Bus tu kahish ae karish - 11 in Gujarati Comedy stories by Kaushik Dave books and stories PDF | બસ તું કહીશ એ કરીશ (ભાગ -૧૧)

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

બસ તું કહીશ એ કરીશ (ભાગ -૧૧)

"બસ તું કહીશ એ કરીશ"(ભાગ-૧૧)


(ભાગ-૧૧)

પ્રભા અને પ્રભાવ પોતાના દિકરા ભાવિક માટે સારી કન્યા શોધતા હોય છે.પ્રભાના પુત્ર ભાવિકને જોવા માટે રેખા અને એની ભાણી ઈશિતા આવે છે.તેઓ પ્રભાનો ઈન્ટરવ્યુ લે છે.જે પરથી પ્રભા આનાથી છુટકારો કેવીરીતે મળે એ વિચારતી હોય છે એ વખતે ઘરનો બેલ વાગે છે..
હવે આગળ...

પ્રભાવ ઘરનો દરવાજો ખોલે છે.
જોયું તો એક સુંદર મહિલા સાથે સુંદર યુવતી હતી.

મહિલા:-"પ્રભાનું ઘર છે?"

પ્રભાવ:-" હા,આપ કોણ?"

મહિલા:-" હું પ્રભાની સહેલી રાખી."

રાખીનો અવાજ સાભળતા પ્રભા ઉભી થઈ ને દરવાજે ગઈ.
પ્રભા હસીને બોલી:-" આવ આવ રાખી વેલકમ. કેટલા વર્ષો પછી જોઉં છું.હજુ પણ હેમા જેવી જ દેખાય છે ઠસ્સાદાર.ઓહ અસિતા પણ સાથે છે. વેલકમ."

સખી રાખી અને અસિતા ઘરમાં આવ્યા.
પ્રભાએ તેઓને સોફા પર બેસવા કહ્યું.

રેખા અને ઈશિતાને આ જોઈને નવાઈ લાગી.
ઈશિતા ધીમેથી રેખાના કાનમાં બોલી:-' માસી,આ કોણ છે? લાગે છે કે ભાવિકને જોવા આવ્યા લાગે છે.હેમા જેવી દેખાય છે.ઓલી એની કાર્બન કોપી દેખાય છે."

રેખા:-" ઈશિતા, હું ઓળખતી નથી. મને લાગે છે કે હવે આપણે વિદાય થવાનો સમય થયો.વધુ વખત બેસીશું તો વાત બગડી જશે.આપણે બીજા કોઈ દિવસે આવીશું."

આ બાજુ રાખી અને પ્રભા ધીમે ધીમે વાત કરતા કરતા કિચનમાં ગયા.

રાખી:-"પ્રભા,તારા ઘરે મહેમાન આવ્યા છે એ કહ્યું હોત તો હું બીજા કોઈ દિવસે આવતી.કોણ છે?"

પ્રભા:-"કીટી પાર્ટીની સહેલી છે.ભાવિકને જોવા આવ્યા છે પણ બહુ લપ છે. અમારો ઈન્ટરવ્યુ લીધો.હવે આ જાય તો સારું એમ વિચારતી હતી ને તું આવી. એ સારું થયું."

અસિતાએ ઘરમાં નજર કરી.રેખા અને ઈશિતાને જોઈ.કંઈક વિચારવા લાગી.

પ્રભાવ મનમાં બબડ્યો..
હે ભગવાન હવે ભાવિક આવી જાય તો સારું. આ બધી લેડિઝ વચ્ચે હું એકલો... મને તો ગભરામણ થાય છે.ચાલને ભાવિકને મેસેજ કરું.
આવું વિચારીને પ્રભાવે ભાવિકને જલ્દી ઘરે આવવા માટેનો મેસેજ કર્યો.

પ્રભા કિચનમાંથી ઠંડુ પાણી લાવીને રાખી સાથે બેઠક રૂમમાં આવી.
રાખી અને અસિતાને ઠંડુ પાણી આપ્યું.

