Prem Thai Gyo - Season 2 - Part 5 in Gujarati Love Stories by Kanha ni Meera books and stories PDF | પ્રેમ થઇ થયો - સિઝન 2 - ભાગ 5

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

પ્રેમ થઇ થયો - સિઝન 2 - ભાગ 5

ૐ નમઃ શિવાયઃ


પ્રેમ થઇ ગયો Part - 5

અત્યાર સુધી જોયું કે આજે રાહી લાઇબેરી નથી જતી અને સોહમ ના જન્મદિવસ ની તૈયારી કરે છે અને સોહમ ને સુપ્રાઇસ આપે છે...

સોહમ ની ખુશી વધારે વધી જાય છે જયારે ત્યાં બીજા પણ એના ગણા ફ્રેન્ડ ને જોવે છે બધા મળી ને કેક કાપે છે અને બધા ને ખવડાવે છે ડાન્સ કરે છે...

આ બાજુ આદિ નો ગુસ્સો વધતો જાય છે...

"જો એને નતું જ આવું તો એ મને કઈ શકતી હતી ને..."

આદિ મન માં જ બોલે છે અને પછી ત્યાં થી નીકળી ને ઘરે જાય છે...

"આદિ ચાલ બેટા જમવા માટે..."

આદિ ના મમ્મી બોલે છે...
"મને ભૂખ નથી..."

આદિ બોલી ને સીધો એની રૂમ માં જતો રે છે...

"આ આદિ ને શું થયું આજે..."

આદિ ના પપ્પા બોલે છે...

"મને પણ નથી ખબર જ્યારે ઘરે થી ગયો હતો ત્યારે તો ખુશ હતો...

હું જઈને વાત કરું છું..."

તેના મમ્મી બોલે છે...

"ના તું રે દે હું જાઉં છું એના સાથે વાત કરવા માટે..."

તેના પપ્પા બોલે છે અને તે જતા હોય છે...

"રોહિત આ જમવા ની થાળી પણ લઇ જાઓ જો એ જમે તો..."

તેના મમ્મી બોલે છે અને રોહિત તે થાળી લઇ લે છે અને આદિ ના રૂમ તરફ જાય છે....

"શું થયું આદિ..."

રોહિત તેના રૂમ માં જતા બોલે છે...

"પપ્પા... તમે..."

આદિ બોલે છે...

"તું આજ ઉદાસ લાગે છે એના માટે હું અહીંયા આવ્યો..."

રોહિત બોલે છે...

"અરે બસ થાકી ગયો છું એટલા માટે...."

આદિ બોલે છે...

"હા તો હું જમવાનું લઈને આવ્યો છું થોડું જમી ને સુઈ જા..."

રોહિત બોલે છે...

આદિ તેના પપ્પા ને ના નથી પાડી શકતો અને થોડું જમી લે છે અને રોહિત ત્યાં થી પોતાના રૂમ માં જાય છે...

Next-Day......

રાહી લાઇબેરી માં આવે છે, ત્યાં જઈને જોવે છે તો ત્યાં તેને આદિ નથી દેખાતો...

"આમ તો આ મારા થી પણ વેલો આવી જાય છે પણ આજે કેમ નથી આવ્યો..."
રાહી મન માં વિચારે છે...

થોડી વાર માં ત્યાં આદિ આવી જાય છે પણ તે તેની બાજુ માં બેસવા ની જગ્યા પર બીજી જગ્યા એ બેસી જાય છે...

"અરે આજે એ ત્યાં કેમ બેઠો..."

રાહી વિચારે છે અને પછી તે જ ઉભી થઈને આદિ ની બાજુ માં જઈને બેસી જાય છે...

"HI, આજે પણ તું મોડો આવ્યો..."

રાહી બોલે છે પણ તે કોઈ જવાબ આપતો નથી...

"અરે આદિ...આદિ... તને કઉ છું ક્યારની..."

રાહી ચિડાઈ ને બોલે છે...

"તું કાલે કેમ નતી આવી...?, તે મને કીધું પણ નઈ કે તું આવાની નથી.... "

આદિ ગુસ્સા માં બોલે છે...

"અરે હા, કાલે હું કેવાનું ભૂલી ગઈ હતી કે હું નઈ આવું અને કાલે સોહમ નો જન્મદિવસ હતો...

તો અમે બધા તેને સુપ્રાઇસ આપવાનું વિચાર્યું હતું એની તૈયારી કરવા માટે જ હું કાલે ના આવી..."
રાહી ખુશ થઇ ને બોલે છે...

"કોણ સોહમ...?"

રાહી બોલે છે...

રાહી સોહમ વિશે બધું કેવાનું ચાલુ કરે છે કે સોહમ કેવો છે શું કરે છે હમણાં પણ બસ એ ભૂલી જાય છે કે તે એના કાકા નો છોકરો છે....

રાહી ને આ રીતે સોહમ વિશે બોલતા જોઈને આદિ ને નથી ગમતું અને તે કાય બોલ્યા વગર જ લાઇબેરી ની બારે જતો રે છે...

