Street No.69 - 77 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-77

Featured Books
  • જીંદગી - એક આઇસક્રીમ - 3

    Recap : કામિની અને નરીયાની પ્રેમ કહાનીમાં કામિનીની મા એ આવીન...

  • રહસ્ય - 4

    અધ્યાય ૯ – “સજા”કાવ્યા ના શબ્દો મારા કાનમાં ગૂંજી રહ્યા હતા—...

  • Mindset

    Mindset - a small storyPart 1 - The introduction :કોઈ પણ માણ...

  • એકાંત - 44

    પ્રવિણના કોલેજમાં સ્વાતંત્ર્ય દિનનો ઉત્સવ ખૂબ સુંદર રીતે ઊજવ...

  • રેડહેટ-સ્ટોરી એક હેકરની - 43

            રેડ હેટ:સ્ટોરી એક હેકરની        પ્રકરણ:43     સૂર્યા...

Categories
Share

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-77

નૈનતારાં સોહમને ચૂસ્ત ચુંબન આપીને આગળ વધે ત્યાંજ સોહમનાં મોબાઇલ પર રીંગ વાગી... સોહમે વિચાર્યુ અત્યારે મોડાં કોનો ફોન ? એણે મોબાઇલ ઉપાડ્યો જોયાં વિના વાત શરૂ કરી સામેથી સુનિતાનો ગભરાયેલો અવાજ આવ્યો... "દાદા જલ્દી ઘરે આવો આઇની તબીયત બગડી છે એને શ્વાસ ચઢે છે.. પ્લીઝ જલ્દી આવો”.

સોહમ ગભરાયો એણે કહ્યું “સુની ચિંતા ના કર હું હમણાંજ નીકળીને આવું છું.” એણે નૈનતારા સામે જોયું નૈનતારાનો ચહેરો બદલાઇ ગયો એનો ચહેરો સખ્ત થયો એણે પૂછ્યું “કોનો ફોન હતો ? શું થયું ?”

સોહમે કહ્યું “નૈન આઇની તબીયત બગડી છે મારે તરત ઘરે જવું પડશે. બાકીનું કામ કાલે તું પણ ઘરે જવા નીકળી જા પણ.. તું એકલી જઇ શકીશ ને ?”

નૈનતારા એ પ્રશ્નાર્થ વાળો ચહેરો બનાવ્યો.. પછી બોલી “તમે જાવ ઘરે હું તો પહોંચી જઇશ મારી ચિંતા ના કરો.” સોહમે ફટાફટ લેપટોપ બંધ કર્યુ અને તરતજ ચેમ્બરની બહાર નીકળ્યો. પાછળ નૈનતારા...

સોહમ અને નૈનતારા ઓફીસ બંધ કરી લીફટમાં ગયાં. લીફ્ટમાં સોહમનો ચહેરો ચિંતાગ્રસ્ત હતો અને નૈનતારા કંઇક અગમ્ય એહસાસ સાથે લાલપીળી થઇ રહી હતી પણ કંઇ બોલી નહીં.

લીફ્ટ ગ્રાઉન્ડ ફલોર પર પહોચી.... સોહમ એની કાર સુધી પહોચ્યો.. નૈનતારાને બાય કીધુ અને ત્યાંથી નીકળી ગયો. ક્યાંય સુધી નૈનતારા એને જતો જોઇ રહી એનું આખું સ્વરૂપ બદલાઇ ગયું. અને એ બીલ્ડીંગની બહાર નીકળી... એ ત્વરીત ત્યાંથી અદ્રશ્ય થઇ.

સોહમ ઘરે પહોચ્યો.. કાર પાર્ક કરીને ઝડપી પગલે ઘરે પહોચ્યો દરવાજો ખખડાવ્યો અને સુનીતાએ દરવાજો ખોલ્યો અને બોલી "દાદા આવી ગયા ? તમે તો મોડી રાત સુધી કામ કરવાનાં હતાં ને ? શું થયું ?”

સુનીતાનાં પ્રશ્નથી સોહમ હેબતાયો એણે કહ્યું “તારો તો ફોન આવ્યો કે આઇની તબીયત બગડી છે હું કામ અધુરુ મૂકીને દોડીને ઘરે આવ્યો...”

સુનીતાએ કહ્યું "દાદા મેં તો ફોન કર્યોજ નથી અને આઇ તો ક્યારની એનાં રુમમાં સૂઇ ગઇ છે.. હુંજ જાગતી હતી. તમે ફોનમાં જુઓ મેં કર્યોજ નથી...”

સોહમને થયું આ શું ચક્કર છે ? એણે મોબાઇલ કાઢ્યો અને જોયું કોઇનો કોલ બતાવતો નથી.. કોલ લોગમાં સુનિતાનો નંબરજ નથી એ વિચારમાં પડી ગયો. આ શું થઇ રહ્યું છે ? નૈનતારા પણ નારાજ દેખાતી હતી...

સુનિતાએ કહ્યું “દાદા તમને હમણાંથી મારાંજ ફોનનાં ભ્રમ થાય છે તમે મારી ખોટી ચિંતા ના કર્યા કરો.. તમે મને જ્યારે કીધું હોય કે તમે કામમાં બીઝી છો તો હું..”. સોહમે કહ્યું “આઇની તબીયતનું તે કીધું એટલે હું આવ્યો...”

