Bus tu kahish ae karish - 5 in Gujarati Comedy stories by Kaushik Dave books and stories PDF | બસ તું કહીશ એ કરીશ (ભાગ-૫)

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

બસ તું કહીશ એ કરીશ (ભાગ-૫)

"બસ તું કહીશ એ કરીશ"


(ભાગ-૫)

પ્રભાના ઘરની લેન્ડલાઇન ફોન વારંવાર બગડી જતો હોય છે.
પ્રભાવ અને પ્રભાવિકા રેખાના ફોનની રાહ જોતા હોય છે.
અચાનક લેન્ડલાઇન ફોન ચાલુ થઈ જાય છે.રેખાના બદલે રાખીનો ફોન આવે છે.જેની સાથે પ્રભા જુની ઓળખાણ હોય એ રીતે વાતચીત કરે છે.પાછો ફોન ડેડ થઈ જાય છે...

હવે આગળ...

પ્રભા:-" હાશ, આખરે ફોન ચાલુ થયો પણ પાછો બંધ પણ થઈ ગયો.ભાઈસાબ આવા ફોનથી કંટાળી જવાય."

પ્રભાવ:-" પણ કોનો ફોન હતો? રેખાનો નહોતો? તું તો રાખી નામ બોલતી હતી.મને ફટાફટ કહી દે એટલે હું થોડીવાર બહાર આંટો મારી ને આવું.મેરા દિલ બૈચેન હૈ, ઘર મેં ના ચૈન હૈ,બહાર જલ્દી જાઉં યા તેરી બાત ભી સુન કર જાઉં!"

પ્રભા:-" શાંતિ.. શાંતિ.. શાંતિ.. તમે નિત્ય પ્રાર્થના કરતા હોવ છો છતાં મગજ શાંત રાખતા નથી.ધીરજ રાખો.ધીરજના ફળ મીઠા હોય છે."

પ્રભાવ:-" હવે તું જલ્દી કહી દે.મારે મોડું થાય છે. આખી જિંદગી ધીરજ રાખી છે."

પ્રભા:-" ના.. હોં.. તમે કદી ધીરજ રાખી નથી. તમે તો લપલપીયા છો.તમારા કાન સસલા જેવા છે."

પ્રભાવ:-" આ કોણે કહ્યું? ના રે ના હું એવો નથી."

પ્રભા:-" તમારો ખાસ મિત્ર મુકેશે કહ્યું હતું.તમે લપલપીયા છો. તમે નહોતા ત્યારે આવીને કહેતો હતો કે ઘરમાં રાહ જુઓ પણ તમે એની રાહ જોયા વગર જતા રહ્યા."

પ્રભાવ:-" તે જતો જ રહું ને! હું બહાર જ એની રાહ જોતો હતો એ ક્યારે ઘરમાં આવી ને ગયો એ ખબર પડી નહીં. એ ચીકણો છે. ઘરમાં આવે એટલે ઉખડે જ નહીં.ચા અને નાસ્તો કરીને જાય. એને બહારથી જ વિદાય કરી દેવાનો. પણ એનું નામ મુકેશ નથી. એનું નામ મૃગેશ છે. પણ આ રાખી કોણ છે? કેમ ફોન કર્યો?"

પ્રભા હસી પડી.
બોલી:-" તમે આમ બેબાકળા થાવ છો ત્યારે મને થાય કે તમે લાલુની કેટલી બધી ચિંતાઓ કરો છો. મને ખબર છે કે તમારા મિત્રનું નામ મૃગેશ છે. મજાકમાં કહ્યું.મને પણ ખબર પડે કે તમારા કેવા કેવા મિત્રો છે."

પ્રભાવ:-" જો તારે ના કહેવું હોય તો કંઈ નહીં.બસ તું કહીશ એ કરીશ. તો જાઉં!"

પ્રભા:-" હા..હા.. બહાર થોડો આંટો મારીને આવો. ઘરમાં બેઠા બેઠા આળસુ બનતા જાવ છો.પેટ પણ વધી ગયું છે.નાસ્તો કર્યો છે તો ચાલવાનું રાખજો.તમને તો પાછું કબજિયાત પણ થાય છે. ને હવે ઉનાળો છે. રાતે આપણે બંને ચાલવા જવાનું છે. અરે.. ચાલ્યા ક્યાં? મારી વાત સાંભળીને જાવ. રાખીનો ફોન હતો.મારી કોલેજ વખતની સખી છે.એની ડોટર અસિતા છે.એના માટે યોગ્ય મુરતિયો શોધવા ઈન્ડિયા આવ્યા છે.હવે જલ્દી જાવ ને ખોટા સિક્કાની જેમ જલ્દી પાછા આવજો. વધુ પછી કહીશ. મારેય ઘરમાં બહુ કામ પડ્યું છે.તમે જાવ એટલે મારે નિરાંત. શાંતિથી કામ કરી શકું."

