Chorono Khajano - 28 in Gujarati Fiction Stories by Kamejaliya Dipak books and stories PDF | ચોરોનો ખજાનો - 28

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

ચોરોનો ખજાનો - 28

મનનું સમાધાન

જલંધર જહાજ તરફ જઈ રહેલા બધા લોકો હવે આખા દિવસની સફરના અંતે થાક્યા હતા એટલે આરામ કરવા લાગ્યા. તેમને બધાને ખુબ સારી ઉંઘ આવવાની હતી. અત્યારે તેઓ એવી જગ્યાએ હતા જેના વિશે કોઈ જ જાણતા નહોતા પણ તેમ છતાં તેઓ પૂરી રીતે સુરક્ષિત હતા.

જ્યારે બીજા દિવસની સવાર થઈ ત્યારે રાજ ઠાકોર અને તેની સાથે આવેલા ઓફિસરો સૌથી પહેલા ઉઠી ગયા હતા. તેઓ જહાજ જોવા માટે જે રીતે ઉત્સાહિત થઈ રહ્યા હતા તે બધા જોઈ શકતા હતા. તેઓ સવારમાં વહેલા ઊઠીને પોતાને આપવામાં આવેલા રૂમની બહાર આવ્યા, પણ તેમને ત્યાં હાજર અમુક પહેલવાન જેવા ચોકીદાર સિવાય કોઈ દેખાયું નહિ.

એના પહેલા કે ચોકીદાર આવીને તેમને કંઈ પૂછે તે લોકો વળી પાછા પોતાના રૂમમાં આવી ગયા. રાત્રે તેઓ જ્યારે અહીં આવ્યા ત્યારે ખૂબ જ અંધારું હતું એટલે તે જગ્યા બાબતે વધારે કંઈ ખ્યાલ ન્હોતો આવ્યો. પણ હવે ધીમે ધીમે જેમ સવાર થઈ રહી હતી અને અજવાળું વધી રહ્યું હતું તેમ તે લોકોને આ જગ્યા વિશે થોડોક ખ્યાલ આવી રહ્યો હતો.

તેમણે જોયું કે તે જગ્યાએ જ્યાં જુઓ ત્યાં અનેક રેતીના ઢગલા હતા જે બિનજરૂરી રીતે પણ ત્યાં ઉપસ્થિત હતા. એવું લાગતું હતું જાણે તે ઢગલાઓ કોઈ વસ્તુ કે જગ્યાને છુપાવવા માટે બનાવવા માં આવ્યા હતા. આ બધું જોઈને પેલા ઓફિસરો ને આ વાત સમજતા વાર ના લાગી.

ऑफिसर1: ये नामुमकिन है। ऐसा कैसे हो सकता है।

ऑफिसर2: क्या हुआ, तुम्हे क्या पता चला है?

ऑफिसर1: ये जो जगह है वो कोई गुफा नही है बल्कि, यही है वो जहाज।

ऑफिसर2: व्हाट? ये कैसे हो सकता है? इन लोगों ने इस जहाज को एक गुफा का रूप दे दिया है, और इस तरह वो इतने सालों से इस जहाज को सरकार की नजरों से बचाए हुए है। वाह! क्या बात है।

ऑफिसर1: इतने सालों से इस तरह जमीन में दफन होने के बाद मुझे नहीं लगता की ये जहाज अब पानी में या जमीन पर भी चल पाएगा।

ऑफिसर2: हां लेकिन वो तो हमे जांच करने के बाद ही पता चल पाएगा।

ऑफिसर1: ठीक है फिर। चलो अपना काम शुरू करते है।

ऑफिसर2: चलो, करते है शुरू।

તેઓ આ બધી ચર્ચા કરી જ રહ્યા હતા ત્યારે જ તેમની વચ્ચે દિવાન અને ડેની સાથે સુમંત ત્યાં આવ્યો.

सुमंत: तो आप लोगों को पता चल चुका, की आप जहां ठहरे हुए थे वो कोई गुफा नही बल्कि वही तो हमारा जलंधर जहाज है।

ऑफिसर1: हां हमे पता तो चल गया है, लेकिन अब ये जहाज चल पाएगा या नहीं वो हम इसकी जांच के बाद ही बता पाएंगे।

सुमंत: तो शुरू करो अपनी जांच। आप अपना काम करो हम अपना काम करते है। आपका खाने पीने का और जरूरी चीजे आप तक पहुंच जाएगी। आपको कोई परेशान नहीं करेगा।

राज: जितनी जल्दी आप हमे ये बात बता देंगे की ये जहाज चलने के काबिल है या नहीं, उसके बाद ही हम हमारा रिनोवेशन का काम कर पाएंगे। इसलिए आप मेहरबानी करके अपना काम थोड़ा जल्दी कीजिएगा।

ऑफिसर1: हां हां, हम अपनी तरफ से बिल्कुल देर नही करेंगे। अपना काम ठीक से और ठीक समय पर ही करेंगे।

राज: धन्यवाद।

સુમંતે પોતાના માણસોને બાકીના કામે લગાવી દીધા. જહાજનો જેટલો ભાગ જમીનમાં દટાયેલો હતો એને ખુલ્લો કરવાનો હતો એટલે અમુક લોકો એમાં લાગી ગયા. જહાજનું એન્જિન તો પહેલેથી ચાલુ કરી જોયું હતું જે ખૂબ સારી રીતે કામ કરતું હતું.

જે ભાગમાં થોડું-જાજુ સમારકામ કરવાની જરૂર લાગતી હોય એવી જગ્યાએ અમુક લોકોને કામે લગાવ્યા હતા. અમુક લોકોને જહાજની સાફસફાઈના કામે લગાવેલા હતા.

