Prem Thai Gyo - Season 2 - Part 12 in Gujarati Love Stories by Kanha ni Meera books and stories PDF | પ્રેમ થઇ થયો - સિઝન 2 - ભાગ 12

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

પ્રેમ થઇ થયો - સિઝન 2 - ભાગ 12

ૐ નમઃ શિવાયઃ


પ્રેમ થઇ ગયો Part - 12

અત્યાર સુધી આપડે જોયું કે રાહી લાઇબેરી માં આવે છે અને ત્યાં ગણો સમય રાહ જોયા પછી પણ આદિ નથી આવતો, ત્યારે તે આદિ ને ફોન કરે છે અને તેમાં આશિકા નો આવાજ સાંભળી ને તેને ગુસ્સો આવે છે અને તે ફોન મૂકી દે છે...

રાહી ઘર તરફ જતી જ હોય છે, ત્યારે તેને આરતી નો ફોન આવે છે અને તે તેના ઘરે આવા માટે કે છે...

"અરે તે મને ઘરે કેમ બોલાવી, હવે એમ ના કેતી કે તારો અને સોહમ નો ઝગડો થઇ ગયો છે..."
રાહી બોલે છે...

"તું પણ શું યાર એ રીતે બોલે છે જાણે હું અને સોહમ આખો દિવસ ઝગડતા જ હોઈએ..."

આરતી બોલે છે...

"હા તો કે બીજું શું કામ છે...?"

રાહી બોલે છે...

"અરે તું આજે આટલી ગુસ્સા માં કેમ છે..."

આરતી બોલે છે...

'એ બધું મૂક પેલા કામ કે નહિ તો હું ઘરે જાઉં..."

રાહી ગુસ્સા માં બોલે છે...

"કાલે આપડું રિઝલ્ટ આવાનું છે..."

આરતી બોલે છે...

"અરે હા નહિ એના વિશે તો હું ભૂલી જ ગઈ હતી યાર..."

રાહી બોલે છે...

"હા એટલે જ તું કાલે મારા ઘરે આવી જજે આપડે સાથે રિઝલ્ટ જોઈશું..."

આરતી બોલે છે...

"હા ચાલ મને થાક લાગ્યો છે આપડે કાલે મળીએ..."

રાહી આટલું બોલી ને ત્યાં થી નીકળી જાય છે...

"આજે આને શું થયું છે..? સાંભળવા પણ ના રહી કાય અને કેટલી ગુસ્સા માં લાગે છે..."

આરતી બોલે છે અને ત્યારે જ તેના ફોન ની રિંગ વાગે છે તેમાં સોહમ લખેલું હોય છે અને તેનું નામ જોઈ આરતી બધું ભૂલી ને તેની સાથે વાત કરવા લાગે છે...

આ બાજુ રાહી તેના ઘરે જાય છે તે ગુસ્સે તો હોય છે પણ તે આદિ ને કઈ પણ નથી શકતી...

તે સુવા ની કોશિશ જ કરતી હોય છે ત્યારે ત્યાં આરતી આવે છે...

તે રાહી ની બાજુ માં આવી ને બેસી જાય છે...

"રાહી તું કેમ આટલી વેલી સુઈ જાય છે..."

આરતી બોલે છે...

"આજ થાક લાગેલો છે એના લીધે...

ચાલ ને આપદ કાલે જ વાત કરીશું..."

રાહી બોલે છે અને બેલકેટ માથા પર ઓઢી લે છે...

"અરે રાહી..."

આરતી બોલતા બોલતા રાહી ની બાજુ માં બેસી જાય છે...

"હા બોલ..."

રાહી બોલે છે...

"પૂછ પેલા કે આજ નો દિવસ કેવો ગયો..."

આરતી બોલે છે...

"હા બોલ કેવો ગયો દિવસ..."

રાહી બોલે છે...

"મસ્ત ગયો છે અને તને કઉ કે આજ ના આખા દિવસ અમે શું કર્યું..."

આરતી ખુશ થતા બોલે છે...

"જ્યાં સુધી આની બધી વાતો સાંભળી નઈ લઉં ત્યાં સુધી આ મને સુવા તો નથી જ દેવાની..."

રાહી મન માં વિચારે છે...

"રાહી...રાહી... તને કઉં છું..."

આરતી બોલે છે...

"અરે સાંભળું જ છું, બોલ ને તું..."

રાહી ચિડાઈ ને બોલે છે...

"જો આજે હું ફરી મોડા ઉઠી તી તો પણ સોહમ એ મને કાય ના કીધું અને પછી આમે બન્ને ફરવા માટે ગયા..."

આરતી બોલતી જ હોય છે અને જયારે તેનું દયાન રાહી પર જાય છે ત્યારે તે જોવે છે કે તે તો સુઈ ગઈ છે...

"અરે આ તો સુઈ ગઈ..."

આરતી બોલે છે અને ત્યારે જ ત્યાં સોહમ આવે છે...

"રાહી સુઈ ગઈ છે ચાલ આપડે મારા ઘરે જઈએ..."

આરતી બોલે છે અને સોહમ ની સાથે તેના ઘરે જાય છે...

