Prem Thai Gyo - 23 in Gujarati Love Stories by Kanha ni Meera books and stories PDF | પ્રેમ થઇ થયો - સિઝન 2 - ભાગ 23

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

પ્રેમ થઇ થયો - સિઝન 2 - ભાગ 23

ૐ નમઃ શિવાયઃ


પ્રેમ થઇ ગયો Part - 23


અત્યાર સુધી આપડે જોયું કે તે ત્રણે કોલેજ તો આવે છે પણ તે બન્ને રાહી ને એકલી જવા નું કાઇને ત્યાં થી જતા રે છે અને જયારે રાહી ક્લાસ માં આવે છે તો તે જોવે છે કે આજે શીતલ પણ કોલેજ નથી આવી...

લેક્ચર પુરા કરીને રાહી બારે તો આવે છે પણ ત્યાં સોહમ નો મેસેજ હોય છે કે તે શીતલ સાથે જ ઘરે જવા માટે નીકળી જાય...

જયારે રાહી આ મેસેજ જોવે છે ત્યારે તેને તે સામે મેસેજ કરે છે...

"આજે શીતલ નથી આવી..."

રાહી મેસેજ કરે છે અને તે તેના છેલ્લા લેક્ચર માં જાય છે અને આમ તો રોજ લેક્ચર આ સમય પર પુરા થઇ ગયા હોય છે પણ આજે એક વધારે લેક્ચર ઉમેરવા માં આવ્યો હતો...

જયારે તે બારે આવે છે તો તે જોવે છે કે સોહમ નો સામે કોઈ મેસેજ નથી આવેલો હોતો...

ત્યારે તે સોહમ ને ફોન કરે છે પણ તે ફોન નથી ઉપાડતો અને પછી તે આરતી ને ફોન કરે છે તેનો પણ ફોન નથી લાગતો...

"આ બન્ને ફોન પણ નથી ઉપાડતા અને હવે મોડું પણ થઇ ગયું છે તો શું મને કોઈ સાધન મળશે ઘરે જવા માટે..."

આ વિચરતા વિચારતા તે બારે આવે છે પણ જયારે આવીને જોવે છે તો ત્યાં કોઈ સાધન નથી હોતું અને કોલેજ માં આજે ગણા લોકો પેલે થી ઘરે જતા રહ્યા હોય છે...

રાહી ત્યાં ઉભી હોય છે અને એના ચહેરા ને જોઈને એવું લાગતું હતું કે તે બસ હમણાં જ રડી પડશે....

તે આજે ઉદાસ હોય છે કે આરતી અને સોહમ તેના ખાસ ફ્રેન્ડ હતા અને તે બન્ને જ તેને આ રીતે એકલા મૂકી ને જતા રહ્યા છે આ વાત થી તેને ગુસ્સો તો આવતો હતો સાથે તે ઉપાસ પણ હતી...

ત્યારે જ એક કાર તેની સામે આવીને ઉભી રે છે અને તેમાં થી એક છોકરી બોલે છે...

"અરે રાહી તું અહીંયા..."

આશિકા બોલે છે...

તેને પેલા થી ખબર હતી કે તે અહીંયા જ છે પણ તે એ રીતે બોલે છે જાણે આજે તેને રાહી ને જોઈ હોય...

પોતાનું નામ સાંભળી ને રાહી તે તરફ જોવે છે તો તે આશિકા ને તેની પાસે જોઈને ચોકી જાય છે...

"આશિકા..."

રાહી બોલે છે...

"હા હું જ છું..."

આશિકા બોલે છે...

"તું અહીંયા શું કરે છે..."

આશિકા ફરી બોલે છે...

"હું બસ મારા ફ્રેન્ડસ ની રાહ જોઉં છું..."

રાહી બોલે છે...

"અરે જો તેમને આવા માં વાર લાગવા ની હોય તો હું ઘરે મૂકી જાઉં..."

આશિકા બોલે છે...

તે ના તો પાડવા માંગતી હતી પણ તેને ખબર હતી કે સોહમ અને આરતી નું કોઈ નક્કી નહિ અને અહીંયા હવે સાધન મળવું પણ મશ્કેલ છે...

"અરે હું આમે તારી અહીંયા સિનિયર છું તો આટલું માનવું જ પડશે..."

આશિકા બોલે છે અને રાહી તેની સાથે ઘરે જવા તૈયાર થઇ જાય છે...

તે કાર માં બેસી જાય છે...

આખા રસ્તા માં તે કાય નથી બોલતી બસ પોતાના ઘર નો રસ્તો તેને બતાવતી હતી...

"બસ આવી ગયું મારુ ઘર..."

રાહી બોલે છે અને ત્યાં ઉતરી જાય છે....

"થેંક્યુ..."

રાહી બોલે છે...

તે રાહી ને ઘરે મૂકી ને પાછી કોલેજ આવે છે...

ત્યાં આદિ ઉભો હોય છે...

"ભાઈ શું તું પણ...

તું એને કઈ શકતો હતો અને કે તું અહીંયા જ છે..."

