Formed laughing globules in Gujarati Comedy stories by Jatin Bhatt... NIJ books and stories PDF | નિજ - રચિત હાસ્ય કણિકાઓ

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

નિજ - રચિત હાસ્ય કણિકાઓ






' નિજ ' રચિત હાસ્ય કણિકાઓ :

હિટવેવ માં માણો લાફટરવેવ (ઉનાળામાં કરેલ હાસ્ય સૂક્ષ્મ નિરીક્ષણ):

_ તું હવે AC બંધ કરશે?, ક્યારનુંય ચાલે છે, પછી ગરમ થઈ જશે...
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😃
_ અરે સાંભળે છે? ગેસગીઝર બંધ કર, એટેચ બાથરૂમમાં જરૂર નથી...
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😃
_ તમે એક વાત નોટિસ કરી હશે કે ઉનાળામાં કાપડની ખપત ઓછી થાય છે...
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😃
_ ઉનાળામાં ગાર્ડનમાં ફરવા જવાથી પત્નીના મગજને ઠંડક મળે અને પતિની આંખોને પણ...
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😃
_ મોલમાં વિન્ડો શોપિંગ કરવાવાળાઓની ભીડ વધી જતી હોય છે, એ લોકો ત્રણ કલાકે ય બહાર નથી નીકળતા હોતા, (આપણો ગોટ્યો તો મંજરી અને બેબીને લઈને મોલમાં જાય ત્યારે બેબીને ટ્રોલી પર બેસાડી દે અને એ બન્ને જણા આરામથી ત્રણ ચાર કલાકે બહાર નીકળે)...
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😃
_ ઉનાળામાં કોઈ પણ ગાડીની બેટરી બ્લાસ્ટ થઈ શકે બિલકુલ પત્નીના મૂડ ની જેમ...
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😃
_ ડૉક્ટરોની પાસે હમણાં એસિડિટીના કેસો બહુ આવે( અમારા એરિયામાં ચાર વડાપાઉં વાળા છે અને એ દરેકને ત્યાં જબરદસ્ત ભીડ રહેતી હોય છે)...
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😃
_ પરસેવાથી કપડાનું વજન પણ વધી જતું હોય છે...
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😃
_ અમુક કાસ્ટમાં કેરીગાળો ઉજવાતો હોય છે, એમાં એવું હોય કે કોઈ એક ફેમિલી એના સગાવ્હાલાઓને કેરીના રસની સાથે સંપૂર્ણ મેનુ જમાડતા હોય છે, વસ્તુ એ આવે કે જે પહેલો યજમાન હોય એ જે કેરી લાવેલો હોય એમાંની કે પછી એની કરતા ઊંચી કેરી પછી બીજા યજમાન લાવે, નઈ તો પછી ઝઘડા ચાલુ થઈ જાય, જોકે એ પાછા મીઠા ઝઘડા હોય હોં...
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😃
_ સેલ્સમેન લોકો ખૂબ ટ્રાવેલ કરીને ઘરે આવીને બરાબર સાબુ ચોળીને નહાય પછી જુએ તો સાલો સાબુ ય કાળો થઈ ગયો હોય...
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😃
_ મજા લગ્નપ્રસંગે આવે,એક તો હેવી મેકઅપ કર્યો હોય અને પછી પરસેવાના રેલા ઉતરે ત્યારે મેકઅપ પર રીતસરની ઊભી લાઈનો દેખાય...
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😃
_ મોંઢા પર ઓઢણી લગાવેલી યુવતી જ્યારે તમને મળે અને પૂછે:
' અંકલ કેમ છો, ઓળખાણ પડી?'
તમે બોલવાના : ' ના બેટા '
અને એ ' બેટા ' જ્યારે મોઢું ખુલ્લું કરે ત્યારે ખબર પડે કે આ તો મારી જ ઉંમરની જૂની પડોશણ છે...
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😃
_ સ્કુટર ની સીટ પર કોઈ બેન રવા નો પૂડલો બનાવે છે એ રીલ જોઈને
મંજરીએ પણ એવોજ પ્રયત્ન કરી જોયો, પૂડલો ચોંટી ગયો અને તબેથાથી જોરથી ઊખાડવા ગઈ તો સ્કુટરની સીટ ફાડી નાખી...
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😃
_ સ્કુટરની ડિકીમાં દૂધ મૂકેલું, ઘરે જઈ ડિકી ખોલીને જોયું તો દૂધ ગરમ થઈ કોથળી ફાડીને બહાર (ઊભરાઈ ગયું હતું)...
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😃
_ મજા ઝૂ માં આવે, ગેંડો ય આપણી કરતા ઓછો કાળો લાગે...
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😃
_ એમ તો મારા જેવા ટકલુઓને ફાયદો ય થાય જેમ કે અમારા માથા પર ડાયરેક્ટ પવન આવે , અમારે ખોડોય ના થાય, મોઢું ધોઈએ એટલે આખું માથુજ પલાળી દઇએ કેમ કે ખબર જ ના હોય કે એન્ડ ક્યાં છે,જ્યારે વાળ વાળાઓને વાળમાં પરસેવો વળ્યા કરે, એને લીધે ખોડો પુષ્કળ થાય, વાસ પણ મારે, છી: ( ગર્લફ્રેન્ડ દૂર બેસે એ પાછી આડવાત હોં)...
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😃😄
_ એક આઈડિયા એ પણ છે કે ભર બપોરે મલ્ટિપ્લેક્સમાં સિનેમા જોવા જાઓ, કોઈ પણ બે મિત્ર જાય પછી અડધા કલાકે બહાર આવે ને બીજા મિત્રો જાય, બસ AC ની ઠંડક માણતા રહો ...
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😃😄
_ રાત્રે AC બંધ થઈ ગયું હતું, બે વાગ્યે ભૂત આવ્યું તો ગોટ્યો જાગતો જ હતો, ' સાલા ,તું પણ હમણાં આવવાનો થયો, બોલ્યો માણસ ગંધાય માણસ ખાઉં, લે ખાઈ જા મને '
ભૂતભાઈ: ' છી:, આવી ગંધાતી ભીની બોડી હું ના ખાઉં ' કહીને છુ થઈ ગયો. (જોયું ફાયદો પણ થાય છે ને)...
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😃😄
.
.
.
જતીન ભટ્ટ ' નિજ '
94268 61995