Maadi hu Collector bani gayo - 16 in Gujarati Motivational Stories by Jaydip H Sonara books and stories PDF | માડી હું કલેકટર બની ગયો - 16

Featured Books
  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

  • मंजिले - भाग 14

     ---------मनहूस " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ कहानी है।...

Categories
Share

માડી હું કલેકટર બની ગયો - 16

🚔માડી હું કલેકટર બની ગયો 🚔

ખંડ ૧૬

પ્રગતિ મેદાન માં પુસ્તક મેળો હતો. જીગર અને વર્ષા પુસ્તક મેળા માં ગયા. વર્ષા એ પુસ્તક મેળા માંથી ત્રણ ચાર બુક ની ખરીદી કરી. બન્ને સાથે જઈ રહ્યા હતા અચાનક જીગર એક બુક સ્ટોર પર ઉભો રહ્યો અને એક બુક ઉપાડી ને જોતો રહ્યો. આ બુક સ્ટોર પર વિવેકાનંદ, ગાંધીજી, ભગતસિંહ, એબ્રાહન લિંકન વગરેની આત્મકથાઓ ની બૂકો હતી. જીગર આ બધી બૂકો જોઈને જ પાછી રાખી દેતો હતો.

વર્ષા એ કહ્યું - જીગર તું આ બુક લેવા માંગે છે શું ? મહાન લોકોની આ આત્મકથાઓ ખુબજ પ્રેરણા આપે છે.

વર્ષાની વાત સાંભળીને જીગરે કહ્યું - વર્ષા મે આ બધી બૂકો વાંચી છે! લિંકન ની આત્મકથા તો ત્રણ ચાર વખત વાંચી છે.

સરળ વર્ષા એ પ્રભાવિત થઈને પૂછ્યું - આ બુકો તે ક્યાં વાંચી ?

જીગર - બી.એ કરતી વખતે જ મે વાંચી લીધી હતી.
વર્ષા - શું તે આટલું બધું વાંચ્યું છે!
જીગર - હા વર્ષા, હું ગાંધીનગર લાઈબ્રેરી માં નોકરી કરતો હતો ત્યાં ઘણી બધી પુસ્તકો મે વાંચી છે.

હવે જીગર ના હાથમાં અબ્દુલ કલામ ની પુસ્તક " અગ્નિ કી ઉડાન " હતી. તેને આ બુક ની કિંમત જોઈને બુક પાછી રાખી દીધી. પુસ્તકોની દુકાનો થી આગળ જઈને બંને કોફી ની એક દુકાન પાસે આવીને બેસી ગયા. વર્ષા એ તેમની બુક ટેબલ પર રાખી દીધી. જીગર વર્ષા માટે કોફી લઈને આવ્યો.

વર્ષા એ હસતા હસતા કહ્યું - થૅન્ક યુ જીગર.

જીગરની ઈચ્છા હવે વર્ષા ને એજ કેહવાની થઈ તેને પુસ્તક મેળા નો માહોલ જોઈને વર્ષા ને કહ્યું - વર્ષા હું તને કંઈક કેહવા માંગુ છું!

વર્ષા જીગર નો ચેહરો જોઈને એ શું કહેવાનો છે એ સમજી ગઈ વર્ષા એ હવે બીજી વાત કરવાની શરૂ કરી. જીગર હવે તારે અંગ્રેજી ગ્રામર અને નિબંધ પર ધ્યાન આપવું જોઈએ. રોજ એક કલાક અંગ્રેજી વાંચવું જોઈએ. પણ જીગર નું મન બીજે ક્યાંક જ ફરી રહ્યું હતું.

સાંભળી રહ્યો છેને મારી વાત! - વર્ષા એ અર્ધજાગૃત જીગરને જગાડતા કહ્યું.
વર્ષાની વાત સાંભળી જીગરે કહ્યું - વર્ષા તું કઈક બીજું કહે છે અને તારી આંખો કંઈક બીજું કહે છે હું કોની વાત માનું?

જીગરની વાત સાંભળીને વર્ષા તેની નજર કોફી પર અટકાવતા કહ્યું - જીગર હું તને અંગ્રેજી નિબંધ લખતા શીખવાડીશ. પહેલા પ્રયત્ન જેવી ભૂલ હવે બીજીવાર ણ થવી જોઈએ.

પ્રેમની વાત કરવાના અરમાન પર વર્ષા એ અંગ્રેજી ના નામ પર ઠંડુ કરી દીધું. કોફી પીધા પછી વર્ષા એ જીગરને કહ્યું - હું હમણાં જ આવું તું અહીં જ બેસ મારી એક બુક સ્ટોર પર જ રહી ગઈ છે હું લઈને આવું છું.

પાંચ મિનિટ પછી વર્ષા એક બુક હાથમાં લઈને જલ્દી જ આવી. વર્ષા એ એ બુક જીગર ના હાથમાં આપતા કહ્યું - જીગર આ તારા માટે!

હવે જીગર ના હાથમાં થોડા સમય પેહલા કિંમત જોઈને રાખી દીધેલ એ જ બુક " અગ્નિ કી ઉડાન" હતી. જીગર બુકનું પહેલું પાનું ખોલ્યું તેમાં લખ્યું હતું - " જીગર ની ઊંચી ઉડાન માટે પેહલી ભેટ"

જીગર - વર્ષા તને ખબર પડી ગઈ હતી કે મારું મન આ બુક ખરીદવાનું હતું.

