Reshmi Dankh - 18 in Gujarati Thriller by H N Golibar books and stories PDF | રેશમી ડંખ - 18

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

રેશમી ડંખ - 18

18

સિમરને વનરાજને ઝેરવાળી કેડબરી ખવડાવીને મારી નાખ્યો અને પછી મોબાઈલ ફોન કરીને, ‘ડાર્લિંગ ! આપણો પ્લાન સો ટકા સકસેસ થયો છે. મે વનરાજને મોતને ઘાટ ઉતારી દીધો છે. હીરા અને રૂપિયા અહીં જ છે. તું આવ..., હું તારી વાટ જોઈને તૈયાર જ બેઠી છું.’ એવું કહીને જે યુવાનને બોલાવ્યો હતો, એને જોઈને રાજવીરનું મગજ ઘૂમવા લાગ્યું હતું. તેને એ યુવાનને જોઈને જબરજસ્ત આંચકો લાગ્યો હતો. તેને જિંદગીમાં કોઈ વાત કે વસ્તુ માટે આટલો મોટો આંચકો લાગ્યો નહોતો.

અને વાત પણ એવી હતી, હકીકત પણ એવી હતી કે, આવો મોટો આંચકો લાગ્યા વિના ન રહે.

તમે થોડાક દિવસ પહેલાં કોઈ માણસની લાશ જોઈ હોય.., તમે એ જોયું અને એ માની લીધું હોય કે, એ માણસ મરી ચૂકયો છે, અને પછી થોડાંક દિવસ પછી એ જ માણસને તમે જીવતો-જાગતો જુઓ તો તમારી કેવી હાલત થાય ? !

બસ ! કંઈક એવી જ હાલત અત્યારે રાજવીરની પણ હતી. રાજવીરે બે-ત્રણ દિવસ પહેલાં જ, કૈલાસકપૂરના જમણા હાથ જેવા સાથી વિક્રાંતની લાશને ‘મેગા માટે'ની પાછળની ગલીમાં, કારમાં એકસીડન્ટ થયેલી હાલતમાં જોઈ હતી. એ વખતે એ લાશનો ચહેરો એવી ખરાબ રીતે ઈજા પામેલો હતો કે, એ ઓળખાતો નહોતો, પણ કૈલાસકપૂરે એ લાશના કપડાં તેમજ લાશના કાંડે પહેરાયેલું ઘડિયાળ જોઈને જણાવ્યું હતું કે, એ વિક્રાંતની લાશ હતી. વળી એ કાર પણ વિક્રાંતની જ હતી અને એટલે એ લાશ વિક્રાંતની નહિ, પણ બીજા કોઈની હોવાનો વિચાર આવે કે એવી કોઈ શંકા જાગે એનો સવાલ જ નહોતો.

તેણે અને કૈલાસકપૂરે એ વિક્રાંતની જ લાશ છે, એમ માની લીધું હતું.

અને અત્યારે વિક્રાંત જીવતો-જાગતો તેની સામે હતો, અને કૈલાસકપૂરની પત્ની સિમરનને પોતાના બન્ને હાથોમાં ઉઠાવીને ગોળ-ગોળ ઘૂમી રહ્યો હતો.

અને સિમરન..., સિમરન ખડખડાટ હસી રહી હતી.

સિમરને જે રીતના તેને બેવકૂફ બનાવ્યો હતો, એ જોઈને રાજવીરને અત્યારે જ સિમરનને ગોળી મારી દેવાનું મન થઈ ગયું, પણ તેણે પરાણે પોતાના મનને વાર્યું. ‘ના ! મારે સિમરન જેવી ઓરતના લોહીથી હાથ રંગવા નથી. પળે-પળે રંગ બદલતી, તેના અને વનરાજ જેવા ચાલાક પુરુષોને પણ માત અને મોત આપતી ઝેરીલી નાગણ જેવી આ ઓરત પોતાના આ ખેલમાં છેવટે શું કરે છે ? ! એ તેણે જોવું જોઈએ ! અને એને જીવતી-જાગતી કૈલાસકપૂરના હાથમાં સોંપવી જોઈએ. સિમરન કૈલાસકપૂરની ગુનેગાર છે, કૈલાસકપૂરે એને જે સજા કરવી હોય એ સજા કરે.

