Prem Thai Gyo - 29 in Gujarati Love Stories by Kanha ni Meera books and stories PDF | પ્રેમ થઇ થયો - 29

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

પ્રેમ થઇ થયો - 29

ૐ નમઃ શિવાયઃ


PART-29


અત્યાર સુધી આપડે જોયું કે દિયા રોમા ને મળી ને ખુશ થઇ જાય છે અને તેના સાથે વાત કરતી જ હોય છે ત્યારે તે ભૌતિક વિશે પૂછે છે અને રોમા તેને ભૌતિક સામે ઈસરો કરે છે અને તેની સાથે જે ઉભો હોય છે તેને જોઈ ને ચોકી જાય છે તેની સામે નકુલ ઉભો હોય છે...

ભૌતિક જોડે આવે છે...

"અરે દિયા તું કેમ છો..."
ભૌતિક ત્યાં આવી ને બોલે છે...

"હા બસ સારું..."
દિયા બોલે છે અને ત્યાં નકુલ અને રોહિત પણ આવી જાય છે...

"hello...દિયા..."
નકુલ તેની સામે આવી ને બોલે છે...

દિયા તેને કાય પણ જવાબ આપ્યા વગર એની સામે જોયા જ રાખે છે પણ આ વાત અક્ષત ને નથી સમજાતી કે દિયા એ કેમ જવાબ ના આપ્યો અને તે કેમ આ રીતે બિહેવ કરે છે, તેને આ વાત અજીબ લાગે છે...

"જો આ છે અક્ષત મારો ફ્રેન્ડ..."
રોહિત બોલે છે...

રોહિત એક એક કરી ને બધા થી અક્ષત ને મળાવે છે...

"જો આ રોમા અને આ ભૌતિક..."
રોહિત બોલે છે...

અક્ષત તો તે બન્ને ને પેલા થી જ ઓળખતો હોય છે, પણ એ રીતે જ વાત કરે છે, તેમને પેલી વાર જોયા હોય, દિયા એ પહેલા જ તેમના ફોટો તેને બતાવ્યા હોય છે...

"આ નકુલ..."
રોહિત બોલે છે...

નકુલ નું નામ સાંભળી ને જ અક્ષત સમજી જાય છે કે દિયા એ કેમ જવાબ ના આપ્યો...
અક્ષત નકુલ થી મળે છે...

"આ નું નામ શું છે કેટલું ક્યૂટ છે આ..."
રોમા બોલે છે...

"આદિ..."
અક્ષત જ બોલે છે...

દિયા એ જ્યારે થી નકુલ ને જોયો હોય છે જાણે એ બધું ભૂલી ગઈ હોય છે કે તે ક્યાં છે...

આદિ નામ સાંભળી ને રોમા, ભૌતિક અને નકુલ એક બીજા ની સામે જોવા લાગે છે...

"એટલે આ દિયા નું બેબી છે..."
નકુલ મન માં વિચારે છે અને બોલ્યા વગર જ ત્યાં થી જતો રે છે અને તેની પાછળ રોહિત પણ જાય છે...

"નકુલ મારી વાત સાંભળ..."
રોહિત નકુલ ની પાછળ જઈ ને બોલે છે...

"હા આ જોવા માટે જ તે મને બોલાવ્યો હતો..."
નકુલ ગુસ્સા માં બોલે છે...

"એ દિયા નું બેબી થી તે અક્ષત ની બેન નું બેબી છે..."
રોહિત બોલે છે...

રોહિત એ જ આકુળ ને ફોન કરી ને દિયા વિશે વાત કરી હોય છે અને અહીંયા બોલાવ્યો હોય છે....

રોહિત ને લાગે છે કે નકુલ સાચે દિયા ને પ્રેમ કરે છે એના માટે જ તેને નકુલ ને બોલાવ્યો હોય છે, રોહિત નકુલ ની સચ્ચાઈ થી અન્જાન હોય છે...

ત્યારે જ ત્યાં શિવ અને અહાના આવે છે...

"અરે મિતાલી ની તબિયત ઠીક નથી લગતી તો અમે ઘરે જઈએ એને લાઈન અને આદિ ને પણ લઇ જઈએ તમે બન્ને સાથે આવજો..."

શિવ બોલે છે અને આદિ ને ત્યાં થી લઈને બધા ઘરે જવા માટે નીકળી જાય છે...

"દિયા આ તારું બેબી નથી ...?"
રોમા બોલે છે...

"ના આ મારી બેન નું બેબી છે..."
અક્ષત બોલે છે...

દિયા બસ શાંતિ થી ભાવિક અને રોમા સાથે ઉભી હોય છે અને ત્યારે નકુલ ફરી થી આવે છે...

આ બાજુ શિવ બધા ની સાથે ઘરે જતો હોય છે અને ત્યારે તે દિયા અને અક્ષત વિશે જ વાત કરતા હોય છે...

"દિયા અને અક્ષત ના મોઢા કેમ ઉતરેલા હતા હમણાં..."
મિતાલી બોલે છે...

