Street No.69 - 1 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ - 1

Featured Books
Categories
Share

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ - 1

સ્ટ્રીટ નં : ૬૯

પ્રકરણ - ૧

 

દાદર મુંબઈનું મહત્વનું એક પરુ જ્યાં દિવસ રાત માનવ મહેરામણ ઉભરાતો હોય ત્યાં મરાઠી માનુસનું નાક.. જ્યાં સૌથી વધારે મરાઠી લોકોની વસ્તી. રાજકારણ કાયમ ગરમાયેલું રહે અને BMC ની ચૂંટણી હોય કે વિધાનસભાની દાદર એક મહત્વનું સ્થળ હતું ત્યાંથી કોઈ પણ ચળવળ કે ચૂંટણીની જાહેરાત અને એનો પ્રચાર ચાલુ થતો. જયારે સુતરાઉકાપડની મીલોનો ધંધો અહીંજ હતો કોટન મીલ્સથી ધમધમતો વિસ્તાર...

મુંબઈની સવાર ક્યારથી પડી ગઈ હતી. સોહમ જોષી સવારે ઉઠીને ઓફિસ જવા તૈયાર થઇ ગયો ૮:૦૦ ની ફાસ્ટ નીકળી ના જાય એ રીતે પરવારી રહેલો. એની બંન્ને બહેનો સુનિતા અને બેલા એ ટવીન્સ હતી બંન્ને કોલેજમાં પ્રથમ વર્ષમાં હતી એ કોલેજ જવાની તૈયારીમાં હતી. સોહમ પોદાર કોલેજમાંજ ભણીને તૈયાર થયેલો બંન્ને બહેનો પણ એમાં ભણી રહી હતી. પાપા આત્મારામ જોષી મુંબઈ મહાનગર પાલિકા (BMC)માં કારકુન તરીકે કામ કરી રહેલાં એ દાદર ઓફિસમાંજ હતાં. એમને રીટાયર્ડ થવાનાં માત્ર બે વર્ષ બાકી હતાં. માં વંદના જોષી. આમતો ગૃહીણી હતાં પરંતુ સ્થાનિક શિવસેના કાર્યલયમાં પાર્ટ ટાઈમ કામ કરવા જતાં.     

  આખું કુટુંબ ઈશ્વરમાં આસ્થા ધરાવતું હતું એમાંય સોહમ અને એની આઈ વંદના કંઇક બધુજ આસ્થાવાન હતાં. તેઓ જે નુક્કડ પાસે રહેતાં ત્યાં એક ગણેશજી અને હનુમાનજીનું મંદિર હતું ત્યાં રોજ સવારે બધાં દર્શન કરી કામ પર કે કોલેજ જતાં. સોહમની ઓફીસ  ચર્ચગેટ આવેલી હતી એ રોજ સવારે દાદર સ્ટેશનથી ૮:૦૦ ની ફાસ્ટમાં જતો જેથી સમયસર ઓફીસ પહોંચી શકાય. અને ચર્ચગેટથી ચાલતો ઓફીસ સ્ટ્રીટ નં - ૬૯ પહોંચી જતો.

  સોહમ આઈને જય દેવા કહી ઘરેથી નીકળ્યો અને નુક્કડ પર આવેલા મંદિરમાં દર્શન કર્યા. અને ઝડપથી સ્ટેશન જવા માટે ચાલવા લાગ્યો. ચાલતાં ચાલતાં મનમાં ઓફીસના વિચારો ચાલુ થઇ ગયાં હતાં. ગઈકાલે એને જે પ્રોજેક્ટ આપવામાં આવેલો એ એનાંથી પૂરો નહોતો થયો એને થયું આજે પૂરો કરવોજ પડશે નહિતર બોસ પાછો એલફેલ બોલી અપમાન કરશે. એને હું જોયે નથી ગમતો ખબર નથી એને મારી સાથે શું તકલીફ છે. એને તો શાનવી દેખાય છે શાનવી મારી કલીગ. સોહમ અને શાનવીની પોસ્ટ સરખી બંન્નેને સાથે મળીને પ્રોજેક્ટ તૈયાર કરવાનાં હોય છે અને મને ત્રણ વર્ષ થઇ ગયાં હું એનો સિનિયર હોવા છતાં શ્રીનિવાસ મારો બોસ શાનવીને મહત્વ આપે છે. મેં કોમ્પ્યુટરમાં ડિપ્લોમાં કરેલું છે અને  શાનવીએ ડીગ્રી લીધી છે. માત્ર હું સાથે સાથે હજી આગળ ઓનલાઈન ભણી રહ્યો છું... હવે ડીગ્રી પણ મળી જશે..સોહમ બધાં વિચારોમાં હતો.                               