“બસ-બસ, મારા રાજ્જા !' સિમરનનો અવાજ રાજવીરના કાને સંભળાયો, એટલે તે વિચારોમાંથી બહાર આવ્યો. તેણે એ જ રીતના, રસોડાની સર્વિસ વિન્ડોમાંથી જોયું, તો વિક્રાંતે પોતાના મજબૂત હાથોમાંથી સિમરનને નીચે ઊતારી.

એ બન્ને પ્રેમભરી નજરે એકબીજાને જોઈ રહ્યા, પછી બન્ને જીતભર્યું ને ખડખડાટ હસ્યા.

‘વિક્રાંત !’ હસવું રોકીને સિમરન બોલી : ‘આપણે આ રીતના જ પાગલની જેમ હસતાં રહીશું કે પછી...,’

‘...પછી આપણે આગળના આપણા પ્લાન મુજબ કરીએ છીએ.' વિક્રાંત બોલ્યો : ‘પણ પહેલાં આપણને આપણી જીત પર મન ભરીને હસી તો લેવા દે.’

‘ઠીક છે !’ કહેતાં સિમરન મીઠું મલકતાં સોફા પર બેઠી. વિક્રાંત હસતાં-હસતાં જ તેની બાજુમાં બેઠો અને આનંદભર્યા અવાજે બોલ્યો : ‘ખરેખર સિમરન, તું કમાલની છે, અને તે કમાલ કરી. '

સિમરન ગર્વભર્યું મલકી.

‘આજથી ત્રણેક મહિના પહેલાં, તું મને મળી અને આપણે પ્રેમમાં પડયા એ પછી તે, હું કરોડપતિ ન બન્યું ત્યાં સુધી મને પરણવાની ના પાડી એટલે હું રોષે ભરાયો હતો. અને તે જ્યારે મને કરોડપતિ બનાવવા માટે, “તું કૈલાસકપૂર સાથે લગ્ન કરીશ,' એ વાત કરી ત્યારે તો મને થયું હતું કે, તું પાગલ થઈ ગઈ છે અને આવું બનવું શકય જ નથી. પણ પછી તું મને હંમેશ માટે છોડી જઈશ એ બીકે મેં તારી આ આખી યોજના પ્રમાણે કામ કર્યું અને એમાં આપણે સકસેસ થયા.’ વિક્રાંતના મનમાં ખુશી સમાતી નહોતી અને એ ખુશી જાણે એના આ શબ્દો મારફત બહાર વહેતી હતી : પહેલાં તો મેં તારી યોજના પ્રમાણે તને કૈલાસકપૂરની ‘હોટલ કૈલાસ’માં રિસેપ્શનીસ્ટની નોકરી અપાવી દીધી. પછી તું ‘ન્યૂ ઈયર’ની પાર્ટીમાં કૈલાસકપૂરની નજરે ચઢે એ માટેની વ્યવસ્થા કરાવી. અને કૈલાસકપૂર તને જોઈને, તારી ખૂબસૂરતીને પામવા માટે પાગલ બન્યો હતો, પણ તું એ ટાઈપની છોકરી નથી, એવો જે તે પ્રભાવ ઊભો કર્યો, એનાથી કૈલાસકપૂર તારી સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગયો. તું પરણીને કૈલાસકપૂરની પત્ની બની.’ અને વિક્રાંતથી નિશ્વાસ નંખાઈ ગયો : ‘કૈલાસકપૂર સાથે તારા લગ્ન થયા એ રાત આખી હું ઊંધી શકયો નહોતો. મારી પ્રેમિકા સિમરન કૈલાસકપૂરની પત્ની બનીને એની બાહોંમાં ચાલી ગઈ હતી.!'

