Gamdu kevu hovu joiae in Gujarati Moral Stories by HARPALSINH VAGHELA books and stories PDF | ગામડું કેવું હોવું જોઈએ

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

Categories
Share

ગામડું કેવું હોવું જોઈએ

સૌપ્રથમ તો શરૂવાત હું કરીશ મારા પ્રેમ ભરેલા આવકાર
" ભલે પધાર્યા "
સાહેબ આ શબ્દ માત્ર કેવો ઉત્સાહ ભરી દેતો હોય છે .
જ્યારે કોઈક પ્રેમ ભરેલો આવકાર આપે અને એમાં જો તે ભૂલો કોઈ ગામડાં મા પડ્યો હોય તો " અતિથિ ઘરે આવે એટલે ગામડાં મા એવું તો ના બોલે કે કોણ છો ?ક્યાંથી આવ્યા ? કોનું કામ છે? પણ અતિથિ આગણે આવે એટલે પછી તો તેને પ્રેમ થી આવકારો મળે અને ઘરે ઘરે થી


" ચા પાણી ". કરાવે ,
એટલે જ કહેવાય ક્યારેક તો ભૂલા પડો ગામડાં મા સાહેબ જોવો કેવો આવકાર મળે છે તમને.
પ્રેમ નું બીજું નામ છે ગામડું
સ્મિત નું બીજું નામ છે ગામડું
અહીંયા આવે તેને રસ્તો ના બતાવે પણ સીધા ઘરે સુધી લઈ જાય તે તો ખરું પેહલા જેને પૂછ્યું તેના ઘરે પાછા ચા પાણી પણ કરાવતા જાય સાહેબ આવું છે ગામડું .

આજે હું તમને એ જ ગામડાં ની મીઠી વાતો જણાવી રહ્યો છું . કદાચ હું લખું તો ભૂલ હોય તો સુધાર જો .
જેની વાત તમને કહું છું તે ભલે લખી હું રહ્યો છું પણ શબ્દો તો મારી સીત્તેર વર્ષે ની દાદીમા ના જ છે .


ગામડાં ના તમને દર્શન કરાવું અને એમાં પણ અમારો દિવાળી ની મીઠો તેહવાર આવે તો કાંઈક અલગ જ રૂપ હોય તે વાત નું એક સ્મિત આવે મુખ પર ઈ આપડું ગામડું.

બાર મહિને આવતી દિવાળી અમારી ગામડા ની દિવાળી આ વાત કાઇક એમ હતી કે દિવાળી ના દિવસો હતા , હું અમારા ઘર ની સફાઈ મા માતા ની મદદ કરતો હતો . દિવાળી ની સફાઈ કરવા હું માળિયા મા પોહચી ગયો ત્યાં મને મારા બાળપણ નું ઘોડિયું મળ્યું , ઓહ મારા માટે તે દ્રશ્ય અદભૂત હતું કે જેમાં હું નાને થી મોટેરો થયો હતો .બાળપણ ની યાદો તાજી કરતો હું તે ઘોડિયા ને જોઈ ને ૫ મિનિટ બસ તેને નિહાળી રહ્યો હતો.
""અને નીચે થી અવાજ આવ્યો અલ્યા કેટલી વાર નીચે આવ"". શું કરે છે ત્યાં જલ્દી નીચે ઉતર અને હું ધડામ દઇ ને નીચે પડ્યો માળિયા માંથી,

સાહેબ દિવાળી આવે એટલે ખુશી ઓ લાવે દાદીમા નો વહાલ ને પ્રેમ લાવે રંગોળી તે જીવનમાં લાવે પ્રેમ થી તેના તે રંગો ને સજાવે દિલ થી દિલ ને તે જોડાવે
નાના બાળકો માટે શું શું લાવ્યા હશે ખબર છે તમને


ગામડા માં માન્યતા છે કે સારું કામ દિવાળી એ જ થાય કેમ કે તે દિવસો માં ગામડા માં કંઇક નવું જ બનતું હોય છે.
જેમ સગાઈ , નવું સાધન લેવું , નવું ઘર લેવું આ બધું ગામડા ના લોકો દિવાળી એ કરે છે. ગામડા ની મારી કેેહવત

