Prem Thai Gyo - 9 in Gujarati Love Stories by Kanha ni Meera books and stories PDF | પ્રેમ થઇ થયો - 9

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

પ્રેમ થઇ થયો - 9

ૐ નમઃ શિવાય

PART-9

બીજા દિવસે અહાના અને દિયા તૈયાર થઇ ગયા હોય છે....શિવ નો ફોન આવે છે અને અહાના વાત કરે છે...

"શિવ નો ફોન આવ્યો તો એ બસ આવે જ છે..."
અહાના બોલે છે...

થોડી વાર માં શિવ આવે છે અને તે બન્ને તેની સાથે કાર માં બેસી જાય છે...

"અક્ષત ક્યાં છે..."
દિયા બોલે છે...

"એ તો જલ્દી જ નીકળી ગયો છે આજે તેને કામ હતું એટલે..."
શિવ બોલે છે...

તે ત્રણે ઓફિસે પોચી જાય છે ત્યાં અક્ષત પણ ત્યાં જ હોય છે...પહેલા અહાના અને દિયા ને બીજા સ્ટાફ થી મળાવે છે અને પછી તેમનું કામ સમજાવી ને શિવ પણ પોતાનું કામ કરવા લાગે છે...

તે લોકો કામ કરતા હોય છે ત્યારે રોહિત આવે છે....

રોહિત જે શિવ અને અક્ષત નો ફ્રેન્ડ હોય છે...બાજુ ની ઓફિસ માં જ કામ કરતો હોય છે...

રોહિત આવી ને સીધો શિવ ની કેબીન માં જાય છે, શિવ પણ ત્યાં જ હોય છે...

"હાય તમે લોકો ફરી ને આવી પણ ગયા....કેવી રાઈ તમારી ટ્રીપ..."
રોહિત કેબીન ની અંદર આવતા બોલે છે....

"બસ રોહિત અમારી ટ્રીપ તો સારી હતી....તને આજે સમય મળ્યો અમારા માટે...કાલ પાર્ટી માં કેમ નતો આવ્યો..."
શિવ બોલે છે...

"કાલે બારે ગયો હતો..."
રોહિત બોલે છે..

રોહિત, શિવ અને અક્ષત વાતો કરતા હોય છે ત્યારે દિયા આવે છે...

"અક્ષત આ ફાઈલ નું કામ થઇ ગયું છે એક વાર તમે જોઈ લો ..."
દિયા આવી ને અક્ષત સામે જોઈ ને બોલે છે...

દિયા બોલતી હોય છે ત્યારે રોહિત અચાનક ઉભો થઇ ને દિયા પાસે જાય છે...

"તું અહીંયા દિયા....? "
રોહિત દિયા ની સામે ઉભો રઈ ને બોલે છે...

"રોહિત....તું...? "
દિયા બોલે છે...

"હા હું અહીંયા બાજુ ની ઓફિસ માં જ કામ કરું છું પણ તું અહીંયા...? "
અક્ષત બોલે છે...

"હું પણ આજે જ જોઈન થઇ છું..."
દિયા બોલે છે...

"તમે બન્ને પહેલાથી એકબીજા ને ઓળખો છો..."
અક્ષત આશ્રય માં બોલે છે...

"હા...મારી જુનિયર હતી કોલેજ માં..."
રોહિત બોલે છે...

"હવે હું જાઉં..."
દિયા બોલી ને જાય છે...

રોહિત પણ થોડી વાર માં જતો રે છે...

"બ્રો તને જેલેસી થાય છે ને..? "
શિવ બોલે છે...

"ના એવું કાય નથી..."
અક્ષત બોલી ને કેબીન ની બારે જતો રે છે...

*****

દિયા , અક્ષત , અહાના અને શિવ કેબીન માં બેઠા હોય છે...ત્યાં મિતાલી નો વિડિઓ કોલ આવે છે...

"હાય...અક્ષત...."
મિતાલી બોલે છે...

