Street No.69 - 91 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-91

Featured Books
  • अनजानी कहानी - 4

    Priya house:पूर्वी गोदावरी (काकीनाडा) ज़िले में वरिष्ठ कलेक्...

  • इश्क़ बेनाम - 10

    10 फैसला इतनी रात को वह कोई टेक्सी नहीं लेना चाहती थी, मगर ल...

  • Haunted Road

    "रात के ठीक बारह बजे, जब पूरा गाँव नींद में डूबा था, एक लड़क...

  • आध्यात्मिकता

    आध्यात्मिकता एक गहन और विस्तृत विषय है, जो केवल धार्मिक कर्म...

  • महाभारत की कहानी - भाग 113

    महाभारत की कहानी - भाग-११४ युद्ध के चौथे दिन घटोत्कच की जीत...

Categories
Share

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-91

જ્હાનવી સોહમને અને સોહમ જ્હાન્વીને જોઇ રહેલો. એનો આત્મા અંદરથી જાણે કળી રહેલો એને સમજાતું નહોતું કે જ્હાન્વીને જોઇને એને આવું કેમ થઇ રહ્યું છે ? હું એને ઓળખું છું ? હા હું ઓળખું છું અંદરથી અવાજ આવ્યો... આ રૂપ બદલીને સાવીજ આવી છે.

સોહમ વિચાર કરી રહ્યો.... રૂપ-સ્વરૂપ-સ્થળ-કામ બધું બદલાય પણ જીવઓરા થોડો બદલાય ? આ જ્હાન્વી નથી સાવીજ છે. ત્યાં નૈનતારાએ પૂછ્યું "અરે સોહમ તમે ક્યાં ખોવાયા ? એમની સાથે આપણો પણ શ્યુટ બુક કરેલો છે લેટ્સ ગો એન્ડ સેલીબ્રેટ... આજે કેટલાય સમયે આપણને આવી તક મળી છે.”

નૈનતારાએ કહ્યું “એમનો ફ્યુટ બુક થયો છે અને તેઓને એમનાં શ્યુટની માહિતી આપી દઊં.” એમ કહીને એ જ્હાન્વી પાસે ગઇ બોલી.... “મીસ જ્હાન્વી તમારું ધ્યાન સોહમ સામેજ છે કેમ ? તમે ઓળખો છો ? તમે મી.અરોડાને લઇને તમારાં બુક કરેલાં શ્યુટમાં જઇ શકો છો આ તમારાં શ્યુટની ચાવી પ્લીઝ એન્જોય.”

નૈનતારા ચાવી આપીને તુરંત સોહમ પાસે આવી બોલી “સોહમ હજી આપણે ડ્રીંક અને ડીનર બધુ બાકી છે ચલો આપણે જઇએ એમને એમનો સમય આપીએ”. એમ કહી હસતી રીતસર સોહમને ખેંચીને એમનાં બુક થયેલાં શ્યુટમાં ખેંચી ગઇ.

**********

જ્હાન્વીએ મી. અરોડાને કહ્યું “સર તમને દારૂ ખુબ ચઢ્યો છે તમારુ ડીનર બાકી છે ચલો આપણાં રૂમમાં... ત્યાં ડીનર પતાવીએ.. પછી...”

અરોડાએ કહ્યું “યા..યા.. બ્યુટીફુલ લેડી ચલ મને લઇજા.. તારી વાત સાચી છે. મને ખરેખર ખૂબ ચઢી છે..”. પછી હસીને કહ્યું “આ એક સક્સેસફુલ ડીલ થઇ એની ક્રેડિટ પણ તને છે.... યુ આર માય..”. એમ કહેતાં કહેતાં પાછો ચૂપ થઇ ગયો..

જ્હાન્વી એને એમનાં શ્યુટમાં લઇ ગઇ.. અરોડાએ રૂમમાં પ્રવેશતાં કહ્યું “વાહ મુંબઇની આ અનેરી ખાસીયત છે... મુંબઇની હોટલ..... આ સામે ઉછળતો દરિયો... વાહ શું ખૂબસૂરત જગ્યા... માહોલ છે.”. એમ બોલતાં બોલતાં બેડ પર લંબાવ્યું....

જ્હાન્વીએ કહ્યું “હાં સર... આ મુંબઇ છે ઉચળતો લહેરાતો દરિયો છે. પૈસો અને ઐશ્ચર્યમાં આળોટતા માનવો છે. અહીં દુનિયાભરની સુખસગવડો અને ઐયાશી હાજર છે. પૈસા કમાવવાની સફળતા તમને ઐયાશ બનાવી દે છે.... સર... સર.... તમારું ડ્રીંક....”

જ્હાન્વીએ લાર્જ પેગ તૈયાર કરી મી.અરોડા પાસે આવી...
એમનું શરીર લગભગ નશામાં શિથીલ થયેલું એણે હસીને કહ્યું “સર તમારું ડ્રીંક..”

