Maadi hu Collector bani gayo - 17 in Gujarati Motivational Stories by Jaydip H Sonara books and stories PDF | માડી હું કલેકટર બની ગયો - 17

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

માડી હું કલેકટર બની ગયો - 17

🚔માડી હું કલેકટર બની ગયો 🚔

ખંડ ૧૭

એક દિવસ ગુપ્તા નો એક મિત્ર સુધીર જીગર ના રૂમ પર ભાગતો ભાગતો આવ્યો. જીગર ને જોઈ એ ડરેલા અવાજે બોલ્યો - જીગર, ગુપ્તા ને પોલીસ એ પકડી લીધો છે અને મુખર્જીનગર ની પોલીસ ચૌકી પર બેઠો છે. જલ્દી હાલ! બંને મુખર્જીનગર ની ચૌકી પર પોહચ્યાં. અને જોયું તો ગુપ્તા એક સ્ટુલ પર ગભરાયેલ બેઠો હતો અને તેના પર એક હવાલદાર ખારો થઈ રહ્યો હતો.

હવાલદાર - જો તારા ઉપર કેસ બન્યો તો તારી જિંદગી બરબાદ થઈ જશે. આઈ.એ.એસ તો દૂર ની વાત પટ્ટાવાળો પણ નહી બની શકે. બોલ બનાઉં કેસ?

જીગર હવાલદાર નો વ્યવહાર જોઈને ડરી ગયો. જીગરે ખુબ જ શાંતિ થી પૂછ્યું - શુ થયું સર, શુ ભૂલ થઈ ગઈ ગુપ્તાથી?

હવાલદારે જોયું કે આરોપીને બે સાથી છોડાવવા આવ્યા છે એટલે એ ચીડાઈ ગયો. હવાલદારે જીગર ને કહ્યું - સાહેબ તો બત્રા સિનેમા ની પાછળ બેસીને ખુલ્લે આમ દારૂ પી રહ્યા હતા, અને અમે તેને ત્યાં દારૂ પીવાની ના પાડી તો કેહવા લાગ્યો કે હું dy.sp છું. અને અહીં આઈ.એ.એસ ની તૈયારી કરી રહો છું. મે કહ્યું કે ક્યાંના dy.sp છો તો કઈ ન કહ્યુ. આવા નકલી પોલીસવાળા થી મારો રોજ પાલો પડે છે. હવે હું આના પર સાર્વજનિક સ્થળ પર દારૂ પીવાનો અને નકલી પોલીસ નો કેસ બનાવીશ.

જીગર અને સુધીર સમજી ગયા કે ગુપ્તા નશા ની કારણે બઉજ મોટી મુશ્કેલી માં મુકાઈ ગયો છે. સુધીરે હવાલદાર ના કાન માં કહ્યું - સર ગુપ્તા ને માફ કરી દો. આઈ.એ.એસ ની તૈયારી ના બોજ થી ડિપ્રેશન માં આવી ગયો છે. આગળ આવી ભૂલ નહી કરે.
સુધીરે હવાલદાર ને ખુશ કરવા ગુપ્તા સામે જોઈને કહ્યું - કેમ ગુપ્તા તને આવું કરતા શરમ ન આવી સર સાથે આવો વ્યવહાર કરતા! માફી માંગ સર ની!

ગુપ્તા તરત જ હવાલદાર ના પગમાં પડી ગયો. ગુપ્તા સમજી ગયો કે હવે અહીં ઉકળ વાથી કોઈ ફાયદો નથી.

જીગરે હવાલદાર ને કહ્યું - સર માફ કરી દો. પ્લીઝ!

હવાલદારે કહ્યું - તમારા મા બાપ એ ખુબ જ ઉમ્મીદ સાથે તમને અહીંયા તૈયારી કરવા મોકલ્યા છે ભણવામાં ધ્યાન આપો. અને આવા ચક્કર માં ન પડો.
એમ કહીને ગુપ્તા ને છોડી દીધો.

જીગર ને હવાલદાર સારો માણસ લાગ્યો. તેને હવાલદાર નો આભાર માન્યો. અને ત્રણેય ચાલ્યા ગયા.

બહાર આવતા ગુપ્તા એ કહ્યું - આ હવાલદાર ને હું નઈ છોડું. હવેથી મારા જિંદગી નું એક જ લક્ષ્ય છે આઈ.પી.એસ બનવું અને એમાંય આ હવાલદારને સસ્પેન્ડ કરવું.

