાં અને ચારે દિશામાં નજર દોડાવી. પરંતુ દૂર દૂર સુધી ‘બહુરૂપી ખૂની'નો ક્યાંય પત્તો નહોતો.

તીર કમાનમાંથી છૂટી ગયું હતું...!

બહુરૂપી ખૂની’ એ સૌને અંગૂઠો બતાવીને નાસી છૂટ્યો હતો. ‘ઉફ...' રજની ધૂંધવાતા અવાજે બોલી ઊઠી, ‘આપણને પહોંચવામાં મોડું થઈ ગયું... ! એ હરામખોર છટકી ગયો. એ જ વખતે દિલીપ પણ દોડતો દોડતો ત્યાં આવી પહોંચ્યો. એની આંખો લાલઘૂમ થઈ ગઈ હતી અને ચહેરા પર હજુ પણ રેતીના કણો ચોટેલા હતા.

'કંઈ પત્તો લાગ્યો... ?' આવતાંવેંત એણે પૂછ્યું. 'ના, એ છટકી ગયો છે... !' ધીરજે નંખાઈ ગયેલા અવાજે કહ્યું .

જવાબ સાંભળીને પળભર માટે દિલીપના એરા પર નિરાશાના હાવભાવ છવાઈને અદૃશ્ય થઈ ગયા.

વળતી જ પળે એની નજર સડક પર પડેલાં બૂટનાં પગલાંની છાપ પર સ્થિર થઈ ગઈ. પગલાંનાં એ નિશાન કીચડવાળાં હતાં.

‘આ નિશાન... !’ એણે પગલાંની છાપ તરફ આંગળી ચીંધતાં કહ્યું, ‘પગલાંની આ છાપ ‘બહુરૂપી ખૂની’ના બૂટની છે... ! મેં પીછો કર્યો ત્યારે એનો એક પગ કીચડથી ભરેલા ખાડામાં પડ્યો હતો અને એણે આ નિશાન છે એવા જ બૂટ પહેર્યા હતા.'

'પણ આ નિશાન કઈ તરફ ગયાં છે... ?' ધીરજ આમતેમ નજર દોડાવતાં બોલ્યો.

સૌની નજર પગલાંની છાપ શોધવા લાગી જેમાં તેમને સફળતા પણ મળી. પગલાંની એ છાપ સામેની જ એક ઇમારત તરફ જતી હતી. ‘દિલીપ... !' રજની ઉતાવળા અવાજે બોલી, ‘આ પગલાંની

'છાપ તો મેઘદૂત બિલ્ડિંગ તરફ જાય છે!' પળનોય વિલંબ કર્યા વગર સૌ મેઘદૂત બિલ્ડિંગ તરફ ધસી ગયાં. મેઘદૂત બિલ્ડિંગ એક પચીસ માળની ઇમારત હતી.

બધાં ઇમારતમાં પ્રવેશીને સીધાં લિફ્ટ સામે પહોંચ્યાં. લિફ્ટનું ઇન્ડિકેટર જલ્દી જલ્દી ચાલુ-બંધ થતું હતું. લિફ્ટ સડસડાટ ઉપર જતી હતી. અત્યારે તે પંદરમા માળ પર હતી.

‘લિફ્ટમાં એ શયતાન જ ઉપર ગયો હોવો જોઈએ ! દિલીપ સહિત સૌના ચ્હેરા પર મૂંઝવણના હાવભાવ છવાઈ ગયા હતા.

લિફ્ટ એકવીસમા માળ પર પહોંચીને ઊભી રહી. ‘એકવીસ …… !' રજની બબડી, ‘આનો અર્થ એ થયો કે ખૂની એકવીસમા માળ પર જ રહે છે !'

‘એવું જ લાગે છે... !'

એ લિફ્ટની બાજુમાં જ બીજી લિફ્ટ હતી. તરત જ બધાં એ લિફ્ટ તરફ દોડી ગયાં. એને નીચે બોલાવવાની જરૂર નહોતી કારણ કે તે નીચે જ હતી. લિફ્ટ આઠ વ્યક્તિઓ માટે હતી.

