Dattak - 1 in Gujarati Short Stories by Amir Ali Daredia books and stories PDF | દત્તક - 1

Featured Books
  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

  • આ મોબાઇલે તો ભારે કરી!

         જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો...

Categories
Share

દત્તક - 1

( વાચક મિત્રો. આ વખતે ઍક ઈમોશનલ વાર્તા લઈને આવ્યો છુ. ઇન્શાલ્લાહ ગમશે.)
સાંજે પાંચેક વાગ્યાના સુમારે ઉર્મિલાબેન અને મનસુખભાઈ ચા પીતા પીતા અલકમલક ની વાતો કરતા બેઠા હતા.અચાનક ઉર્મિલાએ કહ્યુ
"માઠુ ન લગાડો તો એક વાત કહુ?"
"હા કે ને મારી વાલી."
મનસુખ અને ઉર્મિલા પચાસ વટાવી ચૂકેલુ આધેડ દંપતિ હતુ.વડોદરામા પોતાના વિશાળ બંગલામાં એકલા જ રહેતા હતા.નિસંતાન હતા.એક નોકર હતો ગભો.જે ઘરની સાફ-સફાઈ કરતો. કોઈક કામસર આઘો પાછો થઈ ગયો હોય અને બંને એકલા જ હોય.ત્યારે મનસુખ પ્રેમથી ઉર્મિલા ને ક્યારેક *વાલી*તો ક્યારેક ફક્ત*ઊર્મિ*કહીને સંબોધતો હતો.
મનસુખને ટ્રાન્સપોર્ટ નો નાનો એવો બિઝનેસ હતો.ત્રણ છોટા હાથી હતા. ત્રણેય ઉપર ત્રણ ડ્રાઇવર અને ત્રણ ક્લીનર એમ છ જણા નો સ્ટાફ હતો. મસ્ત મજાની જિંદગી એ બંને જીવી રહ્યા હતા.બસ એક જ ખોટ હતી અને એ હતી સંતાનની.
ઈશ્વરે એમને એક ઔલાદ જરૂર આપી હતી પુત્ર રુપે.પણ એ પાંચ વરસની નાની ઉંમરમાં જ અકસ્માતે મરણ પામેલો.અને ત્યાર પછી ઉર્મિલા ને કોઈ સંતાન ના થયુ.
મનસુખે જ્યારે કહ્યુ કે.
"હા કે ને મારી વાલી."
ત્યારે ઉર્મિલાએ અચકાતા અચકાતા કહ્યુ.
"મને છે ને આપણો ડ્રાઇવર સૂરજ બહુ જ ગમે છે."
ઉર્મિલા ના શબ્દો સાંભળીને મનસુખ સોફા ઉપર બેઠા બેઠા બે ફુટ અધ્ધર ઉછળ્યો.
"શુ બોલી ઈ.ઇ? જરા તારી ઉંમર તો જો.અને સુરજ ની ઉંમર જો."
"શું તમે પણ?"
છણકો કરતા એણે કહ્યુ.
"લાજો.લાજો.જરાક કાંઈ પણ ધારી લ્યો છો તે."
"તો તુ કહેવા શુ માંગે છે? ખુલાસાથી કેને"
"એ જ્યારે જ્યારે ઘરે આવે છે.ત્યારે ત્યારે ખબર નહીં કેમ.એના પ્રત્યે મારા મનમાં હેત ઉભરાઈ આવે છે."
ઉર્મિલા ગદગદ સ્વરે બોલી.
"અને મને આપણો મોહન યાદ આવી જાય છે."
આટલુ કહેતા કહેતા ઉર્મિલાની આંખો છલકાઈ ગઈ.
"મોહન જો જીવતો હોત તો આજે સુરજ જેટલો જ હોત."
જાણે ઉર્મિલાની લાગણીના મનસુખે પણ પડઘા પાડ્યા.
"મારી એક વાત માનશો?"
ઉર્મિલાએ પૂછ્યુ તો મનસુખે પ્રશ્નાર્થ ભરી નજર ઉર્મિલા ઉપર માંડી.
"તમે ઓફિસે ના ગયા હો ત્યારે એ તમને હિસાબ દેવા ઘરે આવે છે ને? તો એવું ન થાય કે સૂરજ રોજ ઘરે આવે."
"એવું કેમ બને ઉર્મિ?"
"આપણે એને દત્તક લઈ લઈએ તો?"
ઉર્મિલાએ ઉત્સાહ પૂર્વક પૂછ્યુ.પણ એના એ ઉત્સાહ પર મનસુખે ઠંડુ પાણી રેડ્યુ.
"એ શક્ય નથી."
" કેમ?"