"હાય....બધા અહીંયા જ છે...."
અક્ષત બોલે છે...

"તમે બધા સાથે જ છો એ સારું છે મારે તમને બધા ને કંઈક કેવું છે...."
મિતાલી બોલે છે...

"હા હવે જલ્દી બોલને..."
શિવ બોલે છે...

"શિવ અને અક્ષત તમે જલ્દી મામા બનવાના છો, દિયા અને અહાના તમે માસી...."
મિતાલી બોલે છે...

આ સાંભળી ને બધા ખુશ થઇ જાય છે....
બધા સાથે મિતાલી થોડી વાર વાત કરે છે...પછી...

"આજે રાત નું જમવાનું મારી તરફ થી..."
અક્ષત બોલે છે....

"બારે તો આપડે પછી પણ જઈ શકીએ છીએ..."
દિયા બોલે છે...

"હા પણ જમવાનું...?"
શિવ બોલે છે...

"આજે હું બનાવીશ બધા માટે જમવાનું...."
દિયા બોલે છે...

"હા તો આજે હું હવે ઘરે જઈ ને જમવા બનવું તમે બધા સમય પર આવી જજો..."
દિયા આટલું બોલી ને જાય છે...

થોડી વાર માં બધા દિયા ના ઘરે આવી જાય છે...

"આજે પહેલી વાર દિયા ના હાથ નું જમવા મળશે..."
શિવ બોલે છે....

"હા બધું તૈયાર જ છે ચાલો બેસી જાઓ જમવા માટે..."
દિયા બોલે છે..અને બધા જમવા માટે બેસી જાય છે...

"જમવાનું તો સારું બન્યું છે..."
અક્ષત બોલે છે...બધા જમી ને સાથે બેઠા હોય છે...

"હું વિચારું છું કે મિતાલી માટે ગિફ્ટ લઈએ..."
દિયા બોલે છે...

"હા આપડે વિચારીએ એના વિશે..."
શિવ બોલે છે..

અક્ષત અને શિવ થોડી વાર માં ઘરે જાય છે દિયા અને અહાના સુઈ જાય છે...

*****

દિવસો આમજ જતા હતા, દિયા અને અહાના પણ હવે કામ માં સેટ થઇ ગયા હતા....

"આજે જમવાનું મારી તરફ થી જ છે અને આજે કોઈ ના પણ નઈ કઈ શકે...."
અક્ષત બોલે છે....

"પણ શિવ તારે મિટિંગ માં જવાનું છે ને ...? "
દિયા બોલે છે...

"હા તે મિટિંગ હવે સાંજ ની છે તો હું આવી જઈશ જમવા ના સમય સુધી..."
શિવ બોલે છે...

"તો અમે 8 વાગ્યા સુધી પોચી જઈશું...તું પણ આવી જજે..."
અક્ષત બોલે છે...

"અહાના તું પણ આવ મારી સાથે..."
શિવ બોલે છે...

"હા..."
અહાના બોલે છે...

"અમે નીકળીએ હવે તમે બન્ને સમય પર આવી જજો.."

શિવ બોલે છે અને તે અહાના સાથે ત્યાં થી નીકળી જાય છે...દિયા અને અક્ષત પણ કામ પર લાગી જાય છે...

*****

અક્ષત દિયા જ્યાં કામ કરતી હોય ત્યાં જાય છે...

"હવે 8 વાગવા આવ્યા છે નીકળશું..."
અક્ષત બોલે છે...

"હા બસ થોડી વાર..."
દિયા બોલે છે...

તે બન્ને થોડી વાર માં હોટેલ પોચી જાય છે...

"શિવ અને અહાના ને ફોન કરૂ હજુ કેમ નથી આવ્યા..."
દિયા બોલી...

"હા તું રેવાદે હું કરું છું..."
અક્ષત બોલે છે...

અક્ષત શિવ સાથે વાત કરે છે ...

"શિવ ને મિટિંગ માં વાર લાગશે અને તેમની સાથે જ શિવ અને અહાના જમી લેશે..."
અક્ષત બોલે છે...