બધાં દરવાજો ઉઘાડીને લિફ્ટમાં પ્રેવશ્યાં.

‘એક મિનિટ... !’ અચાનક કંઈક વિચારીને દિલીપ બોલ્યો, ‘તમારામાંથી ત્રણ જણ અહીં જ રોકાઈ જાઓ અને બાકીના મારી સાથે ચાલો... ! ખૂની અત્યારે પણ આપણી સાથે કોઈક ચાલબાજી રમતો હોય એ બનવાજોગ છે. તે એકવીસમા માળના કોઈક ફ્લેટમાં ગયો છે એમ આપણે માનીએ છીએ પરંતુ આપણે બધાં એક સાથે ઉપર પહોંચીએ અને એ દુષ્ટ એ જ લિફ્ટ દ્વારા નીચે આવીને નાસી છૂટે એ બનવાજોગ છે.’

દિલીપની વાતમાં વજૂદ હતું. તરત જ ત્રણ એજન્ટો લિફ્ટમાંથી બહાર નીકળી ગયા.

‘સાંભળો...' દિલીપ એ ત્રણેયને ઉદ્દેશીને બોલ્યો, ‘મારો મોબાઈલ નંબર તો છે જ તમારી પાસે... ! જો એ દુષ્ટ પાછો નીચે આવે તો તરત જ મને મોબાઈલ પર જાણ કરી દેજો.' ત્રણેયે હકારમાં માથાં હલાવ્યાં.

દિલીપે લિફ્ટના બંને દરવાજા બંધ કરીને એકવીસ નંબરનું બટન દબાવી દીધું.

લિફ્ટ સડસડાટ ઉપર સરકવા લાગી. પાંચ મિનિટમાં જ તેઓ એકવીસમા માળ પર હતાં. ત્યાં પહોંચતાં જ તેઓ ચારે તરફ ગોઠવાઈ ગયાં.

એ માળ પર કુલ ચાર ફ્લેટ હતા. આ ઉપરાંત બીજી લિફ્ટ હજુ પણ એ જ માળ પર હતી. તે નીચે નહોતી ગઈ. આનો અર્થ એ થયો કે ‘બહુરૂપી ખૂની’ અહીં જ ક્યાંક છે... !

'તે નીચે પાછો નથી ગયો... !' દિલીપ બોલ્યો.

‘રાઇટ... !’

અત્યારે બધાં એકદમ સાવચેત અને સજાગ હતાં. સૌના હાથમાં કાળના દૂત સમી રિવૉલ્વર ચમકતી હતી. ‘પરંતુ એ દુષ્ટ આ ચારમાંથી કયા ફ્લૅટમાં રહે છે એની કેવી રીતે ખબર પડશે... ?

‘એનો પણ એક ઉપાય છે.' કહીને દિલીપ બીજી લિફ્ટ પાસે પહોંચ્યો. એણે લિફ્ટના બંને દરવાજા ઉઘાડીને અંદર નજર કરી. લિફ્ટની ફર્શ પર પણ કાદવવાળાં પગલાંનાં નિશાન હતાં. અલબત્ત, બૂટમાં ચોટેલો કાદવ ઓછો થઈ ગયો હોવાને કારણે એ નિશાન પણ ઝાંખાં હતાં.

‘આ જુઓ... !' દિલીપ બોલ્યો, ‘અહીં પણ પગલાંની છાપ છે, જેના પરથી પુરવાર થાય છે કે હમણાં લિફ્ટ દ્વારા જે શખ્સ

ઉપર આવ્યો છે એ જ ‘બહુરૂપી ખૂની’ છે અને હવે પગલાંની આ છાપ જ આપણને એના સુધી લઈ જશે. આ પગલાંની છાપ જે ફ્લેટ સુધી પહોંચે એમાં જ તે હશે...!' સૌ લૉબીમાં ચકોર નજરે પગલાંની છાપ શોધવા લાગ્યાં. પરંતુ તેમના ભારે અચરજ વચ્ચે પગલાંની એ છાપ કોઈ ફ્લૅટના દરવાજા સુધી નહોતી પહોંચતી.

