Love's risk, fear, thriller fix - 27 in Gujarati Detective stories by Hitesh Parmar books and stories PDF | ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 27

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 27


રઘુ ને આ બધું બહુ જ અજીબ લાગતું હતું. એને ઘણી વાર તો ગુસ્સો આવી જતો હતો કે પોતે નેહા ને લવ પણ નહિ કરી શકતો અને એને પ્યાર કર્યા વગર રહી પણ નહિ શકતો! એ એને જોતો તો બસ જોતો જ રહી જતો! અને એનો અવાજ પણ રેખા જેવો જ હતો તો બસ એને સાંભળતો પણ રહી જતો!

"મમ્મી - પપ્પા, ભાઈ - બહેન નહિ તારા?!" ગીતા એ વાતો વાતોમાં જ પૂછ્યું તો એના આંસુઓ નીકળી ગયા.

"ના રડ.." એટલા બધામાં પણ નેહા ને રઘુ જ પોતાનો લાગ્યો. એને એનો હાથ પકડી લીધો. રઘુ એ પણ એના વિશ્વાસ ને માન આપતા જાહેર કર્યું - "કોઈ પણ નેહા ને હવે આ વિશે કઈ જ નહિ પૂછે!"

આંખોનાં એક ઈશારામાં જ નેહા એ રઘુ નો આભાર માની લીધો! રેખા પણ તો આવી જ હતી ને! હવે રઘુ થોડું વધારે મુંઝવણ અનુભવી રહ્યો હતો! એ ખુદને સમજાવી રહ્યો હતો કે જો એ ગીતા ને પણ પ્યાર નહિ કરી શકતો તો કેમ એ નેહા થી આટલો બધો પ્રભાવિત છે?! શું એવું તો નહિ હોય કે એ પણ ખુદ ને જ નેહા ના દુઃખનો પણ સહભાગી માની રહ્યો હોય?!

એ દિવસે નેહાને ખુદ રઘુ એ એના હાથથી જમાળ્યું હતું. ગીતા ને એ દિવસે ખાવામાં ઝહેર નાંખવાનું મન થઇ ગયું હતું!

નેહા ગઈ પછી એ રાત્રે, ગીતા રઘુ થી બહુ જ ગુસ્સે હતી.

"શું છે આ બધું તારું હેં?! મને કહે છે કે તું રેખા સિવાય કોઈને પ્યાર નહિ કરે અને કેમ તું નેહાની આટલી નજીક જઈ રહ્યો છે?!" ગીતા એ બહુ જ ગુસ્સામાં કહ્યું. જાણે કે જીતેલી બાજી એ હારી ના રહી હોય એવું એ મહેસૂસ કરી રહી હતી!

"બાબા, હું કઈ એને લવ કરું છું! નહિ એને મને એવું કઈ કહ્યું છે! હું પણ તો એના દુઃખ ને મારા દુઃખ ની જેમ બસ ફીલ કરું છું અને એટલે જ અમે બસ સારા દોસ્ત છીએ!" રઘુ એ કહ્યું.

પણ ખરેખર તો જ્યારે પણ નેહા એની સામે આવતી, એ બધું જ ભૂલી જતો હતો! એને મન થઇ જતું કે નેહા સાથે કંઇક દૂર ચાલ્યો જાઉં!

એ દિવસે ગીતા એ રઘુ ને બહુ જ ટાઇટ હગ કરીને સૂતી હતી, જેમ અમુક લોકો એમની પ્રિય વસ્તુ ને ઊંઘતા સમય પણ સાથે લઈને ઊંઘે છે, ગીતા પણ કોઈ પણ હાલતમાં બસ રઘુ ને ખોવા જ નહિ માગતી! એના મનમાં ડર સાફ સાફ જાહેર હતો.

થોડો તો થોડો પણ રઘુ નો પ્યાર તો ગીતાને મળી રહ્યો હતો! ખરેખર તો ગીતા રઘુ ને કોઈ ની પણ સાથે જોઈ જ નહિ શકતી!

"માથું દુખે છે.." એકદમ રાત્રે ઊઠી ને ગીતાએ રઘુ ને કહ્યું તો રઘુ પણ ઊઠી ગયો એને એની માટે અને ખુદની માટે કડક કોફી બનાવી.

"ઓછું ટેન્શન લેતી હોય તો મારું!" રઘુ ને હસવું આવી રહ્યું હતું.

"માથું દબાવી આપ.." ગીતા એ હક કરતા કહ્યું.

રઘુ એ એનું માથું દબાવ્યું.

"બાપ રે બાપ.. એક મારા જેવા પાગલ પાછળ તું પાગલ થઇ છું!" રઘુ બોલ્યો.

"તું પાગલ નહિ! બહુ જ પ્યારો છે! મારા રઘુ વિશે કઈ જ ના બોલ!" ગીતા એ તાકીદ કરી.

"કેટલો પ્યાર કરે છે તું મને?!" રઘુ એ એકદમ જ સવાલ કર્યો!

"કેમ, શક છે કે ઓછો લવ કરું છું?!"

"જવાબ આપ ને.." રઘુ એ જવાબ માંગ્યો.

"ખબર નહિ એવું શું છે તારામાં, દરરોજ તારો પ્યાર વધતો જ જાય છે!" ગીતા બોલી.

"માથું મટ્યું?!" રઘુ એ પૂછ્યું.

"મરી જાઉં તો પણ શું છે?! તું તો તારી નેહા સાથે પ્યાર કરીશ ને! રેખા અને હવે નેહા, હું તો છું જ કોણ!" ગીતા એ કટાક્ષ માં કહ્યું.

વધુ આવતા અંકે..
____________________
એપિસોડ 28માં જોશો: "ના, હું હજી પણ મારી રેખાને જ પ્યાર કરું છું અને એને જ પ્યાર કરતો રહીશ!" રઘુ બોલ્યો તો એની આંખોમાં આંસુઓ હતા! આસાન થોડી હોય છે, એ વ્યક્તિને છોડીને પ્યાર કરવો જે આપની પાછળ આટલી બધી હદે પાગલ હોય!

નેહા એ બધું રેખાનું પૂછ્યું તો જૂની યાદોને યાદ કરતા કરતા રઘુ નું માસૂમ દિલ વધારે ને વધારે ઉદાસ થતું ગયું! એને હવે કોઈ પણ હાલતમાં રેખા જોઈતી હતી!

એ રડતો ગયો અને એના આંસુઓ રોકાતા જ નહોતા!

"ચૂપ થઈ જા તું પ્લીઝ! હું તને વધારે દુઃખી નહિ કરવા માગતી!" નેહા બોલતી હતી, પણ રઘુ પર એની જાણે કે કોઈ અસર જ ના થઈ!