"ઓકે તો આપડે જમી લઈએ..."
દિયા બોલે છે...

"મારે તને સોરી કેવું તું..."
અક્ષત બોલે છે...

"કેમ સોરી..."
દિયા બોલે છે...

"આપડી છેલ્લે જયારે વાત થઇ તી ત્યારે મે વધારે જ પૂછી લીધું..."
અક્ષત બોલે છે...

"અરે એવું કાય નતું પણ આ વાત બઉ મોટી છે..."
દિયા કે છે...

"હા તો આપડા માટે ગણો સમય છે, જો તું મને ફ્રેન્ડ માનતી હોય તો કઈ શકે છે..."
અક્ષત બોલે છે...

"હા..."
દિયા બોલે છે...

"હજુ કોલેજ નો પહેલો દિવસ હતો હું અને ભાવિકા આજે મોડા પહોંચ્યા ત્યારે..."

દિયા બોલતી હોય છે ત્યારે અક્ષત ને એક ફોન આવે છે...

"મિતાલી નો ફોન આવે છે..."
અક્ષત બોલે છે...

"હા પહેલા વાત કરી લે..."
દિયા બોલે છે..

"અક્ષત...અક્ષત...."
અક્ષત જેવો ફોન ઉપાડે છે ત્યારે મિતાલી બોલતા બોલતા રોવા લાગે છે...

"શું થયું મિતાલી તું કેમ રોવા છે..."
અક્ષત બોલે છે..

"નીતિન...."
મિતાલી બોલે છે...

"હા બોલ શું નીતિન..."
અક્ષત બોલે છે...ત્યારે ફોન મિતાલી ના હાથ માંથી તેના પાપા લઇ લે છે...

"એનો એક્સિડેટ થયો છે તું જલ્દી આવ અહીંયા આવી જા..."
મિતાલી ના પાપા બોલે છે...

"હા હું અને શિવ રાતે જ નીકળીએ છીએ..."
અક્ષત બોલે છે...

અક્ષત બધી વાત દિયા ને કે છે અને તે તરત જ શિવ ને ફોન કરે છે એને બધી વાત કરે છે બધા જલ્દી થી ઘરે પોચી જાય છે...

"હું અને અહાના પણ આવીએ સાથે, આવા સમય માં મિતાલી ને પણ સાચવી પડશે..."
દિયા બોલે છે...

"હા..."
શિવ બોલે છે..

અહાના અને દિયા તેની ઘરે વાત કરે છે તે ચારે નીકળી જાય છે...

તે ચારે સીધા હોસ્પિટલ માં જાય છે અને મિતાલી ને મળે છે...

"હાલ નીતિન ને કેવું છે હમણાં..."
અક્ષત બોલે છે...

"હમણાં કાય કેવાય નઈ..."
મિતાલી ના પાપા બોલે છે...

અક્ષત, શિવ અને મિતાલી ના પાપા બારે જાય છે..દિયા, અહાના અને મિતાલી બેઠા હોય છે...

"મિતાલી ને પહેલા ઘરે મોકલીએ..."
અક્ષત બોલે છે...

"હા પણ તમે બન્ને થોડા દિવસ અહીંયા જ રેજો..."
મિતાલી ના પાપા બોલે છે....

" હા હમણાં મિતાલી સાથે અહાના અને દિયા ને એમની સાથે મોકલીએ....અને તમે એક વાર તેમના ઘરે પણ વાત કરી લેજો..."
અક્ષત મિતાલી ના પાપા ને કે છે....

બધા પાછા અંદર જાય છે અને તે મિતાલી, દિયા અને અહાના ને ઘરે મોકલે છે...
અક્ષત અને શિવ મળીને નીતિન ના પરિવાર સાથે વાત કરે છે...

હવે આગળ શું થાય છે....નીતિન ક્યારે ઠીક થાય છે તે જાણવા જોતા રહો....

પ્રેમ થઇ ગયો.....