‘દિલીપ... !' સહસા રજની બોલી ઊઠી, ‘પગલાંની છાપ તો સીડી મારફતે નીચેની તરફ જાય છે... !'

એ દુષ્ટ આપણી સાથે એક પછી એક ચાલબાજી રમતો લાગે છે !’ દિલીપ બોલ્યો, ‘આપણને ભ્રમમાં રાખવા માટે તે લિફ્ટ દ્વારા એકવીસમા માળ પર આવ્યો પરંતુ ખરેખર તેને જવું હતું નીચેના કોઈક માળ પર... ! આપણને થાપ ખવડાવવા માટે જ એણે આ નાટક ભજવ્યું હતું.’

‘બહુરૂપી ખૂની’ની બુદ્ધિમત્તાએ બધાંને આશ્ચર્યચકિત કરી મૂક્યાં હતાં. ખરેખર તે ડગલે તે પગલે ચાલ રમવાનો ઉત્સાહી ખેલાડી હતો.

બધાં પગલાંની છાપનું અનુકરણ કરતાં નીચે ઊતરવા લાગ્યાં.

પગલાંની છાપ તેમને ખૂબ જ મદદરૂપ થતી હતી. પગલાંની છાપ તેઓને ઓગણીસમા માળ પર આવેલ છોતેર નંબરના ફ્લૅટ સુધી લઈ ગઈ.

‘છોતેર... !' ધીરજ ઉત્સાહભેર બોલી ઊઠ્યો, ખૂની આ ફ્લૅટમાં જ છે... !'

સી.આઈ.ડી.ના તમામ એજન્ટોમાં ઉત્તેજનાની લહેર દોડી ગઈ. તેઓ પળભરમાં જ ફ્લૅટની સામે પોઝિશન સંભાળીને ગોઠવાઈ ગયા.

ફ્લૅટનો દરવાજા પર પિત્તળની એક નેઇમપ્લેટ લટકતી હતી. એમાં લખ્યું હતું – અજય સકસેના... !

દિલીપે આગળ વધીને ડોરબેલ દબાવી.

અંદર ડોરબેલની ઘંટડીનો અવાજ રણકી ઊઠ્યો. થોડી પળો સુધી રાહ જોયા બાદ અંદરથી કોઈ પ્રતિક્રિયા ન દિલીપે ફરીથી ડોરબેલ વગાડી. તો આ વખતે જાણે પલંગ પરથી કોઈક ઊતર્યું હોય એવો અવાજ અંદરથી ગુંજ્યો.

‘કોણ છે ભાઈ …… ?' એક ઊંઘભર્યો પુરુષસ્વર તેમને સંભળાયો. મિસ્ટર અજય, જલ્દી દરવાજો ઉઘાડો... !' દિલીપે કઠોર અવાજે કહ્યું.

જવાબમાં દરવાજા તરફ આવતાં પગલાંનો અવાજ ગુંજી ઊઠ્યો. સી.આઈ.ડી.ના બધા એજન્ટો એકદમ સાવચેત થઈ ગયા. તેમની આંગળીઓ પોતપોતાની રિવૉલ્વરનાં ટ્રિગર પર પહોંચી ગઈ.

તેઓ આવનારા કોઈ પણ જોખમના સામના માટે તૈયાર હતા. પગરવ દરવાજા પાસે આવીને અટકી ગયો. ત્યાર બાદ સ્ટૉપર નીચી થવાનો અવાજ ગુંજ્યા પછી એક આંચકા સાથે દરવાજો ઊઘડ્યો.