પ્રભાએ રાખીને પુછ્યુ:-" રાખી તું અને તારી ડોટર સુંદર દેખાય છે.અદલ તારા પર ગઈ છે.પણ તું સરપ્રાઈઝ આપવાની વાત કરતી હતી એ શું છે! ને તારા હસબંડ ક્યાં છે? મેં કોઈ દિવસ જોયા નથી એટલે એમને પણ મળવું છે."

રાખી ધીરેથી હસી.
બોલી:-" એજ તો સરપ્રાઈઝ છે. હમણાં આવતા જ હશે. તું મળીશ તો તને પણ આનંદ થશે. તું સારી રીતે ઓળખે છે."

પ્રભા:-" ઓહ્..ગ્રેટ. હું ઓળખું છું? હવે તો મળવાની ચટપટી થાય છે. કોણ છે? એમનો ફોટો તો બતાવો.ઓહ હું તને રેખાની ઓળખાણ કરાવું.તને મળી એટલે ભૂલી ગઈ. જો આ મારી સખી રેખા અને એની ભાણી ઈશિતા છે.ભાવિકને જોવા આવ્યા છે.તારી જેમજ.ઈશિતા ઓસ્ટ્રેલિયા રહે છે."

રાખી:-" નાઈસ ટુ મીટ યુ. હું અને પ્રભા કોલેજ વખતની ફ્રેન્ડ છીએ.આ મારી ડોટર અસિતા છે.અમે પણ ભાવિક માટે જ આવ્યા છીએ. ઓહ્ પ્રભા હું તને મારા હસબંડનો ફોટો બતાવી શકીશ નહીં. સરપ્રાઈઝ છે. રૂબરૂ જ જોઈ લેજે."

રેખા પ્રભાને કહે છે.
"સોરી પ્રભા, ભાવિક હજુ સુધી આવ્યો નથી.અમારે મોડું થાય છે. હમણાં મારા હસબંડનો મેસેજ હતો કે તેઓ આવી શકશે નહીં ને ઘરે મહેમાન આવ્યા છે.એટલે અમે વિદાય લેશું."

રેખાને અને ઈશિતા જલ્દી જવા માંગતા હતા.

ત્યાં જ અસિતા બોલી:-" મને લાગે છે કે મેં તને જોઈ છે ઈશા."

રેખા બોલી:-"ના..ના.. અમે તમને જોયા નથી."

ઈશિતા:-" મને લાગતું નથી કે આપણે મળ્યા હોઈએ. સોરી તને ઓળખવામાં ભૂલ થતી લાગે છે. હું ઓસ્ટ્રેલિયા રહું છું."

અસિતા થોડું વિચારીને બોલી.
"ઓહ્ યાદ આવ્યું. તારું નામ ઈશા. ફેસબુક પર આપણે ફ્રેન્ડ છીએ."

ઈશિતા:-" હશે પણ મને યાદ નથી. હું એટલી પોપ્યુલર છું કે બધા મને ફોલો કરતા હોય છે પણ મારું ફેસબુક એકાઉન્ટ ઈશિતાના નામે છે. નહીં કે ઈશા. તારી ભૂલ થાય છે. માસી આપણે જઈએ."

અસિતા:-"એક મિનિટ. તું ઈશા જ છે. કલકત્તાની છે. તારી કેટલીક પોસ્ટને લાઈક કરી છે. હાવડા બ્રીજ પરનો તારો ફોટો સુંદર હતો.સાથે તારો બોયફ્રેન્ડ હતો?"

આમ બોલીને અસિતા એ ફેસબુક એકાઉન્ટ ખોલીને ઈશાનું એકાઉન્ટ પ્રભાને બતાવ્યું.
રેખા:-" પ્રભા અમે જઈએ છીએ."

જલ્દી જલ્દી રેખા અને ઈશિતાએ ઘરમાંથી વિદાય લીધી.

