ant in Gujarati Short Stories by Nij Joshi books and stories PDF | અંત

Featured Books
  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

  • આ મોબાઇલે તો ભારે કરી!

         જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો...

Categories
Share

અંત

રીશિતા હજુપણ ગુસ્સામાં થરથર ધ્રુજી રહી હતી. અને સામે પડછંદ કાયામાં લોહી લુહાણ હાલતમાં વિવેકનો નિશ્ચેતન દેહ પડ્યો હતો. રિશિતાના ગુસ્સાથી લાલ તગ તગતા ચહેરા પર એક અજીબ પ્રકારની ખુશી જોવા મળતી હતી. રણચંડીની જેમ જ આજે જાણે તે જંગે ચડી હતી. પોતાના પરિવારને આમ રસ્તે રઝળતા કરીને દુઃખ આપનાર દાનવ સમાં વિવેકને આજે તેણે જંગમાં માત આપીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
આજ થી ત્રણ વરસ પહેલાં રિશિતા અને અભય લગ્ન પછી થોડાક જ દિવસોમાં હનીમૂન માટે સિમલા ગયા હતા. ત્રીજા દિવસે સવારે છો વાગ્યે અભયના મોબાઇલમાં રીંગ વાગી અને અભય જાણે જડ બની ગયો એના મોઢામાંથી જાણે મમ્મી પપ્પા નામની ચીસ નીકળી ગઈ. અને ફસડાઈ પડ્યો. અને રીશિતા એને પકડીને બેસાડી એના હાથમાંથી ફોન લઈ વાત કરે છે.
સામેથી તેમના ઘરના મહારાજનો ફોન હતો કે રાતે શેઠ અને શેઠાણીની કોઈએ હત્યા કરી નાખી છે. આટલું સાંભળતા જ તે પણ જમીન પર ઢળી પડે છે. બને એકબીજાને પકડીને ખુબજ રડે છે. માંડ માંડ એકબીજાને હિમ્મત આપીને સંભાળે છે. અને બંને ગાડી લઈને ઘરે પાછા આવવા નીકળે છે. તો એક ટ્રક એમની પાછળ પાછળ જ આવતી હોય છે. અને ઘાટી નજીક એમની ગાડીને ટક્કર મારીને જતી રહે છે.
અભય અને રિષિતાના પરિવારનો કોઇ જાણી જોઈને અંત લાવવા માંગતું હોય એવું લાગતું હતું. બંનેની ગાડી ખીણમાં ઉતરી જાય છે. પરંતુ નસીબ કહો કે કાળને ઠોકર, બન્ને ખૂબ ગંભીર રીતે ઘવાયલી હાલતમાં ઘાટીમાં ફરતા જંગલી લોકોને મળી આવ્યા હતા. બન્ને બેભાન અવસ્થામાં હતા. જંગલમાં વસતા એ પરિવારે એમની જડીબુટ્ટીઓ અને ઔષધિઓ દ્વારા સારવાર કરવાની ચાલુ કરી. અભયના બન્ને પગ ભાગી ગયા હોય છે. અને રિશિતના ચહેરાના તો જાણે ચિરેચિરા ઉડી ગયા હતા.
લગભગ સાત દિવસ પછી રિષિતા ભાનમાં આવે છે. એના હાથ પગમાં બધેજ નાના મોટા ઘાવ હતા. તે પોતાના આખા શરીરે જાતજાતના પાંદડાના લેપ અને પાટાપિંડી કરેલી જોવે છે. તેની આંખો ખુલતાજ એની સામે બેઠેલી એક વયોવૃદ્ધ સ્ત્રી એને માથે હાથ ફેરવીને જાણે એને આશીર્વાદ આપે છે. અને એની આંખમાં જાણે મોતી ચમકી રહ્યા છે. તે સ્ત્રીને જોતાજ રિશીતા બેઠી થવા જતા એના મોઢામાંથી આસહ્ય વેદનાભરી ચીસ નીકળી જાય છે. અને તે પાછી પથારીમાં પટકાઈ જાય છે.
