Self composed short stories in Gujarati Comedy stories by Jatin Bhatt... NIJ books and stories PDF | નિજ રચિત લઘુ હાસ્યકથાઓ

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

નિજ રચિત લઘુ હાસ્યકથાઓ

નિજ રચિત લઘુ હાસ્યકથાઓ ....

1. ચોર

દુરથી જોઈતી વસ્તુ જોઈ એની આંખો ચમકી. છાનોમાનો એ ઘરમાં પેંઠો. એ કંઈ ચોર ન હતો, પણ આજે એની મજબૂરી હતી. પગાર એકદમ જ ખલાસ થઈ ગયેલો. એમ પણ એ તાણી તુંસીને ઘર ચલાવતો.
જેવો ઘરમાં પેંઠો એટલે ઘરધણી ધણીયાણી ની આંખો ખુલી ગઈ.
ઘરધણીએ ઈશારાથી ધણીયાણીને ચૂપ રહેવાનું કહ્યું.પેલો જણ જોઈતી વસ્તુ લઈને નીકળી ગયો .
ધણી ધણીયાણી પેલા માણસે જ્યાંથી વસ્તુ ઉપાડી ત્યાં ગયા. એક ગડી વાળેલી ચિઠ્ઠી પડેલી જોઈ,
' સુજ્ઞ મહાશય,
આપ શાકમાર્કેટમાં હોલસેલર છો એ મને ખબર છે, આજે મારા ઘરમાં ટામેટા એકદમ જ ખલાસ થઈ ગયેલા. એમ પણ હું બહુ મોંઘા લાવેલો. પગાર એકદમ જ ખલાસ થઈ ગયેલો એટલે આજે ટામેટા લાવી ન શક્યો, એટલે આજે આવું કામ કરવું પડ્યું. તમારા ટામેટાની હોલસેલ કિંમત આ ચીઠ્ઠીની બાજુમાં ત્રાજવા ના પલ્લા નીચે મૂકેલા છે. લઈ લેશો, બે કિલો લઈ જાઉં છું . બે કિલો માં કેટલા આવે તે મને ખબર છે એટલે ગણીને લઈ જાઉં છું. કારણકે ત્રાજવું છે પણ કાટલાં નથી મળ્યા.આપની માફી ચાહું છું..
અસ્તુ ..'

લિ. એક મિડલક્લાસીયો

' તા. ક: બાજુમાં પુષ્કળ ધાણા પડ્યા છે એમાંથી એક ઝૂડી લઈ જાઉં છું. આપની જાણ સારું. ગુજરાતી છું.ધાણા તો મફત જ લઈએ ’.

2. ભેળ

પહેલા મોટો બાઉલ લીધો ને એમાં ભેળ માટેનું ચવાણું નાખ્યું.
ચવણા ની વસ્તુઓ અંદરોઅંદર વાતોએ ચડી. વાતો તો શું એ લોકો એકબીજા સાથે બિલકુલ લડવા જ માંડ્યા.
મમરા : ' અમે તો વજન માં હલકા ને સ્વાદ પણ નિરાળો. મારા વગર ભેળ ના બને '
સેવ: ' અબે, ઓ મમરા. તું તો સ્વાદ માં અલગ જ પડી જાય, તને તો મરચું મીઠું ,સીંગ નાખી સ્વાદિષ્ટ બનાવવા ટ્રીટમેન્ટ આપવી પડે. પછી અંદર મારો પ્રવેશ થાય ત્યારે કઈક સ્વાદ આવે '
બટાકા: ' હું તો રાજા ગણાઉં, મારી હાજરી તો હોય જ '
ડુંગળી: ' મારો સ્વાદ તુરો પણ મારા વગર જરાય ન ચાલે. હું રડાવું ખરી પણ પછી ખુશ પણ કરું.'
ભેળ ની બધીજ આઇટમો અંદરોઅંદર પોતેજ શ્રેષ્ઠ છે એમ માની કકળાટ કરવા માંડી. અને આ બાજુ ભવ્ય મ્યુઝિક સ્ટાર્ટ થયું જાણે કોઈ મોટા રાજા મહારાજાની એન્ટ્રી વખતે વાગે એવુ.. ને ટામેટાની એન્ટ્રી પડી. ભેળની બધી જ વસ્તુઓ ખુશ થઈ ગઈ. સંપીને ટામેટાં ને વહાલથી વળગી પડી.

3. ' ચા '
ચાહત ' ચા ' બહુ સારી બનાવે. એની બનાવેલી ચા બહુ વખણાય. એમ પણ સ્વભાવ બહુ સારો એટલે પતિ અને સાસુ, સસરા બહુ ખુશમાં રહેતા. આખા દિવસનું કામ ભલે શાંતિથી થાય પણ સવારે ' ચા ' ટાઈમસર જોઈએ એટલે જોઈએ જ. અને એ પણ ચાહતના હાથની જ.
પણ કેટલાય દિવસથી ' ચા ' નો સ્વાદ જરાક ખારાશ પડતો આવતો હતો . ને બધાને ' ચા ' આપતી વખતે ચાહત નો મૂડ પણ જરા બગડેલ રહેતો. આંખો પણ લાલ રહેતી. આખરે બધાએ પૂછ્યું: ' કેમ ચાહત,' ચા ' જરીક ખારી લાગે છે ને તારી આંખો પણ લાલ રહે છે, ખાસ કરીને ' ચા ' બનાવતી વખતે?'
નાક સિકુડતી ચાહતે જવાબ આપ્યો : ' સોરી ઓલ, પણ જ્યારે જ્યારે 'ચા' બનાવું અને અંદર આદુ નાખું ત્યારે એની કિંમત યાદ આવી જાય છે ને આંખમાંથી આંસુ સીધા ' ચા ' ની તપેલી માં પડી જાય છે. '
.
.
.
.
જતીન ભટ્ટ ' નિજ '
94268 61995