Sweet memories of heritage walk with YCL in Gujarati Travel stories by HARPALSINH VAGHELA books and stories PDF | હેરિટેજ વોકની મીઠી યાદો YCL સાથે

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

હેરિટેજ વોકની મીઠી યાદો YCL સાથે

શરૂઆત કરી જ્યાં માણેક બુર્જ થી જ્યાં નાખ્યા હતો શાહ અહમદે આપણા હેરિટેજ સિટી નો પાયો લાગતો હતો ખાલી સુમસાન તે બ્રિજ જેનું નામ હતું લકડિયો જો હોય પાસે મશીન એવું ટાઇમ મારી પાસે તો હું ફરી તે પુલ પર લાગીશ ચાલવા .નામ તો આપ્યા ઘણા છે કોઈ હવે છે તે વારી રવી ને કોઈ કહે છે આતો નદી કેરું બજાર કોઈ કહે રિવરફ્રન્ટ પણ આતો છે તમારા ને મારા જેવા ની એક વસ્તુ ખરીદવાનું મુકામ નામ છે જેનું ગુજરી બજાર જ્યાં તમને મળી જાય છે ટાકની થી લઈને મોટા ઓજાર હાથ રૂમાલ થી લઇ ને કપડા હજાર, કોઈ કહે છે નદી મતી સાબર જે નીકળે છે થઈ સાબર કાઠા ને પાર પણ આતો વહે છે રાજસ્થાન ના અરવલ્લી ની છે એક માળા ગિરિ જેમાં છે તેનું ઉદગમ સ્થાન કોઈ કહે છે તે ને મળે છે કોઈ અખાત માં છે તે તો ખંભાત નું અખાત. વેહતી જાય વહેતી જાય કોતરો ને તે કોતરતી જાય વચ્ચે માર્ગ તે પોતાનો મનાવતી જાય કાંઠે છે ઋષિ દધીચિ નો એક આશ્રમ ઘણો જૂનો . ત્યાંથી ચાલે આવે તિલક નું એક બાગ હતું રાણી વિક્ટોરિયા જેનું નામ બેઠક હતી મજૂરો ની ને પોરો ત્યાં લોકો ખાતા આપડે તો અમદાવાદ ના પાયા થી કરી હતી શરૂઆત ને પાયો નાખનાર કેમ વિસરાય ત્યાંથી ચાલ્યા ને પોચ્યા અહમદ શાહ ની દરગાહ , જ્યા પ્રશ્નો તો ઘણા થાય પણ મળી પણ જાય તેના જવાબ , હતી શૈલી નાગર જેનું ચિત્રણ અનોખી થાય મંદિર કહો કે મસ્જિદ કહો જ્યા ફૂલ ને સ્થાન મળી જાય . અદ્ભુત કારીગરી છે જે યાદ હંમેશા રહી જાય ચિત્રણ એવું છે જાણે આંખો પણ થંભી જાય . એક એક ડગલે જાણે રહસ્યો નવા જન્મી જાય .ત્યાં તો પેલા ઝરૂખા માં માછલી નું સોંદર્ય રળિયામણું બની જાય. આતો છે મોગલ કરો કાળ ત્યાં થી ચાલ્યા કાળ મરાઠા સામ્રાજ્ય ના જ્યા વાતો પેશ્વા ની થાય ત્યાં મરાઠા વાસીઓ ની અનોખી કહાની ત્યાં મહા ગુજરાત આંદોલન પણ કાઇક કહી જાય.ચલતે ચલતે કહા પતાં ચલે રસ્તા ભી સંગ હમારે ચલને લગ જાય. નગર દેવી ના દર્શન કરી ધન્યતા અનુભવાય. કેહવાય છે હતા સિદ્દી જેઓ એ નગર દેવી ને ના જવા દેવા આપ્યું હતું પોતાનું બલિદાન આજે તો એમની કબરે પણ લોકો તાળાંની માનતા રાખવા ને જાય . ત્યાંથી થોડે દૂર ચાલી ને પગ અમારા જાય ત્યા તો આપણી પેલી સ્કૂલ આઇ.