સુમંત પોતાની સાથે અમુક ખાસ માણસોને લઈને જહાજના એન્જિન અને તેના ઇંધણની વ્યવસ્થા માં લાગી ગયો હતો. ડેની અને દિવાન બંને થોડાક ફ્રી થયા એટલે તેઓ નદીની આસપાસ ચક્કર લગાવવા માટે નીકળી પડ્યા.

તેમની આંખોની સામે વિશાળ નદી હતી જેની અંદર ખારું પાણી હોવાના કારણે આસપાસ કોઈ હરિયાળી તો ન્હોતી પણ દૂર દૂર સુધી વિશાળ જગ્યામાં પાણી જ દેખાઈ રહ્યું હતું.

એક તરફ ગુજરાતના કચ્છનું નાનું રણ અને તેમાં દાખલ થઈ રહેલી વિશાળ મુખ વાળી લૂણી નદી. બીજી તરફ રાજસ્થાનનું થારનું રણ અને તેમાંથી પસાર થઈ રહેલી લૂણી નદી. જે અજમેરના પુષ્કરમાંથી ઉત્પન્ન થાય છે અને ત્યાંથી ઘણા બધા રાજ્યોને પોતાના આશીર્વાદ એક માં ની જેમ આપતી આવે છે. બાડમેર જિલ્લા સુધી તો તેનું પાણી એકદમ મીઠું રહે છે પણ જ્યારે તે રણમાં પ્રવેશ કરે છે ત્યારે તેમાં રહેલા ક્ષારના કારણે લૂણી નદીનું પાણી એકદમ ખારું થઈ જાય છે. ત્યાંથી માંડીને છેક કચ્છ સુધી કે જ્યાં તે અંત પામે છે. રાજસ્થાનની એક માત્ર કુંવારી નદી કે જે સમુદ્રને નથી મળતી અને કચ્છના રણમાં વિલીન થઈ જાય છે.

ડેની અને દિવાન બંને લૂણી નદી તરફ નીકળ્યા હતા ત્યાં દિવાનને ડેની સાથે વાત કરવાનો એક સારો મોકો મળ્યો હતો. એટલે દિવાન દેનીને કહેવા લાગ્યો,

दिवान: तुम्हे क्या लगता है, कैसी होगी हमारी ये सफर?

डेनी: हमारी ये सफर कई मुश्किलों से भरी होगी लेकिन हम कामियाब जरूर होंगे।

दिवान: उस दिन माता के मंदिर में जो अपशुकन हुए उसके बावजूद तुम्हे लगता है हम सफल होंगे?

डेनी: ये बात आप इतने दिनों से अपने दिल में दबा कर बैठे थे? आपको मुझसे हर बात पूछने का हक है दिवान साहब, फिर आपने अब तक क्यों नहीं पूछा?

दिवान: वो मैं..

डेनी: ये शुकन-अपशुकन की बाते मैं नही मानता। उस दिन वो पुजारी कुछ ज्यादा ही डरा हुआ था, तो उसके हाथो से वो बोतल गिरकर फूट गई तो इसमें हम किसको जिम्मेदार ठहरा सकते है? उस पंडित का डर भले ही हम लोग ही थे, लेकिन हमारी माता के प्रति श्रद्धा उससे ज्यादा है। और वैसे भी हम एक अच्छे काम केलिए जा रहे है इसलिए हम सफल जरूर होंगे।

दिवान: क्या तुम्हे सच में लगता है की उस बोतल के फूटने की दास्तान, हमारे लिए अपशुकन नही थे?

डेनी: ये शुकन-अपशुकन अंधश्रद्धा जैसे है। अगर मानो तो हमे उसका परिणाम जरूर भुगतना पड़ेगा लेकिन अगर आप उसे नही मानते तो जो होगा वो हमारा नसीब समझ कर हम उसे स्वीकार कर लेंगे। अगर वो दास्तान हमारे लिए अपशुकन ही होना था तो हम दूसरी बार जो बोतल लाए थे उसे भी तो फूटना चाहिए था, लेकिन ऐसा हुआ नही। इसका मतलब ये हुआ की वो उस पंडित की गलती थी, नही की हमारे लिए कोई अपशुकून।

दिवान: वो कहते है न की कुछ बाते सिर्फ समय के साथ जो चलते है वो ही समझा सकते है। अगर इस बात को मैं तुमसे नही कहता तो खुद ही मन में उल्टे सीधे विचार लाता रहता और उसकी खिचड़ी हो जाती। मुझे उस बात की क्लियारिटी देने केलिए थैंक्स डेनी।

डेनी: इट्स माय प्लेजर। अगर फिर से ऐसी किसी उलझन में फंसे तो बताना। मैं तुम्हे समझा दूंगा। એટલું કહીને ડેની જોરથી હસતા હસતા દિવાનની આગળ ચાલવા લાગ્યો.

તેઓ અત્યારે જહાજથી ઘણા બધા દૂર આવી ગયા હતા. અચાનક જ ડેનીને જાણે કંઇક યાદ આવ્યું હોય તેમ તે દિવાનને જોઇને બોલ્યો.

આખરે ડેની ને શું યાદ આવ્યું હતું..?
પેલા બીજ શેના હતા..?
સિરત ને મળેલો નકશો શેનો હતો..?

આવા અનેક પ્રશ્નો ના જવાબ માટે વાંચતા રહો..
ચોરનો ખજાનો..

Dr Dipak Kamejaliya
'શિલ્પી'