Prem Thai Gyo - 7 in Gujarati Love Stories by Kanha ni Meera books and stories PDF | પ્રેમ થઇ થયો - 7

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

પ્રેમ થઇ થયો - 7

ૐ નમઃ શિવાય

PART-7

અત્યાર સુધી જોયું કે દિયા અને અક્ષત બાલ્કની માં હોય છે અને દિયા તેને પૂછે છે....

"પહેલા થી જ મમ્મી પપ્પા ના ઝગડા બઉ જ થતા અને 3 વર્ષ પહેલા જ તે લોકો એ તલાખ લેવા નું નક્કી કર્યું, તેમના અલગ થયા પછી મમ્મી એ મને એમના પાસે રેવા નું કીધું અને પપ્પા એ એમની પાસે..."
અક્ષત બોલે છે...

"તો તે શું નક્કી કર્યું..."
દિયા બોલે છે...

"મેં કીધું હું રઇસ તો બન્ને ની સાથે નઈ તો હું એકલો જ રઈસ, થોડા સમય માટે હું મિતાલી ના ઘરે રેવા આવી ગયો પછી મેં હૈદરાબાદ આવાનું નક્કી કર્યું તો શિવ પણ મારી સાથે જ આવ્યો....અને પછી અમે અમારી ad agency ખોલી...."
અક્ષત બોલે છે...

"તારા મમ્મી પપ્પા નું અલગ થવા નું કારણ તો હશે ને....? "
દિયા બોલે છે.....

"હું જયારે નાનો હતો ત્યારે પણ તેમના ઝગડા થતા, મને સુવડાવી ને તે લોકો ઝગડતા અને મેં ગણી વાર સાંભળ્યું પણ છે કે અક્ષત ના કારણે આપડે ભેગા છીએ બાકી મારે નથી રેવું સાથે...."
અક્ષત બોલે છે...

"જયારે મમ્મી પપ્પા અલગ થવા ના હતા ત્યારે પૂછ્યું ત્યારે પણ એમને એમજ કીધું કે તારા માટે થઇ ને અમે આટલો સમય સાથે હતા...બાકી આમે પહેલા જ અલગ થઇ ગયા હોત....જયારે મને આવું કીધું ત્યારે જ હું ત્યાં થી મિતાલી ના ઘરે આવી ગયો, એના પછી મારી વાત પણ ઓછી થાય છે, હું મળ્યો પણ નથી તેમને...મિતાલી ના લગ્ન માં આવ્યા તા પણ મેં વાત નતી કરી...."
અક્ષત ફરી બોલે છે...

અક્ષત ના મોઢા પર તે નિરાશા ને દિયા જોઈ શકતી હોય છે...તે અક્ષત ને કહેવા માંગતી હોય છે ગણું બધું પણ તેને કાય સમજાતું નથી કે તે અક્ષત ને શું કે....દિયા ને એવું જ લાગતું પહેલા કે એના જીવન માં જ ગણી બધી તકલીફ છે, એના સાથે જ બધું ખરાબ થાય છે, પણ આજે અક્ષત ને જોઈ ને તેને સમજાય છે કે હંમેશા મસ્તી માં રેવા વાળો અને બધા ને ખુશ રાખવા વાળો અક્ષત ના મન માં પણ ગણી વાતો છે....

"હું કંઈક કઉ પણ મારી વાત નું ખોટું ના લગાડતો..."
દિયા બોલે છે...

"તેતો હમણાં કીધું કે તું ફ્રેન્ડ છે અને તને બધું કઈ શકું તો તું પણ મને કઈ શકે છે..."
અક્ષત બોલે છે....

"તારે એક વાર તારા મમ્મી પપ્પા ને મળી ને વાત કરવી જોઈએ, અને તેમને સમજવાની કોસીસ કરવી જોઈએ..."
દિયા બોલે છે....

"હા વિચારીશ આના વિશે, ચાલ હું જાઉં સુવા....તું પણ સુઈ જા હવે....good night..."

અક્ષત આટલું બોલી ને જતો રે છે અને દિયા ના બોલવા ની રાહ પણ નથી જોતો...

દિયા પણ સમજી જાય છે કે તે બોલી તે અક્ષત ને નથી ગમ્યું....થોડી વાર પછી તે પણ જઈ ને સુઈ જાય છે...

*****

સવાર બધા તૈયાર થઇ ને નીચે મળવા નું નક્કી કર્યું હોય છે...બધા આવી ગયા હોય છે બસ હવે દિયા અને અહાના જ ની રાહ જોતા હોય છે...

"દિયા પણ આવી ગઈ..."
શિવ બોલે છે...

"દિયા આ અહાના ક્યાં છે..."
મિતાલી બોલે છે...

"એને મને કીધું તું નીચે જા હું આવું છું..."
દિયા બોલે છે...

"આને તૈયાર થવા માં હંમેશા વાર જ લાગે છે..."
મિતાલી બોલે છે..

"એ જ બધા ને મોડું કરાવશે...."
શિવ બોલે છે...

" મારા લીધે મોડું થતું હોય તો તું જતો રે એકલો જ...."
અહાના આવતા આવતા બોલે છે...

"બસ હવે ચાલો જલ્દી જઈએ..."
નીતિન બોલે છે...

તે બધા ત્યાં થી નીકળી ને તે લોકો ડબલ ડેકર લિવિંગ બ્રિજ જોવા માટે...આ જગ્યા એ પહોંચવા માટે તેમને 3500 જેટલી સીડી ઉતરવાની હોય છે....

