Prem Thai Gyo - 25 in Gujarati Love Stories by Kanha ni Meera books and stories PDF | પ્રેમ થઇ થયો - સિઝન 2 - ભાગ 25

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

પ્રેમ થઇ થયો - સિઝન 2 - ભાગ 25

ૐ નમઃ શિવાયઃ

પ્રેમ થઇ ગયો Part - 25


અત્યાર સુધી આપડે જોયું કે સોહમ અને આરતી બન્ને રાહી ને બોલાવા માટે તેના ઘરે જાય છે પણ ત્યાં જઈને તેમને ખબર પડે છે કે રાહી તો પેલા જ તેના ઘરે થી કોલેજ જવા માટે નીકળી ગઈ છે...

કોલેજ જઈને પણ તે બન્ને રાહી ને મનાવા ની કોશિશ કરે છે પણ તે નથી માનતી અને કીધા વગર ઘરે આવી જ છે અને જયારે તે બન્ને ઘરે આવે છે તો તે પેલા જ બારે જતી રઈ હોય છે...

આરતી સોહમ ને એક જગ્યા પર જવાનું કે છે અને બન્ને ત્યાં જવા માટે નીકળી જાય છે...

"લાઇબેરી..."

સોહમ બોલે છે...

"હા તે અહીંયા જ હશે..."

આરતી બોલે છે...

તે બન્ને ત્યાં ઉતરી ને આખી લાઇબેરી માં તેને ગોતે છે પણ તેમને રાહી નથી મળતી...

ત્યારે એ બન્ને ઉદાસ થઈને બારે આવે છે ...

"યાર હવે રાહી ક્યાં હશે..."

આરતી બોલે છે અને ત્યાં જ આરતી ના ફોન ની રિંગ વાગે છે...

જયારે જોવે છે તો ત્યાં ગૌરી કાકી લખેલું હોય છે...

આરતી જલ્દી થી ફોન ઉપાડે છે...

"રાહી ઘરે આવી ગઈ છે..."

ગૌરી બેન બોલે છે...

"હા અમે પણ આવીએ..."

આરતી બોલે છે...

"ગૌરી કાકી નો ફોન હતો અને એમને કીધું રાહી આવી ગઈ છે..."

આરતી બોલે છે...

"હા તો ચાલ આપડે જલ્દી જઈએ..."

સોહમ બોલે છે...

તે બન્ને રાહી ના ઘરે જવા માટે નીકળી જાય છે...

"રાહી ક્યાં છે....?"

આરતી બોલે છે...

ગૌરી બેન તેના રૂમ તરફ ઇસારો કરે છે...

તે બન્ને જલ્દી થી રાહી ના રૂમ માં જાય છે...

રાહી ત્યાં પોતાની બૂક્સ સરખી કરતી હોય છે અને જયારે તેની નજર સોહમ અને આરતી પર જાય છે...

"તમે બન્ને અહીંયા શું કામ આવ્યા છો..."

રાહી ગુસ્સા માં બોલે છે...

"રાહી અમને માફ કરી દે..."

આરતી બોલે છે...

"મારે કોઈ વાત નથી સાંભળવી..."

રાહી ચિડાઈ ને બોલે છે...

"યાર માની જાને હવે આવી ભૂલ નઈ થાય..."

સોહમ બોલે છે...

"આવું જ પેલા કીધું હતું તમે...

આ વખતે તમને ખબર છે હું એકલી હતી અને કેટલી હેરાન થઇ છું..."

રાહી ઉદાસ થઇને બોલે છે...

"એ દિવસે અમે બન્ને ને એ નથી ખબર કે શીતલ નથી આવી..."

સોહમ બોલે છે...

"હા પણ એક વાર ફોન તો ઉપાડવો હતો..."

રાહી બોલે છે...

"હવે આવું ભૂલ નઈ થાય ને..."

સોહમ અને આરતી પોતાના કાન પકડી ને માફી માંગે છે...

"હા આ છેલ્લી ભૂલ છે આના પછી આવું થયું તો હું નઈ માનું..."

રાહી બોલે છે...

આ સાંભળી ને આરતી અને સોહમ બન્ને તેને ગળે લગાવી લે છે...

"ચાલો છેલ્લે તું માની તો ગઈ બાકી આજે તો તને મનાવી મુશ્કેલ લાગતી હતી..."

આરતી બોલે છે...

"ચાલ હવે ઘરે જઈએ..."

સોહમ બોલે છે અને તે બન્ને ઘરે જવા માટે નીકળે છે...

આ બાજુ રાહી ખુશ હોય છે કે તે બન્ને આવી ને તેને મનાવી...

"ચાલો હવે હું મારા કામ માં લાગુ અને પછી લાઇબેરી પણ જવાનું છે..."

રાહી વિચારતા વિચારતા પોતાના કામ માં લાગી જાય છે...

*****

"ચાલો આજ કામ તો પૂરું થયું હવે જલ્દી તૈયાર થવા જાઉં..."

રાહી બોલે છે અને જેવું ગડિયાળ સામે જોવે છે તો મોડું થઇ ગયું હોય છે...

રાહી જ્યાં સુધી તેના મન માં ચાલતી વાત આદિ ના કે ત્યાં સુધી તેને શાંતિ ના થતી...