પ્રભાવ:-" ઓકે.. ઓકે.. આભાર.. આભાર.. આટલું કહેવા બદલ. તું તારે ઘરના કામકાજ પતાવ. હું બહાર આંટો મારીને આવું છું.પણ તારા પર્સમાંથી સો રૂપિયાની નોટ લઉં છું. મારી પાસે પાંચસોની નોટો છે.છુટા નથી."

પ્રભા:-" સારું હવે. પણ પછી મને પાછા આપજો. આ તમે ત્રીજીવાર સો રૂપિયાની નોટ લીધી છે.આવીને મારા પર્સમાં એક પાંચસોની નોટ મુકજો.ઘરનો ખર્ચો કરકસરથી ચલાવું છું એટલે ઘર ચાલે છે."
પ્રભાવ:- સારું જાઉં છું.ખર્ચ કરવાનો નથી.પણ સાથે રાખવા સારા. જય રામજી કી."

પ્રભાવ ઘરની બહાર આંટો મારવા નીકળ્યો.

પ્રભા બબડે છે..
હાશ.‌. સારું થયું ગયા.બહુ મગજમારી કરે છે.આમને સાચવવા એટલે તૌબા..હા..પણ રાખી પાસેથી મોબાઇલ નંબર તો લીધો જ નહીં.હવે શું કરું! આ હું પણ હરખપટૂડી બનીને વાતો કરવા લાગી.રાખી એની ડોટરને સાથે લાવે તો સારું.મારો દિકરો ઠેકાણે પડી જાય...પણ ..પણ.. કદાચ અસિતા મારા ભાવિકને પસંદ કરે તો પછી...એ ભાવિકને યુએસ શિફ્ટ થવાનું કહેશે તો? અમે બંને એકલા પડી જવાના.. ભાવિકનું ભાવિ સારું થતું હોય તો ભોગ આપવા તૈયાર છું.આખરે મા છું.હવે મારે ઝપાટાબંધ કામ પતાવવું પડશે. હમણાં એ આવી જશે તો સવાલ પર સવાલ કરશે.પણ એમનો સ્વભાવ સારો છે.મને સાચવી લે છે.કહ્યા મુજબ પણ કરે છે.થોડા વાતોડિયા છે. જો એ શાંત રહે તો મને ચિંતા થાય કે શું થયું હશે!

પ્રભા ઘરનું કામકાજ કરતા કરતા મનમાં હસે છે.
બબડે છે..
મારે તે આંગણે એક વાર આવજો..
મારે તે આંગણે એક વાર આવજો..
રેખાજી તમે સાથે લાવજો..
મારે તે ગામડે એક વાર આવજો..

પ્રભા ઘરનું થોડું કામકાજ પતાવીને બેસે છે.
પ્રભાના મોબાઈલ ની રીંગ વાગી.

પ્રભા જુવે છે તો રેખાનો ફોન હોય છે.
ઓહ્...બાર વર્ષે બાવો બોલ્યો..
આખરે મારા મોબાઇલ પર ફોન કરવો જ પડ્યો. એનું અહમ્ તૂટી જશે..
પ્રભા મોબાઈલ ઉપાડે છે.