પ્રભા:-" અસિતા, થેંક્યૂ. તારા લીધે ઈશિતાની પોલ ખબર પડી.અમને તો એમ જ હતું કે એ ઓસ્ટ્રેલિયા રહે છે."

અસિતા:-" ઓકે માસી એમાં થેંક્યૂ બોલવાનું ના હોય.તમે અને મમ્મી ખાસ ફ્રેન્ડ છો. હું ભાવિકને જોવા આવી છું.મને લાગ્યું જ કે તમે કંઈક મુંજવણમાં છો.પણ ભાવિક નથી?"

પ્રભા:-" બસ ઓફિસથી નીકળી ગયો છે.આવતો જ હશે.પણ તારા પપ્પા હજુ આવ્યા નહીં!"

અસિતા:-" આવતા જ હશે. ગાડી પાર્ક કરવામાં મુશ્કેલી પડી હોય કે કોઈ ફોન આવ્યો હોય.પણ અંકલ તમે તો ગુમસુમ બેઠા છો. કંઈ અવાજ આવતો નથી."

પ્રભાવ:-" બેટા, શું કરું.તારી માસી કહે એ પ્રમાણે કરું છું.એણે કહ્યું છે કે કોઈ મહેમાન આવે તો તમારે તો બોલવું જ નહીં. હું મારી રીતે મહેમાન સાથે વાત કરીશ."

અસિતા:-" એમ કંઈ ચાલે. તમે તો ઘરના વડિલ છો.હું છું ને. મારી સાથે વાત કરજો.મારા પપ્પા પણ બહુ ઓછું બોલે છે તમારી જેમ."

પ્રભાવ:-"એટલે રાખીજી તારા પપ્પાને બોલવા દેતા નથી! મને તો બોલવા દે છે પણ વધુ બોલાઈ જાય ત્યારે મને ચુપ રહેવાનું કહે છે.પણ તારી માસીનો સ્વભાવ એટલે માખણ જેવો."

પ્રભા:-" હવે બહુ બોલ બોલ ના કરો.એ ભાવિકને જોવા આવી છે."

પ્રભાવ:-"ઓકે.. ઓકે..બસ તું કહીશ એ કરીશ.પણ હાશ તારી રેખાને ઈશિતા ગયા તો મનમાં શાંતિ થઈ. આવી સખી છે તારી!"

પ્રભા:-"મને ખબર છે તમારા મિત્રો કેવા છે! આ તમારો પન્નુ પેજર આજે તમને બનાવી ગયો.અરે મહેમાન આવ્યા છે તો સ્વાગત તો કરવું પડશે.આ ભાવિક ક્યાં અટવાઈ ગયો એ ખબર પડતી નથી."

એટલામાં દરવાજે બેલ વાગ્યો.
પ્રભા દરવાજો ખોલવા ગઈ.
દરવાજો ખોલતા જોયું તો આશ્ચર્ય થયું.
જોયું તો સામે એનો કોલેજનો મિત્ર અમીત ઉભો હતો.

तेरे चेहरे से नज़र नहीं हटती
नज़ारे हम क्या देखें

પ્રભા મનમાં...
જોઈને તને પુરાની યાદ આવે
કોલેજના એ દિવસો લાગણીઓ જન્માવે
પણ હવે તો જુદાઈના માર્ગે છીએ
મારો પ્રભાવ મારી સાથે છે હવે
આપણા સંબંધો કયા કયા થશે!
અસિતાને ભાવિક પસંદ કરશે હવે!
મિત્રો છીએ મિત્ર બનીને રહીશું
મારો પ્રભાવ કહેશે એ હું કરીશ..

( ભાગ-૧૨ માં અમીત રાખીનો હસબંડ હશે? ભાવિક અસિતાને પસંદ કરશે? પ્રભા અને પ્રભાવ શું કરશે?કે ભાવિક આવીને કહેશે કે મારી મરજી.. વાંચતા રહેજો હસતા રહેજો ખુશ રહેજો.)
- કૌશિક દવે