તે સ્ત્રી તેને સહારો આપીને દીવાલના ટેકે બેસાડે છે. અને તેને કોઈ જડીબુટ્ટીઓ વાળો કાળો પીવડાવે છે. તે પીતા જ રીશિતા થોડી વારે સ્વસ્થ થાય છે. એને દુખાવામાં થોડી રાહત થાય છે. એટલે તે સ્ત્રી એની પાસે આવીને બેસતાજ કહે છે કે હું મંજરી છું. અને અહી ઘાટીમાં ઝાડી ઝાંખરામાં ફસાયેલી હાલતમાં તું અમને મળી હતી. તારી હાલત ખુબજ ગંભીર હતી. તું સાત દિવસ પછી આજે ભાનમાં આવી છે.
રીશિતા બોલવા જાય છે પણ તેનાથી ઇજા ના કારણે વધુ બોલી નથી શકાતું. તોયે તે પહેલાજ અભય વિશે પૂછે છે. મારા પતિ ક્યાં છે. એટલે મંજરી એને શાંત કરતા કહે છે કે હા એ પણ અમને તારી જેમજ આગળ ઝાડીમાં પડેલ મળ્યો હતો. તેને પણ સારવાર માટે બહાર તાપમાં જડીબુટ્ટી લગાવી સુવડ્યો છે. મારા પતિ માવજી તેની સાથે છે. તે હજુ ભાનમાં નથી આવ્યો. અભય જીવતો છે એટલું જાણતા જ એના હૈયે ટાઢક વળી જાય છે. તે બહાર જવા માટે મંજરીને કહે છે પણ તે ચાલી શકે એમ નથી. એટલે મંજરી તેના પતિ માવજીને મદદ માટે બોલાવે છે. બન્ને એને પકડીને બહાર લાવે છે.
રિસિતા જેવી અભયને ગંભીર રીતે ઘવેયલી હાલતમાં જોવે છે તો ભાગી પડે છે. અસહ્ય પીડા એના શરીરમાં છે એના કરતાં અગણિત પીડા અત્યારે એના અંતરમાં છે. જાણે વિખરાઈનેં તૂટી ગઈ હોય એમ એ અભય પાસે ઢડી પડે છે. અને અભયનો હાથ પકડી ખૂબ વિલાપ કરે છે. તેનું આક્રંદ જોઈ મંજરી અને માવજી પણ પોતાની આંખો ભીની થતાં નથી રોકી શકતા. અને મનોમન એ બન્ને ભગવાનને પ્રાર્થના કરે છે અભયને જલ્દી થી સાજો કરી દેવા માટે.
રિશિતાના સ્પર્ષનો અહેસાસ કહો કે માવજી અને મંજરીની પ્રાર્થના મંજૂર થઈ. જે હોય તે પણ એક કરિશ્મા જ બની ગયો જાણે, અને અભય ભાનમાં આવી જાય છે. રીશિતા ગદગદ થઇ ભગવાનનો આભાર માને છે. મંજરી અને માવજીને પણ બન્ને હાથ જોડી એમનો પણ આભાર માને છે. અભય પણ રીસિતાને જોઈ રાજી થઈ જાય છે. પછી માવજી કહે છે કે બંને એમને કેવી હાલતમાં મળ્યા હતા. ત્યારે અભય એમને જણાવે છે કે એના મમ્મી પપ્પાની હત્યાના સમાચાર સાંભળી બન્ને ઘરે જવા નીકળે છે ત્યારે રસ્તામાં ટ્રકે જાણી જોઈને એમની ગાડીને ઘાટીમાં ધકેલી દીધી હતી. માવજી કહે છે કે નક્કી તમારા બન્નેને પણ જાનથી મારી નાખવાની સાજિશ થઈ હશે. એટલેજ આ એક્સિડન્ટ કરાવ્યો હશે.
અભયને એમના મહારાજ સાથે ફોન પર વાત કરતા જાણવા મળે છે કે એના જ કાકાના દીકરા વિવેકે તેના મમ્મી પપ્પાનું ખૂન કર્યું હતુ. અને વિવેકે જ તેમનો એક્સિડન્ટ કરાવ્યો હતો. અને પોલીસ પણ એની ચાલમાં સામેલ છે. વિવેકે બધાને વિશ્વાસ અપાવી દીધો છે કે અભય અને રીસિતા એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા છે. અને એણે આ ઘર અને બિઝનેસ બધું પોતાના નામે કરી દીધું છે. અભય અને રિસીતા આ સાંભળીને જાણે પગ નીચેથી જમીન સરકી ગઈ હોય એમ આખા હચ મચી જાય છે.