ગુપ્તા ની આ બકવાસ પર કોઈએ ધ્યાન ન આપ્યું. પંડિત હવે ગુપ્તાનો રૂમ પાર્ટનર બની ગયો હતો. જીગર ગુપ્તા ના રૂમ પર છોડવા ગયો ત્યા પંડિત રૂમ પર હતો. પંડિત નો ગુસ્સો હજી શાંત થયો ન હતો. તેને જીગર સાથે કોઈ વાત ન કરી. જીગરે ગુપ્તા ને રૂમ પર મૂકીને ચાલ્યો ગયો.

જીગરે વિચાર્યું કે તે તેના પિતાને કહેશે કે ખાલી એક વર્ષ સુધી દર મહિને બે હજાર મોકલતા રહે, જેથી તે દિલ્હી માં આગળની તૈયારી કરી શકે. એસ.ટી.ડી પર જઈને તેને તેના પિતા ને ફોન કર્યો. જ્યાં સુધી તે પિતાને કોઈ વાત કેહતો ત્યાં પિતા એ જ ઘરની આર્થિક વ્યવસ્થા ની વાતો કરવા લાગ્યા. પિતાએ કહ્યું કે એક બાજુ દેણા ની રકમ હવે ડબલ થવા લાગી છે. એમાંય આ વખતે તો ખેતર માં પાક વાવેલ હતો તેમાં ખુબ જ નુકશાન થયું અને ખેતર માંથી આ વખતે કોઈજ ઉપજ થઈ નથી. આવી વાતો સાંભળતા જીગર સમજી ગયો કે હવે ઘરે થી પૈસા મળવાની કોઈજ ઉમ્મીદ નથી. જીગર પાછો નિરાશ થઈને તેના રૂમ પર આવી ગયો.

તે રૂમ પર ઘરની અને પોતાની સ્થિતિ ની વિશે વિચારી રહ્યો હતો ત્યાંજ વર્ષા રૂમ પર આવી.

જીગરે વર્ષા ને પૂછ્યું - વર્ષા શુ તુ મારી સાથે નહેરુવિહાર ના હનુમાન મંદિર એ આવીશ.
વર્ષા જીગર સાથે મંદિરે ગઈ. જીગર હનુમાનજી મંદિર માં આંખો બંધ કરીને બેઠો હતો.

પછી તેને વર્ષા ને કહ્યું - વર્ષા આજે મે સંકલ્પ લીધો છે, કઈ પણ થઈ જાય, જેવી પણ પરિસ્થિતિ વિકટ બને, હું સંઘર્ષ કરતો રહીશ. હું ક્યારેય હાર નહી માનું.

વર્ષા એ જીગર ને સંકલ્પ લેતા જોઈને તેને પણ પ્રેરણા મળી તે બોલી - જીગર, તને જરૂર સફળતા મળશે.
અંતે બન્ને રૂમ પર આવ્યા.

હવે નક્કી હતું કે જીગર ને ઘરે થી કોઈજ મદદ મળવાની નથી. પંડિત તેની સાથે રૂમ પર હતો એટલે જીગર ને અળધુ જ રૂમ ભાડુ આપવું પડતું હતું અને પંડિત ના ગયા પછી જીગર ને હવે આખુ ભાડુ આપવું પડશે પુરા પંદરસો રૂપિયા! એટલે હવે જીગરને એક રૂમ પાર્ટનર ની જરૂર છે જેથી રૂમ નું ભાડુ અળધુ થઈ જાય.


જીગર જે રૂમ પર રહેતો હતો તેજ બાજુના ફ્લોર માં વરુણ નામનો એક સિનિયર પરીક્ષાર્થી રહેતો હતો. બંને ના રૂમ વચ્ચે એક જ રસોડું હતું જ્યાં જીગર, વરુણ અને તેનો બીજો એક રૂમ પાર્ટનર ખાવાનુ બનાવવા એક રસોઈઓ આવતો. હવે જીગર પાસે પૈસા ની અછત હતી એટલે તે જમવાના અને રસોઇયા ના પૈસા પણ આપી શકે તેમ ન હતો.