"ખબર નઈ શું હશે..."
શિવ બોલે છે...

"હા પણ ત્યાં મેં નકુલ ને જોયો એ હતો કે કોઈ બીજું..."
અહાના બોલે છે...

"શું તે ત્યાં નકુલ ને જોયો..."
મિતાલી બોલે છે...

"મેં એને ફોટો માં જોયો છે મને તો નકુલ જ લાગ્યો..."
અહાના બોલે છે...

"શિવ તું ચાલ પાછો ત્યાં..."
મિતાલી ચિંતા માં બોલે છે...

"સાંભળ તારી તબિયત સારી નથી એ બન્ને ઘરે આવે પછી તું વાત કરજે..."
શિવ બોલે છે અને તે ત્રણે ઘરે પોચી જાય છે...

મિતાલી ને હવે દિયા અને અક્ષત ની ચિંતા થતી હોય છે...

અક્ષત તે લોકો સાથે જ ઉભો તેમની વાતો સાંભળતો હોય છે અને ત્યારે જ નકુલ દિયા પાસે આવે છે...

"દિયા મારી સાથે આવ ને મારે વાત કરવી છે..."
નકુલ બોલે છે...

"હા બોલ શું કેવું છું..."
દિયા બોલે છે...

"અહીંયા નઈ મારે એકલા માં વાત કરવી છે..."
નકુલ બોલ છે...

"હા..."

દિયા પેલા તો અક્ષત સામે જોવે છે અને એને આજ સવાર ની વાત યાદ આવે છે...


4 hours ago...


દિયા તેના ઘરે થી અક્ષત ના ઘરે આવે છે અને ત્યારે અક્ષત તેને મળે છે...

"તને યાદ છે ને આજે જ તારે મને જવાબ આપવાનો છે નક્કી કરી લીધું છે ને..."
અક્ષત બોલે છે...

"હા મેં નક્કી કરી લીધું છે..."

દિયા બોલે છે ...

"હા તો હમણાં જ કેને મારા થી હવે રાહ નઈ જોવાય..."
અક્ષત બોલે છે...

"હું તને સગાઇ થી આવ્યા પછી કઈશ..."
આટલું બોલી ને દિયા ત્યાં થી સીધી મિતાલી ની રૂમ માં જાય છે...


present time...


"ચાલ દિયા..."

નકુલ બોલે છે અને દિયા તેની સાથે જાય છે પણ તેની નજર અક્ષત ઉપર જ હોય છે...

નકુલ અને દિયા સામે જઈને વાત કરે છે...

"દિયા મને માફ કરી દે હું હજુ પણ તને જ પ્રેમ કરું છું એ સમય પર હું ભટકી ગયો તો..."
નકુલ બોલે છે...

આ બાજુ અક્ષત ની નજર દિયા તરફ જ હોય છે અને તે જોવે છે કે નકુલ દિયા ના ગળે લાગે છે...

"રોહિત તે તો કીધું હતું કે રોમા અને ભૌતિક જ આવા ના છે..."
અક્ષત રોહિત ને સાઈડ માં લઇ જઈ ને પૂછે છે...

"અરે દિયા અને નકુલ એક બીજા ને પ્રેમ કરે છે એના માટે મેં એને અહીંયા બોલાવ્યો..."
રોહિત બોલે છે...

"તને ખબર છે નકુલ એ દિયા સાથે શું કર્યું હતું એના સેનાએ લીધે તે અલગ થયા..."
અક્ષત ગુસ્સા માં બોલે છે...

આજે પેલી વાર રોહિત એ અક્ષત એ આટલો ગુસ્સા માં જોયો હોય છે...

"હા કે નકુલ ને બીજી જગ્યા એ કોલેજ માટે જવું હતું એટલે બન્ને અલગ થઇ ગયા..."
રોહિત બોલે છે...

અક્ષત વધારે ગુસ્સે થઇ જાય છે અને નકુલ ની બધી વાત તે રોહિત ને કે છે અને રોહિત ને જયારે નકુલ ની સચ્ચાઈ ખબર પડે છે,ત્યારે તેને અફસોસ થાય છે કે તેને શું કરી દીધું...

"અરે મને નતી ખબર મને માફ કરી દેજે..."
રોહિત બોલે છે...

અક્ષત તેની વાત નો જવાબ આપ્યા વગર જ તે રોમા અને ભૌતિક પાસે આવી ને ઉભો રઈ જાય છે...

રોમા અને ભૌતિક ને પણ દિયા માટે ચિંતા થતી હોય છે કે ફરી નકુલ ફરી દિયા ને હટ ના કરી દે...

દિયા નકુલ સાથે વાત કરી ને નકુલ સાથે જ પાછી આવે છે અને તેને જોઈ ને અક્ષત ત્યાં થી નીકળી જાય છે...

હવે દિયા અને અક્ષત એક થશે કે દિયા નકુલ ને માફ કરી ને તેની સાથે થઇ જશે...

તે જાણવા જોડાયા રહો મારી સાથે...

પ્રેમ થઇ ગયો...