પી દેખાઈ જાય સામે જોવો તો આપડા લોકલ ને કામ આપતું મહા નાગર પાલિકા નું બિલ્ડિંગ પણ દેખાઈ જાય જ્યા સ્ત્રી ને પણ આપતા હતા સંપૂર્ણ ભણવા નું અધિકાર જોઈ આપને પેલી મહિલા સ્કૂલ પણ , લાલ કેહવાય છે દરવાજો જ્યા નગર શરૂ થાય નગર દેવી ના દર્શન કરો તે ભદ્ર કિલ્લો આજે પણ સચવાય. ચર્ચ માં આપણે જોઈએ તો ત્યાં પણ ધર્મ નો પ્રચાર થાય કોઈ કહે હું કેથોલિક ને ક્યાંય પ્રોટેશંટ નો પ્રથાના થી શરૂઆત થાય. મળે જ્યા મનને પણ શાંતિ એવું ચર્ચ માં મીઠું સંગીત જ્યા વાગતું થાય. હું કોણ છું તે ભૂલી જવાય ને આનંદ માણી લેવાય.નથી ત્યાં ભેદ નાના કે મોટા નો બસ છે તો આનંદ ને ઉલ્લાસ નો . ચાલો હવે ત્યાંથી બે ડગલા આગળ ચાલી ને જવાય જ્યા તમને સીનેગોગ ની અગ્નિ ક્યાયક ક્યાક્ દેખાઈ ગયા ત્યાં પૂછવા કે શું જઈ શકીએ અને જોવા ત્યાં તો તેમને જોઈ આશ્ચર્ય તો જરૂર થાય આ નાક માં વાળી કા નાખ્યા પૂમડાં કે કા લાગવ્યું છે કપડું નથ સમજાતું તો પ્રશ્ન તો ઊભો થાય જ,? પણ હવે પૂછવા ને થોડી જાવાય ત્યાં તો આપને પેહલા પારસી પંચાયત નોંધણી વગર ક્યા કરી જાણી શકાય . હાલો તો ત્યાંથી ચાલ્યા ને આવી રાણી સિપ્રી ની મસ્જિદ હવે નામ તો હતું શબુરી પણ થઈ ગઈ સીપ્રી,કેહવાય છે તે હતી રાણી હિંદુ બે-ગડાની તે હતી પત્ની જેની યાદ માં મસ્જીદ બની છે અદ્ભુત,સાંભળ્યું છે કે કોઈ કહે છે રાજા ભીલ નું હતું શાસન ને સભળ્યું તો તે પણ કે પાટણથી આવ્યા હતા કર્ણ દેવ ને નાખી હતી છાવણી તેમની અમદાવાદ માં સાંભળ્યું કે થયો હતો વિરોધ જેનો તોડી પાડવા નો આવ્યો હતો હુકમ આ મસ્જીદ ને કેમ કોઈ આવું કરી શકે તોડી આ ધરોહર ને પણ ત્યાં ના જોઈ હિંદુ મુસ્લિમ ને કોણ કહે હું ખ્રિસ્તી બધા સાથે મળી કર્યો વિરોધ ત્યાં ગઈ બચી તે તૂટતી મળ્યો છે દરજ્જો હેરિટેજનો તો થાય છે જાળવણી તેની આગળ ચાલી છેલ્લી રાહે એતો આસ્તોડિયા ના મધુર મેથી ના ભજીયા ને મિત્રોની લાગી તો ઘણી ભૂખ બધા ને એટલે ૧ કિલ્લો પણ થઈ ગયા પૂરા ને આમ મીઠા શરૂઆત થઈ અમારી પૂરી યાદ રહેશે આ હેરિટેજ વોક મને જ્યા મારી તો શરૂઆત જ થઈ ઊંધી . હવે તો આપણી તે યાદો પણ થઈ ગઈ છે કેમેરા માં કેદ તો હવે ફરી મળીશું કહીએ . ના કે કહીએ by by . આવજો નો આવકારો દઈ છૂટા પડ્યા હવે ફરી થશે મુલાકાત. સમય હવે કાઇક આવો ને સ્થળ હશે અલગ પણ સફર તો કાઇક આવી જ હશે.
લી. હેપ્પી