તે જલ્દી થી તૈયાર થાય છે....

"યાર આજે તો વધારે જ મોડું થઇ ગયું..."

રાહી બોલે છે અને જલ્દી થી લાઇબેરી જવા માટે નીકળી જાય છે...

આ બાજુ આદિ જે આખો દિવસ કામ કરીને થાકી ગયો હોય છે અને તે લાઇબેરી બસ રાહી ને મળવા માટે જ આવતો હતો અને તે આજે રાહી ની રાહ જોતો હોય છે...

"આજે રાહી ને કે આટલી વાર લાગે છે..."

આદિ વિચારતો હોય છે અને ત્યાં જ બેન્ચ પર માથું રાખે છે અને ક્યારે સુઈ જાય છે તેને જ દયાન નથી રેતુ...

આ બાજુ રાહી જેવી લાઇબેરી માં આવે છે તે આદિ ને જોઈને સ્માઈલ કરવા લાગે છે...

"યાર આ સુતા કેટલો ક્યૂટ લાગે છે..."

રાહી વિચારે છે અને પેલા તો એક ફોટો પાડે છે અને પછી ના ચાહતા પણ તેનો હાથ આદિ ના ગાલ પર જતો જ રે છે...

રાહી ના સ્પર્સ થી આદિ ની આંખ ખુલી જાય છે...

"અરે તું આવી ગઈ..."

આદિ બોલે છે અને તેના બોલતા જ રાહી જલ્દી થી તેનો હાથ પાછળ લઇ લે છે...

"હા આજ થોડું મોડું થઇ ગયું આવા માં...

તું કેમ સુઈ ગયો તો...?"

રાહી બોલે છે...

"આજે કામ વધારે હતું એટલે..."

આદિ અંગડાઇ લેતા બોલે છે...

"આ તારા ખડુસ બોસ ને મળવું પડશે મારે..."

રાહી બોલે છે...

"હા એ પણ તને મળવા જ માંગે છે..."

આદિ ધીમે થી બોલે છે...

"શું કીધું...?"

રાહી બોલે છે...

" અરે એમ કે મને લાગે છે એક દિવસ મારા બોસ થી તને મળાવી જ પડશે..."

આદિ બોલે છે...

"હા ત્યારે હું એમને કઈશ કે આટલું બધું કામ ના આપો આદિ ને..."

રાહી બોલે છે...

તે બન્ને તેમની વાતો માં લાગી જાય છે...

આ રીતે જ તે બન્ને નું રોજ મળવા નું તો ચાલુ જ હતું અને આ બાજુ આરતી અને સોહમ જે થોડા દિવસ ફરી થી એવું જ કરવા લાગે છે પણ હવે રાહી ને વધારે ફરક નથી પડતો...

"કહેવાય છે ને કે આપડા ને દુઃખ ત્યાં સુધી જ થાય જ્યાં સુધી આપડા ને તે વ્યક્તિ થી કોઈ આશા હોય...."

એક દિવસ રોજ ની જેમ જ તે બન્ને લાઇબેરી માં મળે છે...

"રાહી મારે એક વાત કરવી તી..."

આદિ બોલે છે...

"હા તો કેને..."

રાહી બોલે છે...

"મારે 1 અઢવાડિયા માટે કામ થી બારે જવા નું છે..."

આદિ બોલે છે...

"ક્યાં જવાનું છે..."

રાહી ખુશ થઈને પૂછે છે...

"મુંબઈ..."

આદિ બોલે છે...

"એ તો સારી વાત છે ને પણ તું આટલો ઉદાસ થઈને કેમ કે છે..."

રાહી બોલે છે...

"હું લાઇબેરી પણ નઈ આવી શકું..."

આદિ બોલે છે...

ત્યારે રાહી એ સમજાય છે કે લાઇબેરી ના આવના લીધી તે આટલો ઉદાસ છે...

"અરે પણ એક અઢવાડિયા ની તો વાત છે..."

રાહી કંઈક વિચારે છે અને પછી બોલે છે...

"હા..."

આદિ આ સાંભળી ને જબરજસ્તી સ્માઈલ કરે છે...

આદિ બુક વાંચવા લાગે છે અને રાહી પણ પોતાની નજર બુક તરફ કરી લે છે...

"ક્યારે જવાનું છે તારે...?"

રાહી અચાનક જ બોલે છે અને આ થોડું તે જો થી બોલી દે છે તો બધા તેને જ જોવા લાગે છે...


"શું આદિ જતા પેલા તેના મન ની વાત કહેશે...?"

"રાહી આદિ વગર રઈ શકશે...?"

"આરતી અને સોહમ શું રાહી ને ભૂલી જશે...?"


જેમ મારા મન સવાલો છે એ રીતે તમારા મન માં ગણા સવાલો હશે એના જ જવાબ લઈને હું આવીશ નવા ભાગ માં...

જોડાયા રહો મારી સાથે...

પ્રેમ થઇ ગયો સિઝન-2...
મારી સ્ટોરી ને તમારા પ્રતિભાવ જરૂર થી આપજો જેના થી મારી ભૂલો ને હું સુધારી શકું....