અને પોતાના દિલની વાત, દિલ ખોલીને કરી રહેલા વિક્રાંતના ચહેરા પર જે ભાવ આવ્યા એ જોઈને સિમરન હસી અને દાંતથી હોઠ કરડતાં બોલી : ‘હા..., પણ છેવટે તો આ સિમરન હંમેશ માટે તારી જ બની જવાની હતી ને !’

‘હાસ્તો.., અને એની મને ખબર હતી, એટલે જ તો હું તને કૈલાસકપૂરની બાહોંમાં જોવા છતાં ગમ ખાઈ રહ્યો હતો ને !' વિક્રાંત બોલ્યો : ‘અને પછી, આપણાં પ્લાન પ્રમાણે તે વનરાજને તારી રૂપજાળમાં ફસાવ્યો. જોકે, તારું રૂપ જ એવું છે કે, તારે જાળ પાથરવાની જરૂર જ ન પડે, વનરાજ જેવો શિકાર સામેથી જ તારી જાળમાં ફસાઈ જાય.' અને વિક્રાંતે સિમરનનો હાથ ચૂમ્યો.

સિમરને પોતાની નશીલી આંખોમાં લુચ્ચાઈ રમાડતાં વિક્રાંતના ગાલે ટપલી મારી.

વિક્રાંતે જીતભર્યું મલકતાં વાત આગળ ચલાવી : ‘વનરાજ તારા જેવી ખૂબસૂરત યુવતીને પામવા માટે, પોતાના ખાસ દોસ્ત અને પાર્ટનર કૈલાસકપૂર સાથે ગદ્દારી કરવા માટે તૈયાર થઈ ગયો. એ તારી આંગળીના ઈશારે નાચવા લાગ્યો. તે એની પાસેથી કૈલાસકપૂરના લેપટોપ વિશેની વાતો જાણી, કૈલાસકપૂરના ફાર્મહાઉસમાંની તિજોરી વિશે અને એના લૉકના નંબરની જાણકારી મેળવી, પછી એ દિવસે તે બૅન્ક પરથી ફાર્મહાઉસ સુધી પહોંચતાં સુધીમાં કૈલાસકપૂરને તારા પ્રેમમાં લપેટીને, એની લેપટોપની બેગ લઈને એની જગ્યાએ બીજી નકલી લેપટોપની બેગ મૂકી દીધી.' વિક્રાંત પોતાના મૂડમાં બોલે જતો હતો. તેની અને સિમરનની આ આખી યોજના સફળ નીવડી હતી એની તે અનેરી ખુશી અનુભવી રહ્યો હતો : ‘લૅપટોપની નકલી બેગ લઈને હું અને કૈલાસકપૂર ઉપર બેડરૂમમાં ગયા, એટલે તેં વનરાજ સાથે નક્કી થયા પ્રમાણે કૈલાસકપૂરની અસલ લૅપટોપની બેગ આ ફાર્મહાઉસના પાછળના ભાગમાં આવેલી ઝાડીઓમાં મૂકી દીધી અને પછી કારમાં અહીંથી નીકળી ગઈ.

‘તું એને બેવકૂફ બનાવીને ભાગી છૂટી છે, એ જાણીને કૈલાસકપૂર ધૂઆંસૂમ થઈ ગયો હતો, એણે મારી મારફત, ભાડૂતી હત્યારા ટાઈગર ઉર્ફે જૈકૉલને તને ખતમ કરવાનું કામ સોંપ્યું. પણ કૈલાસકપૂરના એ ભાડૂતી હત્યારા ટાઈગરને ખતમ કરવા માટે, તેમજ આપણી યોજનાના બીજા કામો પતાવવા માટે તે અગાઉથી જ બીજા ભાડૂતી હત્યારા રાજવીરને તારી રૂપજાળમાં ફસાવી લીધો હતો અને એને તારા ઈશારે નાચવા માટે રાજી કરી લીધો હતો.'