રીસીતાના ચહેરાની પ્લાસ્ટિક સર્જરી કરવી પડે છે. એટલે તેનો ચહેરો એકદમ બદલાઈ જાય છે. મંજરી અને માવજીની મદદથી બન્ને વિવેક સાથે બદલો લેવા માટે વ્યૂહ રચના બનાવી રીસીતાને વિવેક પાસે મોકલે છે. રીસીતા વિવેકની ઓફિસમાં ઇન્ટરવ્યું આપવા માટે જાય છે. રિસિતાની ખૂબસૂરતી અને બુધ્ધિ ચાતુર્ય જોઈ વિવેક અંજાઈ જાય છે. અને તે એને પોતાની પર્સનલ સેક્રેટરી તરીકે જોબ પર રાખી લે છે.
રીસિતા ધીરે ધીરે વિવેકને પોતાની મોહજાળમાં ફસાવવામાં કામયાબ પણ થઈ જાય છે. અને તે સંપૂર્ણ રીતે વિવેકના દિલો દિમાગ પર છવાઈ જાય છે. હવે વિવેક તેની મુઠ્ઠીમાં આવી જાય છે. વિવેક રિસિતાના મખમલી સ્પર્શને પામવા માટે ઘણીયે કોશિશ કરતો. પણ રિસિતા એને જાણીને ખૂબ તરસાવતી. એક દિવસ વિવેક એની સામે પોતાના પ્રેમનો પ્રસ્તાવ મૂકે છે. અને રિસિતા એનો સ્વીકાર કરી લે છે. વિવેકના જનમ દિવસ માટે રિસિતા એક શિપ બુક કરાવે છે. અને તે વિવેકને સરપ્રાઇઝ આપવા માટે ત્યાં લઈ જાય છે.
ચારે તરફ લહેરાતો પવન અને ઉછળતા દરિયાના મોજાનો ઘૂઘવાટ હતો. હળવું હળવું મ્યુઝિક વાતાવરણને વધારે રંગીન બનાવી રહ્યું હતું. પાર્ટી ગાઉનમાં હાથમાં બે રમ નાં બે ગ્લાસ સાથે રીસીતા પ્રવેશે છે. તેની કામુક દેહાકૃતી જ વિવેકને બેકાબૂ બનાવવા માટે જાણે કાફી છે.
વિવેક એને બે ઘડી જોતોજ રહી જાય છે. રીસીતા તેની એકદમ નજીક જઈને એના નાજુક હોઠથી એક ગ્લાસમાંથી એક ઘૂંટ રમ પીવે છે. એના સહવાસને માણવા આતુર વિવેકના હોઠ પર એ જ ગ્લાસ તે રાખી દે છે. અને વિવેક એકજ ઘૂંટમાં આખો ગ્લાસ પી જાય છે.
રિશિતા ખુબજ ચાલાકી સાથે પોતાની નાજુક આંગળીઓ તેના ચહેરા પર ફેરવતા ફેરવતા જામ પર જામ પીવડાવતી જાય છે. જયાં સુધી તે સંપૂર્ણ નશામાં ચૂર નાં થઈ જાય ત્યાં સુધી તે પોતાના હુષ્નના જાળમાં ફસાવી એને નશો કરાવતી જાય છે. પછી ધીરેથી તે વિવેક પાસે બધાં જ ડોક્યુમેન્ટ સહી કરાવી લે છે. વિવેક નશામાં જેવો તેને પોતાની બાહોમાં કશવા માટે નજીક ખેંચે છે તેવુંજ કઈક ધારદાર એના છાતીની આરપાર નીકળી જાય છે. અને તે એક ચિશ પાડી ઉઠે છે. વિવેક કંઈ સમજે તે પહેલાં તો એક પછી એક વાર કરીને રિશિતા એનો જીવ લઈ લે છે.

એમજ કંઈ થોડી છોડી દે નારી જો રણચંડી બને,
રિસિતાને અભય વરદાને ગર્વથી વિવેક છે હણ્યો.
🌺 નીજ જોષી 🌺07/06/2023