"આટલી બધી સીડી છે હું નથી આવા માંગતી અહીંયા..."
અહાના બોલે છે...

"અરે હવે એટલા સુધી આવી ગયા છીએ તો જોડે જ આવ અહીંયા એકલી ના મૂકીએ તને...."
દિયા બોલે છે...

"અરે તું નઈ ચાલી શકે તો હું ઉપાડી લઇસ...."
શિવ બોલે છે...

"ઓકે આવું છું...."
અહાના બોલે છે...

"તો જે પહેલા પહોંચશે ને એ કેસે એ બધા કરશે...."
મિતાલી બોલે છે અને જલ્દી થી ચાલવા લાગે છે...બધા પણ તેની પાછળ જાય છે...



( ડબલ ડેકર લિવિંગ બ્રિજ આ મેઘાલય ની એક જાણીતી જગ્યા છે, ઝાડ ની ડાળીઓ દ્વારા જ બ્રિજ બનેલો છે અને કહેવાય છે કે સમય સાથે તે વધારે મજબૂત થાય છે...)

બધા થી પહેલા ત્યાં અક્ષત પોચી જાય છે અને એક પાથર પર બેસી જાય છે...

"sorry..."
દિયા આવી ને અક્ષત ની બાજુ માં બેસતા બોલે છે....

"કેમ ..."
અક્ષત દિયા સામે આશ્ચર્ય સાથે જોતા બોલે છે...

"કાલ હું બોલી તને ના ગમ્યું એટલે..."
દિયા બોલે છે...

"અરે એ વાત તો..."
અક્ષત બોલતો હતો ત્યાં જ મિતાલી અને નીતિન આવી જાય છે....

"તમે બન્ને માંથી પહેલા કોણ આવ્યું..."
મિતાલી પૂછે છે...

"અમે બન્ને સાથે જ આવ્યા..."
દિયા કાય બોલે તે પહેલા અક્ષત બોલે છે...

દિયા અક્ષત સામે જોવે ત્યારે અક્ષત બસ સ્માઈલ કરે છે...

મિતાલી અને નીતિન પણ તેમની જોડે આવી ને બેસી જાય છે...

"આ શિવ અને અહાના ક્યાં છે હજુ નથી આવ્યા...."
મિતાલી બોલે છે...

"આવતા જ હશે..."
નીતિન બોલે છે...

"શિવ....."
મિતાલી પોતાની આંગળી જે બાજુ કરે છે તે બાજુ બધા જોવે છે અને હસવા લાગે છે....

શિવ પોતાની ની પીઠ પાછળ અહાના ને ઉપાડી ને લાવતો હતો....

"આ શું છે શિવ..."
મિતાલી બોલે છે...

"અરે અમે હજુ અડધે પહોંચ્યા અને અહાના કે હવે હું નઈ ચાલી શકું....એને ત્યાં એકલી મૂકી ને પણ ના આવ્યા એટલે આમ આવું પડ્યું..."
શિવ બોલે છે...

"મને આજે ખબર પડી આ પાતળી દેખાતી છોકરીઓ માં પણ કેટલો વજન હોય છે...."
શિવ અહાના સામે જોતા બોલે છે....

"મેં થોડી કીધું તું તને....હું તો કેતી જ હતી મને અહીંયા બેસવા દે તું જા પણ તું જ ના માન્યો...."
અહાના મોઢું બગાડતા બોલ છે....

"બસ બસ હવે ચાલો અહીંયા જોવા નું છે બધું જગાડવાનું નથી..."
દિયા બોલે છે...

બધા ત્યાં ફરી ને પછી નીચે જ જમી ને પોતાના રૂમ માં આવી જાય છે...

આજે પણ દિયા રાત ના સમયે બાલ્કની માં બેસવા માટે જાય છે...ત્યારે અક્ષત પહેલા થી જ ત્યાં એની રૂમ ની બાલ્કની માં બેઠો હોય છે...

"હેલો અક્ષત..."
દિયા બોલે છે...

"હાય દિયા..."
અક્ષત બોલે છે...

"તને પણ ઊંઘ નથી આવતી..."
દિયા બોલે છે...

"હા મારે તો રોજ જ આવું છે..."
અક્ષત બોલે છે...

"કેમ રોજ...?
દિયા બોલે છે...

"અરે મારા કામ માં એવું જ હોય છે રોજ મોડું થઇ જાય એટલે જયારે કામ ના હોય ત્યારે રાતે ઊંઘ નથી આવતી..."
અક્ષત બોલે છે...

"કાલ ની વાત માટે ફરી સોરી ..."
દિયા બોલે છે...

"અરે તું કેટલી વાર સોરી બોલીશ....અને તારે સોરી નઈ મારે થેક્યું કેવાનું છે તને..."
અક્ષત બોલે છે...

"કેમ મને...?"
દિયા બોલે છે...

"અરે તે કીધું ને પછી મેં રાતે વિચાર્યું અને નક્કી કર્યું કે હું એક વાર મમ્મી અને પાપા બન્ને ને મળવા જઈશ..."
અક્ષત બોલે છે...

"આ તો સારું વિચાર્યું તે..."
દિયા બોલે છે...

દિયા અને અક્ષત વચ્ચે આજે શું વાત થાય છે અને આગળ આ લોકો ની ટ્રીપ માં શું થાય છે તે જાણવા જોડાયા રહો....

પ્રેમ થઇ ગયો...