    આમ વિચારોમાં અને વિચારોમાં સ્ટેશન આવી ગયો એ ઝડપથી પ્લેટફોર્મ પર પહોંચી ગયો અને ૮ :૦૦ની ફાસ્ટની રાહ જોવા લાગ્યો માંડ બે મીનીટ થઇ હશે અને ફાસ્ટ આવી ગઈ એ ટ્રેઈનમાં બેસી ગયો થોડીક ભીડ થવા આવી હતી પણ એને બેસવાની સીટ મળી ગઈ.  

   ટ્રેનમાં બધાં મુસાફરો પોતાની ઓફીસ કે ધંધાની જગ્યાએ પહોંચવાનાં લક્ષ્યમાં હતાં. કોઈક ઈયર ફોન પહેરી ગીતો- મ્યુઝીક સાંભળતું કોઈ બારી બહાર જોયાં કરતું કોઈ ન્યુઝપેપર તો કોઈનાં હાથમાં સ્ટોરીબુક હતી બધાં પોતપોતાની મસ્તીમાં હતાં.

  સોહમની સામે ૫-૬ જણાનું ગ્રુપ બેઠું હતું એવું માલુમ થતું હતું કે બધાં એકજ કંપનીમાં કામ કરે છે એલોકો અંદર અંદર કંપનીની વાતોજ કરી રહેલાં. એમાંનાં એકે કહ્યું હું કંપનીમાં ૧૦ વર્ષથી છું પણ આજ સુધી મને એક પ્રમોશન નથી મળ્યું બસ ઓન પેપર કે ઇમેઇલ થી એપ્રિસિએશન આપી દે. બીજો કહે ક્યાંથી મળે ?   આપણી કંપનીમાં તો લૈલાઓની બોલબાલા છે સાલો આપણો બોસ છોકરીઓ પાછળજ હોય છે બધાં પ્રમોશન એલોકોને મળે છે. ત્યાં ત્રીજાએ કહ્યું છોકરીઓ પાસે ધરવા માટે થાળ હોય છે આપણી પાસે શું છે ? બધાં એક સાથે હસવા લાગ્યાં.

  એમાંનાં પહેલાએ પાછું કીધું અરે યાર મેં તો હમણાં નવું સાંભળ્યું છે માર્કેટીંગ મેનેજર ડીસોઝાતો કોઈક બીજોજ શોખ ધરાવે છે મેં સાંભળ્યું છે કે એ હમણાં નવોજ જોઈન્ટ થયેલો પેલો તરનેજા ઉપર બહુ મહેરબાન છે આ તરનેજા ક્યાં છોકરી છે ? ફરીથી બધાં હસી પડ્યાં બોલ્યાં ભાઈ એતો કરણજોહરની સ્ટોરી છે હજી હમણાં નવી નવી શરૂ થઇ છે ફરીથી બધાં હસી પડ્યાં..                    

  એમાં જે પહેલો હતો એ વધારે દુઃખી અને ગુસ્સામાં હતો. એણે કહ્યું મને એક ઉપાય સુજ્યો છે જયારે માણસથી કામ ના થાય કે કોઈ રસ્તો બાકી ના રહે ત્યારે તંત્ર મંત્ર તમારાં કામ પુરા કરી આપે. હું તો એક તાંત્રિક પાસે ગયેલો જબબર પાવરવાળો માણસ છે જુઓ તો છળી જવાય એવો ભયંકર દેખાય છે. મેં તો નક્કી કર્યું છે કે આ વખતે મારુ ડચું પ્રમોશન ના મળ્યું તો હું ડીસોઝાનો કેસ એ તાંત્રિક નેજ સોંપી દઈશ પછી જોઉં છું કેવું મને પ્રોમોશન નથી આપતો.

  અત્યાર સુધી મજાક મસ્તી કરતાં હસતાં બધાં ગંભીર થઇ ગયાં. સોહમ પણ ધ્યાનથી બધી વાતો સાંભળી રહેલો એને થયું શું કોઈ તાંત્રિક આપણું કામ સિદ્ધ કરી આપે ? આ કોઈ કંપનીવાળા છે મારે જાણવું પડશે ક્યાં ઓફિસ છે ? આ ક્યાં તાંત્રિકનાં સંપર્કમાં છે ? એને કુતુહલ થયું સાથે સાથે આશા જાગી કે આવા કરેલા ઉપાય કે વિધીથી કામ બની જાય ?             

  એ આગળ શું વાત થાય છે સાંભળવા અધીરો હતો ત્યાં પેલો પહેલો હતો એને ઉદ્દેશીને બીજાએ કહ્યું એય દિવાકર તું આ શું બોલે છે ? એકવીસમી સદીમાં આવાંબધામાં ક્યાં સત્ય છે ? હવે તો જે કંઈ હોય છે એ બધું દંભ અને લાલચજ હોય છે..રોજ આવા કેટલાયે કિસ્સા સામે આવે છે ..આવાં બધાં ચક્કરમાં નાં પડીશ અને આ બધી વિદ્યાઓ ભયંકર અને જોખમી હોય છે ! ક્યાંક લેવાનાં દેવા પડી જાય...જોજે સંભાળજે પ્રમોશન એક વર્ષ મોડું પણ જીંદગી ભર કોઈ તકલીફમાં મુકાઈ જઈએ એવું નહીં કરવાનું.