આશિકા બોલે છે...

"હા પણ હું તો ઇછતો કે એને ખબર પડે હું અહીંયા છું..."

આદિ બોલે છે...

આજે આદિ આશિકા ને લેવા માટે આવ્યો હતો...

"રાહી ક્યાં છે હમણાં..."

આદિ બોલે છે...

"આજે એ લોકો ને એક લેક્ચર વધારે છે...

પણ આજે લાગે છે રાહી એકલી જ કોલેજ આવી છે..."

આશિકા બોલે છે...

"હું જોઈ ને આવું..."

આદિ બોલે છે અને તે રાહી ના ક્લાસ તરફ જાય છે અને બારી માં થી જયારે જોવે છે તો રાહી એકલી જ બેઠી હોય છે...

"જ્યાં સુધી તેનો લેક્ચર નથી પૂરો થતો આપડે અહીંયા જ રહીશું..."

આદિ બોલે છે...

"મને ભૂખ લાગી છે યાર...

તું અહીંયા રે મને જવા દે..."

આશિકા બોલે છે...

"ચાલ તું જે કે એ આજે કેન્ટીન માં ખવડાવું..."

આદિ બોલે છે અને બન્ને કેન્ટીન માં જાય છે...

જયારે લેક્ચર પૂરો થાય છે તો તે બન્ને બીજા રસ્તે થી કોલેજ ની બારે આવે છે અને રાહી ને એકલી ઉભી જોઈને તે આશિકા ને તેને ઘરે મુકવા જવા નું કે છે...

આશિકા ના આવ્યા પછી તે બન્ને પણ ઘરે જવા માટે નીકળી જાય છે...

રાહી ઘરે જઈને રોવા લાગે છે...

તેને ખુબ મુશ્કેલ થી પોતાના આશુ રોકી રાખ્યા હોય છે...

"તમને બન્ને ને ખબર છે મારા કોઈ ફ્રેન્ડ્સ નથી છતાં પણ તમે બન્ને મને એકલી કઈ રીતે કરું શકો...

કેટલા સમય થી હું આદિ વિશે તમને બન્ને ને કેવા માંગુ છું પણ તમારા બન્ને પાસે સમય જ નથી...

આજે જો આશિકા ના આવી હોત તો હું ઘરે કઈ રીતે આવત...?

શું તમે બન્ને હવે મને ભૂલી ગયા છો..."

રાહી રોતા રોતા બોલતી હોય છે...

તે પોતાના ફોન માં થી સોહમ ને કરેલો મેસેજ પણ નીકાળી દે છે...

ત્યારે જ એના ફોન ની રિંગ વાગે છે અને તે જોવે છે તો તેમાં આદિ નામ લખેલું હોય છે...

તે જલ્દી થી ફોન ઉપાડે છે અને આજ ના દિવસ માં જે બધું થયું તે આદિ ને કે છે...

આદિ પણ જાણતો હતો કે રાહી પોતાના આંશુ રોકી રહી છે અને તે જેવી ઘરે જશે તે રોવાની જ છે અને જેવો આશિકા નો મેસેજ આવ્યો કે રાહી ઘરે પોચી ગઈ તેવો જ આદિ એ તેને ફોન કરી દીધો...

"ચાલ હવે રોવાનું બંધ કર અને જમી લે..."

આદિ બોલે છે...

"ના..."

રાહી બોલે છે...

"જો તું નઈ જમે તો હું આજે લાઇબેરી પણ નઈ આઉં..."

આદિ જાણે નાના છોકરા ને સમજાવતો હોય એ રીતે બોલે છે...

"હા હું જમી લઉં છું..."

રાહી બોલે છે...

"જલ્દી થી તૈયાર થઇ જજે અને મને ફોન કરજે ત્યારે હું ઘર થી નીકળું..."

આદિ બોલે છે...

"હા..."

રાહી બોલે છે અને આદિ ફોન મૂકે છે...

"અરે વાહ ભાઈ આ રીતે મને તો ક્યાંરે નથી મનાવી..."

આશિકા જે કાર ડ્રાઈવ કરતી હોય છે તે બોલે છે...

"ચાલ હવે જલ્દી ઘરે..."

આદિ બોલે છે અને તે બન્ને ઘરે પોચી જાય છે...

"જ્યારે તે બન્ને ને ખબર પડશે કે રાહી આજે એકલી જ હતી તો શું તેમને તેમની ભૂલ સમજાશે...?"

"શું આજ ના દિવસ માટે આરતી અને સોહમ ને રાહી માફ કરશે...?"

જેમ મારા મન સવાલો છે એ રીતે તમારા મન માં ગણા સવાલો હશે એના જ જવાબ લઈને હું આવીશ નવા ભાગ માં...

જોડાયા રહો મારી સાથે...

પ્રેમ થઇ ગયો સિઝન-2...
મારી સ્ટોરી ને તમારા પ્રતિભાવ જરૂર થી આપજો જેના થી મારી ભૂલો ને હું સુધારી શકું...