સિમરન મલકી.

ડાબી બાજુ-થોડાંક પગલાં દૂર જ આવેલા રસોડાની સર્વિસ વિન્ડોમાંથી સિમરન અને વિક્રાંતને જોઈ રહેલો અને એમની આ વાતો સાંભળી રહેલો રાજવીર મનોમન ધૂંધવાટ અનુભવી રહ્યો હતો. જોકે, તેને એ વાતનો આનંદ હતો કે, શરૂઆતમાં સિમરનની રૂપજાળમાં લપેટાયા પછી તે એમાંથી બહાર નીકળી ગયો હતો અને પોતાની રીતના સિમરનના આ ખતરનાક ખેલમાં આગળ વધ્યો હતો.

‘રાજવીરે તારી સૂચના પ્રમાણે, કૈલાસકપૂરે તને ખતમ કરવા માટે મોકલેલા ભાડૂતી હત્યારા ટાઈગરને ખતમ કરી નાખ્યો, એટલે કૈલાસકપૂર ઔર વધુ ધૂંધવાયો.’ વિક્રાંતે આગળ કહેવા માંડયું, એટલે રાજવીરે પોતાના વિચારોને રોકતાં, વિક્રાંતની વાત તરફ ધ્યાન આપ્યું.

‘કૈલાસકપૂરે બીજા ભાડૂતી હત્યારાની વ્યવસ્થા કરવાનું કહ્યું, એટલે આપણે નક્કી કર્યા પ્રમાણે મેં રાજવીરને જ બોલાવ્યો અને એને કૈલાસકપૂર પાસે તને ખતમ કરવાનું કામ સોંપાવડાવ્યું.’

‘હા,’ જાણે પોતાની આ આખી યોજનાની શરૂથી છેવટ સુધીની કડીઓ મેળવવામાં અનેરી મજા આવવા માંડી હોય એમ હવે સિમરને વાતનો છેડો પકડીને વાતને આગળ વધારી : ‘તું અને હું મળેલા છીએ એવો ખ્યાલ કૈલાસકપૂર, વનરાજ કે રાજવીરને ન જાય એ માટે મેં તને મારી નાખવાનું દશ્ય ઊભું કર્યું. આપણે એક અજાણી લાશને તારી લાશ તરીકે ખપાવી દીધી ને કૈલાસકપૂર, વનરાજ અને રાજવીરની નજર સામેથી તને હટાવી દીધો.’

‘હા,’ વિક્રાંત બોલ્યો : ‘એ લોકો મને જોઈ શકતા નહોતા, પણ હું એમને જોઈ શકતો હતો, એમની દરેક હીલચાલ જાણી શકતો હતો. મારા મોત પછી કૈલાસકપૂરે વનરાજનો સાથ લીધો. પણ આ પહેલાં જ વનરાજે તારા કહેવા પ્રમાણે, ફાર્મહાઉસની પાછળની ઝાડીઓમાં તે મૂકેલી અસલ લૅપટોપની બેગ લઈને કૈલાસકપૂરની તિજોરીમાં મૂકી દીધી હતી. એ પછી તું જે કંઈ કહેતી જતી હતી, એમ વનરાજ કરતો જતો હતો અને તું કહેતી જતી હતી એમ રાજવીર પણ કરતો તું જતો હતો. રાજવીરે તારા કહેવાથી તારી નાની બહેન નતાશાનું અપહરણ કર્યું.'