જીગરે વરુણ સાથે વાત કરી - વરુણ સર, આપણે હવે આ રસોઈયા ને હટાવી દઈએ તે ખાવાનું હવે સારું નથી બનાવતો. રસોઈયા ની જગ્યા એ હું ખાવાનું બનાવી આપીશ. બજાર માંથી શાકભાજી અને બીજો સમાન પણ હું જ લયાવીશ. મારે હવે ઘરે થી પૈસા આવવાના બંધ થઈ ગયા છે એટલે ખાવાના જે પૈસા થાય છે તે હું નહી આપી શકું.

વરુણ અને તેનો મિત્ર રસોઈયા ના મોડા આવવાના અને બેસ્વાદ થી પેહલા થી કંટાળેલ હતા એટલે તેને જીગર ના આ પ્રસ્તાવ ને સ્વીકારી લીધો.

જીગર ની હવે જમવાની સમસ્યા નો હલ તો મળી ગયો પણ હવે રૂમ ભાડા ની વ્યવસ્થા કરવાની હતી. અને અંતે રવિ કે જે નવો જ હતો અને આઈ.એ.એસ ની તૈયારી માટે પ્રથમ વખત દિલ્હી આવ્યો હતો હવે જીગર નો રૂમ પાર્ટનર બની ગયો.

જીગરે તેની સમસ્યા વર્ષા ને જણાવી - જો હવે મારે દિલ્હી માં રેહવું છે તો મારે હવે કોઈને કોઈ કામ કરવું પડશે. જમવાની વ્યવસ્થા તો થઈ ગઈ છે વરુણ ને ત્યાં ખાવાનું હવે થી હું બનાવીશ. પણ હવે રૂમ ના ભાડા માટે અને બીજા ખર્ચા માટે મહિને હજાર રૂપિયા જોઈએ.

વર્ષા અને જીગર મુખર્જીનગર ની કોચિંગ કલાસ માં કોઈ જોબ ની જગ્યા હોઈ તો પૂછવા ગયા પણ મુખ્ય પરીક્ષા પાસ કરવા વાળા ની જ જગ્યા ઓ અહીં હતી. જેથી જીગર ને અહીં નોકરી ન મળી.
જીગરે વર્ષા ને તેની હોસ્ટેલ પર મૂકીને તેના રૂમ તરફ જી રહ્યો હતો ત્યાં એક નાનો છોકરો બે ત્રણ કાર સાફ કરી રહ્યો હતો તેને જીગરે પૂછ્યું કે અહીંયા આસ પાસ કોઈ કામ મળી શકે?

એ છોકરો અંતે જીગર ને કોઈક ના ઘરે ગયો. ગેઇટ નો બેલ મારતા એ છોકરા એ એક મહિલા બહાર આવી અને એ છોકરા એ કહ્યું - દીદી, આ ભાઈને કામ ની જરૂર છે

એ મહિલા એ કહ્યું કે કાર ની સફાઈ માટે તો એક છોકરો આવે છે પણ સાંજે બે કલાક માટે અમારા કુતરા ને બહાર ફરવા લઈ જવા માટે એક માણસ ની જરૂર છે તમને મહિને આઠસો રૂપિયા આપીશું.

સાંજે ખાલી બે કલાક નું જ કામ હતું. પણ શુ કુતરા મે બહાર ફરવા લઈ જવાનું કામ તેને શોભા દેતું? પછી જીગરે વિચાર્યું કે કોઈ કામ નાનું મોટુ નથી હોતું ફક્ત ઈમાનદારી થી કામ કરવું એજ આપણું કર્તવ્ય છે અને અત્યારે આર્થિક પરિસ્થિતિ વિકટ છે એટલે ગમે તે કામ કરી લેવું જોઈએ જીગર હવે આ કામ માટે રાજી થઈ ગયો.

હવે જીગર રાત્રે વર્ષા ને તેની હોસ્ટેલ પર મૂકીને કુતરા ને ફરવા માટે લઈ જતો તેને નક્કી કર્યું કે તે નહેરુવિહાર ના પુલના છેડે જ કુતરા ને ફેરવશે કેમ કે પુલ ની પેલે પાર તેને કોઈ મિત્ર કે વર્ષા જોઈ જશે તો શુ વિચારશે!

એક દિવસ વર્ષા અને તેની મિત્ર મુખર્જીનગર ના પૂલ થી નહેરુવિહાર તરફ આવી રહી હતી. ત્યાં જ એ પુલ ની બાજુમાં વર્ષા ને જીગર એ કુતરા સાથે જોવા મળ્યો..!!

to be continue....
ક્રમશ : આવતીકાલે
જયદીપ સોનારા "વિદ્યાર્થી"