મી.અરોડા ઉભા થયાં.. જ્હાન્વીનાં હાથમાંથી ગ્લાસ લીધો બીજા હાથે જ્હાન્વીને પોતાનાં તરફ ખેંચી જ્હાન્વીએ..... "અરે.. અરે..સર પહેલાં ડ્રીંક તો પતાવો પછી આખી રાત આપણીજ છે ને....”

અરોડાએ હસતાં હસતાં કહ્યું... “યા...યા... યુ આર રાઇટ” એમ કહી પેગ મોઢે લાગવ્યો... પછી બોલ્યો “પણ મારી પાસે...” જ્હાન્વીએ પૂછ્યું “ પણ સર ?”

અરોડાએ કહ્યું “જ્હાન્વી મારી બેગ ? એમાં મારાં નાઇટવેર.... બદલવા પડશે ને ? કે ના પહેરુ તો ચાલે ?” એમ કહી લૂચ્ચું હસ્યો...

જ્હાન્વીએ કહ્યું "સર.. પછી ગુસ્સો દબાવીને બોલી “એઝ યુ વીશ સર” એમ કહી એ એને એકલો છોડી વોશરૂમમાં ધૂસી....

થોડીવાર પછી જહાન્વી બહાર આવી તો અરોડા ગ્લાસ બાજુમાં મૂકી ઘસઘસાટ ઊંધી રહેલો એણે સ્માઇલ કર્યુ રૂમમાં ચારો તરફ જોયું અને લાઇટ બધી બંધ કરી રૂમની બહાર નીકળી ગઇ.

************

નૈનતારા અને સોહમ એમનાં શ્યુટમાં આવી ગયાં. નૈનતારાએ સીધો પ્રશ્ન કર્યો... “સોહમ શું તું જહાન્વીને ઓળખે છે ?” સોહમને તરત જવાબ આપતાં કહ્યું “પહેલીવાર તો મળ્યો... પણ મેં એને ક્યાંય જોઇ હોય એવો એહસાસ થતો હતો.”. નૈનતારાએ કહ્યું “એ બધાં ભ્રમ છે દુનિયામાં 7 માણસો એવાં હોય છે કે જેનાં ચહેરાં મળતાં આવે એટલે આવો ભ્રમ થાય.”

“બાય ધ વે સોહમ તને શું પીવું છે ? હું તો મારી ગમતી બ્લેકલેબલ પીશ. આજે આવી નિરાંત વાળી રાત્રી મળી છે. આજે હું અને તું એકલાં સાવ નશ્ચિંતતાથી આ રૂમમાં છીએ.. નહીં કોઇ કામ, ફોન કોલ્સ ના કોઇ ચિંતા. લેટસ સેલીબ્રેટ..”

સોહમે કહ્યું “ડ્રીંક બનાવ ત્યાં સુધી હું ફ્રેશ થઇને આવું છું.”. નૈનતારાએ કહ્યું “હું તો ફ્રેશજ છું તું આવ.”. સોહમ વોશરૂમમાં ઘુસ્યો.

નૈનતારાએ એનો અને સોહમ તો લાર્જ પેગ બનાવ્યો.... એને શું થયું કે સોહમની રાહ જોયા વિનાં એણે ડ્રીંક લેવા માંડ્યુ. એક પેગ પુરો થયો બીજો બનાવ્યો. બીજો પેગ એ ત્યાંની કુશન ચેર પર બેસીને ધીમે ધીમે પી રહી હતી.

નૈનતારાએ જોયું કે રૂમમાં કોઇ ઓળો ફરી રહ્યો છે એણે સીપ લઇને પૂછ્યું “કોણ છે અહીં ?” તો કોઇ દેખાયું નહીં.. ત્યાં સોહમ વોશરૂમમાંથી બહાર આવ્યો.

નૈનતારાએ પૂછ્યું “સોહમ તું હમણાં બહાર આવ્યો ?” સોહમે કહ્યું “હાં જસ્ટ.. કેમ ?” નૈનતારાએ કહ્યું “ના ના રૂમમાં તું આવીને પાછો ગયો... તો બીજુ રૂમમાં કોણ ફરે ?”

સોહમે હસતાં હસતાં કહ્યું “બે ત્રણ પેગ જાય પછી આવા એહસાસ થાય તું તારે ડ્રીંક એન્જોય કર અહીં કોણ હોય આપણાં બે સિવાય ?”

નૈનતારા ઉભી થઇ એણે પેગ ટેબલ પર મૂકી સોહમનાં ગળામાં હાથ પરોવ્યાં અને બોલી "ડાર્લીગ મને તો તુંજ બધે દેખાય.. ડ્રીંક લઉ હવે ના લઊ ! આઇ લવ યુ. આઇ વોન્ટ ટુ લવ યુ.” એમ કહી કીસ લેવા ગઇ અને સોહમ કહ્યું “અરે હજી ડ્રીંક બાકી છે...” ત્યાં ગ્લાસ ટેબલ પરથી નીચે પડ્યો.



વધુ આવતા અંકે ---- પ્રકરણ-92