  દિવાકરે કહ્યું અરે કોઈ જોખમ નથી હું જાણું છું ને મારાં સંબંધીમાં એક જણે ઉઘરાણી નહોતી આવતી અરે ૨૦-૨૫ લાખ લેવાનાં નીકળતાં હતાં ઉઘરાણી કરી કરીને થાકેલા સામે વાળો પહોંચી વળે એવો હતો પણ મચક જ નહોતો આપતો ઉપરથી ઉડાઉ જવાબ આપતો કે આવશે ત્યારે પાછા આપીશ આમને આમ સમય ઘણો થયો અને મારો સંબંધી ગળે આવી ગયેલો એણે આ તાંત્રિકનો સંપર્ક સાંધેલો એને ૨૦-૨૫ હજારનો ખર્ચ થયો પણ ૨૫ લાખની ઉઘરાણી આવી ગઈ આ બાવો ખુબ પહોંચેલો છે છૂટાછેડા, બ્લેક મેઈલીંગ, કોઈ ખોવાયું હોય, પ્રોમોશન નાં થતું હોય, મુઠ મારી હોય કે છોકરી મેળવવી હોય બધાં કામ કરે છે. આ ઠગ નથી મારાં સબંધ એની સાથે છે.                      

  દિવાકરે કહ્યું આ અઠવાડીયામાં ખબર પડી જશે કે પ્રમોશન થાય છે કે કેમ ? પછી જોઉં છું...પણ આ વખતે છોડવાનો નથી.

  આમને આમ ચર્ચામાં ફાસ્ટ ચર્ચગેટ પહોંચી ગઈ બધાં ચર્ચગેટ સ્ટેશન ઉતરવા લાગ્યાં. સોહમ દિવાકરની પાછળજ હતો એ પ્લેટફોર્મ પર ઉતર્યા પછી દિવાકરની બરાબર જોડાજોડ ચાલવા લાગ્યો..પહેલાં સંકોચ થયો પછી બોલ્યો દિવાકરજી હું સોહમ તમારી સામેની સીટ પર બેઠેલો મેં તમારી બધી વાત સાંભળી તમે કોઈ તાંત્રિક ની વાત કરતાં હતાં..એમનાથી આપણું કામ થઇ જાય ? એ તાંત્રિક ક્યાં મળે ? એમનું નામ ?

   દિવાકરે જરા આષ્ચર્યથી સોહમ સામે જોયું અને બોલ્યો ભાઈ તમે સામે બેઠેલા ખબર છે પણ આ બધી વિદ્યા જોખમી છે ....પણ તમને એમાં વિશ્વાસ હોય તો એ બાવા અઘોરનાથ કાફર્ડ માર્કેટની પાછળની ગલીનાં છેડે દરિયા તરફ એક દેરી જેવું છે ત્યાં મળે છે પણ એ માત્ર મંગળવાર અને રવિવારેજ મળે છે એમ કહેતાં દિવાકર ચાલ ઝડપી બની એણે કહ્યું પ્રયાસ કરજો...હું પણ એમની પાસે જવાનો છું તમારું નામ ? સોહમેં કહ્યું મારુ નામ સોહમ જોશી...મારે પણ મારી ઓફિસમાં થોડી ગડબડ છે પ્રોમોશનનો જ ઈશ્યુ છે. જોઉં વિચારું જરૂર પડશે તો તાંત્રિકબાવાજી પાસે જઈશ થેન્ક્સ.

  દિવાકરે કહ્યું ઇટ્સ ઓકે બંન્ને જુદા પડ્યાં. સોહમેં સ્ટેશનથી સામેનો રોડ ઝડપથી ક્રોસ કર્યો અને સ્ટ્રીટ નંબર ૬૯ નાં બોર્ડ વાળી ગલીમાં વળી ગયો. એ સ્ટ્રીટમાં શરૂઆતમાં શો રૂમ અને ધંધાકીય હોલસેલની દુકાનો હતી પછી. અંદર ઊંચા બિલ્ડીંગમાં સોહમની ઓફિસ એની ઓફિસ પછી પણ સ્ટ્રીટ ઘણી ઊંડી હતી પણ સોહમ ઓફિસ આવી જાય એટલે અટકી જતો અને આગળ સ્ટ્રીટની અંદર કદી ગયો નહોતો.. છૂટે એવો સીધો સ્ટેશન જતો.

  સોહમ મનમાં વિચારો સાથે એનાં ઓફિસ બિલ્ડીંગ પાસે આવી ઉભો રહ્યો..હજી એ અંદર જવા વિચારે છે ત્યાં કોઈ છોકરી એકદમ ઝડપથી એની પાસેથી હવામાં ઉડી હોય એમ પસાર થઇ ગઈ..સોહમ એને...

 

વધુ આવતા અંકે પ્રકરણ -૨