Dattak - 5 in Gujarati Short Stories by Amir Ali Daredia books and stories PDF | દત્તક - 5

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

Categories
Share

દત્તક - 5

ઉર્મિલાએ મનસુખને સુચન કર્યું કે
"તમે સુરજને આપણી તકલીફ ના સમાચાર મોકલો ને."
પણ મનસુખને ઉર્મિલાની સલાહ ના ગમી
"કેવી વાત કરે છે તુ?"
" કેમ આપણે એને આપણો દીકરો નથી સમજતા?"
"અરે વાલી.અત્યારે જે આપણી હાલત છે ને એ જોઈને તો પેટનો જણ્યો પણ દૂર ભાગે.જ્યારે આ તો પરાયો છે.અને આપણું કરજ પણ કંઈ નાનુ સુનુ નથી."
"પણ એના હૃદયમા આપણા માટે આત્મિયતા છે તમે એકવાર સમાચાર મોકલી તો જુવો."
દયામણા સ્વરે ઉર્મિલા બોલી.એના મનમા સુરજ માટે શ્રદ્ધા હતી.એને વિશ્વાસ હતો કે સુરજ જરૂર એમને મદદ કરશે.
પણ મનસુખે જમાનો જોયો હતો. જમાનાના લોકોને એ પારખી શકતો હતો.લોકો વિશે એણે ઘણુ સાંભળ્યુ હતુ.અને ઘણુ અનુભવ્યુ હતુ.
ઉર્મિલાના બંને હાથોને પોતાના હાથોમા પકડતા એણે કહ્યુ.
"તને યાદ છે? જ્યારે આપણે એને દત્તક લેવાની વાત કરી ત્યારે એ સ્વમાની અને ખુદ્દાર છોકરાએ શુ કહ્યુ હતુ કે હુ તમારો કાયદેસરનો વારસદાર ત્યારે જ બનીશ જ્યારે હું તમારી પાસે છે એટલા નહિ. પણ કમ થી કમ એના થી અડધી મિલકત ભેગી કરી લઈશ પછી.એ ઉગીને ઊભા થયેલા છોકરા ને જો આપણી વસી વસાવેલી સંપત્તિને ભોગવવામા જો નીચાપણુ લાગતું હોય. તો તુ વિચાર કર.કે એની પાસે હાથ લંબાવવામાં મને આ ઉંમરે કેટલી તકલીફ થાય.મારા ધોળામાં ધૂળ પડે ઉર્મિ."
"તો આપણે શુ કરીશું?"
ઉર્મિલાના પ્રશ્નના ઉત્તરમાં મનસુખે આટલું જ કહ્યુ.
"જે ઈશ્વર સુજાડશે એમ કરીશુ.પહેલા આપણે શાહુકારની નોટીસની રાહ તો જોઈએ."
અને એ દિવસ પણ આવી ગયો. ઉત્તમચંદ પોતાના વકીલ બાબુલાલની સાથે મનસુખને મળવા આવ્યો.અને સીધી મુદ્દાની વાત કરતા બોલ્યો.
"મનસુખભાઈ.તમે એક વરસની મુદતે પૈસા લીધા હતા.અને હુ સવા વર્ષે તમારી પાસે ઉઘરાણીએ આવ્યો છુ."
"મને માફ કરશો ઉત્તમભાઈ.તમારા પૈસા હું ચૂકવી શકુ એવી હજુ પણ મારી સ્થિતિ નથી.એટલે હું કોઈ જાતના ત્રાગા કે બહાના પણ નહીં કરું.કાયદેસર તમે જે કરશો એમાં હું તમને સહયોગ આપીશ."
"તમારી નિખાલસતા અને સ્પષ્ટતા મને ગમી.તમે કહેતા હો તો તમારી મુદત હું વધારી આપુ."
ઉત્તમચંદે દરિયાદિલી દેખાડતા કહ્યુ.
પણ મનસુખે સ્પષ્ટ શબ્દોમા કહી નાખ્યુ.
