Kallu se kalia in Gujarati Comedy stories by Jatin Bhatt... NIJ books and stories PDF | કલ્લુ સે કાલીયા

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

Categories
Share

કલ્લુ સે કાલીયા

કલ્લુ નાનપણ થી જ બહુ વિચારશીલ
અને મહેનત પણ બહુ કરે, એને ખૂબ જ પૈસાદાર થવું હતું, પણ નસીબ થોડુ પાછળ પડતું હતું,
એટલે કોઈ એ એને સલાહ આપી કે તારે ખૂબ જ પૈસાવાળા થવું હોય તો મનુભાઈ થડાણી ની જીવન કથા વાંચી લે,
એટલે કલ્લુ એ તો વાંચી કાઢી,
અને વાંચ્યા પછી એનો આત્મવિશ્વાસથી ખૂબ જ વધી ગયો,
હવે એણે નજર સામે મનુભાઈ નો છોકરો સુરેશ થડાણી ને રાખ્યા,એને વિચાર્યું કે સુરેશ ને તો મનુભાઈ એ ખાસુ બધું આપ્યું , સાલું આપણા બાપા તો હાવ સીધા સાદા હતા,
એટલે જે પણ કરવાનું હોય તે મારે જ સાહસ કરવાનુ રહ્યું,
એટલે,
કલ્લુ ને થયું કે આપણે કાંઈક નવું શોધી ને માર્કેટ માં મૂકીએ,
એટલે કલ્લુ પહેલા તો પત્નીને પિયર મૂકી આવ્યો,
પત્ની નામે કલી,
થોડી ગામડિયણ, થોડી ટાઉની,
કોઈ વખત તમાકુ ખાઈ બી લે, અને કલ્લુ સાથે છાંટોપાણી પણ કરી લે,
એને નવાઈ તો લાગી કે આ કાળિયો મને પિયર જવાનું કેમ કહે છે?
'જો કલી, મારે એટલે કે આપણે ખૂબજ પૈસા વાળા થવાનું છે,
' હમ'
હવે મેં એક શોધ કરેલી છે'

'કઈલા, મને કે તો ખરો'

ના, તમારા લેડીઝ, લોકોનો ભરોસો નઈ, વાત બાર જતી રેય, '

' જો કાળિયા કશું આડુંઅવળું ના કરતો, મને ભાઈસાબ, એવી કમાણી માં ઈન્ટરેસ્ટ નઈ મલે , બૈળુ , જે મળશે એ ખાઈ લઈશું '

' ના લી, તું ખોટી ચિંતા ના કર '

એટલે કલી તો પિયર જતી રહી,

હવે કાળિયા એ જે શોધ કરેલી એમાં મચી પડ્યો...
એ કોઈક કેમીકલ લઈ આવ્યો,
પછી ભરૂચ થી વડોદરા જતા જમણી બાજુ ગંદા કચરા નો ડુંગર આવે છે, ત્યાંથી તગારું ભરીને કચરો લઈ આવ્યો,
થોડોક કચરો ટેસ્ટ ટ્યૂબ માં લઈ પ્રોસેસ ચાલુ કરી અને લો પ્યોર ગોલ્ડ તૈયાર ,
યુરેકા,
પછી તો,
સરકાર સાથે એમઓયુ કરીને આખો ડુંગર જ ખરીદી લીધો, ત્યાં સાઇટ પર જ કંપની નાખી દીધી, અમદાવાદ વાળો પીરાણા નો ડુંગર બી લઈ લીધો,
ત્યાં પણ કંપની નાખી દીધી,
કલી ને ઘરે પછી બોલાવી દીધી,

એક ફેક્ટરીમાંથી રોજ નું ઓછા માં ઓછું 1000 કિલો સોનું બનવા માંડ્યું, દરેક શહેર, દરેક રાજ્ય માં કચરા નો ડુંગર લઈ ત્યાં ફેક્ટરી ઓ નાખી દીધી,
કલ્લું માંથી કાલીયા શેઠ થઈ ગયો,
ઘર માંથી બંગલો, બંગલા માંથી ફાર્મ હાઉસ,
પુષ્કળ ગાડીઓ, પોતાનું પર્સનલ ચાર્ટર પ્લેન,
ચારે બાજુ કાલીયા કાલીયા થઈ ગયું,

1 થી 100 મા ફોર્બસ માં નામ આવી ગયું,
બીજા વર્ષે 1 થી 50 માં
અને હવે તો 1 થી 5 માં આઈ ગયો,

હવે કાલીયા શેઠ ને થયું કે સેન્ટીલા કરતા પણ ઉંચુ મકાન બનાવું, એટલે કાલીયા શેઠે થડાણી ની આજુબાજુના બધા જ બંગલા મોં માગ્યા દામ આપીને લઈ લીધા ,
અને બીજા 7 વર્ષમાં સેન્ટીલા ની બાજુમાં થડાણી કરતા પણ ઉંચુ વીલા ' કલીલા' બનાવી કાઢ્યું, પોતાની લિમિટેડ કંપનીના શેર પણ આસમાને પહોંચી ગયા,
ઓહોહો,
રૂપિયા પૈસા ની તો રેલમછેલ થઇ ગઈ, ચારે બાજુ કાલીયા શેઠ નું નામ થઈ ગયું,


હવે એક દિવસ કાલીયા શેઠ સાથે એક કરુણ ઘટના ઘટી,
સવાર સવાર માં પોતાની અગાશી પર જ્યાં હેલીપેડ ની પણ સુવિધા હતી , ત્યાં એક યુરોપિયન કન્ટ્રી માંથી એક હેલિકોપ્ટર કચરા નું સેમ્પલ લઇને આવ્યું અને આ હેલિકોપ્ટર અચાનક હાલકડોલક થઈ ને નીચે પડ્યું,
બધો બહુ કચરો નીચે પડ્યો,
કાલીયા શેઠ એકદમ કચરા ભણી ધસી ગયા,
અને તેમને અચાનક ઠોકર વાગી અને એ ગંધાતા કચરામાં ઊંધે માથે પછડાયા,
શેઠ ની પત્ની કલી જે એની સાથેજ હતી એ પણ ધસી આવી અને બોલવા માંડી,

' કાલીયા, ઓ કાલીયા
અલા ઊઠ, પાછો તું ઊંઘ માં ચાલતો આવ્યો?,
અત્યાર સુધી તો બાથરૂમ લગી આવતો હતો, અને આજે ઉકરડા માં?!!!!! સપનાય જુવે છે, ને પાછો વારે ઘડીએ હસ્યા કેમ કરે છે ?
મારા રોયા, તું ઘરે ચાલ, તારી બરાબર ની ખબર લઉં છું '

કલ્લુ એ આંખો ખોલી,
ચારે બાજુ એ જોયું...
'એની માનું 'બોલીને કપાળે હથેળી પછાડી,

.
.
.
.
.
..
જતીન ભટ્ટ (નિજ)