‘હા, પણ રાજવીરે નતાશાને ખતમ કરી નહિ અને નતાશાને એની મા સુમિત્રાને ત્યાં રાખી.' સિમરને કહ્યું : ‘અને વળી એણે અંધારી આલમના જાસૂસ જગ્ગીને મારા વિશેની માહિતી મેળવવાનું કામ સોંપ્યું. જગ્ગી મારા વિશેની માહિતી મેળવવામાં તેમજ તું મારી સાથે હોવાનો ભેદ જાણવામાં સફળ થઈ ગયો, પણ જગ્ગી રાજવીરને આ ભેદ જણાવે એ પહેલાં જ તે જગ્ગી અને એની પત્ની માયાને ખતમ કરી નાખ્યા, ને રાજવીરને ચોંકાવી દીધો.’

‘અને પછી છેલ્લે આપણે..,' વિક્રાંત બોલ્યો : કૈલાસકપૂર પાસેથી ચાલીસ કરોડ રૂપિયાના હીરા અને દસ કરોડ રૂપિયા રોકડા લઈને અહીં આવતી વખતે, રસ્તામાં વનરાજ પાસે રાજવીરને ખતમ કરાવી દીધો.’

‘અને પછી મેં વનરાજને પણ ઝેર આપીને મારી નાંખ્યો.' કહેતાં સિમરને જમીન પર પડેલી વનરાજની લાશ સામે જોયું.

‘હા, અને હવે..,’ રાજવીરે સિમરનનો ચહેરો પોતાની તરફ ફેરવતાં કહ્યું : “...હવે તું છે, અને હું છું.’

‘...અને ચાલીસ કરોડના હીરા, દસ કરોડ રોકડા તેમજ કૈલાસકપૂર પાસેથી ભવિષ્યમાં પણ બીજા રૂપિયા ઓકાવ્યા કરવા માટેનો પરવાનો, એટલે કે લેપટોપની બેગ છે.’ સિમરન બોલી, એટલે વિક્રાંતે પૂછ્યું : ‘હા, પણ એ હીરા અને રૂપિયા તેમજ લૅપટોપની બેગ કયાં છે ?’

‘રૂપિયા અને હીરા બહાર વેનમાં જ પડયા છે અને લેપટોપની બેગ ઉપર, કૈલાસના બેડરૂમમાં પડી છે.’

‘બસ, તો પછી...', વિક્રાંત ઊભો થયો : ...હું લૅપટોપની બેગ લઈ આવું છું.' અને તેણે કાંડા ઘિડયાળમાં જોયું. રાતના આઠ વાગવા આવ્યા હતા : બસ, હવે થોડીક વારમાં જ હેલિકોપ્ટર આવી પહોંચશે એટલે આપણે અહીંથી રવાના થઈ જઈશું.’ અને તે સીડી તરફ આગળ વધી ગયો.

રસોડામાં છુપાઈને, સર્વિસ વિન્ડોમાંથી જોઈ રહેલો રાજવીર વિન્ડો પાસેથી સહેજ હટયો. વિક્રાંત સીડીના પગથિયાં પાસે પહોંચ્યો અને સીડીના

પગથિયાં ચઢવા માંડયો.

વિક્રાંત સીડી ચઢીને ઉપર-કૈલાસકપૂરના બેડરૂમમાં પહોંચ્યો. તેણે બેડરૂમનો દરવાજો ખોલ્યો અને અંદર દાખલ થયો.

જમણી બાજુ, ટેબલ પર પડેલી કૈલાસકપૂરની લૅપટોપની બેગ તેની નજરે પડી. તેની આંખો ચમકી. ‘કૈલાસકપૂરની લૅપટોપની આ બેગ એવી એક ચાવી હતી, જે જિંદગીભર કૈલાસકપૂરની તિજોરીમાંથી ખજાનો કાઢી-કાઢીને તેને અને સિમરનને આપતી રહેવાની હતી !' મનોમન વિચારતાં વિક્રાંત ટેબલ પાસે પહોંચ્યો. તેણે લેપટોપની બેગ હાથમાં લીધી અને ખોલી. તેની નજરે લૅપટોપની બેગમાં રાજવીરે મૂકેલા બે પુસ્તકો પડયા. તે ચોંકયો. લૅપટોપની બેગમાં લેપટોપને બદલે આ પુસ્તકો કેમ છે ? ?' સવાલ સાથે વિક્રાંતે પુસ્તકો બહાર કાઢયા અને ખાલી બેગમાં જોઈને તેણે આસપાસમાં નજર દોડાવી. લેપટોપ નહોતું. ‘સિમરન ! જલદી ઉપર આવ. તેણે બૂમ પાડી.

