Prem Thai Gyo - 20 in Gujarati Love Stories by Kanha ni Meera books and stories PDF | પ્રેમ થઇ થયો - 20

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

પ્રેમ થઇ થયો - 20

ૐ નમઃ શિવાયઃ

PART-20

અત્યાર સુધી આપડે જોયું કે દિયા પણ તેનો પ્રેમ નો ઇશહાર નકુલ ને કરી દે છે...

6 મહિના થઇ ગયા હોય છે અને સમય ની સાથે દિયા નો પ્રેમ નકુલ માટે વધતો જાય છે...

"નકુલ યાર ક્યાં છો ક્લાસ નો સમય થવા આવ્યો છે..."
દિયા નકુલ ને ફોન કરી ને કે છે..

"આજે થોડું કામ છે તો પાપા જોડે બારે આવ્યો છું.."
નકુલ બોલી ને ફોન મૂકી દે છે દિયા બોલે તે પહેલા જ...

"શું કીધું નકુલ એ..."
ભાવિકા બોલે છે...

"અરે તે તેના પાપા સાથે બારે છે તો હમણાં નઈ આવી શકે..."
દિયા બોલે છે અને બધા ક્લાસ માં જાય છે...

*****

દિયા તો ખુશ હોય છે નકુલ જોડે અને ત્યારે જ ભૌતિક અને રોમા ના લગ્ન નક્કી થઇ જાય છે...

"જોવો મારા લગ્ન 3 મહિના પછી છે તો તમારા બધા એ મારી મદદ કરવી પડશે...."
રોમા બોલે છે...

"હા અમે છીએ જ ને જોડે..."
દિયા બોલે છે...

તે બધા રોમા સાથે બારે ખરીદી કરવા માટે જતા રે છે...

******

રોમા ઘર માં આમ થી તેમ આતા મારતી હોય છે...

"અરે તું કેમ આમ આતા મારે છે..."
દિયા રોમા ના રૂમ માં આવતા બોલે છે...

"અરે હજુ મહેંદી વાળી નથી આવી..."
રોમા ચિંતા માં બોલે છે...

"તું શાંતિ થી બેસી જ હું ફોન કરું છે એને..."
દિયા બોલી ને ફોન લગાવે છે..

"શું કીધું..."
રોમા ઉતાવળ થી બોલે છે...

"બસ આવે જ છે થોડી વાર માં..."
દિયા બોલી ને રોમા ની બાજુ માં બેસે છે...

"કેવી ચાલે છે તમારી તૈયારી..."
નકુલ રૂમ માં આવતા બોલે છે...

"સારી જ ચાલે છે તું અહીંયા શું કરે છે..."
રોમા બોલે છે...

"મને તો ભૌતિક એ તને કંઈક આપવા માટે મોકલ્યો છે..."
નકુલ બોલે છે...

"શું કે મને.."
રોમા ખુશ થઇ બોલે છે...

નકુલ રોમા ને એક બોક્સ આપે છે...

"અરે આમ તો એ જ ઈરરિંગ છે જે મને ગમતા હતા..."
રોમા બોલે છે...

ત્યાં જ મહેંદી વાળી પણ આવી જાય છે...

ભાવિકા, રોમા અને દિયા મહેંદી લાગવા માટે બેસી જાય છે...

બીજા દિવસે હલ્દી હોય છે...

"મારા થી કાય ભૂલ થઇ છે..."
દિયા નકુલ ને કે છે...

"અરે ના કેમ આવું પૂછે છે..."
નકુલ બોલે છે...

"હું કેટલા દિવસ થી જોવું છું તું ફોન પણ નથી કરતો અને સાથે હોઈએ ત્યારે પણ વાત નથી કરતો..."
દિયા ઉદાસ થઇ ને બોલે છે...

"અરે મારી જાન એવું નથી હમણાં થી પાપા એ બધું કામ મારા પર મૂકી દીધું છે એટલે હું થોડો ટેન્શન માં હોઉં છું..."
નકુલ બોલે છે...

"હા પણ તું મને કઈ દેતો જા જે પણ વાત હોય તે..."
દિયા બોલે છે...

"હા મારી જાન..."
નકુલ બોલે છે...

"તારા મહેંદી નો રંગ તો સારો આવ્યો છે..."
ભાવિકા તેમની પાસે આવી ને બોલે છે...

"હા એ તો આવાનો જ છેને હું એને પ્રેમ એટલો કરું છું તો..."
નકુલ બોલે છે અને ત્યાં થી ભૌતિક પાસે જાય છે...

ભૌતિક અને રોમા ના ધૂમધામ થી લગ્ન થઇ જાય છે, તેમન લગ્ન ના ૧ મહિના પછી રોમા ફરી કોલેજ આવાનું ચાલુ કરે છે...

રોમા આવી ને સીધી દિયા પાસે જાય છે અને તેની સાથે ભૌતિક પણ હોય છે...

"દિયા તું અમારી સાથે આવ અમારે કંઈક વાત કરવી છે તારી સાથે..."
રોમા બોલી ને દિયા ને તેની સાથે લઇ જાય છે...