સુનિતાએ કહ્યું “ના કંઇક ભ્રમજ થયો તમને, પણ દાદા તમને કાર મળી પછી આવીરીતે કારમાં જાવ છો આવો છો જોવાથી સુખ મળે છે બાપાએ તમારી સામે જોયું છે.”

“દાદા એક વાત પૂછું ? હું ક્યારની જાગતી હતી અને તમારાં રૂમમાં મને કંઇક અવાજ આવેલો હું ત્યાં જોવા ગઇ કોઇ નહોતું પણ તમારાં વોર્ડરોયમાંથી અવાજ હતો મેં એ ખોલ્યું તો મને ત્યાં ભસ્મ જોવા મળી... હું એ જોઇને વિચારમાં પડેલી.. મને ખયાલ આવ્યો આતો તમારી... સાવીની હશે... દાદા આવી રીતે કેમ રાખી છે ? મેં એને નાનાં ઘડામાં મૂકીને ઉપર લાલ કપડું બાંધ્યુ છે સારું કર્યુ ને ? મૃત્યુ પછી એ ભસ્મ ને પણ યોગય સન્માન ને પાત્ર મળવું જોઇએ.”

સોહમે આર્શ્ચયથી પૂછ્યું "તને આ બધી કેવી રીતે ખબર ? તારે મારું વોર્ડરોબ ખોલવાની શું જરૂર હતી ? હું બધું કરવાનોજ હતો. મને પૂછવું જોઇતું હતું...”

સુનિતાએ કહ્યું "દાદા બધાં સૂઇ ગયાં પછી તમારાં વોર્ડરોયમાંથી અવાજ આવી રહેલો. હું જાગતી હતી અને બેલા કે આઇ કોઇ ઉઠી જાય તો બધાં ગભરાઇ જાય મને હિંમત આવી મેં જે સૂજ્યું એ કર્યું. તમારી પાસેથી બધી વાતો સાંભળી હું થોડી ઘડાઇ છું."

"દાદા એક વાત કહું? મેં જ્યારે ભસ્મ ઘડામાં પધરાવી ત્યારે જાણે કોઇનાં શ્વાસ ચાલતાં હોય એવો એહસાસ થયેલો હું ડરી ગયેલી પણ હિંમત કરીને એ બધી વિધી પુરી કરી. મને થયું તમે ગુસ્સે થશો પણ તમારો ગુસ્સો સહી લઇશ પણ તમારાં રૂમમાં કોઇનો આત્મા ફરતો હોય એવો એહસાસ મને... આવું કરવાં પ્રેરી ગયો. જે તમારે કરવાનું હોય એ મારાંથી થઇ ગયું...”

સોહમ વિચારી રહ્યો પછી બોલ્યો ”ઠીક છે પણ કંઇક તો અગમ્ય બની રહ્યું છે હજી મારી સાથે... કંઇ નહીં તું સૂઇ જા હવે અને આ બધાં વિચારો ના કરીશ તું તારું ધ્યાન રાખજે. મને તારી સાચેજ ચિંતા રહે છે.”

સુનિતાએ કહ્યું “દાદા હું હવે મોટી થઇ ગઇ છું મને બધી સમજ આવી ગઇ છે તમે મારી ચિંતા ના કર્યા કરો પણ તમે જેને માનતા હોવ એ ગુરુજીને પૂછો આવું બધુ શું થાય છે ? તમારી પ્રગતિ પ્રમોશન પણ કોઇ આવો અગમ્ય પરચો તો નથી ને ? તમે તમારુ પણ ધ્યાન રાખો. ઘરમાં હવે બધી રીતે શાંતિ છે સુખ છે આઇબાબાને પણ હવે નિશ્ચિંન્તતા છે.”

“બાબા પણ હવે ડ્યુટી પર ગયેલાં હું એકલીજ જાગતી હતી સારું છે બધાં અવાજ મેં સાભળ્યાં હતાં.” સોહમે વાત ટૂંકાવતા કહ્યું “ભલે જા સૂઇ જા હું બધુ જોઇ લઇશ”.

સુનિતા ગુડનાઇટ કહીને એનાં રૂમમાં ગઇ અને સોહમે રૂમ અંદરથી બંધ કર્યો. એણે પહેલાં કપડાં બદલ્યાં હાથપગ ધોયાં અને સુનિતાએ ભસ્મ જે ઘડામાં મૂકી એ ઘડો હાથમાં લીધો. લાલ કપડું હટાવ્યુ અને એણે અંદર જોયું... ભસ્મ હતી અને એને શ્વાસો શ્વાસનો એહસાસ થાય છે ? એવું જોવા લાગ્યો.

ઘડો એણે હાથમાં રાખેલો.. ઘડો એકદમ ધ્રુજવા લાગ્યો થયું હમણાં હાથમાંથી છટકી જશે એ મજબૂતીથી પકડી પલંગ પર બેસી પડ્યો અને બોલ્યો "સાવી આ બધુ શું છે ? શું જણાવવા માંગે તું ? નૈનતારા કોણ છે ? મને થોડું સમજાય એવું કર.... તારાં કેટલાં રૂપ છે ?....”



વધુ આવતા અંકે ---- પ્રકરણ-78