હવે તેમની સામે આશરે અઠ્ઠાવીસ વર્ષની વયનો ગોરો-ચીટ્ટો અને આકર્ષક વ્યક્તિત્વ ધરાવતો યુવાન ઊભો હતો. એણે નેવી બલ્યૂ કલરનો નાઇટશૂટ પહેર્યો હતો. પગમાં સ્લીપર હતાં. જાણે ઊંઘમાંથી ઊઠ્યો હોય એમ એની પાંપણો ભારે દેખાતી હતી.

‘યસ પ્લીઝ... !' એ નર્યા અચરજથી દિલીપ વિગેરે સામે જોતાં બોલ્યો, ‘કૅન આઇ હૅલ્પ યુ... ?' દિલીપે રોષથી તમતમતાં એટલા જોરથી તેને ધક્કો માર્યો કે એ બાપડો પીઠભેર ઊથલી પડતાં બચ્યો.

‘નાલાયક... !' દિલીપે તીવ્ર અવાજે કહ્યું, ‘તું અમને શું મદદ કરવાનો હતો... ! અત્યારે તો ખુદ તને પોતાને જ તારી મદદની જરૂર છે... !'

વળથી જ પળે તે રિવોલ્વર લહેરાવતો અંદર ધસી ગયો. બાકીનાઓએ પણ તેનું અનુકરણ કર્યું.

રજની તથા ધીરજ ફ્લેટની અંદરના રૂમમાં કોઈ છે કે નહીં એની તપાસ કરવા માટે દોડી ગયાં.

‘મિસ્ટર અજય... !' દિલીપ યુવાન સામે રિવૉલ્વર તાકીને એક એક શબ્દ પર ભાર મૂકતાં બોલ્યો, ‘તમે એક એક કરીને આઠ જણને મોતને ઘાટ ઉતાર્યા, પરંતુ અજિત મરચંટનું ખૂન કર્યા પછી છેવટે તમે સપડાઈ જ ગયા.'

‘અ... આઠ ખૂન... ?’ અજય નામનો એ યુવાન હેબતાઈને બોલી ઊઠ્યો, આ... આ તમે શું બકો છો... ? મેં કોઈનું ખૂન નથી કર્યું... !'

‘આ જાતનું નાટક કરવાથી તને કંઈ લાભ નહીં થાય... !' દિલીપે તેને એકવચનમાં સંબોધતાં કહ્યું, ‘તારો ખૂની ખેલ ખતમ થઈ ગયો છે... ! તારું ‘બહુરૂપી ખૂની’ તરીકેનું અસલી રૂપ ઉજાગર બની ગયું છે... !'

‘બ... બહુરૂપી ખૂની… ?' અજય સકસેનાના રહ્યા-સહ્યા હોશ પણ ઊડી ગયા.

‘હા... તું જ ‘બહુરૂપી ખૂની... !' દિલીપે જડબાં ભીંસીને કહ્યું .

'પણ... પણ તમે લોકો કોણ છો... ?’

'અમે સી.આઈ.ડી.ના ઑફિસરો છીએ... !' અજય સકસેનાનો ચહેરો ભયથી પીળો પડી ગયો.

'જ... જુઓ સાહેબ... !' એ થોથવાતા અવાજે બોલ્યો, ‘તમારી કંઈક ગેરસમજ થતી લાગે છે... !'

પરંતુ દિલીપે એની વાતો પ્રત્યે કંઈ ધ્યાન ન આપ્યું. આ દરમિયાન રજની તથા ધીરજ અંદરના રૂમમાંથી બહાર નીકળી આવ્યાં હતાં.

તે એક ત્રણ બેડરૂમનો ફ્લેટ હતો. પરંતુ અંદરના રૂમોમાં કોઈ જ નહોતું.

દિલીપની પાછળ પાછળ ઘૂસેલા સી.આઈ.ડી. એજન્ટો અંદર પ્રવેશતાંની સાથે જ ફ્લૅટનો દરવાજો બંધ કરીને દીવાલની જેમ ત્યાં ઊભા રહી ગયા હતા.