"મુદ્દત વધારીને કશો ફાયદો નથી ભાઈ. અત્યારે મારી પાસે આવક નુ કોઈ સાધન છે નહી.એટલે મારાથી તમારું દેવું ચૂકવાય એમ છે જ નહી.માટે તમે કહેશો તેમ કરવા હુ રાજી છુ."
મનસુખે પોતાના બુઠા હથિયાર હેઠા નાખીને શરણાગતિ સ્વીકારી લીધી. શાહુકારે પોતાના વકીલને પૂછ્યુ.
"શુ કરીશુ બાબુલાલ?"
"મનસુખભાઈ પોતે જ્યારે એમ કહી રહ્યા છે.કે તે પૈસા ચૂકવી શકે એમ નથી તો હવે વધારે ખેંચવાની કોઈ જરૂર નથી એમની પાસેથી બંગલો ખાલી કરાવીને તમે તમારા હસ્તક લઈ શકો છો."
બાબુલાલે સજેશન આપ્યું.
ઉત્તમચંદે મનસુખને પૂછ્યુ.
"તો બોલો મનસુખભાઈ.ક્યારે આપો છો બંગલાનો કબજો?"
મનસુખે બંને હાથ જોડીને કહ્યુ.
"તમે જ્યારે કહો ત્યારે હું બંગલો તમને સોપવા તૈયાર છુ."
મનસુખની તૈયારી જોઈને વકીલ બાબુલાલે ઉત્તમચંદને કહ્યુ.
"ઉત્તમસેઠ.કાયદેસર આપણે ત્રણ મહિનાની નોટિસ મનસુખભાઈ ને આપવી જોઈએ.આ મે મહિનો ચાલે છે આપણે આવતી કાલે કોર્ટ થ્રુ ત્રણ મહિનાની નોટિસ મોકલી દઈએ.એક ઓગસ્ટ સુધીમાં આપણને બંગલાનો કબજો મળી જાય."
ઉતમચંદે મનસુખ સામે જોતા પૂછ્યુ.
"મનસુખભાઈ એક ઓગસ્ટ બરાબર છે ને? આમા હજી તમારે વધારે મોહલત જોતી હોય તો ક્યો."
ચહેરા પર હારેલા રાજવી જેવું સ્મિત ફરકાવતા મનસુખે કહ્યુ.
"મારા માટે આ મુદત પણ વધારે જ છે. હું ખુશીથી ઍક ઓગસ્ટના બંગલો ખાલી કરી આપીશ."
"ઠીક છે ત્યારે રજા લવ."
કહીને શાહુકાર અને વકીલ રવાના થયા.
અને બીજે દિવસે કોર્ટની નોટિસ પણ આવી ગઈ. ઉર્મિલાનું કાળજુ કકળી રહ્યુતુ. એણે ચિંતા ભર્યા સ્વરે મનસુખને પૂછ્યુ.
"હવે આ ઉંમરે આપણે ક્યાં જઈશું?"
"ઉપરવાળો છે ને એ વાલી.એ સુજાડશે એમ કરીશુ.બસ તુ હિંમત રાખ."
ઉર્મિલાને ધૈર્ય બંધાવવાની મનસુખે કોશિશ તો કરી.પણ અંદરથી એ પોતે પણ ભાંગી જ પડ્યો હતો.
વર્ષોથી પોતાને ત્યાં કામ કરતા વફાદાર નોકર ગભાને બોલાવીને મનસુખે ભારે મને કહ્યુ.
"જો ભાઈ.હવે અમે અહીં ત્રણ જ મહિનાના મહેમાન છીએ.એટલે તુ બીજે ક્યાંક તારો બંદોબસ્ત કરી લે."
"તમે અહીંયા છો ત્યાં સુધી તો મને તમારી સાથે રહેવા દો શેઠ."
કાકલૂદી ભર્યા સ્વરે ગભો બોલ્યો.
"પણ ભાઈ હવે અમારી પાસે તારો પગાર દેવાનો પણ વેત નથી રહ્યો."
"આટલા વરસ મેં તમારુ લુણ ખાધુ છે. બસ તમે અહીંયા છો ત્યાં સુધી મને તમારી સેવા કરી લેવા દો.મારે પગારમાં હવે પાઈ પણ ન જોવે.પછી જેવા આપણા અંજળ."
"ઠીક છે."
એક નિસાસો નાખીને મનસુખે ગભાની વાત સ્વીકારી.

વધુ આવતા અંકે