Tilia's marriage experiments in Gujarati Comedy stories by Jatin Bhatt... NIJ books and stories PDF | ટિલિયાના લગ્ન ના પ્રયોગો

Featured Books
  • જીવન પથ - ભાગ 33

    જીવન પથ-રાકેશ ઠક્કરભાગ-૩૩        ‘જીતવાથી તમે સારી વ્યક્તિ ન...

  • MH 370 - 19

    19. કો પાયલોટની કાયમી ઉડાનહવે રાત પડી ચૂકી હતી. તેઓ ચાંદની ર...

  • સ્નેહ સંબંધ - 6

    આગળ ના ભાગ માં આપણે જોયુ કે...સાગર અને  વિરેન બંન્ને શ્રેયા,...

  • હું અને મારા અહસાસ - 129

    ઝાકળ મેં જીવનના વૃક્ષને આશાના ઝાકળથી શણગાર્યું છે. મેં મારા...

  • મારી કવિતા ની સફર - 3

    મારી કવિતા ની સફર 1. અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત આત્માઓ મા...

Categories
Share

ટિલિયાના લગ્ન ના પ્રયોગો

' નિજ ' રચિત એક મસ્ત મજાની હાસ્ય રચના:

ટિલિયાના લગ્ન ના પ્રયોગો

ટિલિયો જબરો નસીબ વાળો, એક મિનિટ, ટિલિયા નું મૂળ નામ તો ટિલેશ છે ,નાનપણ થી વાળ આછા એટલે બધા એને ટાલિયો જ કહેતા, પણ મોટો થયો એટલે નામ ચેન્જ થઈ ટિલિયો થઈ ગયું (ચોખવટ પૂરી), ને પાછો એ આપણા સૌનો લાડકો ગોટયા નો કઝીન પણ થાય,...
તો આપણો આ ટિલિયો જબરો નસીબ વાળો, લોકો એક લગ્નજીવન હાંફતું હાંફતું પૂરું કરે ( કોઈ પણ છોકરો પહેલા છોકરી શોધતા શોધતા હાંફે, પછી હાંફતા ઘોડા પર જઈ લગન કરે, પોતેય પાછો હાંફતો તો હોય જ,ઘરવાળી શાકભાજી લેવા કે દૂધ લેવા મોકલે એ કામ પણ હાંફતા હાંફતા કરે ....)
પણ આપણો આ ટિલિયો ત્રણ ત્રણ લગ્ન જીવન વાળો ...
ભાઈ નું પહેલું મેરેજ લવ મેરેજ હતું, છોકરી એનાથી ત્રણ ફૂટ નાની,
કંઈ વાંધો નઈ, હવે ટિલિયો પ્રેમ માં તો પડી ગયો, લવ મેરેજ પણ કરી લીધા, મેરેજ પછી એને ખ્યાલ આવ્યો કે આ હાઇટ તો બહુ નાની કહેવાય(પ્રેમ આંધળો હોય છે) હાઇટ વધારવી તો પડે જ, એટલે હાઇટ વધારવા ટિલિયો રોજ જ ઘરવાળી (એનીજ લા) કોમ્પ્લાન પાય, પેલી ના પાડે તોય બળજબરી થી ઊંચકી લે પછી પાય, દિવસ માં બે થી ત્રણ વખત પીવડાવે જ, ફૂલ અપ્સ કરાવે ત્યારે ઊંચકી ને પાઇપ પર હાથ પકડાવે ને સાયકલિંગ કરાવે ત્યારે ઊંચકી ને સીટ પર બેસાડી દઈને સાયકલિંગ કરાવે ...
અમે લોકોએ બહુ સમજાવ્યો પણ સમજે એ ટિલિયો નઈ,
આખરે ડિવોર્સ થઈ ગયા,
ટિલિયો પાછો પ્રેમ માં પડ્યો, આ વખતે જાડીપાડી સાથે પ્રેમ થઈ ગયો, લગ્ન પહેલા એણે એના ઘર ના ' બધાજ' દરવાજા એક એક ફૂટ પહોળા કરેલા , પલંગ ડબલ સ્ટીલ નો છ બાય સાડા છ નો કરાવેલો, પલંગ નીચે જાડા પાઇપ એક્સ્ટ્રા લગાવેલા, કહ્યું ને પ્રેમ આંધળો હોય છે,...
લગ્ન પછી એણે એ જાડીપાડી પાસે ડાયેટ, યોગ બઘુ ચાલુ કરાવ્યું, પોતે પણ એને પ્રોત્સાહન મળે એટલે ચાલુ કર્યું,
હવે ટિલિયો રોજ જ સલાડ, બાફેલું ને એવું બધું ખવડાવે ,છોકરી ને કોઈ દિવસ પણ પાણી પૂરી, પિત્ઝા, બર્ગર એવું ખાવાનું જ નઈ, સરવાળે આવા બધા કારણો ભેગા થયા અને એને લીધે ઝઘડા વધ્યા ને પરિણામે એક ઓર ડિવોર્સ,
બબ્બે ડિવોર્સ માં ટિલિયાને બહુ રૂપિયા કાઢવાના થયા, બિચારા પાસે ફોર વ્હીલ હતી, ટુ વ્હીલ પર આવી ગયો, તોય હજુ બેંક બેલેન્સ તો હતું જ , ત્રીજા લગ્ન નઈ કરવાના?
હવે ત્રીજા કિસ્સા માં ઊંધું થયુ, કાયમ ટિલિયો પ્રેમ માં પડે,
ફર્સ્ટ ટાઈમ કોઈ છોકરી ટિલિયાના પ્રેમ માં પડી, આમાં પ્રેમ આંધળો ન હતો ...
બધી જ રીતે સરસ, સુંદર અને સંસ્કારી નારી , આવી ત્યારથી જ બોલતી હતી કે તમે જુઓ હું ટિલિયાને ટુ વ્હીલ પરથી ફોર વ્હીલ પર લઈ આવીશ,
સંસાર સરસ ચાલવા માંડ્યો, કાયમ અમે એની ઘેર જઈએ એટલે ભાભી ટિલિયાના માથા પર હાથ ફેરવે પછી બોલે કે તમે જોજો, મારા ટિલિયા ને હું ટુ વ્હીલ પરથી ફોર વ્હીલ પર લઈ આવીશ,
અને આખરે એણે કરી બતાવ્યું, ઓચિંતી ઘર સાફ કરી ને ભાગી ગઈ , પણ એણે જે કહેલું એ કરી બતાવ્યુ,
આપણો ટિલિયો બે પૈંડા વાળા સ્કૂટર પરથી ચાર પૈંડા વાળી ઠેલણગાડી પર આવી ગયો...

જોજો કોઈ છોકરી હોય તો ટિલિયા ઉર્ફે ટિલેશ ને લાયક ...
.
.
.
.
જતીન ભટ્ટ ( નિજ)
94268 61995