‘બહુરૂપી ખૂની’ને કદાચ હવે ત્યાંથી નાસી છૂટવું હોય તોપણ એ નાસી શકે તેમ નહોતો.

‘આ ફ્લેટની બારીકાઈથી તલાશી લો... !' દિલીપે આદેશાત્મક અવાજે કહ્યું, ‘અહીંથી જ આપણને આ માણસના ‘બહુરૂપી ખૂની’ હોવાના પુરાવાઓ મળશે. .. !' આદેશ મળતાં જ બધા એજન્ટો ફ્લૅટની તલાશી લેવા લાગ્યા. દિલીપ પોતે પણ તલાશીમાં જોડાયો.

કબાટ ખોલીને જોવાયા. બધી ચીજવસ્તુઓ ફેંદવામાં આવી. આખા ફ્લૅટમાં ધમાચકડી મચી ગઈ.

થોડી વાર પહેલાં વ્યવસ્થિત ગોઠવેલો દેખાતો ફ્લૅટ અસ્તવ્યસ્ત બની ગયો.

'જુઓ……… !' અજય સકસેના તીવ્ર અવાજે વિરોધ કરતાં બોલ્યો, ‘તમે લોકો આ શું કરો છો એ જ મને તો કંઈ નથી સમજાતું. તલાશી લેવાનું વૉરંટ છે તમારી પાસે...? તમે જવાબ શા માટે નથી આપતાં...? હેવ યુ બ્રોટ એ સર્ચવૉરંટ...? વ્હાય યુ ડોન્ટ રિપ્લાય..?'

એ જ વખતે દિલીપે ખૂણામાં પડેલા ટેબલનું નીચેનું ખાનું ઉઘાડ્યું.

અને ખાનું ઉઘાડતાં જ જાણે કે વીજળી ત્રાટકી. ખાનામાં ઢગલાબંધ ગંજીપત્તાંનાં ત્રણ પાનાં – ગુલામ, બેગમ, બાદશાહ – પડ્યાં હતાં.

‘સર્ચૉરંટ... ! મૂરખ માણસ, આ રહ્યું તલાશીનું વૉરંટ... !' દિલીપે ખાનામાંથી ગંજીપત્તાનાં પાનાં કાઢીને અજય સામે ફેંકતાં કર્કશ અવાજે કહ્યું, આ પાનાં ખૂન કર્યા પછી ખૂની ઘટનાસ્થળે મૂકી જતો હતો.’

ત્યાર બાદ દિલીપે એક પછી એક ટેબલનાં બાકીનાં બંને ખાનાંઓ પણ ઉઘાડ્યાં.

એ બંને ખાનાંઓમાં પણ હચમચાવી મૂકે એવી સામગ્રી હતી, એક ખાનામાંથી રિવૉલ્વર મળી, બીજા ખાનામાં જે જે ગુનેગાર માર્યા ગયા હતા એ બધાના ફોટાઓ પડયા હતા,

‘આ... જો... !' દિલીપ રૂમાલની મદદથી એ બધી વસ્તુઓ ઊંચકીને ટેબલ પર ગોઠવતાં બોલ્યો, 'આ રહ્યું તલાશીનું એક વધુ વૉરંટ સ્મિથ એન્ડ વૈસન કંપનીની બત્રીસ કેલિબરની આ રિવૉલ્વોર કે જેના વડે આઠેય ખૂનો થયાં છે અને આ ફોટાઓ રિવૉલ્વોરની ગોળીનો ભોગ બની ચૂકેલા આઠેય અપરાધીઓનાં છે ! આ બધું જોયા પછી પણ કોઈ સર્ચવૉરંટ કે પુરાવાની જરૂર લાગે છે?'

અજય સકસેનાનો ચોરો કાપો તો લોહી ન નીકળે એવો થઈ ગયો.