વર્ષા કઈ બોલી નહી. વર્ષા એ એક ભરપૂર નજર જીગર પર રાખી અને ટેબલ પર રાખેલ તેની બુક ઉપાડી. જીગરે અગ્નિ કી ઉડાન બુકને જોઈને વર્ષા ને કહ્યું - વર્ષા આ બુકને જોઈને મને લાગે છે કે સાચે જ તું ભણવામાં બહુ જ હોશિયાર છો.

વર્ષા આશ્ચર્ય થી પૂછ્યું - કેમ ?
કેમ કે તું સારી રીતે મારા મન ની વાત સમજી ગઈ. - જીગરે જૂની લિંક જ પકડી રાખી હતી. પણ વર્ષા જિદ્દી હતી જીગરની આ વાતો ની લિંક પર ચાલવા માટે બિલકુલ તૈયાર ન હતી.

જીગર હવે જઈએ? મોડું થઈ રહ્યું છે. વર્ષા એ જીગરની વાત અટકાવતા કહ્યું અને બંને મુખર્જીનગર પોંહચી ગયા.

જીગર સાંજે રૂમ પર પોહચ્યો ત્યાં પંડિત પલંગ પર બેઠો હતો. જીગર ખુબ ખુશ હતો. તેને પંડિત ને વર્ષા એ આપેલ બુક બતાવી. જીગર કોઈ છોકરી સાથે પુસ્તક મેળા માં ફરે અને પંડિત પોતે એકલો જ રૂમ પર રહે તે વાત પંડિત ને ખુબ જ દુઃખ આપી રહી હતી.

પંડિતે તે બુક હાથ માં લીધી, અને બુક નું પહેલું પાનું ખોલતા લખ્યું હતું - "જીગરની ઊંચી ઉડાન માટે પેહલી ગિફ્ટ"

પછી પંડિતે જીગર ને આ વાંચતા જ કહ્યું - ઓહો......તો હવે પ્રેમિકા એ આપેલ બુક થી સિલેક્ટ થઈશ! તારા ઘરની ભુખમરી થી નહી? કોર્સ ની બુકો વાંચવાથી સિલેક્શન થાય છે જીગર આવી બૂકો વાંચવાથી નહી.

પંડિત નો ગુસ્સો શાંત કરતા જીગર બોલ્યો - પંડિત આપણે આવી મોટિવેશનલ બૂકો પણ વાંચવી જોઈએ જેનાથી તૈયારી માં પ્રેરણા મળે.

પ્રેમ લઈશ રહેલ જીગર ને જોઈને પંડિત ચીડાઈ રહ્યો હતો. પંડિતે કહ્યું - જીગર, તારા થી આ ઉમ્મીદ ણ હતી. વર્ષા થી દૂર રહેવામાં જ તારું ભલું છે. એક તરફા પ્રેમ માટે તું પોતાની જાત ને બરબાદ કરી રહ્યો છે.

જીગર - વર્ષા મારા માટે શું છે તે તું નહી જાણી શકે પંડિત.
પંડિત - આ બધી બેકાર ની વાતો છે જીગર પોતાના પર નિયંત્રણ હોવું જોઈએ.
જીગર - જ્યાં સુધી સંગીતા સાથે તારા પ્રેમ નું ચક્કર ચાલી રહ્યું હતું ત્યાં સુધી વર્ષા થી તને કોઈજ વાંધો ન હતો અને હવે કેમ આમ ?

જીગર ની આ સાચી વાત સસંભળીને પંડિત ગુસ્સા થી લાલ થઈ ગયો. તે પલંગ પર થી ઉભો થયો અને કહ્યું - જીગર, હવે તારે નક્કી કરવું જ પડશે કે તું મારી સાથે રહેવા માંગશ કે વર્ષા ની સાથે! જો વર્ષા આ રૂમ પર આવી તો હું તારો રૂમ પાર્ટનર નહી રહી શકું. તારો નિર્ણય બતાવ જીગર! જીગર ને પંડિત તરફ થી આવી જીદ્દ ની ઉમ્મીદ ન હતી.

જીગરે પંડિત ને ઉદાસ અવાજે કહ્યું - પંડિત હું વર્ષા વગર નહી રહી શકું.

મને આજ ઉમ્મીદ હતી તારાથી જીગર! એટલું કેહતા જ પંડિતે તેનું સૂટકેસ ઉપાડ્યું અને તેમાં તેની પુસ્તકો અને કપડાં ભરવા લાગ્યો. અને દીવાલ પર ટીંગાળેલ ભારતીય બંધારણ નો ચાર્ટ ઉખાડ્યો અને જીગર ને કહ્યું - અહીં તારી વર્ષા નો ફોટો ચિપકાવી દેજે જીગર, તારે હવે ભારતીય બંધારણ વાંચવાની તો જરૂર છે જ નહી! ખાલી વર્ષા નો ફોટો જોઈનેજ પાસ થઈ જઈશ.

જીગર કંઈક કેહતો એ પેહલા જ પંડિત રૂમ નો દરવાજો ધડામ દઈને ચાલ્યો ગયો. ત્યાંજ ગુપ્તા સીડી ચડી રહ્યો હતો તેને પંડિતને જતાં જોઈને કહ્યું - લ્યા પંડિત ક્યાં ઉપાડ્યો LBSNAA તો નહી ને!
(અહિ....LBSNAA લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસટ્રેશન આઈ.એ.એસ ની તાલીમી સંસ્થા)
પંડિત ગુસ્સામાં - હા.....લ્યા ત્યાં જવાનો સમય જલ્દી જ લયાવીશ કહીને નીકળી ગયો.

to be continue...
ક્રમશ : આવતીકાલે
જયદીપ સોનારા "વિદ્યાર્થી"