છે ને કે દિવાળી એ દેવા ચૂકવાય
જૂનું ભૂલી નવું સ્વીકારી લેવાય
મને તો દિવાળી બહુજ ગમે થશે કેમ ભલે ને મારે માળિયા મા સાફ કરવા ચડવું પડે પણ મારા નાન પણ નું પેલું બળદ ગાડું
મારું ઘોડિયું ને મારી પેલી મારા દાદીમા ની યાદ
મારા દાદી માં ને મે ક્યારેય જોયા જ નથી

અમારા ગામડા મા જ્યારે પોતાના સ્વજન નું મૃત્યુ થાય તો તેમને બેસાડવા પડે આ શું નવું લાવ્યા એમ થશે ને તમને પણ ગામડા ની એક પરંપરા છે .

મારા દાદી મા ને પણ બેસાડ્યા છે એમાં એક નાળિયેર હોય અને એક ચુંદડી તેને ઓઢાડે અને તેને દીવો કરે હું તો દિવાળી માં ૫ દીવસ દાદી મા ને બે હાથ જોડી ને નમન કરું અને બસ એટલું જ કહું કે બા તમે મારી સાથે જ રેહજો ભલે મારી જોડે નથી પણ મને તમે યાદ કરાવી દેજો
જો હું કોઈ ખોટા રસ્તે જતો હોય તો મને પાછો વાળજે.
હવે હું પાછો આવું દિવાળી ઉપર તો આપડે ક્યાં હતા
વાત કરું તો અમે ૫ દીવસ રોજ વેહલા ઉથીએ ને મમ્મી પપ્પા
દાદા દાદી ને ઘર ના બધા જ સભ્યો ના ચરણ સ્પર્શ કરીએ અને તેમના આશીર્વાદ લઈને ને દીવસ નો પ્રારંભ કર્યો.
હવે હું વાત કરું ધન તેરસ નું ગામડા મા શું મહત્વ
તો ગામડું એટલે જૂની પરંપરા ને જાળવી ને તેને સાચવી રાખતું સ્થળ તે એટલે ગામડું
ધન તેરસ આ દીવસ અમારા ઘર મા ને ગામડા મા એક પરંપરા રહેલી છે કે ધનતેરસ ના દિવસે અમે સોનું ખરીદીએ હવે સોના ની વાત આવી છે તો મારા દાદા ની તમને એક વાત જણાવું તો મારા દાદા કેહતા કે તારા ફઈબા( દાદા બહેન)
ના જ્યારે લગ્ન લેવા ના હતા ત્યારે વાત કરું છું હું ૧૯૬૩ ની આસપાસ ની જ્યારે મારા ફઈબા ના લગ્ન થયા ત્યારે દાદા કેહતા કે ત્યારે તેવો સોનું ૧૫૦ રૂપિયા ના ભાવે લાવ્યા તા
ત્યારે શું પરિસ્થિતિ હતી અને આજે એજ સોનું ૩૦ હજાર રૂપિયા થઈ ગયા જો આપડે જ તે વખતે વધુ સોનું લઈ લીધું હોય તો ત્યારે દાદા એ પણ કીધું કે ત્યારે ૧૦ રૂપિયા મા ઘર નું હટાણું આખું ગાડું ભરી ને આવતું તો તમને થશે કેમ ગાડું તો શું એ સમય માં કોણ ગાડી લાવ્યું હશે અમારા ગામ મા પેહલું ટીવી પણ ૧૯૯૨ મા આવ્યું ત્યારે તો રામાયણ જ આવતી
લાગે છે થોડો આગળ નીકળી ગયો તો પાછા આપડે દિવાળી તરફ જઈએ ધન તેરસ ના દિવસે સાંજે એક તાબા નો ઠાર લેવા નો એમાં ચાંદી ના સિક્કા અને પોતે દર વર્ષે એક સિક્કો મને યાદ છે મારા તે સિક્કા ના કલેક્શન મા ૧૦ પૈસા નો સિક્કો ,પાવલી આઠ્ઠના અને ૫ પૈસા નો સિક્કો પણ મે સાચવી રાખ્યો છે તેનો ફોટો હું પછી મૂકીશ