‘બોલ, અજય... | શું હજુ પણ તારે કોઈ પુરાવાઓ જોઈએ ...?' અજયે કંઈ જવાબ ન આપ્યો.

એ જ વખતે રજનીએ વોર્ડરોબ ઉઘાડીને એની તલાશી લીધી. એમાંથી તેને કપડાં નીચે છુપાવેલ ડૉક્ટર જેવો કોટ તથા સ્ટેથોસ્કોપ મળ્યાં.

‘આ જો, દિલીપ... !' એણે પીઠ ફેરવીને દિલીપને એ બંને વસ્તુઓ બતાવતાં કહ્યું, ‘આ કોટ અને સ્ટેથોસ્કોપ... ! ડોક્ટર જેવો આ કોટ પહેરીને જ અજયે અજિત મરચંટનું ખૂન કર્યું છે.. !'

‘ગુડ... વેરી ગુડ... !' દિલીપની આંખોમાં તીવ્ર ચમક ફરી વળી, ‘અર્થાત્ અજયના 'બહુરૂપી ખૂની' હોવાના બધા પુરાવાઓ આપણને મળી ગયા છે !'

દિલીપની વાત પૂરી થતાં જ સી.આઈ.ડી. એજન્ટોએ અજયને ચારે તરફથી ઘેરી લીધો. દિલીપ ધીમે ધીમે ચાલતો અજય પાસે પહોંચ્યો.

રજનીએ આપેલ ડૉક્ટર જેવો કોટ તથા સ્ટેથોસ્કોપ, આ બંને વસ્તુઓ એના હાથમાં હતી.

‘અજય... !’ એ બંને વસ્તુઓ અજયની આંખો સામે લહેરાવતાં બોલ્યો, ‘શું હજુ પણ તારે તારા બચાવમાં કંઈ કહેવું છે... ? હજુ પણ તારે એ જ વાતનો કક્કો ઘૂંટવો છે કે તું ‘બહુરૂપી ખૂની’ નથી... ?' અજયના ચ્હેરા પર નિરાશાનાં ગાઢ વાદળો ઊતરી આવ્યાં. એ ધમ્ કરતો ત્યાં જ એક ખુરશી પર ફસડાઈ પડ્યો. એના ચ્હેરા પર જુગારમાં સર્વસ્વ હારી ચૂકેલા જુગારી જેવા હાવભાવ છવાઈ ગયા હતા. થોડી વાર પછી તમામ પુરાવાઓ તથા અજયને લઈને સી.આઈ.ડી.ની ટીમ સફળતાભર્યા સ્મિત સાથે ત્યાંથી વિદાય થઈ ગઈ.

*

બીજો દિવસ સમગ્ર વિશાળગઢ માટે સનસનાટીભર્યો હતો. ‘બહુરૂપી ખૂની’ પકડાઈ ગયાનાં સમાચાર જંગલમાં લાગેલા દવની માફક ચોમેર ફરી વળ્યા.

રહીસહી કસર અખબારો તથા ટી.વી. ન્યૂઝની ચેનલોએ પૂરી કરી.

બધાં અખબારોએ મોટાં મોટાં હેડિંગોમાં ‘બહુરૂપી ખૂની’ પકડાઈ ગયાના સમાચાર છાપ્યા એટલું જ નહીં, દિલીપ તથા સી.આઈ.ડી.નાં ભરપૂર વખાણ પણ કર્યાં.

દિલીપે વિશાળગઢને એક વધુ સંકટમાંથી છૂટકારો અપાવ્યો હતો. જ્યાં જુઓ ત્યાં દિલીપ તથા ‘બહુરૂપી ખૂની’ની જ ચર્ચા થતી હતી.

જે કામ વિશાળગઢનું સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટ નહોતું કરી શક્યું, એ દિલીપે માત્ર પોતાના થોડા સાથીદારોની મદદથી અને એ પણ ગણતરીના દિવસોમાં જ કરી બતાવ્યું હતું.

*********