*****

બીજા દિવસે સવારે વેલા જ રાહી આરતી ના ઘરે પોચી જાય છે અને ત્યાં આરતી અને સોહમ બન્ને તેની રાહ જોતા હોય છે...

"તું અહીંયા શું કરે છે...?"

રાહી સોહમ ને જોઈને બોલે છે...

"હું પણ તમારું રિઝલ્ટ જાણવા જ આવ્યો છું..."

સોહમ બોલે છે અને તે ત્રણે રિઝલ્ટ આવાની રાહ જોવા લાગે છે જેવા 7 વાગે છે તે રિઝલ્ટ જોવા પેલા આરતી નો નંબર નાખે છે...

તે ત્રણે કોમ્પ્યુટર સામે રાહ જોઈને ઉભા હોય છે કે શું રિઝલ્ટ આવશે અને એવું જ રિઝલ્ટ ખુલે છે...

"આરતી તું પાસ થઇ ગઈ અને તને 82% આવ્યા..."

સોહમ ખુશ થઇ ને બોલે છે અને તે આરતી ના ગળે લાગી જાય છે...

રાહી તે બન્ને ને જ જોતી હોય છે અને તે પણ રાહી ન રિઝલ્ટ સાંભળી ને ખુશ થઇ જાય છે થોડી વાર થઇ જાય છે પણ તે બન્ને એ જ રીતે એક બીજ થી ગળે જ લાગેલા રે છે...

"અરે મારુ પણ રિઝલ્ટ છે..."

રાહી તે બન્ને ને ગુસ્સા માં કે છે...

તે સાંભળી ને સોહમ આરતી થી દૂર થઇ ને ફરી પોતાની ખુરશી પર બેસી જાય છે અને રાહી નો નંબર લખે છે...

તે ત્રણે ની નજર ફરી કોમ્પ્યુટર પર હોય છે...

"રાહી તને 89% આવ્યા છે..."

સોહમ ખુશ થઇ ને બોલે છે..

આ સાંભળી ને તો રાહી ને પણ વિશ્વાસ નથી આવતો...

"રાહી....રાહી...સાંભળ્યું તે..."

આરતી બોલે છે...

"હા..."

રાહી બોલે છે અને ખુશી થી આરતી ના ગળે લાગી જાય છે...

"સારું હવે તમારા બન્ને ના રિઝલ્ટ તો સારા આવી ગયા અને હવે મારી જ કોલેજ માં એડમિશન પણ તમને બન્ને ને મળી જ જશે..."

સોહમ ખુશી થી બોલે છે અને ત્રણે એક બીજા ના ગળે લાગી જાય છે...

"ચાલો હું ઘરે જાઉં અને પેલા મમ્મી પપ્પા ને મારા રિઝલ્ટ વિશે જાણવું..."

રાહી બોલે છે અને ત્યાં થી જાય છે...

"તું પણ હવે ઘરે બધા ને કે અને હું જાઉં હવે..."

સોહમ બોલે છે અને તે પણ પોતાના ઘરે જાય છે...

રાહી તેના ઘરે બધા ને જયારે કે છે ત્યારે બધા ખુશ થઇ જાય છે અને પછી તે આદિ ને કેવાનું વિચારે છે...

"ના આદિ ને હમણાં નથી કેવું તેને તો હું લાઇબેરી માં મળીને કઈશ..."

રાહી મન માં બોલે છે...

"hi...આદિ..."

"hi...રાહી"

"શું કરે છે તું.."

"હું ઓફિસ માં હતો અને બધું ઠીક તો છે ને..."

"હા કેમ..."

"તારો સામે થી મેસેજ આવ્યો એટલે..."

"હા બધું ઠીક જ છે પણ..."

"પણ શું..."

"મને કંટાળો આવે છે જો તું ફ્રી હોય તો આજે વેલા લાઇબેરી આવી જજે ને..."

"હા આવી જઈશ અને ચાલ હું પેલા જલ્દી થી કામ પતાવી દઉં તો જલ્દી આવી શકું..."

આદિ તેનું કામ કરવા લાગે છે અને રાહી પણ પોતાના કામ માં લાગી જાય છે...

આ બાજુ આરતી અને સોહમ એક કેફે માં બેઠા હોય છે અને તે બન્ને નો ફરી કોઈ વાત પર ઝગડો થઇ જાય છે...

ફેકે નો મેનેજર તે બન્ને ને શાંત કરી ને ત્યાં થી જવા માટે કે છે...


"શું રાહી તેના મન ની વાત આદિ ને કેસે...?"

"આરતી અને સોહમ શું આ રીતે જ ઝગડતા રહેશે...?"

જેમ મારા મન સવાલો છે એ રીતે તમારા મન માં ગણા સવાલો હશે એના જ જવાબ લઈને હું આવીશ નવા ભાગ માં...

જોડાયા રહો મારી સાથે...

પ્રેમ થઇ ગયો સિઝન-2...
મારી સ્ટોરી ને તમારા પ્રતિભાવ જરૂર થી આપજો જેના થી મારી ભૂલો ને હું સુધારી શકું...