"કેમ કે એ લાવારીસ નથી.એને માં નથી.પણ એનો બાપ છે.અને એના બાપે એને લાડકોડથી ઉછેર્યો છે.એ એના બાપનો એક માત્ર સહારો છે. એટલે આપણે એને દતક ન લઈ શકીએ.અને એનો બાપ આપણને એ દત્તક આપે પણ નહિ સમજી?"
એક હળવો નિસાસો નખાઈ ગયો ઉર્મિલાથી.
"પણ તમે એટલુ તો કરી શકો ને કે કમ થી કમ રોજ સાંજે આપણી સાથે એ વાળુ કરે એટલુ તો એને કહી શકોને?"
ઉર્મિલાની વાત સાંભળીને મનસુખે કહ્યુ
"જો ભાઈ આવુ બધુ બોલતા મને નહી ફાવે.તુ એક કામ કર.હું આજે ઓફિસે નથી ગયો એટલે એ હિસાબ દેવા હમણાં આવતો જ હશે.તો તુ વાત કરજે એની સાથે."
સુરજ અને હરિ બન્ને હાલોલ ના રહેવાસી.બંને સારા મિત્રો હતા.સૂરજ ડ્રાઇવર અને હરિ ક્લીનર તરીકે મનસુખના ટેમ્પો ઉપર કામ કરતા. રાજપરામાં નાનકડી ઓરડી લઈને એમા એ બન્ને સાથે રહેતા.રવિવારે રજા હોય એટલે શનિવારે સાંજે હાલોલ વયા જાય.અને સોમવારે સવારે આવીને પાછા પોતાના કામે લાગી જાય.
આજે માલ ખાલી કરીને સુરજે હરિને રાજપરા ઉતારી દીધો અને પોતે મનસુખશેઠને હિસાબ દેવા એમના બંગલે ગયો.
હમેશની જેમ ઉંબરામાં ઉભા ઉભા જ ખિસ્સામા હાથ નાખીને એણે રૂપિયા કાઢ્યા અને શેઠ તરફ લંબાવ્યા.
"જરાક બેસ તો ખરો."
માયાળુ સ્વરે ઉર્મિલા બોલી.
"ના..ના વાંધો નહી."
"પાંચ મિનિટ તો બેસને ભાઈ."
ઉર્મિલાએ સોફા તરફ ઈશારો કરતા કહ્યુ.
પોતાના શેઠ અને શેઠાણી સામે બેસતા સુરજ ને સંકોચ થતો હતો.અને એના એ સંકોચને મનસુખે પારખી લીધો. એટલે એણે ભાર દઈને કહ્યુ.
"બેસને ને ભાઈ."
એટલે સુરજ ખચકાતા ખચકાતા સોફા ઉપર બેઠો.
"બેટા મારી એક વાત માનીશ."
મમતાળુ સ્વરે ઉર્મિલાએ પૂછ્યુ.
પ્રશ્નાર્થ ભરી નજરે સુરજે પૂછ્યુ.
"શુ માસી?"
"બેટા.તુ રોજ સાંજે અમારી સાથે વાળુ કરે તો."
કેટલા પ્રેમ અને વાત્સલ્યથી માસી પૂછી રહ્યા હતા.આનો શું જવાબ આપવો એ સૂરજને સુજતુ ન હતુ.ના પાડીશ તો એમને દુઃખ થશે.અને હા કહીશ તો તકલીફ.અને એ પોતાની શેઠાણીને તકલીફ દેવા માંગતો ન હતો.
"ના માસી.નાહક તમને તકલીફ થશે."
સૂરજનો નકાર સાંભળીને ઉર્મિલાની આંખોમાં ઝળળિયા આવી ગયા.
"બેટા મારા મોહનને બાળપણમા જ મૃત્યુ ભરખી ગયુ હતુ.એ આજે જીવતો હોત તો તારા જેટલો જ હોત.એના માટે કંઈ કરવામાં શું મને તકલીફ થાત?"
આશ્ચર્યથી સુરજ ઉર્મિલાને જોઈ રહ્યો.
"અને તારી માસી તારી અંદર પોતાના મોહનને શોધી રહી છે.શું તું એને નિરાશ કરીશ?"
મનસુખે એને ટપાર્યો.
સુરજે પોતાના ચહેરા ઉપર કૃષ્ણમયી સ્મિત ફરકાવ્યુ.અને ઉર્મિલાબેનના બંને હાથોને પોતાના હાથમાં લઈને કહ્યુ
"આજથી હું તમારી સાથે જ વાળુ કરીશ બસ?"
ઉર્મિલા પોતાના હર્ષ અને ઉત્સાહને કાબુમાં ના રાખી શક્યા.
એક માં પોતાના સગા દીકરાને ભેટે એમ એ સૂરજને વળગી પડ્યા.

વધુ આવતા અંકે