WHEEL OF THE TIME in Gujarati Science-Fiction by HARPALSINH VAGHELA books and stories PDF | સમયનું ચક્ર

Featured Books
  • આંખની વાતો

      પુષ્ટિ  બગીચામાં ફરતી હતી અને પોતાના ભૂતકાળની વાતો યાદ કરત...

  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

Categories
Share

સમયનું ચક્ર

સમય કાઇક રાત્રિ ના 11 વાગ્યા ને 23 મિનિટ થઈ રહી હતી . આંખો સામે બસ હતું તો અંધકાર ને છુંન મુંન થઈ ને બેઠો તે પવન સમય નું ચક્ર હવે ચાલી શકે તેમ નથી કેમ કે જાણે એવું લાગી રહ્યું છે કે સમય ક્યાંય રોકાઈ ગયો હોય . એવો આભાસ થઈ રહ્યો છે જાણે કાઈ એવું તો થઈ રહ્યું છે જે અજુગતું હશે વિચારવા આ મન તૈયાર નોહ્તું એટલે જોયું કે હવે વાદળો પણ તેની ચાલવા ની ગતીને રોકી રહ્યા છે. અંધકાર પણ સમય સાથે ચાલી રહ્યો છે સાવ આભાસ વગર ના દ્ર્શ્ય ને કેવી રીતે વર્ણવામાં આવે છે તે જરાક વિચારવા માં આવ્યું . ત્યારે ફરી આ શાંત દ્ર્શ્ય કાઇક કેહવા માંગતું હોય તેમ લાગે છે ફરી વિચાર્યું ત્યાં તો એવું બન્યું કે દ્ર્શ્ય મારા માટે તો કાલ્પનિક હતું તો વિચાર આવ્યો કે શું આ સમય નું ચક્ર એવું નથી લાગતું કે તે ક્યારેક સમય આપણી સાથે છે પરંતુ તે રેત ની જેમ સરકતો હોય તેમ લાગે છે પણ જો તેને રોકી લેવા માં આવે તો કદાચ કલ્પના એવી થશે જાણે બંધુ સાવ શાંત થઈ ગયું હોય .પછી ફરી એ જીવન રૂપી ગાડી ના પૈડા ચાલવા લાગશે . હા એવું તમને ક્યાંય લાગશે કે હું ક્યાંય અટવાઈ ગયેલ હોય એમ પણ ફરી શું તે ક્ષણ જીવી શકાશે ખરું બસ આ વિચાર માં ને વિચાર માં આપણે ઘણું બધું ખોઈ બેસીશું કા પછી એટલા વ્યસ્ત બની જશું કે સમજાશે નહિ કે આપણે કંઈ જગ્યાએ પોહચી ગયા છી.
થોડું વધુ વિચાર કરીશું તો કદાચ દ્ર્શ્ય બદલાયેલું હશે .જ્યા ચિત્રપટ ચાલી રહ્યું હશે રોજ નવા નવા પરદા ઉલ્ટાવવા માં આવી રહ્યા હશે જ્યા આપણે જોઇશું તો રોજ કાઇક નવું નવું બની રહ્યું હશે. ક્યાંય તે ટેકનોલોજી સ્વરૂપ હશે જે માનવી ને એક રોબોટ થી ચલાવતું થઈ જશે જ્યા કામ તો હશે પણ કરનાર નહિ હોય કોઈ બસ ત્યારે વિચાર આવશે કે હવે શું કરવું આગળ .ચક્ર જાણે થંભી ગયું હોય સાવ શુન મુન થઈ ગયું હોય પણ હા તે સમય કદાચ એવું જરૂર મને કે સમય ને ફેરવી શકાય અને તમે ફરી તે જ જૂના સ્થળે પોહચી જાઓ હા એ સમય બસ થોડા સમય માટે રોકાયેલો રહશે થોડા સમય માટે મે તે દ્ર્શ્ય ને રોકી રાખ્યું અને ત્યાં મે જે કલ્પના કરી હતી તેનું દ્રશ્ય મને હવે ફરી આંખો સામે દેખાઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું હતું ત્યાં તો દ્ર્શ્ય કાઇક એવું બન્યું કે સમય થોડા સમય માટે થંભી ગયો જોયું તો ગામ ને પાદરે એક ગાડી આવી ને ઉભી હતી ને તેમાંથી કોઈ વ્યક્તિ બહાર આવતી હોય તેમ લાગી રહ્યું હતું અને તે કાઇક કહેવા માંગતી હોય છે અને તે સમયે એકદમ મુશળધાર વરસાદ આવે છે ત્યાં તો દ્ર્શ્ય માં ફરી નવી દિશા જોવા મળે છે સામે દેખાઈ રહ્યું હતું કે નદી તો સાવ કોરી છે તો તેમાં આ પુર એકદમ આવ્યું ક્યાંથી અને ત્યાં તો ફરી સમય નું ચક્ર ચાલવા લાગ્યું હોય તેવું લાગે છે એટલે થોડો સમય હાશકારો થયો પણ ત્યાં તો ફરી કાઇક નવું બન્યું શું હતું તે કહી શકાય નહિ અને અચાનક ત્યાં એવું કાઇક થયું છે જે આંખો સામે આવી ને ઉભુ રહી ગયું હોય??
આમ ચિત્રપટ બદલાઈ રહ્યું હતું ને દ્ર્શ્ય નવું આવી રહ્યું હતું