"હા બોલ રોમા..."
દિયા બોલે છે..

"હું અને ભૌતિક 2 દિવસ પહેલા પરિવાર સાથે બારે જમવા માટે ગયા તા ત્યારે મેં નકુલ ને ત્યાં જોયો અને તેની સાથે કોઈ છોકરી પણ હતી..."
રોમા બોલે છે...

"તું મસ્તી કરે છે મારી સાથે અને તને આવું કેવું માટે નકુલ એ જ કીધું છે ને ક્યાં છે એ..."
દિયા બોલે છે...

"અરે હું સાચું કઉ છું અને મેં એમનો ફોટો પણ લીધો તો પણ ત્યારે પરિવાર ના બધા વ્યક્તિ હતા એના લીધે હું અને ભૌતિક તેની પાસે ના ગયા..."
રોમા બોલે છે...

"હા તો તું મને પહેલા તે ફોટો બતાવ..."
દિયા બોલે છે...

રોમા તેના ફોન માં તે ફોટો બતાવે છે. તેને દિયા જોઈ ને જાણે તેના પગ નીચે ની જમીન જ ખસી ગઈ હોય તેવું તેને લાગે છે...

તેને એ દિવસો યાદ આવે છે જયારે ભૌતિક અને રોમા ના લગ્ન થતા હતા અને તેમના હર એક ફેરા સાથે લીધેલા વચન તે પણ લેતા હતા...

દિયા ત્યાં જ નીચે બેસી જાય છે...

"દિયા...દિયા પોતાને સાચવ તું પેલા..."

રોમા બોલી ને તેને ઉભી કરવા ની કોસીસ કરે છે...

દિયા રોમા ના ગળે લાગી ને રોવા લાગે છે...

આ બાજુ ભૌતિક અને ભાવિકા બેઠા હોય છે...

"રોમા ને એવી તો શું વાત કરવી હતી કે તે મને પણ આવા ની ના પડી દીધી..."
ભાવિકા બોલે છે...

"મને પણ નથી ખબર તે આવી ને જ કેસે હવે..."

ભૌતિક બોલે તો છે પણ તેને તો બધી વાત પહેલા થી ખબર હોય છે અને નકુલ પર ગુસ્સો પણ ગણો હોય છે...

તે બન્ને વાતો કરતા જ હોય છે ત્યારે નકુલ આવે છે...

"અરે મારી જાન ક્યાં છે એને મેં એટલા ફોન કર્યા પણ તેને એકે ફોન નો જવાબ ના આપ્યો..."

નકુલ આવી ને બોલે છે અને તેનો હાથ ભૌતિક ના ખભા પર રાખે છે પણ ભૌતિક તેનો હાથ હટાવી દે છે...

ત્યારે જ ત્યાં રોહીત આવે છે...

"congratulations...ભૌતિક.."
રોહિત બોલે છે...

"thank you ભાઈ..."
ભૌતિક બોલી ને રોહિત થી હાથ મિલાવે છે...

"હવે તો બીજા લગ્ન નકુલ અને દિયા જ હશે ને..."
રોહિત નકુલ સામે જોઈ ને બોલે છે...

"બસ મારી જાન ના ઘરે વાત કરી લઈએ એટલે પછી આમ પણ કરી લઈશું..."
નકુલ બોલે છે...

થોડી વાર પછી રોહિત ત્યાં થી જાય છે ત્યારે રોમા નો ફોન આવે છે ભૌતિક પર...

"સાંભળ તું જલ્દી અહીંયા ભાવિકા ને મોકલ..."
રોમાં બોલી ને ફોન મૂકી દે છે...

"ભાવિકા તને રોમા ગાર્ડન માં બોલાવે છે..."
ભૌતિક બોલે છે..

"દિયા ક્યાં છે એ પણ એની સાથે જ છે...?"
નકુલ બોલે છે...

"હા એ બન્ને ત્યાં જ છે ખબર નઈ એવી તો શું વાત કરવી હતી બન્ને ને..."
ભાવિક બોલી ને જતી હોય છે...

"હા તો હું પણ આવું છું તારી સાથે.."

નકુલ બોલે છે અને તેની સાથે ત ભૌતિક ને પણ લઇ લે છે...

તે ત્રણે જેવા આવે છે દિયા નીચે બેસી ને રોતી હોય છે તેને આ રીતે જોઈ ને તે જલ્દી થી તેની પાસે જાય છે...

"દિયા...દિયા શું થયું તને..."
ભાવિકા બોલી ને તેની બાજુ માં બેસે છે...

"તે એવું તો શું કીધું રોમા..."
ભાવિકા ગુસ્સા માં બોલે છે...

"એ તું આ નકુલ ને જ પુછ..."
ભૌતિક ગુસ્સા માં બોલે છે...

"તે શું કર્યું નકુલ..."
ભાવિકા તેની સામે જોઈ ને બોલે છે...


એ છોકરી કોણ હશે જેના સાથે નકુલ હતો...?

નકુલ શું દિયા ને માનવી શકશે ...?

આગળ શું થશે તે જાણવા માટે જોડાતા રહો મારી સાથે...

પ્રેમ થઇ ગયો...