‘શું થયું, વિક્રાંત...? !' તેને સિમરનનો ગભરાટભર્યો સવાલ સંભળાયો, પણ એનો કોઈ જવાબ આપવા રોકાયા વિના તેણે તિજોરી ખોલીને અંદર જોયું. અંદર લેપટોપની બેગ નહોતી.

ત્યાં જ સિમરન ‘શું થયું ? !' પૂછતાં રૂમમાં ધસી આવી. ‘આ બેગમાં લેપટોપ નથી !'

‘શું....? !’ સિમરને આશ્ચર્ય ને આંચકો ઉછાળ્યા પછી પાછળ-પાછળ જ કહ્યું : “વનરાજે તો મને કહેલું કે, લેપટોપ અહીં ઉપર આ બેડરૂમમાં જ છે.’

‘એટલે તે લેપટોપ જોયું નહોતું ? !'

‘ના.’ સિમરન બોલી : ‘વનરાજે કહેલું કે, લૅપટોપની બેગ અહીં ઉપર છે, એટલે મેં માની લીધેલું અને...’

‘....એટલે..., એટલે શું તે વેનમાં પડેલા રૂપિયા અને હીરા જોયા...,' ‘ના.., એ પણ મેં જોયા નથી.' સિમરન બોલી : ‘એના વિશે પણ વનરાજે જ મને કહેલું કે, એ વેનમાં...' ‘મને ડાઉટ છે કે, વેનમાં હીરા અને રૂપિયા હશે...!'

‘શું વાત કરે છે, તું ? !' અને આ કહેવાની સાથે જ સિમરન વિક્રાંતની વાટ જોયા વિના જ બેડરૂમની બહારની તરફ દોડી.

વિક્રાંત પણ તેની પાછળ ધસ્યો. પણ સીડી ઉતરતાં સુધીમાં તો તે સિમરનથી આગળ નીકળી ગયો અને મેઈન દરવાજા પાસે પહોંચ્યો.

સિમરન વિક્રાંત પાછળ દોડી.

વિક્રાંત મેઈન દરવાજાની બહાર નીકળ્યો અને નજીકમાં જ પડેલી વેન પાસે પહોંચ્યો. તેણે હેન્ડલ પકડીને વેનનો દરવાજો ખોલ્યો, એ જ પળે સિમરન તેની બાજુમાં આવીને ઊભી રહી.

બન્નેની નજર એકસાથે જ અંદર વેનમાં પડી અને બન્નેએ જાણે ધરતીકંપનો આંચકો અનુભવ્યો.

બન્ને ફાટેલી આંખે વેનની અંદર જોઈ રહ્યા.

-વેનમાં ચાલીસ કરોડના હીરાવાળી બ્રીફકેસ નહોતી.

-વેનમાં દસ કરોડ રૂપિયાથી ભરાયેલી ચાર બેગ પણ નહોતી.

અને વિક્રાંત અને સિમરને આ બન્ને વસ્તુઓ વેનમાં નહોતી ફકત એટલા માટે જ આંચકો નહોતો અનુભવ્યો.

પણ બન્નેએ વેનમાં જે કંઈ પડેલું જોયું હતું, એ જોઈને જ આટલો જોરદાર આંચકો અનુભવ્યો હતો ! ! !

 

(ક્રમશ:)