' હેલ્લો રેખા,હાય.. શું ચાલે છે? હા..હા.. બોલ.. તું મારી લેન્ડલાઇન પર ફોન કર્યા કરતી હતી? હા પણ શું કરું. રિપેરિંગ ચાલે છે.ફોન વારંવાર ડેડ થાય છે.. મારો મીસકોલ જોયો એટલે ફોન કર્યો? હશે.. તું ના કરે તો મારે તો કરવો જ પડે. ફોન કરવામાં નાનમ નથી...બોલ.. મને સંભળાય છે.. હા.. હા.. શું! તારી સિસ્ટરની ડોટર ફરવા ગઈ હતી! હા..પણ જ્યારે આવે ત્યારે ફોન કરીને આવજે. મોબાઈલ પર કરજે. શું કહ્યું તમે? સાંજે આવવાની છે! તારી ભાણીનું નામ? ઈશિતા... વાહ..સરસ નામ છે.. ભાવિકનો ફોટો પણ જોયો છે?ક્યારે? હા.. એટલે તે મારા સ્ટેટ્સ પરથી સ્ક્રીન શોટ પાડીને બતાવ્યો હતો! પણ તું ઈશિતાનો ફોટો તો મોકલ. સારું સારું..રૂબરૂ જ મળીશું. પણ સાંજે ચોક્કસ આવજે. હું ભાવિકને ફોન કરીને વહેલો ઘર બોલાવીશ.ઓકે..બાય બાય.'

પ્રભા મનમાં બબડવા લાગી...
આખરે રેખાને ફોન કરવો જ પડ્યો. મારું ય સચવાયું ને રેખાનું પણ...એ ઈશિતા કેવી હશે? ફોટો પણ નથી. સાંજે આમ અચાનક..ભાવિકને ફોન કરવો પડશે.વહેલો આવે સાથે થોડો નાસ્તો પણ લેતો આવે. મારો ભાવિક તો હીરો જેવો જ. ઈશિતા હોય કે અસિતા બંન્નેને પસંદ આવશે. પણ જો બંને હાથ પાડે તો ભાવિકે ગમે તે એક પસંદ કરવાની રહેશે. આ મારી રાખી એ રંગ રાખ્યો.એની અસિતા એના જેવી હોય તો સારું.રાખી કોલેજ વખતે કોલેજની હિરોઈન ગણાતી હતી.હે ભગવાન મારો ભાવિક અસિતાને પસંદ કરે તો સારું. હવે કોઈ જાતની ગોલમાલ ના થાય તો સારું. બોલવામાં બાફે છે એ મારો વર જ છે.મારે કહી દેવું પડશે કે તમારે તો સબસે બડી ચૂપ.એ હવે પાછા ફરતા જ હશે.જલ્દી જલ્દી કામ પુરું કરું. ....

એટલામાં પ્રભાવ ઘરમાં પ્રવેશ્યો.

"લે હજુ કામ બાકી રાખ્યું છે? ટીવી જોવા બેસી ગઈ હશે! કે મોબાઇલમાં ગેમ કે ફોન પર ..જ સમય પસાર કર્યો!"

પ્રભા:-" હું કંઈ તમારા જેવી નથી.આખો દિવસ બેસી રહું.બૈરાને કેટલા બધા કામ હોય.ભાવિકને ફોન કરો કે સાંજે વહેલો ઘર આવે. મહેમાન આવવાના છે.તમે સો રૂપિયા લીધા હતા એ પાછા મુકજો.તમતમારે છુટા કરાવી લાવજો. સાંજે મહેમાનને શકુનના આપવાના થાય તો!"

પ્રભાવ:-"હા..હા.. હું તું કહીશ એ કરીશ.પણ મહેમાન સાંજે? કોણ આવવાનું છે? ભાવિકને શું કહું?સો રૂપિયા લીધા હતા એ વપરાઈ ગયા."

પ્રભા:-" એ વાત પછી પણ તમે નાસ્તો કરીને ગયા હતા તો રૂપિયા ક્યાં વાપરી નાખ્યા?તમે પાઈ પાઈનો હિસાબ માંગો છો.આજે મારો વારો છે. આમ ઓડકાર કેમ ખાવ છો? નાસ્તો કર્યો છે?"

પ્રભાવ:-" શું કહું પ્રભા.પેલો જુનો મિત્ર મળી ગયો હતો."

પ્રભા:-" હવે કયો નવો મિત્ર લાવ્યા?"

પ્રભાવ:-" નવો નથી.જુનો છે.બહુ વખતે મળ્યો. એનું નામ પન્નુ પેજર છે."
( ભાગ-૬ માં પ્રભાના ઘરે રેખા અને ઈશિતા આવશે ત્યારે શું થશે? ભાવિક સમયસર આવશે? પ્રભાવે સો રૂપિયા ક્યાં વાપરી નાખ્યા? આ પન્નુ પેજર કોણ છે? વધુ નવા ભાગમાં.. વાંચતા રહેજો, હસતા રહેજો)
- કૌશિક દવે