રાહી ને સમજાતું નથી કે આદિ કેમ જતો રહ્યો...

રાહી ઘરે જાય છે પણ તેની સામે આદિ નો ચહેરો જ આવતો હોય છે...



"આટલી નાની વાત માં કોણ ગુસ્સે થઇ જાય...... પણ એની પણ વાત સાચી છે, મારે આદિ ને કઈ દેવું તું કે હું નઈ આવું....... તો તેને ખોટું ના લાગ્યું હોત...... પાછા એના પાસે મારા નંબર પણ નથી, તો એ મને ફોન કરી ને પૂછી શકે, કાલે હું એને સોરી કઈ દઈશ...."

રાહી પોતાના મન માં બધું વિચારતી હોય છે...

તે સુવા ની કોશિશ કરે છે, પણ આદિ ના વિચારો જ આવે છે, તે અભિ ને માનાવા નું વિચારે છે, અને તેના માટે ગિફ્ટ લેવા નું વિચારે છે, તે આદિ વિશે વિચારતા વિચારતા ક્યારે તેની આંખ લાગી જાય છે તેને પણ ખબર નથી રેતી.....

બીજી બાજુ આદિ પણ રાહી વિશે જ વિચારતો હોય છે....

" ખબર નઈ આ સોહમ કોણ હશે...? રાહી ને કાલે પૂછું...? પણ રાહી ને ખોટું લાગી ગયું તો...? પણ હું શું કામ આટલું બધું વિચારું છું....? શું હું માનવી ને પસંદ કરવા લાગ્યો છું.....?"

આદિ પણ રાહી વિશે વિચારતા વિચારતા સુઈ જાય છે.....


*****

બીજા દિવસે.....

રાહી લાઇબેરી માં જાય છે, ને ત્યાં પોચી અને તે અંદર જાય છે.....

લાઇબેરી માં જતા જ તેની નજારો કોઈ ને ગોતવા લાગે છે, તે આમ-તેમ જોઈ ને જલ્દી થી તેના કદમ આદિ ની તરફ વધી જાય છે.....

તે આદિ ની બાજુ માં જઈ ને બેસી જાય છે, પણ આદિ તેની સામે નથી જોતો તે બસ પોતાની બુક વાંચવા માં જ લાગ્યો હોય છે, તેન પણ ખબર હોય છે, કે તેની બાજુ માં રાહી આવી ને બેઠી હોય છે, પણ માનવી ને નજર અંદાજ કરી ને બુક વાંચવાં લાગે છે.....

રાહી તેના બેગ માંથી એક વસ્તુ નીકળે છે, અને તે વસ્તુ આદિ ની સામે રાખે છે, તે જોઈ ને આદિ ના ચહેરા પર સ્માઈલ આવી જાય છે...

રાહી ના હાથ માં એક લોકેટ હોય છે, તેના પર A લખેલો હોય છે, તે જોઈ ને આદિ ખુશ થઈ જાય છે.....

"તને શું લાગે તું મારા માટે ગિફ્ટ લાવીશ તો હું માની જઈશ...

આદિ ખોટો ખોટો ગુસ્સો કરતા બોલે છે...

રાહી આટલું બોલી ને તે આદિ ની સામે જોવે છે...

"Sorry, હવે આવી ભૂલ નઈ થાય...."
રાહી પોતાના બે કાન પકડી ને બોલે છે...

આદિ રાહી ને આ રીતે જોઈ ને હસવા લાગે છે અને તેને માફ કરે છે......


" પણ તું મને Promise આપ કે હવે જયારે તું નઈ આવાની હોય ત્યારે મને પેલા જ જણાવી દઈશ......"

રાહી બોલી ને લોકેટ આદિ ના હાથ માં આપે છે...

આદિ ના મન માં હજુ એ જ ચાલતું હોય ચ કે સોહમ કોણ છે તેના વિશે તેને પૂછું પણ તેને ના ગમ્યું તો.......

"ક્યાં ખોવાઈ ગયો તું...?

આ લોકેટ તો લે..."

માનવી અભિ સામે ચપટી વગાડતા બોલે છે....

"કાય નઈ..."

આદિ સામાન્ય થતા બોલે છે....

રાહી ના હાથ થી લોકેટ લાઈન પોતાના પોકેટ માં મૂકે છે...

"શું આદિ ને રાહી ગમવા લાગી છે અને તેને સોહમ વિશે ખબર પડશે...?"

જેમ મારા મન સવાલો છે એ રીતે તમારા મન માં ગણા સવાલો હશે એના જ જવાબ લઈને હું આવીશ નવા ભાગ માં...

જોડાયા રહો મારી સાથે...

પ્રેમ થઇ ગયો સિઝન-2...
મારી સ્ટોરી ને તમારા પ્રતિભાવ જરૂર થી આપજો જેના થી મારી ભૂલો ને હું સુધારી શકું...